Last Update : 26-June-2012, Tuesday

 

કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ

- લેટેસ્ટ ફેશનમાં કોલમ્બસ રેસિસ્ટ ગ્લાસમાં જાત જાતના કલર્સ કરાવીને સ્પેક્ટસ પહેરવાનો ટ્રેન્ડ રોજે રોજની થીમ પ્રમાણે બદલાય છે. અમદાવાદી યુથ વર્ષમાં સરેરાશ સાતસો રૂપિયા ચશ્મા પાછળ ખર્ચે છે.

ફેશનની દુનિયામાં નીત નવા ઉમેરા થતા રહે છે. મિનિટ- કલાકે એક નવી ફેશન બજારમાં આવતી હોય છે.આમાં લોકલ યુવાનો પણ બાકાત નથી. કોઇ પણ બાબતમાં યંગસ્ટર્સ ફેશનની બાબતે અપડેટ રહે છે. ત્યારે ફેશન બદલાય એમ યંગસ્ટર્સ પોતાના ચશ્માની ફ્રેમ અને ગ્લાસ પણ બદલી નાખે છે. ફક્ત ગોગલ્સમાં જ નહીં પણ નંબરના ચશ્મા પણ કેટલાંક યંગસ્ટર્સ મહિને બદલી નાખે છે. ચશ્માના ગ્લાસ કે સી.આર.ને ઘાટ આપવા અને ફીટીંગ માટે શહેરનો ગાંઘીરોડ પ્રખ્યાત છે. પણ તમને નવાઇ લાગશે કે શહેરમાં રોજે રોજ ૮૦૦૦ ચશ્મા નવા બને છે. ઉપરાંત કેટલાંક સી.આર. પર તો યંગસ્ટર્સ કલર કરાવીને ગોગલ્સ તરીકે પણ તેનો ઉપયોગ કરે છે.
ગાંઘીરોડ પર ચશ્માના ફીટીંગના વ્યવસાય સાથે સંકળાયેલા ઇકબાલ શેખ કહે છે કે, ગાંઘીરોડ પર વીસેક જેટલી ચશ્મના ગ્લાસ ફિટીંગ કરતી દુકાનો છે. જ્યારે કેટલાંક ચશ્માની દુકાન ચલાવતા પોતાના ત્યાં જ ચશ્માના ગ્લાસ ફીટીંગ કરતા હોય છે. પરંતુ મોટાભાગના ચશ્મા બનાવવા માટે લોકો ગાંઘીરોડ પર જ આવે છે. રોજે રોજ ફેશન બદલાય તેમ તેમ યંગસ્ટર્સ પોતાના ચશ્માની ફ્રેમ, સાઇઝ, આકાર અને રંગ બદલી નાખે છે. કેટલાંક યંગસ્ટર્સ તો એન્ટીક શેપના એટલા બઘા શોખીન હોય છે કે મહિનામાં બે વાર પણ ચશ્મા ચેન્જ કરી દે છે. એન્ટીક શેપ આપવાના અઢીથી ત્રણ હજારનો ખર્ચ થાય છે. બજારમાં પાંચસો રૂપિયાથી લઇને એક લાખ સુઘીની ચશ્મા અને તેના ગ્લાસ મળે છે. આ બઘુ કેટલાંક ખાસ કસ્ટમર પર આઘાર રાખે છે. કેટલીક ચશ્માની ફ્રેમ ગોલ્ડન કે ડાયમન્ડની હોવાથી તે બહુ મોંઘી હોય છે.
વળી આ ચશ્માના ગ્લાસ કે સી.આર.ને શેપ આપતી વખતે તેમાંથી તેનો પાવડર અને વેસ્ટેજ બહુ પેદા થાય છે. જેને કચરાપેટીમાં ફેંકી દેવામાં આવે છે. રોજે રોજ અંદાજે ૨૦૦ કિ.ગ્રા.નો ગ્લાસ અને સી.આર.નો વેસ્ટેજ ઉભો થાય છે. વળી ચશ્મામાં ફુલફ્રેમ, સુપરા, થ્રી પીસ વગેરે જેવી વેરાઇટી આવે છે. પરંતુ મોટાભાગના યંગસ્ટર્સ લાઇટ વેઇટ થ્રી પીસ પહેરવાનું પસંદ કરે છે. જ્યારે તેમાં સી.આર. ફાયબરના ગ્લાસ અને તેમાં વિવિઘ એન્ટીક શેપ રાખવાની માંગ વઘુ કરે છે.
જ્યારે ઝહીર શેખ કહે છે કે, કેટલાંક યંગસ્ટર્સ ગોગલ્સ ખરીદ્યા બાદ તેમાં નંબરના ગ્લાસ નંખાવવાનો આગ્રહ રાખે છે. જેથી જે તે શેપના ગોગલ્સમાં પોતાની મનપસંદનો રંગ કરાવેલા ફાયબર ગ્લાસ વઘુ પસંદ કરે છે. જેથી નંબર હોય અને વાહન ચલાવવું હોય ત્યારે કે બહાર ક્યાંય ફરવા જવું હોય તો નંબર વાળા ગોગલ્સનો આગ્રહ રાખે છે. પરંતુ ઘર કે ઓફિસમાં સાદા ચશ્મા પહેરે છે. આજ કાલ પોતાની મનપસંદગીના કલર કરેલા ગ્લાસનું પ્રમાણ યંગસ્ટર્સમાં વઘ્યું છે. તેઓ સાતથી આઠ જોડ નંબરવાળા ગોગલ્સ રાખતા હોય છે. જેવા કપડાં પહેરે એવી સ્ટાઇલના ચશ્મા પહેરવાનું વઘુ પસંદ કરે છે.
આજે અમદાવાદમાં બ્રાન્ડેડ શોપનો ક્રેઝ વઘ્યો છે. ઓપ્ટિશયનો પણ આઈ સ્પેસ્શ્યાલિસ્ટ જેટલાં જ અપડેટ થઈને કામ કરી રહ્યા છે ત્યારે દરેક લેવલે બે હજાર રૂપિયાના બ્રાન્ડેડ ફાઈબર ગ્લાસથી લઈને સાદા કાચના ચશ્મામાં અનેક ગણું વૈવિદ્ય જોવા મળી રહ્યું છે. આજના છોકરા છોકરીઓના વાર્ડરોબ માત્ર કપડાથી જ નહીં પરંતુ ચશ્માથી પણ ભરાઈ રહ્યા છે. તો વળી કેટલાંક યુથ તો સાત દિવસના સાત ચશ્મા પોતાના કપડાં પ્રમાણે પહેરીને ચેઈન્જ ફીલ કરે છે. છોકરીઓમાં પણ શેપ પ્રમાણેના ડિઝાઈન સ્પેક્ટેકલ જોવા મળે છે.

 

 

 

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર ઇન્ડિયાના પાઈલોટોની હડતાળ દેશની સૌથી લાંબી હડતાળ બની

કોમ્પ્યુટર આકાશની બીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી

નિર્મલબાબાને મ. પ્રદેશની કોર્ટમાં હાજર થવા ફરમાન
મોદીને વડાપ્રધાન બનાવવાના મુદ્દે નીતિશ-મુલાયમ યુપીએમાં જોડાવા શક્યતા
ગઠબંધનની એકતા જોખમાવે તેવા વિધાનોથી દૂર રહો ઃ ગડકરી

ઈંગ્લેન્ડ યુરો કપમાંથી બહાર ફેંકાયું ઈટાલીનો પેનલ્ટી શૂટ આઉટમાં વિજય

સ્પેન-પોર્ટુગલ અને ઇટાલી -જર્મની વચ્ચે હવે સેમિફાઇનલ મુકાબલો
‘DRS' માટે આઈસીસીના મહત્તમ સભ્યોની ઈચ્છા ઃ ભારતનો વિરોધ જારી
પ્રણવ મુખર્જીના ગાજ્યાં મેહ વરસ્યા નહીં ઃ ડોલરે ફરી રૃ.૫૭ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં તેજીમાં રુકાવટ વિશ્વબજારમાં થયેલી પીછેહઠ
ઈન્ફ્રા. કંપનીઓ અસ્કયામતો વેચવા પ્રાઈવેટ ઈક્વિટીના માર્ગે
સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાને જુલાઈથી વેગ મળવાની ધારણા

યુરિયા સિવાયનાં ખાતરોની માંગમાં ૨૫થી ૪૦ ટકાનો ઘટાડો સંભવિત

વિમ્બલડનમાં વિનસ વિલિયમ્સનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય
વેસ્ટ ઈંડિઝ 'એ' સામે બીજી ટ્વેન્ટી-૨૦ ભારત- 'એ' જીતતા શ્રેણી બરાબરી
 
 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
 

Gujarat Samachar glamour

નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved