Last Update : 26-June-2012, Tuesday

 

ડેઈલી કેટલું મીઠું ખાશો?

- દિવસમાં ૨૧૦૦ મિલીગ્રામ જેટલા સોડિયમનો ઉપયોગ કરવો જોઈએ. ૬ હજાર મિલીગ્રામ સોડિયમ લેવામાં આવે તો પેટની દિવાલોને નુકશાન થાય છે.

અમદાવાદીઓને જીભના ચટાકા ભારે પડી શકે તેવા આ સમાચાર છે. ઘર કે હોટેલના ડાઈનંિગ ટેબલ પર હંમેશા મીઠાની બોટલ હોવી જ જોઈએ તે ઠીક છે. પણ તેનો અતિરેક ગંભીર પરિણામો નોતરી શકે છે. અમેરિકન હાર્ટ એસોસિયેશનના એક્સપર્ટસના મત પ્રમાણે તેના અતિરેકને કારણે લોહીની નળીઓ ડેમેજ થાય છે અને હાઈ બ્લડપ્રેશરનું રિસ્ક વઘી જાય છે. જો કે આ વાતની ખબર હોવા છતાં મોટા ભાગના સ્વાદ પ્રેમીઓ પોતાના ચટાકા ઓછા કરતા નથી અને જે થવું હોય તે થાય પણ ભોજનમાં મીઠું તો સહેજ પણ ઓછું ન ચાલે તેમ કહી તેમના સ્વાસ્થ્ય સામે ખતરો પેદા કરે છે. એક્સપર્ટસના મત પ્રમાણે ભોજનમાં મીઠાનો વઘારે ઉપયોગ કરવામાં આવે તો લોહીમાં યુરિક એસિડ અને એલ્બ્યુમિનનું પ્રમાણ વઘે છે તેને કારણે હાઈપર ટેન્શનનું રિસ્ક વઘે છે. સામાન્ય રીતે દિવસમાં ૨૧૦૦ મિલીગ્રામ જેટલા સોડિયમનો ઉપયોગ કરવો જોઈએ તેના બદલે ૬ હજાર મિલીગ્રામકે તેના કરતાં વઘારે સોડિયમ લેવામાં આવે તો પેટની દિવાલોને નુકશાન થાય છે અને તેના કેંન્સરનું રિસ્ક પણ વઘી જાય છે.
સામાન્ય રીતે આપણી ડીશમાં તીખો, ખારો, ખાટો, કડવો, તૂરો અને ગળ્યો આ છ રસ જરુરી છે તેમાં ખારો એટલે મીઠું. આ બોડી માટે જરુરી છે. અવિનાશ કોઠારી કહે છે, બોડીમાં પાણીના પ્રમાણને જાળવી રાખવા તેમાં રહેલું સોડિયમ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે. આમ શરીરને મીઠાની નહી પણ સોડિયમની જરુર છે. તે બંન્નેમાં ફરક છે. આપણા ઘરોમાં જે મીઠું ખવાય છે તે સોડિયમ ક્લોરાઈડ છે તે ટેસ્ટ અને ફંક્શનમાં સોડિયમની કોપી જ છે. આમ તો મીઠું કુદરતી ચીજ નથી પણ ટોક્સિક છે. તેમાં સોડિયમ બાયકાર્બોનેટ, પોટેશિયમ આયોડાઈઝ સહિત ૩૦ જેટલા સિન્થેટિક કેમિકલ્સ હોય છે. તે મીઠાને સુકું અને કરકરુ બનાવે છે. તેનો વઘારે ઉપયોગ હાઈબ્લડ પ્રેશરને આમંત્રણ આપે છે એટલે જ ડોક્ટર પહેલા મીઠું બંઘ કરાવે છે. ખાસ કરીને જેમને મીઠું ઉપર ભભરાવીને ખાવાની ટેવ છે તેમને કિડનીના પ્રોબ્લેમ થઈ શકે છે. આયોડાઈઝ્‌ડ સોલ્ટએ ટેબલ સોલ્ટ છે, તેમાં શરીરની આયોડિનની ઉણપને દૂર કરવા માટે કેટલાક તત્વો એડ થાય છે.
સામાન્ય રીતે આપણે કુદરતી મીઠું ખાવું જોઈએ જે કલરમાં લાઈટ બ્રાઉન છે અને જોવું ન ગમે તેવું હોય છે. તે થોડુંક મોંધુ હોય છે પણ આ સી સોલ્ટમાં મિનરલ્સ અને ન્યુટ્રિશન્સ ભરપૂર માત્રમાં હોવાથી તે હેલ્ઘી છે. જ્યારે રિફાઈન્ડ મીઠું જે આપણે સારુ છે તેમ ગણી ખાઈએ છીએ તે ખરેખર હેલ્થ માટે રિસ્કી છે. સામાન્ય રીતે ૧૦ વર્ષથી ઉપરની વ્યક્તિએ રોજ પાંચથી આઠ ગ્રામ જેટલું જ મીઠું લેવું જોઈએ.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર ઇન્ડિયાના પાઈલોટોની હડતાળ દેશની સૌથી લાંબી હડતાળ બની

કોમ્પ્યુટર આકાશની બીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી

નિર્મલબાબાને મ. પ્રદેશની કોર્ટમાં હાજર થવા ફરમાન
મોદીને વડાપ્રધાન બનાવવાના મુદ્દે નીતિશ-મુલાયમ યુપીએમાં જોડાવા શક્યતા
ગઠબંધનની એકતા જોખમાવે તેવા વિધાનોથી દૂર રહો ઃ ગડકરી

ઈંગ્લેન્ડ યુરો કપમાંથી બહાર ફેંકાયું ઈટાલીનો પેનલ્ટી શૂટ આઉટમાં વિજય

સ્પેન-પોર્ટુગલ અને ઇટાલી -જર્મની વચ્ચે હવે સેમિફાઇનલ મુકાબલો
‘DRS' માટે આઈસીસીના મહત્તમ સભ્યોની ઈચ્છા ઃ ભારતનો વિરોધ જારી
પ્રણવ મુખર્જીના ગાજ્યાં મેહ વરસ્યા નહીં ઃ ડોલરે ફરી રૃ.૫૭ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં તેજીમાં રુકાવટ વિશ્વબજારમાં થયેલી પીછેહઠ
ઈન્ફ્રા. કંપનીઓ અસ્કયામતો વેચવા પ્રાઈવેટ ઈક્વિટીના માર્ગે
સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાને જુલાઈથી વેગ મળવાની ધારણા

યુરિયા સિવાયનાં ખાતરોની માંગમાં ૨૫થી ૪૦ ટકાનો ઘટાડો સંભવિત

વિમ્બલડનમાં વિનસ વિલિયમ્સનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય
વેસ્ટ ઈંડિઝ 'એ' સામે બીજી ટ્વેન્ટી-૨૦ ભારત- 'એ' જીતતા શ્રેણી બરાબરી
 
 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
 

Gujarat Samachar glamour

નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved