Last Update : 26-June-2012, Tuesday

 

પ્રજાને પ્રોમીસ નહીં નક્કર કામમાં રસ
નવા નાણા પ્રધાનને છ સલાહ વૈશ્વિક મંદી ટુ ગ્રીસ કટોકટી

 

- યુપીએ સરકાર બાકીના બે વર્ષમાં આર્થિક પરિવર્તનને વેગ આપી શકે

 

કોર્પોરેટ સર્કલમાં નવા રાષ્ટ્રપતિ કોણ આવશે તેના બદલે નવા નાણાપ્રધાન કોણ આવશે તેની ચર્ચા જોર-શોરથી ચાલે છે. પ્રણવ મુકરજીના નિર્ણયોથી નારાજ કોર્પોરેટ સર્કલ ઉદારમતવાદી અને આર્થિક પરિવર્તન અંગે ફેરફાર કરે એવા નાણાપ્રધાન ઈચ્છે છે. ઘણાં ઈચ્છે છે કે વડાપ્રધાન મનમોહનસંિહ પોતાની પાસે જ નાણા ખાતાનો હવાલો રાખે એ યુપીએ-ટુના બાકીના બે વર્ષ આર્થિક પરિવર્તનની હેલી ઊભી કરે. જો કે મનમોહનસંિહ માટે આ ત્યારે જ શક્ય બને કે જ્યારે યુપીએના ચેરપર્સન સોનીયા ગાંધી તેમને આર્થિક પરિવર્તન માટે છુટ્ટો દોર આપે. નવા નાણાપ્રધાન કોણ બનશે તે અંગેની યાદી રાષ્ટ્રપતિના ઉમેદવારો જેટલી લાંબી નથી. આંગળીના વેઢે ગણાય એટલા નામોની ચર્ચા છે. એક તો ખુદ વડાપ્રધાન આ ખાતુ પોતાની પાસે રાખશે અથવા તો વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના ચેરમેન રંગરાજન કે આયોજન પંચના નાયબ અઘ્યક્ષ મોન્ટોકસંિહનું નામ ચર્ચામાં છે. જો કે અંતે તો સોનિયા ગાંધી જે નક્કી કરશે તે નાણાપ્રધાન બનશે.
એક તરફ ભારત જ્યારે આર્થિક ડામાડોળ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે ભારતને કોઈ આકરા નિર્ણયો લે તેવા નાણાપ્રધાનની જરૂર છે.
છ મુદ્દા એવા છે કે જેનાથી નવા નાણાપ્રધાન અને તેમની આર્થિક સલાહકારોની ટીમે દૂર રહેવું જોઈએ.
(૧) બઘું એકલા હાથે કરવું કે મને બઘુ આવડે છે એવી પ્રણવ મુકરજીવાળી ફોર્મ્યુલાથી દૂર રહેવાની જરૂર છે. આર્થિક ડામાડોળ સ્થિતિને પ્રથમ સ્થિર કરવી અને ત્યારબાદ તેમાં તેજીનો જાન ફૂંકવાની જરૂર છે. પ્રણવ મુકરજીએ આર્થિક નિષ્ણાતોની ફોજ રાખી હતી પરંતુ આ બધા પ્રણવની હામાં હા મીલાવતા હતા. કેટલીક બાબતોએ જ્યારે પ્રણવને સ્પષ્ટ સલાહ આપવાની હતી ત્યારે આ લોકોએ નીતિવિષયક મુદ્દાઓને વઘુ પ્રાધાન્ય આપ્યું હતું. આયોજન પંચનું મહત્ત્વ ઓછું અંકાય તેવા પ્રયાસો પણ કરાયા હતા. નવા નાણાંપ્રધાને આયોજન પંચના ઓપીનીયન પણ લેવા પડશે. આમ નવા નાણાપ્રધાને બઘું એકલા હાથે કરવાનું છોડીને બધાને સાથે રાખવા પડશે.
(૨) આપણે જે જીડીપી નવ ટકાનો થાય તેવી આશા રાખીએ છીએ તેના બદલે ટૂંકો કૂદકો મારવો પડશે અને તે માટે પ્રયાસો કરવા પડશે. જીડીપી નવ ટકાનો થાય તેવી આશા રાખીએ છીએ તેના બદલે ટૂંકો કૂદકો મારવો પડશે અને તે માટે પ્રયાસો કરવા પડશે. જીડીપી નવ ટકાનો થાય તેવા પ્લાનીંગના બદલે જીડીપી ૬.૩૦%થી ૭% પર આવે તેવું ટાર્ગેટ રાખવું જોઈએ. આવા ટાર્ગેટના કારણે આર્થિક તંત્ર સાથે સંકળાયેલા તમામ કાર્યક્ષેત્રોમાં આત્મવિશ્વાસ વધશે. ઉદ્યોગક્ષેત્ર પણ તેમાં સહાયરૂપ થશે. લાંબા આંકનો લક્ષ્યાંક સફળ થતો નથી એટલે આર્થિક ક્ષેત્રો નિરાશા અનુભવે છે. જે આર્થિક તંત્રને ડામાડોળ કરે છે.
(૩) દેશની ખાદ્ય ખૂબ મોટી છે તે હકીકતો અંગે ગાણા ગાયા કરવાનો કોઈ અર્થ નથી. આ ખાદ્ય ઘટાડવા સરકારી સ્કીમો બંધ કરવા તેમજ કરકસરના પગલા લેવાની શરૂઆત કરવી પડશે. જે સરકારી યોજનાઓમાં કરોડો રૂપિયાનો ઘૂમાડો થાય છે તે પૈકી કેટલીક પર ટેમ્પરરી બ્રેક મારવા સરકારને કહેવું જોઈએ. તેમજ નવા કોઈ ડ્રીમ પ્રોજેક્ટ શરૂ નહીં કરવા પણ સરકારને મક્કમ બનીને જણાવવું પડશે. નવા નાણાપ્રધાન કરકસરના જેટલાં પગલાં લેશે એટલી ખાદ્ય હળવી થશે એટલે જ ખાદ્યના ગાણા ગાવાના બદલે કરકસરના પગલાં લેવા શરૂ કરવા જોઈએ.
(૪) ભારતમાં મંદી માટે યુરોપના દેશોની કટોકટી જવાબદાર છે. એવા નિવેદનો કરવાનું ટાળીને સ્થાનિક સ્તરે ઔદ્યોગિક ઉત્પાદનને વઘુ મજબુત બનાવવા પ્રયાસ કરવા જોઈએ. સામાન્ય પ્રજાને ગ્રીસની કટોકટી સાથે નિસ્બત નથી તેને રોજીંદી ચીજોના ભાવોમાં ઘટાડો થાય તેમાં રસ છે એટલે જ જ્યારે નાણાખાતુ સ્થાનિક ભાવવધારા માટે ગ્રીસની કટોકટીને આગળ ધરે છે ત્યારે પ્રજાના ગળે તે વાત ઉતરતી નથી. ક્યાં તો સરકાર ગ્રીસની કટોકટીની અસરો અંગે સમજ આપે અથવા તો તે અંગેના નિવેદનો આપીને પ્રજામાં ગભરાટ ફેલાવાનું બંધ કરે.
(૫) જે નાણા પ્રધાન રોજીંદા જીવનની ચીજોના ભાવોમાં ઘટાડા માટેના પ્રયાસો કરશે અને પરિણામલક્ષી પગલાં લેશે તે આવકારાશે. મોંઘવારી દૂર કરવી એ માટેની કોઈ જાદુઈ લાકડી અમારી પાસે નથી એમ કહેતા નેતાઓને આર્થિક સ્થિતિની બાબતમાં ચંચુપાત કરતા રોકવા જોઈએ. અહીં ઉલ્લેખનીય છે કે કૃષિ પ્રધાન શરદ પવારે કહ્યું હતું કે ખાંડના ભાવો ઘટાડવા અમારી પાસે કોઈ જાદુઈ લાકડી નથી. સરકારે પણ દરેક પ્રધાનને આર્થિક બાબતો અંગે ટીકા-ટીપ્પણીથી દૂર રહેવા કડક સૂચના આપવી જોઈએ.
(૬) નવા નાણાપ્રધાન કે તેમની ટીમે પ્રોમીસો આપવાથી દૂર રહેવું જોઈએ. ખુદ વડાપ્રધાન મનમોહનસંિહે એક તબક્કે કહ્યું હતું કે મને ૧૦૦ દિવસ આપો તો હું મોંઘવારી દૂર કરી આપીશ. આવા પ્રોમીસથી ટેમ્પરરી પ્રજાની ટીકાઓથી બચી જવાય છે પરંતુ ૧૦૦ દિવસ તો જોતજોતામાં પુરા થઈ જાય છે. વડાપ્રધાન આ દિવસમાં ભાવ તો ના ઘટાડી શક્યા પણ તેમની નજર સામે વધતા ભાવો જોયા કરતા હતા માટે પ્રોમીસ આપવાના બદલે નક્કર કામગીરી કરો...
નાણાપ્રધાનનો હવાલો જેની પણ પાસે આવે પરંતુ તેમણે આર્થિક ડામાડોળ સ્થિતિને સ્થિર કરવાની મહત્ત્વની જવાબદારી ઉપાડવાની છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર ઇન્ડિયાના પાઈલોટોની હડતાળ દેશની સૌથી લાંબી હડતાળ બની

કોમ્પ્યુટર આકાશની બીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી

નિર્મલબાબાને મ. પ્રદેશની કોર્ટમાં હાજર થવા ફરમાન
મોદીને વડાપ્રધાન બનાવવાના મુદ્દે નીતિશ-મુલાયમ યુપીએમાં જોડાવા શક્યતા
ગઠબંધનની એકતા જોખમાવે તેવા વિધાનોથી દૂર રહો ઃ ગડકરી

ઈંગ્લેન્ડ યુરો કપમાંથી બહાર ફેંકાયું ઈટાલીનો પેનલ્ટી શૂટ આઉટમાં વિજય

સ્પેન-પોર્ટુગલ અને ઇટાલી -જર્મની વચ્ચે હવે સેમિફાઇનલ મુકાબલો
‘DRS' માટે આઈસીસીના મહત્તમ સભ્યોની ઈચ્છા ઃ ભારતનો વિરોધ જારી
પ્રણવ મુખર્જીના ગાજ્યાં મેહ વરસ્યા નહીં ઃ ડોલરે ફરી રૃ.૫૭ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં તેજીમાં રુકાવટ વિશ્વબજારમાં થયેલી પીછેહઠ
ઈન્ફ્રા. કંપનીઓ અસ્કયામતો વેચવા પ્રાઈવેટ ઈક્વિટીના માર્ગે
સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાને જુલાઈથી વેગ મળવાની ધારણા

યુરિયા સિવાયનાં ખાતરોની માંગમાં ૨૫થી ૪૦ ટકાનો ઘટાડો સંભવિત

વિમ્બલડનમાં વિનસ વિલિયમ્સનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય
વેસ્ટ ઈંડિઝ 'એ' સામે બીજી ટ્વેન્ટી-૨૦ ભારત- 'એ' જીતતા શ્રેણી બરાબરી
 

 

 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
 

Gujarat Samachar glamour

નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved