Last Update : 26-June-2012, Tuesday

 

ત્રણ વર્ષ સુધી સતત શોધ બાદ અંતે
૨૬ નવે.ના મુંબઈ હુમલાનો આરોપી ત્રાસવાદી અબુ હમઝા ઝડપાયો

દસ ત્રાસવાદીઓને હિન્દી શીખવેલું ઃ 'મુંબઈ હુમલો તો માત્ર ઝાંખી છે' તેવો સંદેશ પાઠવેલો

(પી.ટી.આઈ.) નવી દિલ્હી તા.૨૫
સળંગ ત્રણ વર્ષ સુધી તપાસ ચાલુ રાખઈને ભારતીય સુરક્ષા એજન્સીઓએ સૈયદ ઝૈબુદ્દીન ઉર્ફે અબુ હમઝાની ધરપકડ કરી છે. અબુ હમઝા લશ્કરે તોયબાનો આતંકવાદી મનાય છે. અને મુંબઈ પર વર્ષ ૨૦૦૫માં ૧૦ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો તેમને હિન્દી શિખવવાનું કાર્ય અબુ હમઝાએ કર્યું હતું.
૩૦ વર્ષીય ઝૈબુદ્દીન ઉર્ફે અબુ હમઝા મહારાષ્ટ્ર બીડ જીલ્લાના ગીઓરાઈનો રહેવાસી છે. ૨૧મી જૂને તે ખાડી દેશોમાંથી પરત આવતાજ તેની ધરપકડ કરવામાં આવી હતી. ભારતે ઈન્ટરપોલ પાસેથી તેના નામે રેડ કોર્નર નોટીસ પણ મેળવી હતી. જેમાં તેની સામે હથિયાર વાપરવા, વિસ્ફોટકો મેળવવા અને સંગ્રહિત કરવા, ત્રાસવાદ ફેલાવવો વગેરે ગુના દાખલ કરવામાં આવેલા છે.
અબુ હમઝાની ધરપકડને કારણે મુંબઈના હુમલાખોરો અને પાકિસ્તાન ખાતેના તેમના આકાઓ વચ્ચે હુમલા દરમ્યાન સળંગ ચાલુ રહેલી વાતચીતનું જે વોઈસ રેકોર્ડીંગ કરવામાં આવ્યું છે તેની ઓળખ સ્થાપિત કરી શકાશે, તેમ વર્તુળોએ માહિતી આપી હતી.
આ તપાસ સાથે સંકળાયેલા અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર, ઝૈબુદ્દીને મીડીયાને એવો સમાચાર પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી કે મુંબઈ નરીમાન હાઉસ પર થયેલો હુમલો તો માત્ર 'ટ્રેલર' છે. જ્યારે સાચી ફિલ્મ તો હવે આવશે. તે અવાજ ઝૈબુદ્દીનનો હતો. તે પછી તેની પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવી હતી પણ તે પૂર્વે તે ખાડી દેશોમાં હોવાનું માલુમ પડયું હતું.
તેના અવાજને ટેપ કરી લેવાયો હતો. જેમાં તે ત્રાસવાદીઓને તેમની ઓળખ મીટાવી દેવા માટે અને બધા હૈદરાબાદના ટોલી ચોકમાં કાર્યરત મનાતા ડેક્કન મુજ્જાહીદીનના સદસ્યો હોવાની ઓળખ આફવા હુકમ કરી રહેલો જણાય છે. જેમાં તે આપણા હિન્દી શબ્દો 'પ્રશાસન' (સરકાર) વગેરે વાપરતો જણાતો હતો. આ ત્રાસવાદી હુમલાના એકમાત્ર જીવીત સભ્ય અજમલ કસાબે પણ કોર્ટ કાર્યવાહી દરમ્યાન અબુ હમઝાની આ મામલામાં સંડોવણી કબુલી હતી. તેણે જણાવ્યું હતું કે અબુ-જીન્દાલ નામની વ્યક્તિએ ૧૦ ત્રાસવાદીઓને હિન્દી બોલવાની તાલિમ આપી હતી.
ઝૈબુદ્દીન ઈન્ડિયન ટેકનીકલ ઈન્સ્ટિટયુટ (આઈ.ટી.આઈ.)ની બીદ શાખામાં ટેકનીકલ તાલિમ લીધેલી છે. તે વર્ષ ૨૦૦૫થી ગુમ થયેલો હતો. વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં થયેલા તોફાનો દરમ્યાન તેણે જે ભૂંડી ભૂમિકા ભજવી હતી તેના કારણે તેને લશ્કરે તોઇબામાં બઢતી આપવામાં આવી હતી અન્યથા તે સીમીનો કાર્યકર હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર ઇન્ડિયાના પાઈલોટોની હડતાળ દેશની સૌથી લાંબી હડતાળ બની

કોમ્પ્યુટર આકાશની બીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી

નિર્મલબાબાને મ. પ્રદેશની કોર્ટમાં હાજર થવા ફરમાન
મોદીને વડાપ્રધાન બનાવવાના મુદ્દે નીતિશ-મુલાયમ યુપીએમાં જોડાવા શક્યતા
ગઠબંધનની એકતા જોખમાવે તેવા વિધાનોથી દૂર રહો ઃ ગડકરી

ઈંગ્લેન્ડ યુરો કપમાંથી બહાર ફેંકાયું ઈટાલીનો પેનલ્ટી શૂટ આઉટમાં વિજય

સ્પેન-પોર્ટુગલ અને ઇટાલી -જર્મની વચ્ચે હવે સેમિફાઇનલ મુકાબલો
‘DRS' માટે આઈસીસીના મહત્તમ સભ્યોની ઈચ્છા ઃ ભારતનો વિરોધ જારી
પ્રણવ મુખર્જીના ગાજ્યાં મેહ વરસ્યા નહીં ઃ ડોલરે ફરી રૃ.૫૭ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં તેજીમાં રુકાવટ વિશ્વબજારમાં થયેલી પીછેહઠ
ઈન્ફ્રા. કંપનીઓ અસ્કયામતો વેચવા પ્રાઈવેટ ઈક્વિટીના માર્ગે
સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાને જુલાઈથી વેગ મળવાની ધારણા

યુરિયા સિવાયનાં ખાતરોની માંગમાં ૨૫થી ૪૦ ટકાનો ઘટાડો સંભવિત

વિમ્બલડનમાં વિનસ વિલિયમ્સનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય
વેસ્ટ ઈંડિઝ 'એ' સામે બીજી ટ્વેન્ટી-૨૦ ભારત- 'એ' જીતતા શ્રેણી બરાબરી
 
 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
 

Gujarat Samachar glamour

નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved