Last Update : 26-June-2012, Tuesday

 

દેવામાં ગળાડૂબ થઇ ગયેલી
ઈન્ફ્રા. કંપનીઓ અસ્કયામતો વેચવા પ્રાઈવેટ ઈક્વિટીના માર્ગે

અમલીકરણમાં ઢીલાશ, ડામાડોળ અર્થતંત્રનાં લીધે ફંડ ઊભા કરવા મુશ્કેલ

મુંબઈ,સોમવાર
શનિવારે સુઝલોને તેની ચીન ખાતેની પવન ઉર્જા અસ્કયામતો વેચી ૬ કરોડ ડોલર આશરે ૩૫૦ કરોડ રૃપિયા ઊભા કર્યા હતા. દેવામાં ગળાડૂબ એવી આ કંપનીને ૩૬ કરોડ ડોલર જુલાઈ એન્ડ સુધીમાં જોઈતા હતા કેમ કે આટલી રકમ ન ચૂકવે તો તે તેના એફસીસીબીની ચૂકવણીમાં નિષ્ફળ જાય. ભારતીય અર્થતંત્રમાં તીવ્રપણે જોવા મળતી મંદીની ઝડપ મૂડીલક્ષી માળખાકીય સવલત ક્ષેત્રને ભારે નુકશાન કરી રહી છે ઊંચા દેવા અને ઓર્ડરનાં પ્રવાહની ખરાબ સ્થિતિને જોતાં ઘણી ઈન્ફ્રા. કંપનીઓએ તો બિન-ચાવીરૃપ અસ્કયામતો વેચવાનો તથા સંયુક્ત સાહસોમાંનો હિસ્સો વેચવાનો માર્ગ અપનાવવાનું શરૃ કરી દીધું છે. લાંબાગાળાનું દેવું ઘટાડવા નોન-ક્રીટીકલ એસેટસ વેચવાની સ્ટ્રેટેજીને વળગી રહીને ચીન ખાતે સુઝલોને ઉક્ત વેચાણ કર્યું હોવાનું જણાય છે. ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓની કાર્યકારી મૂડીની જરૃરિયાત તથા પ્રવાહિતા ઉપર પ્રોજેકટોનાં અમલીકરણની ધીમી ઝડપ અને વધતી જતી ઉઘરાણીથી જોરદાર દબાણ સર્જાયું છે. કેપીટલ મેળવવાનું ખર્ચ ઊંચું રહે છે અને કાર્યકારી મૂડીનાંસાઈકલ લાંબા થતા જા છે તેના કારણે કંપનીઓનાં વ્યાજના ખર્ચનું બીલ પણ વધતું જાય છે.
હિન્દુસ્તાન કન્સ્ટ્રકશન (એચ.સી.સી.)ના કાર્યકારી મૂડીની સાઈકલ માર્ચ ૨૦૧૨નાં અંતે ૩૨૦ દિવસની હતી જે પૂર્વેૅનાં વર્ષે ૨૮૭ દિવસની હતી. એચસીસી એસેટસ વેચીને ભંડોળો ઊભા કરવા માંગે છે આ કંપનીએ ૨૦ એકર જમીન વેચી હોવાનાં અહેવાલો છે હજુ પણ વધુ જમીનનું એચ.સી.સી. વેચાણ કરે એવી ધારણા છે. માર્ચ ૨૦૧૨માં પૂરા થયેલ વર્ષે કંપનીએ રૃ.૫૯૭ કરોડનું નુકશાન કર્યું છે. અને તેનું ઓપરેટીંગ પ્રોફીટ માર્જિન છેલ્લા પાંચ વર્ષનાં તળિયે જઈ પાંચ ટકાથી નીચે ગયું છે.
લેન્કો ઈન્ફ્રાટેક પણ તેનું રૃ.૨૯૦૦૦ કરોડનાં જંગી દેવાને ઘટાડવા તેનો રોડ અન ે હાઈડ્રો પાવરનો બિઝનેસ વેચવાનું વિચારતી હોવાનું જાણવા મળે છે. તેજ રીતે આઈવીઆરસીએલ તેનાં તામિલનાડુ ખાતેનાં કેટલાક રોડ પ્રોજેકટોમાંનો બહુમતી હિસ્સો વેચી દેવાની યોજના તૈયાર કરતી હોવાનું જાણવા મળ્યું છે. માર્ચ ૨૦૧૨નાં ત્રિમાસિકમાં આઈવીઆરસીએેલે કેટલાંક પ્રોજેકટોમાં થયેલ વિલંબના લીધે રેવન્યુમાં ૨૨ ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો.
બીઓટી પ્રોજેકટોમાં ૩-૪ વર્ષ સુધી રૃ.૧૮૦૦-૨૦૦૦ કરોડની ઈક્વિટી બાંહેધરી આપવાનું પણ ફંડીગની યોગ્ય વ્યવસ્થા વગર જ આવું કરવાનું ઈન્ફ્રા. કંપનીઓને ભારે પડતું હોવાનું એનાલિસ્ટોનું માનવું છે. એક એનાલિસ્ટે તો જણાવ્યું હતું કે રૃ.૨૭,૮૦૦ કરોડનો ઓર્ડર બેકલોગ જોવા સાંભળવામાં સારો લાગે પણ તેનાં આધારે ગણત્રી કરી પ્રોજેકશન ન કઢાય કેમ કે તેમનું અમલીકરણ જ મહત્ત્વનું છે.
વેલ્યુએશન હમણાં સસ્તું જણાતું હોવા છતાં પણ પ્રાઈવેટ ઈક્વિટી ફંડોને આકર્ષવામાં ઈન્ફ્રા. કંપનીઓને મુશ્કેલ સંયોગોના લીધે બહુ ઓછી સફળતા મળી છે. એક અગ્રણી પ્રાઈવેટ ઈક્વિટી ફંડનાં અગ્રણીએ જણાવ્યું હતું કે સર્વસામાન્યપણે સંયોગો પડકારદાયક છે અને તેમાં પણ પાવર, ટેલિકોમ, રોડ કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય, દરેકને પોતાની આગવી સમસ્યાઓ પરેશાન કરી રહી છે તેમમે વધુમાં જણાવ્યું હતું કે દરેક ઈન્ફ્રા. કંપની પી ઈ ફંડીંગનાં રુટનો વિકલ્પ ગંભીરપણે વિચારી રહી છે. જો કે પોલિસી લોગજામ અને ઊંચા વ્યાજના દરોનાં કારણે આ ક્ષેત્રોમાં રોકાણો આવતા નથી. દરમિયાન ડીએલએફે પણ ૨૦૧૧-૧૨નાં છેલ્લા બે ત્રિમાસિકમાં રૃ.૧,૩૫૦ કરોડનાં એસેટસ વેચ્યા છે.
એનાલિસ્ટો માને છે કે ઈન્ફ્રા કંપનીઓની કાર્યકારી મૂડીની જરૃરિયાત ૧૫-૨૦ ટકાના પ્રમાણમાં ઊંચી ગઈ છે.માર્ચ ત્રિમાસિકમાં ઓર્ડર ઈન ફલો મર્યાદિત રહ્યા હતા અને એચ.સી.સી. અને એન.સી.સી.નાં ઓર્ડર પ્રવાહમાં ૫૩ ટકા અને ૭૦ ટકાના પ્રમાણમાં ઘટાડો જોવાયો હતો. તે જ રીતે કન્સ્ટ્રકશન કંપનીઓનાં ઓપરેટીંગ પ્રોફિટ માર્જિનમાં ૧૦૦થી ૧૫૦ બેસીસ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જેમાં અમુક અંશે કોમોડિટીઝનો ભાવ વધારો કારણભૂત હતો. વ્યાજનું ખર્ચ આ કંપનીઓની બેલેન્સ શીટ કેવી બગાડે છે તેનો અંદાજ સિંગલ ડિજીટમાં ઘસારા અને કરવેરા પૂર્વેના નફાની કુલ દેવાનાં પ્રમાણ તરીકેની ટકાવારી આવી ગઈ તેનાં પરથી મળી શકે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર ઇન્ડિયાના પાઈલોટોની હડતાળ દેશની સૌથી લાંબી હડતાળ બની

કોમ્પ્યુટર આકાશની બીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી

નિર્મલબાબાને મ. પ્રદેશની કોર્ટમાં હાજર થવા ફરમાન
મોદીને વડાપ્રધાન બનાવવાના મુદ્દે નીતિશ-મુલાયમ યુપીએમાં જોડાવા શક્યતા
ગઠબંધનની એકતા જોખમાવે તેવા વિધાનોથી દૂર રહો ઃ ગડકરી

ઈંગ્લેન્ડ યુરો કપમાંથી બહાર ફેંકાયું ઈટાલીનો પેનલ્ટી શૂટ આઉટમાં વિજય

સ્પેન-પોર્ટુગલ અને ઇટાલી -જર્મની વચ્ચે હવે સેમિફાઇનલ મુકાબલો
‘DRS' માટે આઈસીસીના મહત્તમ સભ્યોની ઈચ્છા ઃ ભારતનો વિરોધ જારી
પ્રણવ મુખર્જીના ગાજ્યાં મેહ વરસ્યા નહીં ઃ ડોલરે ફરી રૃ.૫૭ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં તેજીમાં રુકાવટ વિશ્વબજારમાં થયેલી પીછેહઠ
ઈન્ફ્રા. કંપનીઓ અસ્કયામતો વેચવા પ્રાઈવેટ ઈક્વિટીના માર્ગે
સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાને જુલાઈથી વેગ મળવાની ધારણા

યુરિયા સિવાયનાં ખાતરોની માંગમાં ૨૫થી ૪૦ ટકાનો ઘટાડો સંભવિત

વિમ્બલડનમાં વિનસ વિલિયમ્સનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય
વેસ્ટ ઈંડિઝ 'એ' સામે બીજી ટ્વેન્ટી-૨૦ ભારત- 'એ' જીતતા શ્રેણી બરાબરી
 
 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
 

Gujarat Samachar glamour

નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved