Last Update : 26-June-2012, Tuesday

 

પહેલાં ૧,૦૦૦ કમાતી, હવે ૨,૫૦૦ કમાય છે !
પ.બંગાળમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરતી સાત કન્યાઓ સાહસિક બની

રોજગારલક્ષી તાલીમ લીધા બાદ સીવણ વ્યવસાય અપનાવવાનો વિચાર આવ્યો

(પી.ટી.આઈ.) મજલીસપુર,તા.૨૫
પશ્ચિમ બંગાળના મજલીસપુર ખાતે કેટલીક ટીનએજ કિશોરીઓએ શિવણ કામમાં જોડાઈને તેમના જીવનને નવા માર્ગ પર ચડાવ્યું છે. આ બધી કિશોરીઓ ઈંટોના ભઠ્ઠામાં કામ કરતી હતી.
આ સંદર્ભે માહિતી આપતા તે જુથની ફઝીલા ખાતુન નામની ૧૬ વર્ષીય યુવતિએ જણાવ્યું હતું કે અમે બધી યુવતીઓ વ્યવસાયલક્ષી કાર્યક્રમમાં જોડાઈને સીવવાની તાલિમ લીધી હતી. તે પછી અમને શિવણ ઉદ્યોગ સ્થાપવાનો વિચાર આવ્યો હતો. આમ આ યુવતિઓએ આપ સમાન બળ નહી અને અપને હાથ જગન્નાથ એમ સાબીત કરી દીધું છે.
ખાતૂન તેના પૂર્વજીવનને યાદ કરતા કહે છે. આ નવી દિશા મળતા પૂર્વે અમારૃં જીવન માટીના ગારીયા કરવા, પીંડા બનાવવા, તેને ઈંટોના ઘાટમાં ઢાળવા, વજનદાર કાચી ઈંટોને સુકાવા મુકવી અને છેલ્લે ભઠ્ઠામાં પકાવવા માટે ગોઠવવી આમ ભારે શ્રમયુક્ત જીવન અમે જીવતા હતા.
ફઝીલા ખાતુન ૪૦ કિશોરીઓના દળ પૈકીની એક છે. જે તમામ બંગાળના, ૨૪ પરગણા જીલ્લામાં બાળમજુરી માટે કુખ્યાત મજલીસપુરમાં રહે છે. તેમને એક આંતરરાષ્ટ્રીય સ્વયંસેવી સંસ્થા ધ્વારા શિવણની તાલીમ આપવામાં આવી હતી. છ મહિનાનો કોર્સ પુરો કર્યા બાદ તે દરેક યુવતીને શિવણ-મશીન પણ આપવામાં આવ્યું હતું. અન્ય એક યુવતિ તસ્લીમા ખાતુને (૧૭) મુલાકાતમાં જણાવ્યું હતું કે અમે સ્થાનિક લોકોના કપડા શિવીને અમારા વ્યવસાયની શરૃઆત કરી હતી. અમે પહેલા સખત મહેનત કરીને ૧૦૦૦ રૃા. કમાતા હતા જ્યારે અત્યારે માસીક ૨૫૦૦ રૃા. કમાઈએ છીએ.
તાલીમથી અમારી આવડત વિકસી જેના કારણે અમે કપડા તૈયાર કરતા એકમોનો સંપર્ક કર્યો. તેમને અમારૃં કામ પસંદ આવ્યું પરીણામે તે લોકો અમને નિયમીત કામ આપવા લાગ્યા. અમે રાજરાહટ ખાતેના એક ગાર્મેન્ટ યુનિટનો સંપર્ક કર્યો તેમણે પણ અમને નિયમીત કામ આપવાનું ચાલુ કર્યું આ પ્રકારે અમારો વ્યવસાય પગભર થઈ ગયો. રાજ્યની ઈંટની ભઠ્ઠીઓમાં એક લાખ બાળમજુર કામ કરતા હોવાનો અંદાજ છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર ઇન્ડિયાના પાઈલોટોની હડતાળ દેશની સૌથી લાંબી હડતાળ બની

કોમ્પ્યુટર આકાશની બીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી

નિર્મલબાબાને મ. પ્રદેશની કોર્ટમાં હાજર થવા ફરમાન
મોદીને વડાપ્રધાન બનાવવાના મુદ્દે નીતિશ-મુલાયમ યુપીએમાં જોડાવા શક્યતા
ગઠબંધનની એકતા જોખમાવે તેવા વિધાનોથી દૂર રહો ઃ ગડકરી

ઈંગ્લેન્ડ યુરો કપમાંથી બહાર ફેંકાયું ઈટાલીનો પેનલ્ટી શૂટ આઉટમાં વિજય

સ્પેન-પોર્ટુગલ અને ઇટાલી -જર્મની વચ્ચે હવે સેમિફાઇનલ મુકાબલો
‘DRS' માટે આઈસીસીના મહત્તમ સભ્યોની ઈચ્છા ઃ ભારતનો વિરોધ જારી
પ્રણવ મુખર્જીના ગાજ્યાં મેહ વરસ્યા નહીં ઃ ડોલરે ફરી રૃ.૫૭ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં તેજીમાં રુકાવટ વિશ્વબજારમાં થયેલી પીછેહઠ
ઈન્ફ્રા. કંપનીઓ અસ્કયામતો વેચવા પ્રાઈવેટ ઈક્વિટીના માર્ગે
સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાને જુલાઈથી વેગ મળવાની ધારણા

યુરિયા સિવાયનાં ખાતરોની માંગમાં ૨૫થી ૪૦ ટકાનો ઘટાડો સંભવિત

વિમ્બલડનમાં વિનસ વિલિયમ્સનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય
વેસ્ટ ઈંડિઝ 'એ' સામે બીજી ટ્વેન્ટી-૨૦ ભારત- 'એ' જીતતા શ્રેણી બરાબરી
 
 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
 

Gujarat Samachar glamour

નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved