Last Update : 26-June-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૬-૦૬-૨૦૧૨, મંગળવાર
અષાઢ સુદ સાતમ- વ્યતિ પાત
હવામાનમાં ફેરફારી
કચ્છ-માંડવી - પન્નાલાલજીનો ઉત્સવ

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૭ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૨ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૭ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૪૫ મિ. (સૂ) ૬ ક. ૪૯ મિ. (મું) ૬ ક. ૫૩ મિ.
જન્મ રાશિ ઃ આજે બપોરના ૧૨ ક. ૧૬ મિ. સુધીમાં જન્મેલ બાળકની સંિહ (મ.ટ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ પુર્વા ફાલ્ગુની સવારના ૬ ક. ૨૯ મિ. સુધી પછી ઉત્તરા ફાલ્ગુની રાત્રે ૧ ક. ૪૭ મિ. સુધી ત્યાર પછી હસ્ત.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-મિથુન, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કન્યા માર્ગી, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-બપોરના ૧૨ ક. ૧૬ મિ. સુધી સંિહ પછી કન્યા.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮, દક્ષિણાયન વર્ષાૠતુ રા.દિ.આ. પ. માસ-તિથિ-વાર - અષાઢ સુદ સાતમને મંગળવાર.
- વિવત્સ સાતમ. વ્યતિપાત રાત્રે ૯ ક. ૩૨ મિ. સુધી.
- હવામાનમાં ફેરફારી
- કચ્છ-માંડવી, પન્નાલાલજીનો ઉત્સવ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શાબાન માસનો ૫ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ બેહમન માસનો ૧૩ રોજ તીર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે બપોર પછી મકાન, વાહનથી ચંિતા, તકલીફ, સગા સંબંધી, મિત્રવર્ગથી મુશ્કેલી અનુભવાય. નોકરી-ધંધામાં ઇર્ષા- અદેખાઈથી તકલીફ રહે.

 

વૃષભ ઃ શેરોની લે-વેચમાં સાવધાની રાખવી. ભાઈભાંડુ, સંતાનના વિદ્યા ભણતર વિવાહ લગ્ન નોકરી-ધંધાના પ્રશ્ને ચંિતા પછી રાહત.

 

મિથુન ઃ હૃદય-મનની વ્યગ્રતા, ઉચાટમાં કંઇ ગમે નહીં. નોકરી-ધંધાના કે અન્ય કામમાં આનંદ-ઉત્સાહ, સ્ફુર્તિ જણાય નહીં.

 

કર્ક ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ કામમાં રુકાવટ, ચંિતા રહે. નોકર ચાકર, ભાઈભાંડુ, કુટુંબ પરિવારના વિચારો આવ્યા કરે.

 

સંિહ ઃ શેરોના કામમાં, બેંકના કામમાં જોખમ વિવાદ નુકસાનીથી સંભાળવું. નોકરીમાં સ્થળાંતરની કામની જવાબદારીની ચંિતા રહે.

 

કન્યા ઃ માનસિક પરિતાપ ચંિતા, વિચારો છતાં બપોર પછી તમારા વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપી શકો ધંધો થાય.

 

તુલા ઃ નુકસાન- ખર્ચ ચંિતા બંધન અનુભવતા હોય તેમ લાગે. સરકારી, કાનુની, ખાતાકીય કામમાં મુશ્કેલી અનુભવાય.

 

વૃશ્ચિક ઃ આકસ્મિક કોઇ ને મળવાનું થાય. નોકરી-ધંધાનું પુત્ર પૌત્રાદિકનું કામ ચંિતા હળવી થતી જાય, હળવાશ આનંદ રહે.

 

ધન ઃ નોકરી-ધંધામાં પોતાની શારિરીક માનસિક અસ્વસ્થતાના કારણે સમયસર કામ થાય નહીં. રાજકીય સરકારી કામમાં સંભાળવું.

 

મકર ઃ પત્નીને પરિવારના સગા સંબંધી મિત્રવર્ગના કામની ચંિતા વ્યસ્તતા રહે. બહાર જવાનું થાય. તમારા નોકરી-ધંધાનું કામ ઉકેલાય.

 

કુંભ ઃ આપની ચંિતા મુંઝવણ મુશ્કેલીથી, શારિરીક માનસિક કષ્ટ પીડાથી નોકરી-ધંધાના કુટુંબ પરિવારના કામમાં એકાગ્રતા જળવાય નહી.

 

મીન ઃ સાંસારીક કૌટુંબીક ચંિતા રહે. નોકરી-ધંધાના કામમાં રુકાવટ મુશ્કેલી અનુભવાય. તેમ છતાં કામ ઉકેલવા પ્રયત્નશીલ રહેવું.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૬-૦૬-૨૦૧૨, મંગળવાર

આજથી શરૂ થઇ રહેલા આપના જન્મ વર્ષ દરમ્યાન કામની સફળતા પ્રગતિથી આનંદ-ઉત્સાહ રહે. પરંતુ નાણાંની લેવડ દેવડના વ્યવહારમાં, જામીનગીરીમાં નાણાં ફસાય, વિશ્વાસઘાત દગો થાય. ભાઇભાંડુના કારણે શાંતિ રાહત જણાય નહીં.

 

- નોકરીમાં બઢતી પગાર વધારાનો લાભ મળે. જેમને નોકરી ન હોય તેમને નોકરી મળવાથી હતાશા નિરાશા દૂર થાય. પત્નીના નસીબ ભાગ્યથી તમારા ભાગ્યોદયની શરૂઆત થાય. યશ પદ ધનની પ્રાપ્તિ થાય.

 

- ધંધામાં આવક થાય, ધંધો થાય પરંતુ કૌટુંબીક પ્રતિકુળતાના કારણે અવાર નવાર રુકાવટ મુશ્કેલી અનુભવાય. વધારાનો ખર્ચ થાય.

 

- સ્ત્રીવર્ગને આરોગ્યની અસ્વસ્થતાના કારણે રોજીંદા કામમાં રુકાવટ મુશ્કેલી પડે. પતિ- સંતાન પરિવારના પ્રશ્ને ચં

 

િતા રહે.- વિદ્યાર્થીવર્ગને ભણવામાં એકાગ્રતા જાળવવી પડે. મહેનત વધારે કરવી પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

દાંતના ડૉકર છગને લલ્લુને પૂછ્‌યું, ‘‘આમ એક સાથે ત્રણ દાંત કેમ તૂટી ગયા?’’
‘‘પત્નીએ બહુ કડક રોટલી બનાવેલી...’’ લલ્લુ બોલ્યો, ‘‘કેમેય તૂટે જ નહીં ને!’’
‘‘ઠીક છે,’’ ડૉકટર છગને કહ્યું, ‘‘તો રોટલી ખાવાની ના પાડી દેવી હતી ને?’’
‘‘એમ જ કરેલું,’’ લલ્લુ બોલ્યો.

[Top]
 

આજ ની રેસીપી

નાસ્તા વેરાઈટી

બ્રેડની બરફી

 

સામગ્રી ઃ ૧૨ ટુકડા બ્રેડ, ૧ કપ ખાંડ (વધારે ગળ્યું જોઈતું હોય તો વધારે ખાંડ નાખવી.) ૧ કપ દૂધ, ૨ ચમચી ઘી. પ્રમાણસર કોપરાનું છીણ, બદામ કાજુ, કિશમીશ, એલચી વરખ.

 

રીત ઃ બ્રેડના ટુકડાને દૂધમાં પલાળી ૧૦ મિનિટ રાખો. દૂધમાં તે પલળી જાય પછી તેનો છૂંદો કરી નાખો. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં પલાળેલા બ્રેડનો છૂંદો ખાંડ અને ખમણેલું કોપરું નાખી હલાવો. ઘટ્ટ પડવા લાગે ત્યારે તેમાં બધો સૂકોમેવો અને એલચીના દાણા નાખવા. પછી એક થાળીમાં ઘી લગાડી તેને પાથરી દેવું. ડેકોરેશન માટે જુદા-જુદા- જુદા આકારનાં ટુકડા રવા તેમ જ વરખ લગાડવી. આ સામગ્રી ઓછા સમયમાં થાય અને નાના બાળકોને બહુ જ ભાવે છે.

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved