Last Update : 26-June-2012, Tuesday

 

રૃપિયાને તૂટતો બચાવવા આરબીઆઇની છૂટછાટ
સરકારી બોન્ડમાં FII મર્યાદા ૨૦ અબજ ડોલર

ભારતીય કંપનીઓ માટે વિદેશી ધિરાણની મર્યાદા ૧૦ અબજ ડોલર જો કે પગલાં અપૂરતાં સાબિત થયાં ઃ ડોલર સામે રૃ.૫૭.૯૨

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૫
દેશમાં ડોલર સામે રૃપિયાના સત્ત્ થઈ રહેલા ધોવાણને રોકવા આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા વિવિધ પગલાંઓ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે નાણાં પ્રધાને જે પ્રકારની અપેક્ષાઓ આ પગલાં જાહેર થતા અગાઉ જન્માવી હતી તેની સરખામણીએ જાહેર થયેલા પગલાઓ અપૂરતા અને નજીવા મનાતાં આરંભમાં ફોરેક્સ માર્કેટમાં ડોલરના ભાવો રૃપિયા સામે ઘટયા પછી બપોર પછી ફરી સ્પ્રિંગની જેમ ઉછળ્યા હતા.
રિઝર્વ બેંકે આજે સરકારી બોન્ડસમાં રોકાણ માટેની એફઆઈઆઈ (ફોરેન ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટર્સ) માટેની ટોચમર્યાદા વધારીને ૨૦ અબજ ડોલર કરી હતી જે અગાઉ ૧૫ અબજ ડોલર રહી હતી. આ ઉપરાંત રૃપી લોનના રિફાઈનાન્સીંગ માટે ભારતની કંપનીઓ માટે ઓવરસીઝ બોરોઈંગ (ઈસીબી)ની મર્યાદા વધારી ૧૦ અબજ ડોલર કરવામાં આવી છે.
સોવરીન વેલ્થ ફંડો, મલ્ટીલેટરલએજન્સીઓ, એન્ડોવમેન્ટ ફંડો, ઈન્સ્યુરન્સ ફંડો, પેન્શન ફંડો, ફોરેન સેન્ટ્રલ બેંકો હવે ભારત સરકારના બોન્ડમાં ૨૦ અબજ ડોલર સુધીનું રોકાણ કરી શકશે એવું બેંકિંગ સૂત્રોએ જણાવ્યું હતું. જો કે આ બધા પગલાં અપૂરતા મનાતાં ડોલરના ભાવો આજે બપોર પછી ફરી વધી ગયા હતા. આજે મુંબઈ ફોરેક્સ માર્કેટમાં ડોલરના ભાવો રૃ.૫૭.૧૫ની આગલી બંધ સપાટી સામે આજે ઘટીને એક તબક્કે રૃ.૫૭ની અંદર ઉતરી નીચામાં રૃ.૫૬.૩૮ સુધી ઉતરી ગયા પછી ફરી વધી રૃ.૫૭ની સપાટી કુદાવી છેલ્લે ૫૭.૦૧થી ૫૭.૦૨ રહ્યા હતા. રિઝર્વ બેંકના વ્યાપક પગલાની આશાએ શેરબજારમાં શરૃઆતમાં તેજી આવી હતી અને ડોલરના ભાવો તૂટયા હતા પરંતુ પાછળથી સરકારના ગાજયા મેહ અપેક્ષા પ્રમાણે ન વરસતાં શેરબજારમાં બપોર પછી ઉંચા ભાવથી ઝડપી ઘટાડો આવ્યો હતો સામે ડોલરના ભાવો આરંભિક આંચકા પચાવી સ્પ્રિંગની જેમ ઉછળ્યા હતા. સરકારના આજના પગલાથી દેશમાં ડોલરનો પ્રવાહ ધાર્યા પ્રમાણે વધશે નહિં અને તાત્કાલિક પ્રવાહ પણ નહિં આવે એવી ગણતરી તજજ્ઞાોએ બતાવતા ડોલરના ભાવો ફરી વધી ગયા હતા.
હવે પછી જો આનાથી વધુ નક્કર પગલાં સરકારે દ્વારા નહિ લેવાય તો ડોલરના ભાવો આગળ ઉપર રૃ.૫૮ને ઝડપથી આંબી જવાની તથા ઉપરમાં રૃ.૫૯થી ૬૦ સુધી જવાની ભીતિ જાણકારો બતાવી રહ્યા છે. ભારતની કંપનીઓને નવા પ્રોજેકટ માટે નાણાં ઊભા કરવા તથા રૃપી લોનના રિફાઈનાન્સીંગ માટે દરિયાપારનું ધિરાણ લેવાની ટોચમર્યાદા ૧૦ અબજ ડોલર કરાઈ છે. યુરોપમાં વિવિધ દેવાગ્રસ્ત દેશોમાં કટોકટી ચાલુ રહેતાં .યુરો નબળો પડતાં અને ડોલર વધતાં તેના પગલે પણ ઘરઆંગણે ડોલર ઘટયા પછી વધી ગયો હોવાનું એનાલીસ્ટોએ જણાવ્યું હતું. દરમિયાન, બ્રિટીશ પાઉન્ડના ભાવો આજે રૃ.૮૯.૧૬ વાળા રૃ.૮૮.૬૨ તથા યુરોના ભાવો રૃ.૭૧.૬૮ વાળા રૃ.૭૧.૧૫ રહ્યા હતા. ફોરવર્ડ બજારમાં જો કે આજે ડોલરના પ્રીમિયમો છ મહિના માટે ૧૫૦-૧૫૨ પૈસાવાળા વધી ૧૫૨-૧૫૪ પૈસા તથા ૧૨ મહિના માટે ૨૮૬-૨૮૮ પૈસાથી વધી ૨૯૩-૨૯૫ પૈસા રહ્યા હતા.
ભારતમાં મેન્યુફેકચરિંગ તથા ઈન્ફ્રા. ક્ષેત્રે સંકળાયેલી ભારતીય કંપનીઓને દરિયાપારથી મેળવાતી લોનની મર્યાદા વધારાઈ છે. અગાઉ આ મર્યાદા પાંચ અબજ ડોલર હતી તે હવે દસ અબજ ડોલર થઈ છે. ગવર્નમેન્ટ સિક્યોરિટીઝ (જી-સેક) માં એફઆઈઆઈ દ્વારા થતા રોકાણની મર્યાદા ૧૫થી વધારી ૨૦ અબજ ડોલર થઈ છે. લોક-ઈન પીરિયડમાં પણ ફેરફાર કરાયો છે.
આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડોમાં વ્યકિતગત ફોરેન ઈન્વેસ્ટરો દ્વારા થતા રોકાણ અંગેની શરતો પણ હળવી કરાઈ છે. નાણાંપ્રધાન હવે રાષ્ટ્રપતિ બનવા તેઓ નાણાં ખાતાની જવાબદારી પૂર્ણ કરે એ પૂર્વે તેમના દ્વારા વ્યાપક પગલાઓની અપેક્ષા શેરબજાર તથા નાણાં બજારોમાં રખાઈ રહી હતી જે આજે ફળીભૂત થઈ નથી.
આ અગાઉ સરકાર કોર્પોરેટ ગૃહો માટે નવા બેકિંગ પરવાનાઓ આપશે એવી આશા રખાતી હતી તે ફળીભૂત થઈ નથી, જીએએઆર (જનરલ એન્ટી એવોઈડન્સ રૃલ્સ) તથા પાછલી તારીખથી અમલમાં આવે એ રીતે આવકવેરાના નિયમોમાં કરાયેલા ફેરફારોથી દરિયાપારના ઈન્વેસ્ટરો ભારત માટે નારાજ થયા હતા અને આ નારાજગી આજે નાણાં પ્રધાન દૂર કરશે એવી આશા રખાઈ હતી તે આશા પણ ફળીભૂત થઈ નથી. ડિઝલના ભાવો પર આંશિક અંકુશ મુક્તિ, ભારતમાં રિટેલ ક્ષેત્રે વિદેશી રોકાણની છૂટ વિ.ની પણ આશા રખાઈ હતી પરંતુ આ દિશામાં હવે પછી સરકાર કેવો અભિગમ અપનાવે છે તેની રાહ જોવાની રહેશેૈ અને ત્યાં સુધી ડોલરના ભાવો વધતા રહેશે તથા રૃપિયાનું ધોવાણ થતું રહેશે એવું તજજ્ઞાોએ જણાવ્યું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર ઇન્ડિયાના પાઈલોટોની હડતાળ દેશની સૌથી લાંબી હડતાળ બની

કોમ્પ્યુટર આકાશની બીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી

નિર્મલબાબાને મ. પ્રદેશની કોર્ટમાં હાજર થવા ફરમાન
મોદીને વડાપ્રધાન બનાવવાના મુદ્દે નીતિશ-મુલાયમ યુપીએમાં જોડાવા શક્યતા
ગઠબંધનની એકતા જોખમાવે તેવા વિધાનોથી દૂર રહો ઃ ગડકરી

ઈંગ્લેન્ડ યુરો કપમાંથી બહાર ફેંકાયું ઈટાલીનો પેનલ્ટી શૂટ આઉટમાં વિજય

સ્પેન-પોર્ટુગલ અને ઇટાલી -જર્મની વચ્ચે હવે સેમિફાઇનલ મુકાબલો
‘DRS' માટે આઈસીસીના મહત્તમ સભ્યોની ઈચ્છા ઃ ભારતનો વિરોધ જારી
પ્રણવ મુખર્જીના ગાજ્યાં મેહ વરસ્યા નહીં ઃ ડોલરે ફરી રૃ.૫૭ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં તેજીમાં રુકાવટ વિશ્વબજારમાં થયેલી પીછેહઠ
ઈન્ફ્રા. કંપનીઓ અસ્કયામતો વેચવા પ્રાઈવેટ ઈક્વિટીના માર્ગે
સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાને જુલાઈથી વેગ મળવાની ધારણા

યુરિયા સિવાયનાં ખાતરોની માંગમાં ૨૫થી ૪૦ ટકાનો ઘટાડો સંભવિત

વિમ્બલડનમાં વિનસ વિલિયમ્સનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય
વેસ્ટ ઈંડિઝ 'એ' સામે બીજી ટ્વેન્ટી-૨૦ ભારત- 'એ' જીતતા શ્રેણી બરાબરી
 
 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
 

Gujarat Samachar glamour

નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved