Last Update : 26-June-2012, Tuesday

 

પ્રણવ મુખર્જીના ગાજ્યાં મેહ વરસ્યા નહીં ઃ ડોલરે ફરી રૃ.૫૭ની સપાટી કુદાવી

આરબીઆઈના શેરબજારને લાભકર્તા કોઈ પગલાં નહીં સેન્સેક્સનો ૧૫૯ પોઈન્ટના સુધારો ધોવાઈ ૯૦ ઘટયો

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, સોમવાર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કેન્દ્ર સરકાર સાથે સલાહ બાદ આજે મેન્યુફેકચરીંગ અને ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રની ફોરેન એક્ષચેન્જમાં કમાણી ધરાવતી ભારતીય કંપનીઓને મૂડી ખર્ચ અને અથવા નવા રૃપી મૂડી ખર્ચ પેટે બાકી રૃપી લોનની પરત ચૂકવણી માટે વિદેશી વ્યાપારી ઋણ (ઈસીબી) મેળવવાની મર્યાદા વધારીને ૧૦ અબજ ડોલર અને એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગર્વમેન્ટ સિક્યુરિટીઝમાં (જી-સેક) રોકાણની લિમિટ વધુ પાંચ અબજ ડોલર વધારી ૨૦ અબજ ડોલર કરવાનો નિર્ણય જાહેર કર્યા છતાં મૂડીબજાર- શેરબજારને લાભકર્તા કોઈ સીધા પગલાં નહીં લેવાતા નિરાશામાં સેન્સેક્ષનો આરંભિક આશાસ્પદ ૧૫૮.૬૪ પોઈન્ટનો સુધારો ધોવાઈ જઈ ૯૦ પોઈન્ટ ઘટી આવ્યો હતો. નાણાપ્રધાન પ્રણવ મુખર્જીએ તેમના નાણાપ્રધાન તરીકેના અંતિમ દિવસે રિઝર્વ બેંક દ્વારા રૃપિયાની પડતી અટકાવવા અને બજારના સેન્ટીમેન્ટને સુધારવા સોમવારે પગલાં લેવાશે એવું શનિવારે જ જાહેર કરી દેતાં અનેક ખેલંદાઓ, ઈન્વેસ્ટરોએ સીઆરઆર, રેપોરેટ કટ, સહિતના પ્રોત્સાહનોની મોટી અપેક્ષાઓ બાંધી લઈ આજે મુંબઈ શેરબજારોમાં ટ્રેડીંગની શરૃઆત મજબૂતીએ કરી હતી. વૈશ્વિક આર્થિક ચિંતા- યુરોપની કટોકટીએ એશીયાના અન્ય દેશોના બજારોની નરમાઈ છતાં મુંબઈ શેરબજારોમાં રિઝર્વ બેંકની અપેક્ષાએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક, મારૃતી સુઝુકી, એચડીએફસી, ગેઈલ ઈન્ડિયા સહિતના શેરોમાં તેજીએ સેન્સેક્ષ આગલા બંધ ૧૬૯૭૨.૫૧ સામે ૧૭૦૩૮.૭૭ મથાળે ખુલીને એક તબક્કે ૧૫૮.૬૪ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૧૭૧૩૧.૧૫ સુધી પહોંચ્યો હતો. પરંતુ વધ્યા મથાળે રિઝર્વ બેંકના પગલાં જાહેર થવામાં દિવસભર લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ બપોરે બે વાગ્યા બાદ શેરબજાર માટે કોઈ સીધા પ્રોત્સાહનો નહીં આપી માત્ર ઈસીબી લિમિટ વધારી ૧૦ અબજ ડોલર અને સરકારી સિક્યુરિટીઝમાં એફઆઈઆઈની રોકાણ મર્યાદા ૧૫ અબજ ડોલરથી વધારી ૨૦ અબજ ડોલર કર્યા સિવાય કશું નહીં કરતા બજારે નિરાશા વ્યક્ત કરી બેંકિંગ, પાવર, પીએસયુ શેરોમાં વેચવાલી શરૃ કરી દીધી હતી. જે યુરોપના બજારોની નરમાઈ અને ચોમાસાના વિલંબથી દુકાળની વધતી ચિંતાએ સાવચેતીમાં ઈન્વેસ્ટરો, ફંડો, ખેલંદાઓના ઓફલોડીંગે સેન્સેક્ષનો સુધારો ધોવાઈ જઈ ૨.૩૦ વાગ્યા બાદ નેગેટીવ ઝોનમાં આવી જઈ એક સમયે ૧૧૯.૪૬ પોઈન્ટના ઘટાડે નીચામાં ૧૬૮૫૩.૦૫ સુધી આવી ગયો હતો. જે અંતે ૯૦.૩૫ પોઈન્ટના ઘટાડે ૧૬૮૮૨.૧૬ બંધ રહ્યો હતો.
નિફટી ૫૨૦૦ની લગોલગ ૫૧૯૪ પહોંચી પટકાઈ ૫૧૦૫ સુધી ગબડી જઈ ૫૧૧૫
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૪૧૬.૦૫ સામે ૫૧૫૮.૫૦ મથાળે ખુલીને ઉપરમાં એક સમયે ૪૮.૫૫ પોઈન્ટ વધીને ૫૧૯૪.૬૦ સુધી પહોંચ્યો હતો. કેઈર્ન ઈન્ડિયા, ગેઈલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અંબુજા સિમેન્ટસ, મારૃતી સુઝુકી, સન ફાર્મા, એચડીએફસી સ્ટેટ બેંકની આરંભિક તેજી બાદ હીરો મોટોકોર્પ, સિમેન્સ, ગ્રાસીમ, સિપ્લા, જેપી એસોસીયેટસ, સ્ટેટ બેંક, એચડીએફસી શેરોમાં વેચવાલીના દબાણે નિફટીનો સુધારો ૨ઃ૩૦ વાગ્યા બાદ ધોવાઈ ગયો હતો. જે નીચામાં ૫૧૦૫.૬૫ સુધી ગબડી જઈ અંતે ૩૧.૪૦ પોઈન્ટના ઘટાડે ૫૧૧૪.૬૫ બંધ રહ્યો હતો.
ટેકનીકલી નજીકનો ટ્રેન્ડ પોઝિટીવઃ ૫૧૦૦ નીચે બંધ ટ્રેન્ડ બદલાશે! ૫૦૪૦ મજબૂત સર્પોટ
ટેકનીકલી નિફટી બેઝડ નજીકનો ટ્રેન્ડ હજુ પોઝિટીવ બતાવાઈ રહ્યો છે. જે નિફટી સ્પોટ ૫૧૦૦ની સપાટી નીચે બંધ આવવાના સંજોગોમાં બદલાશે. નિફટીમાં ટેકનીકલી મજબૂત પ્રતિકાર સપાટી ૫૨૦૦ અને મજબૂત સર્પોટ ૫૦૪૦ બતાવાઈ રહી છે. ડેરીવેટીવ્ઝમાં જૂન વલણના ગુરુવારે અંત પૂર્વે નિફટી જૂન ફયુચર ૩,૯૫,૧૦૨ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૦૧૯૩ કરોડના ટર્નઓવરે ૫૧૫૧.૧૫ સામે ૫૧૪૮.૯૦ ખુલી ઉપરમાં ૫૨૦૦ની સપાટી કુદાવી જઈ ૫૨૦૨.૯૦ થઈ પાછો ફરી નીચામાં ૫૦૯૮.૨૦ સુધી જઈ અંતે ૫૧૦૫.૫૫ હતો.
નિફટી ૫૨૦૦નો કોલ ૨૨.૮૫થી ઉછળી ૪૦.૮૦ થઈ ગબડી ૭.૮૫ઃ ૫૩૦૦નો કોલ ૩.૭૫થી ઉછળી ૮.૩૫ થઈ ૧.૫૦
નિફટી ૫૨૦૦નો કોલ ૯,૬૦,૩૮૩ કોન્ટ્રેક્ટસમાં રૃ.૨૫૦૯૨ કરોડના ટર્નઓવરે ૨૨.૮૫ સામે ૨૨.૧૦ ખુલી ઉપરમાં ૪૦.૮૦ સુધી જઈ પાછો ફરી નીચામાં ૭.૫૦ સુધી ગબડી અંતે ૭.૮૫ હતો. નિફટી ૫૧૦૦નો પુટ ૮,૭૦,૩૯૬ કોન્ટ્રેક્ટસમાં રૃ.૨૨૨૮૪ કરોડના ટર્નઓવરે ૨૪.૨૦ સામે ૧૯ ખુલી નીચામાં ૧૦.૭૫ થઈ પાછો ફરી ઉપરમાં ૩૯.૫૦ સુધી ઉછળી જઈ અંતે ૩૫ હતો. નિફટી ૫૩૦૦નો કોલ ૩.૭૫ સામે ૩.૬૦ ખુલી ઉપરમાં ૮.૩૫ થઈ પાછો ફરી નીચામાં ૧.૪૦ સુધી જઈ અંતે ૧.૫૦ હતો.
બેંક નિફટી ફયુચર ૧૦૧૮૮ વધ્યા મથાળેથી ૩૧૮ પોઈન્ટ તૂટીને ૯૮૭૦ તળીયે
બેંક નિફટી જૂન ફયુચર ૧,૧૩,૯૭૭ કોન્ટ્રેક્ટસમાં રૃ.૨૮૬૫ કરોડના ટર્નઓવરે ૧૦૦૩૧.૭૫ સામે ૧૦૦૫૦.૧૦ ખુલી ઉપરમાં ૧૦૧૮૮.૧૫ થઈ પાછો ફરી નીચામાં ૯૮૬૭.૨૦ સુધી પટકાઈ અંતે ૯૮૭૦ હતો. નિફટી જુલાઈ ફયુચર ૫૧૭૧.૬૫ સામે ૫૧૯૧ ખુલી ઉપરમાં ૫૨૨૪ થઈ પાછો ફરી નીચામાં ૫૧૨૨.૬૫ સુધી જઈ અંતે ૫૧૨૬.૫૦ હતો.
સ્ટેટ બેંક રૃ.૨૨૦૦ થઈ ગબડી રૃ.૨૧૧૫ઃ બેંકિંગ શેરોમાં આરંભિક મજબૂતી બાદ ધોવાણ
બેંકિંગ શેરોમાં રિઝર્વ બેંકની અપેક્ષાએ આરંભિક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાનીએ મજબૂતી બાદ વધ્યા મથાળે ફંડોનું ઓફલોડીંગ થતાં બીએસઈ બેંકેક્ષ ઈન્ડેક્ષ ૧૧૮.૫૦ પોઈન્ટ તૂટીને ૧૧૪૪૨.૫૫ રહ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા શરૃઆતમાં રૃ.૨૨૦૦ થઈ પાછો ફરી અંતે રૃ.૪૧.૮૫ ઘટીને રૃ.૨૧૧૪.૯૦, એચડીએફસી બેંક રૃ.૬.૨૫ ઘટીને રૃ.૫૩૭.૯૦, આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૪.૭૦ ઘટીને રૃ.૮૪૭.૩૫, બેંક ઓફ બરોડા રૃ.૧૩.૫૦ ઘટીને રૃ.૬૯૩, કેનરા બેંક રૃ.૫.૬૫ ઘટીને રૃ.૪૧૦, કોટક મહિન્દ્રા બેંક રૃ.૧૦.૬૦ ઘટીને રૃ.૫૭૩.૧૫, ઈન્ડિયન બેંક રૃ.૪.૭૫ ઘટીને રૃ.૧૭૫.૨૫, સ્ટેટ બેંક મૈસુર રૃ.૧૧.૬૫ ઘટીને રૃ.૪૯૨.૨૦, યુકો બેંક રૃ.૧.૩૦ ઘટીને રૃ.૭૬.૦૫, દેના બેંક રૃ.૧.૩૫ ઘટીને રૃ.૯૫.૩૦, અલ્હાબાદ બેંક રૃ.૨ ઘટીને રૃ.૧૪૫.૩૫ રહ્યા હતા.
મારૃતી ૮૦૦ મોડલની નવરચનાએ ઊંચકાયોઃ હીરો મોટોકોર્પ રૃ.૫૭ ગબડીને રૃ.૨૦૨૮
ઓટોમોબાઈલ શેરોમાં કંપનીઓ પેટ્રોલના ઊંચા ભાવ અને આર્થિક મંદ વૃધ્ધિથી મંદ માગનો સામનો કરી રહી છે, ત્યારે હવે ક્રુડ ઓઈલના ઘટતા આંતરરાષ્ટ્રીય ભાવ સામે ડોલરની મજબૂતીએ હાલ તુરત પેટ્રોલના ભાવ ઘટવાની શક્યતા ઓછી થતાં અને ડીઝલના તોળાતા ભાવ વધારાએ ઓટો શેરોમાં એકંદર નરમાઈ હતી. પરંતુ મારૃતી સુઝુકી હવે તેના વેચાણમાં વૃધ્ધિ લાવવા ૮૦૦ મોટલની નવરચના કરીને આર્કષક ભાવે દિવાળી સમયે બજારમાં રજૂ કરવાની તૈયારી કરી રહ્યાના અહેવાલે શેર રૃ.૧૨.૫૫ વધીને રૃ.૧૧૧૩.૯૫, બજાજ ઓટો રૃ.૧૫૫૦.૦૫ રહ્યા હતા. જ્યારે હીરો મોટોકોર્પ રૃ.૫૬.૭૫ ઘટીને રૃ.૨૦૨૭.૭૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃ.૮.૦૫ ઘટીને રૃ.૬૮૯.૩૫, બોશ રૃ.૧૫૪.૧૫ ઘટીને રૃ.૮૭૧૯.૩૫, ભારત ફોર્જ રૃ.૩.૯૫ ઘટીને રૃ.૨૮૨.૫૦, ટાટા મોટર્સ રૃ.૧.૧૦ ઘટીને રૃ.૨૪૫.૯૦ રહ્યા હતા.
સિમેન્ટ કંપનીઓ દંડીતઃ રીયાલ્ટી શેરોમાં શોભા ડેવલપર્સ, એચડીઆઈએલ વધ્યા
સિમેન્ટ કંપનીઓને કાર્ટેલ બદલ કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયાએ (સીસીઆઈ) દંડીત કરતા કન્સ્ટ્રકશન, રીયાલ્ટી કંપનીઓના શેરોમાં આરંભમાં પસંદગીની લેવાલી રહી હતી. શોભા ડેવલપર્સ રૃ.૮.૧૫ વધીને રૃ.૩૩૫.૨૦, એચડીઆઈએલ રૃ.૧.૩૦ વધીને રૃ.૮૩.૧૫, ફિનિકસ મિલ રૃ.૧.૪૫ વધીને રૃ.૧૭૭ રહ્યા હતા. પ્રેસ્ટિજ એસ્ટેટસ રૃ.૨.૭૦ ઘટીને રૃ.૧૧૩.૫૦, ડીએલએફ રૃ.૨.૭૦ ઘટીને રૃ.૧૯૦.૭૫ રહ્યા હતા.
સિમેન્ટ કંપનીઓ સીસીઆઈ આદેશને પડકારશેઃ ગ્રાસીમ, અલ્ટ્રાટેક વધ્યાઃ જેપી એસોસીયેટસ ઘટયો
પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં પણ નરમાઈએ રિલાયન્સ પાવર રૃ.૨.૯૫ ઘટીને રૃ.૯૯.૫૦, સિમેન્સ રૃ.૧૫.૪૫ ઘટીને રૃ.૭૦૦, પાવર ગ્રીડ કોર્પ રૃ.૨.૧૫ ઘટીને રૃ.૧૦૭.૯૦, ભેલ રૃ.૩.૬૦ ઘટીને રૃ.૨૧૭.૫૦, રિલાયન્સ ઈન્ફ્રા. રૃ.૭.૮૦ ઘટીને રૃ.૫૨૯.૬૦ રહ્યા હતા. સિમેન્ટ કંપનીઓએ સીસીઆઈના પેનલ્ટી આદેશને પડકારવાનો નિર્ણય લીધો હોઈ સિમેન્ટ શેરોમાં મોટી વેચવાલી અટકી હતી. પરંતુ નવી લેવાલીના અભાવમાં ધસારો વધતો જોવાયો હતો. જયપ્રકાશ એસોસીયેટસ સૌથી વધુ પેનલ્ટીએ રૃ.૧.૭૦ ઘટીન ેરૃ.૬૯.૬૦, ગ્રાસીમ રૃ.૫૯.૭૦ ઘટીને રૃ.૨૪૬૮, નેવેલી લિગ્નાઈ રૃ.૧.૫૫ ઘટીને રૃ.૮૦.૩૫, શ્રી સિમેન્ટ રૃ.૪૪.૫૫ ઘટીને રૃ.૨૮૮૦ રહ્યા હતા. જ્યારે અંબુજા સિમેન્ટસ રૃ.૧.૦૫ વધીને રૃ.૧૬૮.૧૦, અલ્ટ્રાટેક સિમેન્ટ રૃ.૧૫.૮૦ વધીને રૃ.૧૪૭૧ રહ્યા હતા.
મન્નપુરમ ફાઈનાન્સ, મૂથૂટ ફાઈનાન્સ, સન ટીવી, જેપી ઈન્ફ્રાટેક, વોખાર્ટ, ફાઈનાન્શિયલ, ટેકનો.માં તેજી
'એ' ગુ્રપના પ્રમુખ વધનાર પસંદગીના શેરોમાં મન્નપુરમ ફાઈનાન્સ રૃ.૨.૫૫ ઉછળીને રૃ.૨૭.૧૫, સન ટીવી નેટવર્ક રૃ.૧૧.૮૦ ઉછળીને રૃ.૨૯૨.૨૫, જેપી ઈન્ફ્રા.ટેક રૃ.૧.૯૫ વધીને રૃ.૫૦.૯૫, વોખાર્ટ રૃ.૩૧.૩૫ વધીને રૃ.૯૦૦.૨૦, એલએન્ડટી ફાઈનાન્સ હોલ્ડિંગ્સ રૃ.૧.૩૫ વધીને રૃ.૪૩.૪૦, મુથૂટ ફાઈનાન્સ રૃ.૩.૭૦ વધીને રૃ.૧૨૬.૬૫, ફાઈનાન્શિયલ ટેકનોલોજી રૃ.૧૨.૭૦ વધીને રૃ.૭૧૧.૮૦, કેઈર્ન ઈન્ડિયા રૃ.૪ વધીને રૃ.૩૩૦, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ રૃ.૧.૯૦ વધીને રૃ.૬૬.૩૦, ટાટા કોમ્યુનિકેશન રૃ.૪.૭૫ વધીને રૃ.૨૨૪.૩૫ રહ્યા હતા.
શેરોમાં ઉછાળે વેચવાલી છતાં માર્કેટ બ્રેડથ પોઝિટીવઃ ૧૪૨૦ શેરો વધ્યાઃ ૨૧૯ શેરોમાં તેજીની સર્કિટ
શેરોમાં આજે આરંભથી વ્યાપક તેજી બાદ ઉછાળે સાવચેતીમાં નફારૃપી વેચવાલી છતાં માર્કટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૭૯ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૪૨૦ અને ઘટનારની ૧૩૩૪ રહી હતી. ૨૧૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૮૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી.
એફઆઈઆઈની રૃ.૧૫૩ કરોડની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે- સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૃ.૧૫૩.૧૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃ.૧૪૦૪.૧૪ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૧૨૫૧.૦૪ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઈઆઈ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃ.૨૬.૧૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃ.૭૭૩.૧૮ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૭૪૭ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.
સ્પેને બેંકો માટે ૬૨ અબજ યુરોની મદદ માગીઃ યુરોપના બજારોમાં ૪૫થી ૧૦૫ પોઈન્ટના ગાબડાં
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઈન્ડેક્ષ ૬૩.૭૨ પોઈન્ટ ઘટીને ૮૭૩૪.૬૨, હોંગકોંગનો હેંગસેંગ ૯૭.૬૮ પોઈન્ટ તૂટીને ૧૮૮૯૭.૪૫, ચીનનો સાંઘાઈ કોમ્પોઝિટ ૩૬.૭૬ પોઈન્ટ તૂટીને ૨૨૨૪.૧૧, તાઈવાન વેઈટેજ ૫૫.૬૭ પોઈન્ટ ઘટીને ૭૧૬૬.૩૮ રહ્યા હતા. યુરોપમાં યુરોપીય સમિટ પૂર્વે સ્પેન દ્વારા તેની બેંકોને મદદ માટે ૬૨ અબજ યુરો યુરોપીય યુનીયન પાસે માગવામાં આવતા કટોકટી વકરી રહ્યાના સંકેતે યુરોપના બજારોમાં ૪૫થી ૧૦૫ પોઈન્ટના ગાબડાં પડયા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
એર ઇન્ડિયાના પાઈલોટોની હડતાળ દેશની સૌથી લાંબી હડતાળ બની

કોમ્પ્યુટર આકાશની બીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી

નિર્મલબાબાને મ. પ્રદેશની કોર્ટમાં હાજર થવા ફરમાન
મોદીને વડાપ્રધાન બનાવવાના મુદ્દે નીતિશ-મુલાયમ યુપીએમાં જોડાવા શક્યતા
ગઠબંધનની એકતા જોખમાવે તેવા વિધાનોથી દૂર રહો ઃ ગડકરી

ઈંગ્લેન્ડ યુરો કપમાંથી બહાર ફેંકાયું ઈટાલીનો પેનલ્ટી શૂટ આઉટમાં વિજય

સ્પેન-પોર્ટુગલ અને ઇટાલી -જર્મની વચ્ચે હવે સેમિફાઇનલ મુકાબલો
‘DRS' માટે આઈસીસીના મહત્તમ સભ્યોની ઈચ્છા ઃ ભારતનો વિરોધ જારી
પ્રણવ મુખર્જીના ગાજ્યાં મેહ વરસ્યા નહીં ઃ ડોલરે ફરી રૃ.૫૭ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં તેજીમાં રુકાવટ વિશ્વબજારમાં થયેલી પીછેહઠ
ઈન્ફ્રા. કંપનીઓ અસ્કયામતો વેચવા પ્રાઈવેટ ઈક્વિટીના માર્ગે
સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ યોજનાને જુલાઈથી વેગ મળવાની ધારણા

યુરિયા સિવાયનાં ખાતરોની માંગમાં ૨૫થી ૪૦ ટકાનો ઘટાડો સંભવિત

વિમ્બલડનમાં વિનસ વિલિયમ્સનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય
વેસ્ટ ઈંડિઝ 'એ' સામે બીજી ટ્વેન્ટી-૨૦ ભારત- 'એ' જીતતા શ્રેણી બરાબરી
 
 

Gujarat Samachar Plus

જો તું દાદીમાની સેવા કરીશ તો તને ૭૫ પોઈન્ટ મળશે
કલરફુલ દુનિયાની બ્લેક-વ્હાઈટ ફ્રેમ
ડેઈલી કેટલું મીઠું ખાશો?
લોન્ગ ચેઇન સાથે એનિમલ મોટિફ
લગ્ન કરશો તો ફિટ રહેશો
સોલર પેનલથી ચાલતું અનોખું થ્રી વ્હીલર્સ બાઈક
 

Gujarat Samachar glamour

નરગીસે બિમારીમાં પણ શૂટંિગ ચાલુ રાખ્યું
બોલિવૂડમાં હું માત્ર શો-પીસ બનવા નથી આવીઃ વીણા
શૂટંિગમાં અકસ્માત થતા સલમાન પરેશાન!
આમિરના કારણે કેટરીનાને આરામ મળ્યો
પ્રિયંકા પણ હવે ‘આઇટમ’ સોંગમાં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved