Last Update : 26-June-2012, Tuesday

 

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે

 

- બાળકોને સતત રોકી-ટોકીને બદલવા અઘરા છે. ઘોડાસરમાં રહેતા એક સજ્જને પોતાની પુત્રીને પોઈન્ટ સિસ્ટમથી બદલવાનો પ્રયાસ કર્યો અને તેમને મળ્યા અસરકારક પરિણામ

મોબાઇલ અને કોમ્પ્યુટર પાછળ સમય વિતાવતા બાળકો દિન પ્રતિદિન પરિવારથી દૂર થતા જાય છે. સોશિયલ નેટવર્કીગનો કીડો મગજમાંર્ ૈં ધુસેલો હોય તેવા બાળકોના પેરેન્ટ્‌સ સંસ્કાર સંિચન માટે અવનવા પ્રયોગ કરતાં હોય છે. પરંતુ શહેરના ઘોડાસરમાં રહેતા લલિતભાઇ પંડ્યાએ તેમના બાળકોના સંસ્કાર સંિચન માટે એક નવો પ્રોજેક્ટ બનાવ્યો છે, ખાસ કરીને લલિતભાઇની દિકરી મેઘા હાલ ઘોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરે છે, તેને પારીવારીક સંસ્કાર સંિચનના પાઠ ભણાવવા માટે પોઇન્ટ સિસ્ટમ ડેવલોપ કરી છે. જેમાં ઘરના દરેક કામના અલગ અલગ પોઇન્ટ આપવામાં આવ્યા છે, પૂજાથી લઇને વડીલોની સેવા સુધીના તમામ કામો આ સિસ્ટમમાં આવરી લેવામાં આવ્યો છે. એક પોઇન્ટનો એક રૂપિયા આપવામાં આવે છે. જેમાં એબનોર્મલ બાળકોની સેવા, શિક્ષણ, રમત ગમત, ઘરકામ, શારીરિક કસરત જેવી તમામ એક્ટિવિટીને પોઇન્ટમાં વહેચી દેવામાં આવી છે, બાળકો પોતાની ક્ષમતા પ્રમાણે પોઇન્ટ એકઠા કરીને આવક મેળવી શકે છે. એટલું જ નહીં પણ મેઘાની સેવા પ્રવૃતિ થકી બે એબનોર્મલ બાળકો પણ તેણે એડોપ્ટ કર્યા છે.
આ અંગે લલિતભાઇ પંડ્યા કહે છે કે ઉમર પ્રમાણે બાળકોના જીનેટીકમાં બદલાવો આવતા હોય છે જેની સીધી અસર બાળકના સ્વભાવ પર પડતી હોય છે. મારી દિકરીમાં આવા બદલાવો જોવા મળ્યા હતા, આ બદલાવને કેન્દ્રમાં રાખીને મેં એક પ્રોજેક્ટ તૈયાર કર્યા છે જેમાં દિકરી સવારે વહેલી ઉઠે તો ૧૦ પોઇન્ટ, માતા-પિતા કે વડીલોને ચરણસ્પર્શ માટે ૧૦ પોઇન્ટ, પૂજા પાઠ માટે ૨૫ પોઇન્ટ, નોકર હોવા છતાં ઘરનું કામ કરે તો ૨૦ પોઇન્ટ, સાફ સફાઇના ૨૦ પોઇન્ટ, જો દાદીની સેવા કરે તો ૭૫ પોઇન્ટ અને એક્સસાઇઝ કરે તો ૫૦ પોઇન્ટ આપવામાં આવે છે, મહિનાના અંતે એક પોઇન્ટના એક રૂપિયા લેખે પૈસા આપવામાં આવે છે, આ સિસ્ટમ થકી મારી દિકરીમાં ઘણા બદલાવો આવ્યા છે. મેઘા પોતાનું કામ જાતે જ કરે છે હવે તો તેની મમ્મીને રસોઇ બનાવવામાં મદદ કરે છે તથા દાદીની તમામ સેવા મેધા જ કરે છે, દાદીના સંડાસ બાથરૂમ પણ મેઘા જાતે જ સાફ કરે છે, મેઘાના આ પ્રકારના વર્તન જોઇ હું ખૂબ જ ખુશ છું, આ ઉપરાંત મેઘાએ પોતાના માસિક પોઇન્ટની તમામ આવક એબનોર્મલ બાળકો પાછળ ખર્ચે છે, અત્યારે તેને બે એબનોર્મલ બાળકોની સેવા કરવાનું કામ કરે છે.
આ અંગે ઘોરણ ૧૨ માં અભ્યાસ કરતી મેધા પંડ્યા કહે છે કે છેલ્લા કેટલાક સમય પહેલા મારો સ્વભાવમાં ઘણો બદલાવ આવ્યો હતો મનેં કોઇ પણ એક્ટિવિટીમાં રસ જ ન રહેતો હતો. મારા આ પ્રકારના વર્તનને જોતા મારા પિતાજીએ મનેં કેન્દ્રમાં રાખીને એક પોઇન્ટ સિસ્ટમ પ્રમાણે એક પ્રોજેક્ટ કર્યો આ પ્રોજેક્ટને હું છેલ્લા એક વર્ષથી ફોલો કરુ છું મારામાં ઘણા બદલાવો આવ્યા છે, જો હું મારા દાદીની સેવા કરુ તો મને ૭૫ પોઇન્ટ મળે છે એટલે તે ૭૫ રૂપિયા, માસિક જેટલા પોઇન્ટનું હું કામ કરુ એટલી આવક મારા ખાતમાં એકઠી થાય છે, હું આ તમામ પૈસા એબનોર્મલ બાળકોના વિકાસ પાછળ ખર્ચ કરુ છું અત્યારે મેં બે બાળકોને દત્તક લીધા છે તેમના શિક્ષણનો તમામ ખર્ચ હું મારી આવકમાંથી આપુ છું. હવે તો મારો આત્મવિશ્વાસ વઘ્યો છે મારા પેરેન્ટ્‌સ મનેં નવું જીવન આપ્યું છે, આજે મનેં ખ્યાલ આવ્યો કે કોઇની સેવા કરવામાં કેટલી ખુશી મળે છે, મારો એવો પ્રયત્ન છે કે હું મારા મિત્રોને આ સેવા કાર્ય સાથે જોડી શકું અને એક સેવા યજ્ઞની શરૂઆત કરી શકું.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર ઇન્ડિયાના પાઈલોટોની હડતાળ દેશની સૌથી લાંબી હડતાળ બની

કોમ્પ્યુટર આકાશની બીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી

નિર્મલબાબાને મ. પ્રદેશની કોર્ટમાં હાજર થવા ફરમાન
મોદીને વડાપ્રધાન બનાવવાના મુદ્દે નીતિશ-મુલાયમ યુપીએમાં જોડાવા શક્યતા
ગઠબંધનની એકતા જોખમાવે તેવા વિધાનોથી દૂર રહો ઃ ગડકરી

ઈંગ્લેન્ડ યુરો કપમાંથી બહાર ફેંકાયું ઈટાલીનો પેનલ્ટી શૂટ આઉટમાં વિજય

સ્પેન-પોર્ટુગલ અને ઇટાલી -જર્મની વચ્ચે હવે સેમિફાઇનલ મુકાબલો
‘DRS' માટે આઈસીસીના મહત્તમ સભ્યોની ઈચ્છા ઃ ભારતનો વિરોધ જારી
પ્રણવ મુખર્જીના ગાજ્યાં મેહ વરસ્યા નહીં ઃ ડોલરે ફરી રૃ.૫૭ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં તેજીમાં રુકાવટ વિશ્વબજારમાં થયેલી પીછેહઠ
ઈન્ફ્રા. કંપનીઓ અસ્કયામતો વેચવા પ્રાઈવેટ ઈક્વિટીના માર્ગે
સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાને જુલાઈથી વેગ મળવાની ધારણા

યુરિયા સિવાયનાં ખાતરોની માંગમાં ૨૫થી ૪૦ ટકાનો ઘટાડો સંભવિત

વિમ્બલડનમાં વિનસ વિલિયમ્સનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય
વેસ્ટ ઈંડિઝ 'એ' સામે બીજી ટ્વેન્ટી-૨૦ ભારત- 'એ' જીતતા શ્રેણી બરાબરી
 
 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
 

Gujarat Samachar glamour

નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved