Last Update : 26-June-2012, Tuesday

 

૨૩ વર્ષ જૂના કેસમાં હાલ કેન્દ્રિય પ્રધાનને
હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સામે ભ્રષ્ટાચારના આરોપો ઘડાયા

આઇએએસ અધિકારી સાથેની વાચતીતમાં નાણાં માગતા વીરભદ્રની સીડીનો પુરાવો

(પીટીઆઇ) શિમલા, તા.૨૫
કેન્દ્રના પ્રધાન વીરભદ્રસિંહ અને તેમના પત્ની ઉપર આજે ૨૩ વર્ષ જૂના એક કેસમાં ભ્રષ્ટાચાર અને ષડયંત્ર ઘડવાના આરોપો મુકવામાં આવ્યા છે જે અંગે સ્પેશ્યલ કોર્ટે જણાવ્યું છે કે તેઓની વિરૃદ્ધ કાર્યવાહી ચલાવવા માટે પૂરતા પુરાવા છે જ.
લઘુ, ઘણા નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટેના ૭૮ વર્ષના આ કેન્દ્રિય પ્રધાન ઉપર મુકવામાં આવેલા આ આરોપો અંગે પ્રત્યાઘાતો આપતાં ભાજપે જણાવ્યું હતું કે આ આરોપો મુકાતાં તેમણે તુર્ત જ રાજીનામું આપી દેવું જોઇએ અને જો તેઓ તેમ ન કરે તો વડાપ્રધાન મનમોહન સિંહે તેમનું તત્કાળ રાજીનામું માગી લેવું જોઇએ. જ્યારે કોંગ્રેસે જણાવ્યું હતું કે વીરભદ્ર સિંહ ઉપરના આક્ષેપો તો ઉભા કરાયેલા છે. તો બીજી તરફ અણ્ણા ટીમના અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે વીરભદ્રે રાજીનામુ આપવું જ જોઇએ.
વીરભદ્રસિંહ અને તેમનાં પત્ની ઉપર આઇપીસીની કલમો ૧૨૦ બી (ષડયંત્ર યોજવું) તેમની ભ્રષ્ટાચાર વિરોધી ધારાની કલમો ૭, ૧૧ અને ૧૩ નીચે લાંચ લેવાના અને ગુનાઇત ગેરવર્તણૂંકના આરોપો મુકાયા છે. વાસ્તવમાં સ્પેશ્યલ જજ, બી. એલ. સોનીએ જૂન ૬ના દિને તેમના હુકમો અનામત રાખ્યા હતા પરંતુ આજે તેઓએ જણાવ્યું હતું કે વીરભદ્ર અને તેમનાં પત્ની ઉપર આરોપો મુકવા માટે પૂરતા પુરાવા છે.
આ કેસ ૧૯૮૯ની સાલનો છે. તે સમયે વીરભદ્રસિંહ હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પદે હતા. તે સમયે કેટલાક ઉદ્યોગપતિઓ અને એક આઇએએસ અધિકારી સાથેની કહેવાતી વાતચીતની એક ઓડિયો કેસેટ બની ગઇ હતી. (જેની વીરભદ્રને જાણ ન હોવા સંભવ છે.) આ સીડી, રાજ્યના કોંગ્રેસના જ એક પૂર્વ પ્રધાન વિજયસિંહ માંકોરિયાએ મે ૨૦૦૭માં હસ્તગત કરી લીધી હતી. આ પછી ઓગસ્ટ ૨૦૦૯માં તેમની ઉપર કેસ થયો હતો અને સ્પેશ્યલ જજની કોર્ટમાં ઓકટોબર ૨૦૧૦થી કાર્યવાહી શરૃ થઇ.
વીરભદ્રસિંહે આ અંગે તીવ્ર પ્રત્યાઘાતો આપતાં કહ્યું હતું કે અત્યારની હિમાચલ પ્રદેશની ભાજપ સરકાર તેમના લોહીની તરસી બની છે. તેઓએ મારા અવાજની સરખામણી પણ કરી નથી.
જો કે આ કેસ અત્યારે તો તુર્ત જ શરૃ નહીં થાય કારણ કે સિંહે તેમની સામેની એફઆઇઆર રદ કરવા અથવા તેની તપાસ સીબીઆઇને સોંપવા માટ હાઇકોર્ટમાં અરજી કરી છે.
આ સીડી પકડાઇ જતાં કોંગ્રેસના તેમના કટ્ટર શત્રુ માંકોરિયા તો ખુશ થયા જ છે પરંતુ ભાજપે તો સ્પષ્ટતઃ જણાવી દીધું છે કે આ સીડીમાં કોઇ ચેડાં નથી જ કરાયાં. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ પૂરી ચકાસણી પછી જાહેર કર્યું છે કે તે સીડીમાં અવાજ વીરભદ્ર સિંહનો જ છે.
માંકોરિયા તેમજ ભાજપ બંનેએ આ અંગે જણાવ્યું છે કે નૈતિક રીતે વીરન્દ્ર સિંહે કેન્દ્રના પ્રધાનપદેથી રાજીનામું આપી જ દેવું જોઇએ.
પોતાની ઉપરના આક્ષેપોને સ્પષ્ટ રદિયો આપતાં વીરભદ્રસિંહે વળતા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે તક મળતાં જ હું જરૃરી તેવા તમામ પગલાં લઇશ જ.
હિમાચલ પ્રદેશના કોંગ્રેસના સભ્ય અને વીરભદ્ર સરકાર વખતે પણ કેટલોક સમય રાજ્યમાં પ્રધાનપદે રહેલા વિજયસિંહ માનકોરિયાએ કહ્યું હતું કે આ ન્યાય અને સત્યનો વિજય છે. હું છેલ્લા કેટલાયે સમયથી એકલે હાથે લડી રહ્યો છું. છેવટે ન્યાય મળ્યો છે.
હિમાચલ પ્રદેશમાં ભાજપ સરકાર હતી તે સમયે પ્રધાનપદે રહેલા ભાજપના નેતા જગત પ્રકાશ નડ્ડાએ પક્ષના પ્રવક્તા તરીકે જણાવ્યું હતુંકે ભાજપ વીરભદ્રે તુર્ત જ રાજીનામું આપવું જોઇએ તેવી માગણી કરે છે અને જો તેઓ તેમ ન કરે તો વડાપ્રધાને રાજીનામું માગી લેવું જોઇએ.
કોંગ્રેસે આ અંગે સાવચેતીભર્યો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે વીરભદ્રસિંહ ઉપર આક્ષેપો ઘડી કાઢવામાં આવ્યા છે. આ આક્ષેપો અંગે વડાપ્રધાન પણ તપાસ કરશે જ કારણ કે તેઓ અત્યારે તેમની કેબિનેટના સભ્ય છે.

વીરભદ્ર રાજીનામું આપશે?
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૫
કેન્દ્રીય મંત્રી વીરભદ્રસિંહ જેમની સામે ભ્રષ્ટાચાર અને કાવતરાના આરોપો ઘડાયા છે, તેઓ આજે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને મળતાં, તેમના રાજીનામાની અટકળો શરૃ થઇ ગઇ હતી.
તેઓ રાજીનામું આપશે કે કેમ તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે મને મારા પદની સહેજેય પડી નથી. હું મારા પક્ષને અને વડાપ્રધાનને શરમમાં મૂકવા માગતો નથી. જ્યારે પણ પરિસ્થિતિ ઉભી થશે, હું યોગ્ય નિર્ણય લઇશ.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર ઇન્ડિયાના પાઈલોટોની હડતાળ દેશની સૌથી લાંબી હડતાળ બની

કોમ્પ્યુટર આકાશની બીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી

નિર્મલબાબાને મ. પ્રદેશની કોર્ટમાં હાજર થવા ફરમાન
મોદીને વડાપ્રધાન બનાવવાના મુદ્દે નીતિશ-મુલાયમ યુપીએમાં જોડાવા શક્યતા
ગઠબંધનની એકતા જોખમાવે તેવા વિધાનોથી દૂર રહો ઃ ગડકરી

ઈંગ્લેન્ડ યુરો કપમાંથી બહાર ફેંકાયું ઈટાલીનો પેનલ્ટી શૂટ આઉટમાં વિજય

સ્પેન-પોર્ટુગલ અને ઇટાલી -જર્મની વચ્ચે હવે સેમિફાઇનલ મુકાબલો
‘DRS' માટે આઈસીસીના મહત્તમ સભ્યોની ઈચ્છા ઃ ભારતનો વિરોધ જારી
પ્રણવ મુખર્જીના ગાજ્યાં મેહ વરસ્યા નહીં ઃ ડોલરે ફરી રૃ.૫૭ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં તેજીમાં રુકાવટ વિશ્વબજારમાં થયેલી પીછેહઠ
ઈન્ફ્રા. કંપનીઓ અસ્કયામતો વેચવા પ્રાઈવેટ ઈક્વિટીના માર્ગે
સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાને જુલાઈથી વેગ મળવાની ધારણા

યુરિયા સિવાયનાં ખાતરોની માંગમાં ૨૫થી ૪૦ ટકાનો ઘટાડો સંભવિત

વિમ્બલડનમાં વિનસ વિલિયમ્સનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય
વેસ્ટ ઈંડિઝ 'એ' સામે બીજી ટ્વેન્ટી-૨૦ ભારત- 'એ' જીતતા શ્રેણી બરાબરી
 
 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
 

Gujarat Samachar glamour

નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved