Last Update : 26-June-2012, Tuesday

 
દિલ્હીની વાત
 
પીએમ નહીં, પીએમ-મેકર
રાષ્ટ્રપતિ પદ માટે જેમનું નામ નિશ્ચિત છે તે પ્રણવ મુખરજીને એક વસવસો જરૃર રહી જશે કે તે વડાપ્રધાન ના બની શક્યા. પરંતુ આ મુદ્રાની બીજી બાજુ પણ છે. જો રાજકીય પરિસ્થિતિ પ્રવાહી બને તો તે 'પીએમ-મેકર' તરીકે ઉભરી આવશે. રાજકીય નીરીક્ષકો માને છે કે જ્યારે બે મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપના જોડાણો ડામાડોળ છે ત્યારે ત્રીજા મોરચા માટેના ચાન્સ ઉભા થયા છે.
નીતીશને પીએમ થવું છે
કેટલાક રાજકીય સમીક્ષકો એમ માને છે કે રાષ્ટ્રપતિની પસંદગી માટે બિહારના મુખ્ય પ્રધાન અને જનતાદળ (યુ) એ એનડીએ સાથે નહીં પહીને પ્રણવ મુકરજીને ટેકો આપવાનું નક્કી કર્યું છે. નીતીશની નજર ત્રીજા મોરચાના વડાપ્રધાન પદ પર હોઈ શકે છે. એટલે જ તે વડાપ્રધાનના ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીને નિશાન બનાવી રહ્યા છે. નોન-કોંગ્રેસ, નોન-બીજેપી ઉમેદવાર જેવાં કે મોરારજી દેસાઈ, વી.પી. સિંહ, ચંદ્રેશેખર, દેવગૌડા, આઈ.કે. ગુજરાલ જેવી સ્થિતિ ઊભી કરવાના ચાન્સ છે. આવી સ્થિતિમાં પ્રણવની ભૂમિકા મહત્વની બની જાય છે.
ત્રણ યાદવોનો ફાળો
રાષ્ટ્રપતિ પદે પ્રણવનું નામ નક્કી કરવામાં ત્રણ યાદવોની ભૂમિકા મહત્વની બની હતી. જેડી (યુ)ના નેતા શરદ યાદવે, નીતીશ કુમારના રાજકીય ભાવિનો ખયાલ રાખીને પ્રણવના મુદ્દે ભાજપ સાથે છેડો ફાડયો હતો, એવી જ રીતે અન્ય બે યાદવો લાલુપ્રસાદ યાદવ અને મુલાયમસિંહ યાદવે પ્રણવને ટેકો આપીને લાંબા ગાળાનું રાજકીય રોકાણ કર્યું છે. આ યાદવો માને છે કે ૨૦૧૪માં ત્રિપાંખીયો જંગ ખેલાશે.
અડવાણીને રાષ્ટ્રપતિ
બનાવી શકાત...
રાષ્ટ્રપતિ પદ માટે ભાજપે પોતાનો ઉમેદવાર શા માટે ના મુક્યો એમ કહી ભાજપની ટીકા થઈ રહી છે. કેટલાક નેતાઓ એવું કહેતા સંભળાતા હતા કે ભાજપ માટે અડવાણી યોગ્ય પસંદ હતા. બંને પ્રણવ અને અડવાણી વચ્ચે એક વાત કોમન હતી અને એ કે બંને વડાપ્રધાન બની શકે એમ હતા. પ્રણવ હવે રાષ્ટ્રપતિ બનશે એટલે વડાપ્રધાન બનવાના ચાન્સ નથી જ્યારે નરેન્દ્ર મોદીએ અડવાણીના ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભો કર્યો છે.
સંગમાનું આદિવાસી કાર્ડ
ભાજપના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પી.એ. સંગમાએ તેમની આદિવાસી કાર્ડ મેદાનમાં ઉતાર્યું છે પરંતુ ચર્ચા તો એ છે કે આદિવાસીને ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા છે. હમીદ અંસારી આદિવાસી હોવા ઉપરાંત મુસ્લિમ પણ હતા. સૂત્રો તો એમ પણ કહે છે કે આદિવાસી કાર્ડનો ઉપયોગ કરીને અજીત જોગી પણ નવો મોરચો ખોલી રહ્યા છે. પરંતુ અજીત જોગીના વિરોધીઓ જોગીના આદિવાસી હોવાના દાવાને પડકારી રહ્યા છે.
કેશુભાઈની ફ્લોપ મુલાકાત
ભાજપની અંદરના સૂત્રો જણાવે છે કે દિલ્હી મુલાકાતે આવેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલની નરેન્દ્ર મોદી સાથેની દુશ્મનાવટ જાણીતી છે. પરંતુ કેશુભાઈની આ મુલાકાત ફ્લોપ ગઈ હતી. પટેલ કોમ્યુનીટીના નેતા ગણાતા કેશુભાઈ મોદી વિરૃધ્ધ કોઈ નક્કર પુરાવા રજૂ કરી શક્યા નહોતા. ભાજપના કેન્દ્રીય નેતાઓને તે એવી ફરિયાદ કરતા હતા કે ભાજપના રાજ્ય એકમમાં શું ચાલે છે તેની મને ખબર જ નથી પડતી...
- ઈન્દર સાહની
Share |
 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
 

Gujarat Samachar glamour

નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved