Last Update : 26-June-2012, Tuesday

 
પાંચ રાષ્ટ્રપતિઓને વડાપ્રધાન સાથે મતભેદ થએલા

- રાષ્ટ્રપતિની ચૂંટણી
- કુલ મતો ૧૦,૯૮,૮૮૨ છે
- એમાં યુપીએ (કોંગ્રેસ જૂથ) પાસે ૪,૬૦,૧૯૧ છે
- એનડીએ પાસે (ભાજપ જૂથ) ૩,૦૪,૭૮૫ છે
- નોન એનડીએ અને નોન યુપીએ પાસે ૨,૬૨,૪૦૮ મત છે

રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે અત્યારે જે નામો સામે છે એ નામોમાં જે વઘુ યોગ્ય છે એના કરતાં પણ વઘુ યોગ્ય વ્યક્તિ કોઇ નથી, ન હોય, એવું તો કોઇના માટે કદી બની શકે જ નહીં પણ અત્યારે જે ત્રણ નામો છે એમાં જેઠમલાણીનો વિચાર થઇ શકે નહીં. ત્યારે સંગામા લોકસભાના અઘ્યક્ષ તરીકે સફળ કામગીરી કરી ગયેલા એ સિવાય રાજકીય રીતે એમના જમા પાસે વઘુ કશું નથી.
જ્યારે ડૉ. કલામ બધા કરતાં વઘુ યોગ્ય ગણાય પરંતુ એમણે જોખમ લેવાય નહીં. આ તો ચૂંટણી છે. હારી ગયા તો હોદ્દાના ગૌરવને લાંછન લાગે.
આ સંજોગોમાં, પ્રણવ મુખરજી ઉપર જે કંઇ આક્ષેપો થતા હોય તો ભલે, બાકી બધી રીતે આ નામોમાં તેઓ વઘુ યોગ્ય છે. બીજા નામો જ્યાં સામે જ નથી એટલે એનો વિચાર કરવો અસ્થાને છે.
આપણા પહેલાં રાષ્ટ્રપતિ બાબુ રાજેન્દ્રપ્રસાદ જેમ પ્રણવ મુકરજી પણ સામાન્ય કુટુંબમાં એક ગામડામાં જન્મેલા છે. તેઓ નેહરૂગાંધી કુટુંબને વફાદાર છે (જે આજે ભાજપમાં કે કોંગ્રેસમાં જોવા મળવું મુશ્કેલ છે) તેમજ કોંગ્રેસના તથા કોંગ્રેસ સરકારના સંકટમોચક છે તથા શિસ્તપાલક રહ્યા છે પણ ‘‘રબ્બર સ્ટેમ્પ’’ પુરવાર થાય તેવા નથી.
આપણો દેશ જ્યારે ચારે બાજુથી બધી રીતે ઘેરાઇ ગયો છે ત્યારે એમના જેવી વ્યક્તિ રાષ્ટ્રપતિ બને એ મહત્ત્વનું છે. એમનામાં ઉણપ નથી એવું નથી અને કોનામાં ઉણપ નથી હોતી? અને ભ્રષ્ટાચારના આરોપો આજે કોની ઉપર નથી થતા? બાબા રામદેવ કે કેજરીવાલ જેવા પણ એના છાંટાથી છટકી શક્યા નથી તો બીજાની તો શું વાત હોય? છેલ્લે છેલ્લે ડૉ. મનમોહનસંિહ ઉપર પણ છાંટા ઉડાડવામાં આવ્યા છે.
અરવંિદ કેજરીવાલે પ્રણવ મુખરજી ઉપર જે આરોપો લગાવ્યા છે એમાં (૧) ૨૦૦૭માં તેઓ વિદેશપ્રધાન હતા ત્યારે આફ્રિકાના દેશોમાં ભૂખમરો છે એવું બહાનું બતાવીને ૨૦ લાખ ટન ચોખા નિકાસ કરાવેલા.
(૨) તેઓ સંરક્ષણ પ્રધાન હતા ત્યારે ભારત અને ફ્રાન્સ વચ્ચે સ્કોર્પિઅન સબમરીનનો સોદો રૂપિયા ૧૮૭૯૮૦૦૦૦૦૦૦નો થએલો જેના ૪ ટકા કમીશન લીધાનો આરોપ મૂકાએલો પણ એની તપાસ ટાળવામાં આવેલી.
(૩) ૨૦૦૫ની સાલમાં નૌકાદળના વોરરૂમમાંથી મહત્વની માહિતી લીક થઇ ગઇ હતી પણ એની તપાસ ટાળવામાં આવેલી.
એ જે હો તે, પણ એ પ્રણવદા સંપૂર્ણપણે કોંગ્રેસી છે. છતાં જ્યાં રાષ્ટ્રીય હિતોનો મુદ્દો આવ્યો હોય ત્યાં તેઓ પક્ષની મર્યાદાથી ઉપર ઉઠીને વર્ત્યા છે. એવા સમયે એમણે જે કંઇ નિર્ણય કર્યો એ એક સાચા ભારતીય તરીકે કર્યો. આવનારી પેઢીઓના હિતોને ઘ્યાનમાં રાખીને એમણે એ નિર્ણય લીધેલા. દા.ત. અમેરિકા સાથે અણુકરાર કરવાનો મુદ્દો હતો. એ કરાર કરવા માટે વડાપ્રધાન મનમોહન સંિહ પોતાની સરકારનો બલિ ચઢાવવાની જીદ ઉપર આવી ગયા હતા.
અમેરિકા માટે પણ એ સુવર્ણ અવસર જેવું હતું કારણ કે એ કરાર કરવા માટે પોતાની બધી શરતો ભારત ઉપર લાદી દેત.
એ વખતે પ્રણવદા ભારત અને અમેરિકા વચ્ચે અદ્રશ્ય દીવાલ બનીને ઊભા રહ્યા. એમણે અમેરિકા જેવા શક્તિશાળી દેશને જણાવી દીઘું કે ભારતે ઈંદિરા ગાંધીના વખતમાં પહેલો અણુધડાકો કરેલો ત્યારે ભારત ઉપર લાદેલા પ્રતિબંધો દૂર કરવાની લાલચ આપીને અણુકરાર કરવાનો ખ્યાલ છોડી દે.
એ અણુકરાર પ્રણવ મુખરજીની અગ્નિપરીક્ષા હતો. કારણ કે એની અસર આપણા દેશની ભાવિ પેઢી ઉપર પડવાની હતી. એટલે એમણે દરેક પગલે પોતાના પત્તા બહુ સાવચેતીથી ખોલેલા. એ પત્તા એમણે એવી રીતે ખોલ્યા કે અમેરિકાને પણ સાથે સાથે પોતાના પત્તા ખોલવા પડે.
રાષ્ટ્રપતિની પહેલી ચૂંટણી ૧૯૫૨માં થઇ ત્યારે ડો. રાજેન્દ્ર પ્રસાદની સામે ડી.કે. શાહ નામના ગુજરાતી ઊભેલા જે કુલ ૮ લાખ મતોમાંથી ૯૬ હજાર મત લઇ ગયા હતા.
એ પછી ૧૯૬૨માં ડો. રાધાકૃષ્ણ ઊભા રહ્યા ત્યારે કોઇ પણ પક્ષે પોતાનો ઉમેદવાર ઊભો નહીં રાખ્યો. એ પછી ૧૯૬૭ આવતા આવતા કોંગ્રેસની સ્થિતિ ડગુમગુ થઇ ગઇ. દેશના ૯ રાજ્યોમાં બિનકોંગ્રેસી સરકાર થઇ ગયેલી અને લોકસભામાં કોંગ્રેસના સભ્યોની બહુમતિ ૪૦ની જ રહી હતી. એટલે કોંગ્રેસના ઉમેદવાર ડો. ઝાકીર હુસેનની સામે સંયુક્ત વિરોધ પક્ષોએ સુપ્રિમ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ કોકા સુબ્બારાવને ઊભા રાખેલા. એમની હાર ૧,૭૫,૦૦૦ મતોથી થએલી.
એ પછી ૧૯૬૯માં ઐતિહાસિક ચૂંટણી થઇ જેમાં ઈંદિરા ગાંધીએ પોતાની કોંગ્રેસ પક્ષના જ ઉમેદવાર નીલમ સંજીવ રેડ્ડીની સામે પોતાની ઉમેદવાર વી.વી. ગિરિને ઊભા રાખ્યા. ઈંદિરાએ એ વખતે ‘‘અંતર આત્માના અવાજ’’ના નામે મત માંગેલા.
એ વખતે ભાજપનો પૂર્વ અવતાર જનસંઘ અને સ્વતંત્ર પક્ષ નામનો એક પક્ષ હતો એમણે માજી નાણાપ્રધાન સી.સી. દેશમુખને ઊભા રાખ્યા. એ ત્રીજા સ્થાને રહેલા.
એ પછી ૨૦૦૩માં ભાજપ સત્તામાં હતો અને એણે વૈજ્ઞાનિક એ.પી.જે. અબ્દુલ કલામને પોતાના ઉમેદવાર બનાવ્યા તથા વિરોધ પક્ષમાં બેઠેલા કોંગ્રેસનો ટેકો માંગ્યો અને કોંગ્રેસે ટેકો આપેલો.
આપણા દેશમાં ૧૩ રાષ્ટ્રપતિ થયા જેમાંથી ૫ રાષ્ટ્રપતિને સરકારના વડાપ્રધાન સાથે જામી ગયેલી. એ જંગમાં વડાપ્રધાનને દૂર કરવા સુધીની વાત આગળ વધી ગયેલી.
સૌથી પહેલાં તો, આઝાદી મળ્યા પછી પહેલા રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરૂને લોઢાના ચણા ચાવતા કરેલા. એ પછી મજદૂર નેતામાંથી ઈંદિરાએ જેમને રાષ્ટ્રપતિ બનાવેલા એ વરાહ વેંકટ ગિરિ (વી.વી. ગિરિ) જ્ઞાની જૈલ સંિહ, નીલમ સંજીવ રેડ્ડી, કે.આર. નારાયણનના સમયમાં એ સંબંધો સ્ફોટક સ્થિતિએ પહોંચેલા.
એ સિવાય, હજી એ રહસ્ય રહસ્ય જ રહ્યું છે કે રાષ્ટ્રપતિ ડો. એ પી જે અબ્દુલ કલામે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને વડાપ્રધાનપદના સોગંદ કેમ લેવડાવેલા નહીં!
૧૯૫૨થી ૨૦૦૭ સુધીમાં ૧૩ રાષ્ટ્રપતિ ચૂંટાયા. એમાં ૧૯૫૨ અને ૧૯૫૭માં ડો. રાજેન્દ્ર પ્રસાદ, ૧૯૬૨માં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ, ૧૯૬૭માં ડો. ઝાકીરહુસેન, ૧૯૬૯માં વી.વી. ગિરી, ૧૯૭૪માં ફખરૂદ્દીન અલી અહમદ, ૧૯૭૭માં નીલમ સંજીવ રેડ્ડી, ૧૯૮૨માં જ્ઞાની ઝૈલસંિહ, ૧૯૮૭માં આર. વેંકટરમણ, ૧૯૯૨માં ડો. શંકર દયાલ શર્મા, ૧૯૯૭માં કે આર નારાયણન, ૨૦૦૨માં ડો. કલામ અને ૨૦૦૭માં પ્રતિભા પાટીલ રાષ્ટ્રપતિ બન્યા.
ઉપરાષ્ટ્રપતિમાંથી રાષ્ટ્રપતિ બનનારમાં પહેલું નામ ડો. રાધાકૃષ્ણનનું છે. વચ્ચે એક કૃષ્ણકાંત નામના ઉપરાષ્ટ્રપતિ હતા પણ એમનું નામ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે નહીં કરતા એમને હાર્ટએટેક આવ્લો અને એમનું અકાળ અવસાન થએલું.
૨૦૦૭માં ભાજપના ત્યારના ઉપરાષ્ટ્રપતિ હતા એ ભૈરવસંિહ શેખાવતે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલી. એમને ઘણા પક્ષોનો ટેકો હતો.
ભારત સ્વતંત્ર થયા પછી એ વખતે પહેલી વાર એવું બન્યું કે રાષ્ટ્રપતિ પદના બન્ને ઉમેદવારો ઉપર ભ્રષ્ટાચારના આરોપ મૂકવામાં આવ્યા. ભાજપના ભૈરવસંિહ શેખાવતને આચરવા વિષે ૪૦ પ્રશ્નો પૂછ્‌યા. એ સવાલોની પુસ્તિકા ૪૧૨૦ ધારાસભ્યો અને ૭૭૬ સંસદ સભ્યોને મોકલી.
ભૈરવસંિહે અને ભાજપે જોકે એ આરોપો ઉડાડી દીધા.
આપણા પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે ૧૯૬૦માં જોરદાર જાહેરાત કરેલી કે ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી ધારાસભાઓ,સંસદ સભ્યો વગેરે ચૂંટે જ્યારે ઈંગ્લાંડમાં રાજાશાહી વંશ પરંપરાગત ઉતરી આવે છે એટલે ભારતનો ચૂંટાયેલો રાષ્ટ્રપતિ રબ્બર સ્ટેમ્પ નથી હોતો.
એ જ વખતે એમણે એમ પણ કહેલું કે પ્રધાનમંડળની સલાહને માનવા રાષ્ટ્રપતિ બંધાયેલા નથી.આ નિવેદનથી વડાપ્રધાન જવાહરલાલ ખૂબ નારાજ થએલા. રાષ્ટ્રપતિ માત્ર શોભાનું પૂતળું છે એવી છાપ રાજેન્દ્ર બાબુએ શરૂમાં જ સાફ કરી નાંખેલી.
એ પછી એમણે નેહરૂના હિન્દુ કોડ બિલને લોકશાહીની ભાવનાઓનું ઉલ્લંઘન કહીને એ બિલનો વિરોધ કરેલો.
૧૯૬૯માં ઈંદિરા ગાંધીએ કોંગ્રેસના જ નિજલંિગપ્પા, મોરારજી દેસાઇ, સદોબા પાટીલ, અતુલ્ય ઘોષ, હિતેન્દ્ર દેસાઇ, મોહનલાલ સુખડિયા જેવા ઘુરંધર અને ખૂણેખૂણેના નેતાઓએ ઊભા રાખેલા નીલમ સંજીવ રેડ્ડી સામે પોતાના એકલાના જોરે વિ વિ ગિરીને ઊભા રાખ્યા અને એમને જીતાડવા દેશભરમાં પોતે એકલા હાથે પ્રચાર કર્યો તથા છેવટે ગિરિને ૫૦.૨ ટકા મતે જીતાડ્યા.
કોંગ્રેસના ભાગલા થયા. એ વખતે ઈંદિરા ગાંધીના સંકટમોચક લંડન સ્કુલ ઓફ ઈકોનોમિક્સના વિદ્યાર્થી સંસદ સભ્ય પ્રોફેસર શાંતિ કોઠારી હતા. એમણે બંગાળના મુખ્યપ્રધાન અતુલ્ય ઘોષ, રાજસ્થાનના મુખ્યપ્રધાન મોહનલાલ સુખડીયા, ગુજરાતના મુખ્યપ્રધાન હિતેન્દ્ર દેસાઇ જેવાને દૂર કરવા ઝુંબેશ કરાવી. દરમ્યાનમાં ઈંદિરાએ જ ચુંટાવેલા વી.વી. ગિરિ રાષ્ટ્રપતિ અને ઈંદિરા વચ્ચે મતભેદો ખૂબ વધી ગયેલા.
એ પછીના રાષ્ટ્રપતિ ૧૯૭૪માં ફખરૂદીન અલી અહમદ માટે ૧૯૭૫માં ‘‘ઈમરજન્સી’’ની જાહેરાત ઘેરા ઘા જેવી રહી. એમનું અવસાન રાષ્ટ્રપતિભવનમાં જ થયું.
૧૯૭૭માં કોંગ્રેસની હાર થઇ. એ વખતે (૧૯૭૭) નીલમ સંજીવ રેડ્ડી કોઇ સામે ઊભા ન રહેતા ચૂંટણી વિના ચૂંટાઇ આવ્યા. એમણે લોકસભામાં જેમની બહુમતી નહોતી અને લધુમતીમાં હતા ેએવા ચૌધરી ચરણસંિહને વડાપ્રધાન બનાવ્યા. એ રીતે એમણે પોતાના નિર્ણયતી એ પુરવાર કર્યું કે રાષ્ટ્રપતિ પોતે પોતાની વિવેકબુઘ્ધિથી ઈચ્છે તેને વડાપ્રધાન બનાવી શકવા સ્વતંત્ર છે.
આઠમા રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસંિહે બંધારણીય બધા જ નિયમોનો ભંગ કરીને કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજીવ ગાંધીને ૪૦ વર્ષની ઉંમરમાં વડાપ્રધાનપદના શપથ લેવરાવેલા. એ પછી કોંગ્રેસના રાજીવ ગાંધીના નજીકના નેતાઓ કે.કે. તિવારી, કલ્પનાથ રાય, યુવક કોંગ્રેસના પ્રમુખ આનંદ શર્મા વગેરે રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલસંિહની જાહેરમાં કારણ વગર ટીકા કરવા લાગેલા.
એની સામે જૈલસંિહે વડાપ્રધાનને દૂર કરવા માટેની કાયદાકીય સલાહ લેવા લાગેલા.
આ બાબતની જાણ રાજીવ ગાંધીને થતા એના મોતીયા મરી ગયા. એણે પેલી ટીકાઓ કરનાર પ્રધાનોને પ્રધાનપદેથી છૂટા કરીને રાષ્ટ્રપતિ જૈલસંિહ સાથે સમાધાન કર્યું.
દસમા રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા હતા એમણે ૧૯૯૬માં અટલ બિહારી બાજપેયીની સરકાર લધુમતિમાં હતી તો પણ એને શપથ લેવાનો નિર્ણય આપ્યો. એની બહુ ટીકા થએલી.
ગુણવંત છો. શાહ

 

કંઈક નવું જાણો!
હવામાનમાં ક્યો ગેસ કેટલો છે ?
આપણે જે શ્વોચ્છોશ્વાસ લઈએ છીએ એમાં જે શુદ્ધ હવામાન હોય છે. એમાં જે ૧૦ પ્રકારના જુદાજુદા ગેસ હોય છે જે આ પ્રમાણે છે.
(૧)ઓક્સીજન ૨૦.૯૯ ટકા (૨)નાઈટ્રોજન ૭૮.૦૩ ટકા (૩)ઓર્ગન ૦.૯૩ ટકા (૪કાર્બન ડાયોક્સાઈડ ૦.૯૩ ટકા(૫)હાઈડ્રોજન ૦.૦૧ ટકા(૬)નિયોન ૦.૦૦૧૮ ટકા (૭)હીલિયમ ૦.૦૦૦૫ ટકા (૮)ક્રિપ્ટોન ૦.૦૦૦૧ ટકા (૯)જિનોન ૦.૦૦૦.૦૦૫ ટકા(૧૦) ઓઝોન ૦.૦૦૦.૦૦૦૧ ટકા

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર ઇન્ડિયાના પાઈલોટોની હડતાળ દેશની સૌથી લાંબી હડતાળ બની

કોમ્પ્યુટર આકાશની બીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી

નિર્મલબાબાને મ. પ્રદેશની કોર્ટમાં હાજર થવા ફરમાન
મોદીને વડાપ્રધાન બનાવવાના મુદ્દે નીતિશ-મુલાયમ યુપીએમાં જોડાવા શક્યતા
ગઠબંધનની એકતા જોખમાવે તેવા વિધાનોથી દૂર રહો ઃ ગડકરી

ઈંગ્લેન્ડ યુરો કપમાંથી બહાર ફેંકાયું ઈટાલીનો પેનલ્ટી શૂટ આઉટમાં વિજય

સ્પેન-પોર્ટુગલ અને ઇટાલી -જર્મની વચ્ચે હવે સેમિફાઇનલ મુકાબલો
‘DRS' માટે આઈસીસીના મહત્તમ સભ્યોની ઈચ્છા ઃ ભારતનો વિરોધ જારી
પ્રણવ મુખર્જીના ગાજ્યાં મેહ વરસ્યા નહીં ઃ ડોલરે ફરી રૃ.૫૭ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં તેજીમાં રુકાવટ વિશ્વબજારમાં થયેલી પીછેહઠ
ઈન્ફ્રા. કંપનીઓ અસ્કયામતો વેચવા પ્રાઈવેટ ઈક્વિટીના માર્ગે
સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાને જુલાઈથી વેગ મળવાની ધારણા

યુરિયા સિવાયનાં ખાતરોની માંગમાં ૨૫થી ૪૦ ટકાનો ઘટાડો સંભવિત

વિમ્બલડનમાં વિનસ વિલિયમ્સનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય
વેસ્ટ ઈંડિઝ 'એ' સામે બીજી ટ્વેન્ટી-૨૦ ભારત- 'એ' જીતતા શ્રેણી બરાબરી
 
 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
 

Gujarat Samachar glamour

નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved