Last Update : 26-June-2012, Tuesday

 
ઇજિપ્તમાં નવી શરૂઆત
તહરીર ચોકની ક્રાંતિથી ત્રણ દાયકાના મુબારક શાસનનો અંત આણનાર ઇજિપ્તવાસીઓ દુનિયાભરમાં ચર્ચાનું અને ઘણે અંશે અહોભાવનું કેન્દ્ર બન્યા હતા. પરંતુ સત્તાપરિવર્તન એ ક્રાંતિનું મહત્ત્વનું છતાં એક પગથીયું છે. ફક્ત એટલાથી ક્રાંતિ સફળ કે સંપન્ન થઇ જતી નથી. એ વાસ્તવિકતા ઇજિપ્તમાં ફરી એક વાર ઉજાગર થઇ. ક્રાંતિના વર્ષ - દોઢ વર્ષ પછી ચૂંટણીઓ યોજાઇ અને આઠ દાયકા જૂની સંસ્થા મુસ્લિમ બ્રધરહુડની રાજકીય પાંખ- ફ્રીડમ એન્ડ જસ્ટીસ પાર્ટી-ને તેમાં વિજય મળ્યો. ત્યાર પછી થયેલી પ્રમુખપદની ચૂંટણીમાં લશ્કરનો ટેકો ધરાવતા ઉમેદવારની સામે બ્રધરહુડના અગ્રણી મહંમદ મોર્સી પાતળી બહુમતીથી વિજયી થઇને દેશના નવા પ્રમુખ બન્યા છે.
લોકશાહી ઢબની ચૂંટણી પછી ચૂંટાયેલા પહેલા પ્રમુખ તરીકે મોર્સીનું સ્થાન જેટલું વિશિષ્ટ છે, એટલી જ મોટી જવાબદારી તેમના માથે છે. તેમનો રસ્તો પણ કાંટાળો અને ઉબડખાબડ છે. મોર્સી સામે સૌથી મોટો પડકાર છેઃ મુબારકના સમયના સૈન્યનો. ક્રાંતિના પગલે મુબારકને ગાદી અને દેશ છોડવાનો વારો આવ્યો, પણ સૈન્યનો દબદબો જરાય ઓછો થયો નથી. દેશની સંસ્થાઓ અને જાહેર સેવાઓ સહિત ઘણી અગત્યની બાબતો પર સૈન્યની મજબૂત પકડ છે. એટલું જ નહીં, નવી ચૂંટાયેલી સરકાર અને પ્રમુખ- એ બન્નેની સત્તાઓ પર પણ સૈન્યના અફસરોએ મજબૂત અંકુશ રાખ્યા છે. એ રીતે જોતાં, ચૂંટણી પછી પણ ઇજિપ્તની વાસ્તવિક સત્તાનો મોટો હિસ્સો હજુ સૈન્યના તાબામાં છે.
પ્રમુખપદની ચૂંટણી સંપન્ન થતાં સાથે જ અને તેનાં પરિણામ આવે તે પહેલાં સૈન્યે બંધારણની રૂએ, પ્રમુખની સત્તા પર અંકુશ મૂકતી જોગવાઇઓ જાહેર કરી દીધી હતી. તેના આધારે દેશની વાસ્તવિક અને આખરી સત્તા પ્રમુખ મોર્સી પાસે નહીં, પણ લશ્કરના જનરલો પાસે રહેશે. ઇજિપ્તની સંસદમાં પહોંચેલા મુસ્લિમ બ્રધરહુડના સભ્યોને ક્રાંતિ પછી તરતના અરસામાં પ્રચંડ જનસમર્થન મળ્યું હતું, પરંતુ પછીના સમયગાળામાં તેમાં મોટા પાયે ઘટાડો થયો છે. તેનાં ઘણાં કારણોમાનું એક કારણ છેઃ લશ્કરી દખલગીરીને કારણે ચૂંટાયેલા સાંસદોને કામગીરીમાં પડતી અડચણો. સરમુખત્યારશાહીને ઉખાડીને મોટા ઉપાડે સંસદમાં પહોંચેલા મુસ્લિમ બ્રધરહુડના નેતાઓ પાસે સત્તા એટલી મર્યાદિત હતી કે તે અસરકાર કાયદા બનાવી શક્યા નહીં અને દેશની પરિસ્થિતિની પોતાના કાબૂમાં લઇ શક્યા નહીં. એટલે પ્રજાનો તેમની પરનો ભરોસો ઓછો થાય એ સ્વાભાવિક છે. સત્તાનાં સૂત્રો પોતાના હાથમાં રાખીને, ચૂંટાયેલા પ્રતિનિધિઓને નપાણીયા પુરવાર કરવાની લશ્કરની તરકીબ નવા પ્રમુખ માટે પણ નહીં પ્રયોજાય, એની કોઇ ખાતરી નથી. આ સંજોગોમાં નવા પ્રમુખ માટે સૌથી પહેલો પડકાર પોતાની સત્તા સ્થાપિત કરવાનો છે.
ઇજિપ્તમાં આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાથી માંડીને સામાન્ય લોકોને સ્પર્શતી ઘણી સેવાઓની ચાવી લશ્કરના હાથમાં છે. ચૂંટાયેલી સરકારને બદનામ કરવા માટે લશ્કરી જનરલો પુરવઠો ખોરવી નાખવા જેવાં કે તેને અનિયમિત કરી નાખવા જેવાં કાવતરાં કરે, તો મુસ્લિમ બ્રધરહુડની ગાબડું પડેલી વિશ્વસનીયતાને જોતજોતાંમાં તળીયે બેસી જતાં વાર ન લાગે. મુસ્લિમ બ્રધરહુડ અને નવા પ્રમુખને બીજો મોટો પડકાર અદાલતો તરફથી છે. પ્રમુખપદની ચૂંટણી પહેલાં જ દેશની સર્વોચ્ચ અદાલતે એક ફેંસલામાં જણાવ્યું હતું કે મુસ્લિમ બ્રધરહુડના સભ્યોની બહુમતી ધરાવતી ચૂંટાયેલી સંસદ ગેરબંધારણીય છે અને તેને વિખેરી નાખવી જોઇએ.
બ્રધરહુડ અને અદાલતો વચ્ચેની કશ્મકશ જારી રહે, તો ભવિષ્યમાં નવા પ્રમુખને પણ અદાલતી ચુકાદાની આંચ દઝાડી શકે છે. મુસ્લિમ બ્રધરહુડની રાજકીય પાંખ ફ્રીડમ એન્ડ જસ્ટિસ પાર્ટી બંધારણીય રીતે યોગ્ય છે કે નહીં, એ વિશે અદાલત સપ્ટેમ્બર મહિનામાં ફેંસલો કરવાની છે. એ વખતે બન્ને વચ્ચે સારા સંબંધ ન હોય તો ફ્રીડમ એન્ડ જસ્ટિસ પાર્ટીને અદાલત ‘ધર્મઆધારિત’ ગણીને, તેના અસ્તિત્ત્વને જ ગેરબંધારણીય ઠરાવી શકે છે. એવું થાય તો ફ્રીડમ એન્ડ જસ્ટિસ પાર્ટીના ઉમેદવાર તરીકે વર્તમાન પ્રમુખ મહંમદ મોર્સીની ચૂંટણી રદબાતલ ઠરે અને ઇજિપ્તમાં નવેસરથી રાજકીય કટોકટી ઊભી થાય. કટોકટી તો શું, પણ ફરી એક વાર સૈન્યનું સંપૂર્ણ શાસન સ્થપાય અને ક્રાંતિ સદંતર નિષ્ફળ બને.
મુસ્લિમ બ્રધરહુડના પણ પ્રશ્નો ઓછા નથી. તેના બિનસાંપ્રદાયિક સાથીપક્ષોને બ્રધરહુડ સામે ઘણી ફરિયાદો છે. તેમાં મુખ્ય ફરિયાદો બ્રધરહુડે વારાફરતી કરેલા વચનભંગની છે. બીજા પક્ષોને લાગે છે કે બ્રધરહુડ તેમને સત્તામાં અગાઉ આપેલા વચન મુજબનો હિસ્સો આપવાને બદલે, બધી સત્તા પોતે જ બથાવી પાડવા માગે છે. બ્રધરહુડને મળતો લોકોનો ટેકો પણ, અસરકારક સરકારની ગેરહાજરીમાં ઉત્તરોત્તર ઘટવાનો છે. એ જોતાં તત્કાળ સૈન્ય સામે બ્રધરહુડનો હાથ ઉપર રહે તો પણ મોર્સી અને બ્રધરહુડ માટે લાંબા ગાળાના ગંભીર પડકાર જલ્દી ઓછા થાય એવું જણાતું નથી.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર ઇન્ડિયાના પાઈલોટોની હડતાળ દેશની સૌથી લાંબી હડતાળ બની

કોમ્પ્યુટર આકાશની બીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી

નિર્મલબાબાને મ. પ્રદેશની કોર્ટમાં હાજર થવા ફરમાન
મોદીને વડાપ્રધાન બનાવવાના મુદ્દે નીતિશ-મુલાયમ યુપીએમાં જોડાવા શક્યતા
ગઠબંધનની એકતા જોખમાવે તેવા વિધાનોથી દૂર રહો ઃ ગડકરી

ઈંગ્લેન્ડ યુરો કપમાંથી બહાર ફેંકાયું ઈટાલીનો પેનલ્ટી શૂટ આઉટમાં વિજય

સ્પેન-પોર્ટુગલ અને ઇટાલી -જર્મની વચ્ચે હવે સેમિફાઇનલ મુકાબલો
‘DRS' માટે આઈસીસીના મહત્તમ સભ્યોની ઈચ્છા ઃ ભારતનો વિરોધ જારી
પ્રણવ મુખર્જીના ગાજ્યાં મેહ વરસ્યા નહીં ઃ ડોલરે ફરી રૃ.૫૭ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં તેજીમાં રુકાવટ વિશ્વબજારમાં થયેલી પીછેહઠ
ઈન્ફ્રા. કંપનીઓ અસ્કયામતો વેચવા પ્રાઈવેટ ઈક્વિટીના માર્ગે
સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાને જુલાઈથી વેગ મળવાની ધારણા

યુરિયા સિવાયનાં ખાતરોની માંગમાં ૨૫થી ૪૦ ટકાનો ઘટાડો સંભવિત

વિમ્બલડનમાં વિનસ વિલિયમ્સનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય
વેસ્ટ ઈંડિઝ 'એ' સામે બીજી ટ્વેન્ટી-૨૦ ભારત- 'એ' જીતતા શ્રેણી બરાબરી
 
 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
 

Gujarat Samachar glamour

નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved