Last Update : 25-June-2012, Monday

 
આગ, અફવાઓ અને અવ્યવસ્થા
મુંબઇમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રાલયમાં ગુરુવારે લાગેલી આગ ભયાનક પુરવાર થઇ. શહેરી વિકાસ મંત્રાલયના ખંડમાંથી ઉદ્‌ભવેલી મનાતી આગ અંકુશમાં આવી જવાને બદલે, આઠ માળના મકાનના ઉપરના ચારે માળમાં ફરી વળી. પ્રચંડ આગમાં ત્રણ જણે જીવ ગુમાવ્યા અને બીજા કેટલાક ઘાયલ થયા. સરકારે આશ્વાસન લીઘું કે આટલી મોટી આગમાં ખાસ જાનહાનિ ન થઇ. વિરોધપક્ષોએ ફોરેન્સિક નિષ્ણાતોની સમિતિ રચવાની અને તેમની પાસે આગનાં કારણોની તપાસ કરાવવાની માગણી મૂકી. આગ માટે અકસ્માત જવાબદાર છે કે કોઇ જાતનું કાવતરું, એવી શંકાઓ છૂટથી વહેતી મૂકાઇ.
રાજકારણીઓની મેલી મથરાવટીને જોતાં, આગના સમાચારના પગલે સૌથી પહેલી શંકા એવી થઇ કે આગનો આશય અગત્યના દસ્તાવેજ નષ્ટ કરી દેવાનો હતો. આગની લપેટમાં આવેલી ઓફિસમાં શહેરી વિકાસ, મહેસૂલ, ગૃહ જેવાં મહત્ત્વનાં ખાતાં ઉપરાંત મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રીની ઓફિસનો પણ સમાવેશ થાય છે. એ જોતાં શંકા કરનારને સાવેસાવ વખોડી ન કઢાય. પોતાના ફાયદા માટે આગ લગાડવાની વેપારઉદ્યોગોમાં નવાઇ નથી અને રાજકારણ પણ હવે અંગત સ્વાર્થથી ખદબદતો વેપાર બની રહ્યું છે. એટલે, નેતાઓ જાત બચાવવા કોઇ પણ હદે જાય એવી શંકા, કંઇ નહીં તો નેતાઓ વિશે લોકો શું ધારે છે એ જાણવામાં પણ ઉપયોગી છે.
મહારાષ્ટ્રના નેતાઓની મોટી બદનામી કરનારા આદર્શ કૌભાંડને લગતા દસ્તાવેજો વિશે સૌને ચટપટી હતી. ફેસબુક-ટ્‌વીટર પર ઉત્સાહીઓએ આદર્શની ફાઇલોના નામનું નાહી પણ નાખ્યું. દરિયાકિનારાથી સાવ નજીક આવેલા મંત્રાલયની આગ સમુદ્રી પવનલહેરોને કારણે વકરી અને અફવાઓની આગ સમાચારોમાં થયેલી અટકળોથી. છેવટે સીબીઆઇએ સ્પષ્ટતા કરવી પડી કે આદર્શ કૌભાંડને લગતા તમામ દસ્તાવેજ અને કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક સુદ્ધાં તેમની પાસે છે અને સલામત છે. એવી જ રીતે શહેરી વિકાસ મંત્રાલયને લગતી ઘણી ફાઇલો મંત્રાલયના નવા મકાનમાં મૂકવામાં આવી હોવાનું પણ જણાવાયું.
સરકારી સંસ્થાઓએ આપેલું આશ્વાસન સાચું હોય તો પણ ચાર માળમાં ગંભીર અસર કરનારી આગથી પ્રચંડ નુકસાન થયું છે તેમાં બેમત નથી. નુકસાનની માત્રા એટલી મોટી છે કે અત્યારે તેનો અંદાજ સુદ્ધાં બાંધી શકાય નહીં. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચૌહાણે થોડા હજાર દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત હોવાનું જણાવ્યું છે. પરંતુ નષ્ટ થયેલી ફાઇલોનું પ્રમાણ ઘણું વધારે હોવાની આશંકા છે.
આગ જેવી દુર્ઘટના પછી અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ જાગી શકે છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવું- એ પ્રકારની કહેવતો પણ યાદ આવે છે. છેલ્લાં દસ વર્ષમાં મુખ્ય મંત્રી સહિત વિવિધ મંત્રીઓની કેબિનો અને મકાનની સાજસજ્જા પાછળ આશરે ૭૫ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે, પરંતુ મંત્રાલયના મહત્ત્વના મકાન અને તેમાં રહેલા કિમતી દસ્તાવેજોને આગથી સુરક્ષિત રાખવા માટે એકાદ કરોડ રૂપિયા પણ વપરાયા નથી. દસ્તાવેજોના ભંડાર જેવાં મકાનો અનેક પ્રકારની આફતોનો ભોગ બનવાની સંભાવના ધરાવતાં હોય છે. તેમની સુરક્ષા ભગવાનભરોસે છોડવાનું અત્યારના યુગમાં સલાહભરેલું નથી, તેમ જરૂરી પણ નથી. ટેકનોલોજીની મદદથી અનેક પ્રકારનાં સુરક્ષાકવચ ઊભાં કરી શકાય છે, પરંતુ એ દિશામાં વિચારવાની સૂઝ પડવી જોઇએ.
મંત્રાલયના મકાનમાં આગ સામે લડવાની પ્રણાલીની સજ્જતાથી માંડીને કર્મચારીઓએ આગના એલાર્મ પછી પણ ચુસ્તી ન દાખવી, એવી અનેક વાતો વહેતી થઇ છે. મંત્રાલયમાંથી મદદનો ફોન ગયા પછી ફાયર બ્રિગેડનું તંત્ર કેટલી મિનિટમાં હાજર થયું એ વિશે પણ દાવા-પ્રતિદાવા ચાલી રહ્યા છે. શરૂઆતમાં આગની ગંભીરતા સમજાઇ ન હોવાથી, મર્યાદિત પ્રમાણમાં અગ્નિશામક દળો આવ્યાં હતાં, પરંતું થોડા કલાક પછી ‘બ્રિગેડ કોલ’ જાહેર કરવામાં આવ્યો. મતલબ, મુંબઇ કોર્પોરેશન ઉપરાંત ખાનગી સંસ્થાઓનાં અને આજુબાજુના વિસ્તારનાં અગ્નિશામક દળોએ પણ મંત્રાલયની મદદે દોડી આવવાનું થયું. બચાવ કામગીરી એકંદરે સંતોષકારક રીતે હાથ ધરાઇ. એ માટે નૌકાદળનાં હેલિકોપ્ટર મદદે આવ્યાં ત્યાં સુધીમાં ધાબે પહોંચેલા લોકોને ઉગારાઇ ચૂક્યા હતા. આ પ્રકારની મોટી આગમાં જાનહાનિ સાવ મર્યાદિત રહે એ આશ્વાસન ખરું, પણ તેનાથી રાજી થઇને બેસી રહેવાનું યોગ્ય નથી. આખા રાજ્યનો વહીવટ જ્યાંથી ચાલતો હોય એ જગ્યાની સુરક્ષા અને સલામતી આટલી અપૂરતી અને અસંતોષકારક હોય એ દુઃખની વાત છે. આવી એક જ આગથી રાજ્યના વહીવટી તંત્રની ગતિ થોડાં વર્ષ પાછળ ઠેલાઇ જવાની, એ ઘ્યાનમાં રાખતાં આગ કેટલી મોંઘી પડશે તેનો ખ્યાલ આવી શકે છે. બીજા દેશોનાં વિકાસનાં મોડેલની બહારી ચમકદમકથી અંજાઇને તેની નકલ કરવા નીકળી પડેલા આપણા શાસકો પાયાની સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થાઓની બાબતે કેવા ઉદાસીન અથવા બેદરકાર હોય છે, તેની સાબિતી મંત્રાલયની આગ જેવી દુર્ઘટનાઓ થકી વખતોવખત મળતી રહે છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાં કેન્દ્રિય ગૃહમંત્રાલયમાં પણ આગ ઃ સદ્ભાગ્યે કોઈ નુકસાન નહીં

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુખર્જીને AINRCનો સંપૂર્ણ ટેકો

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં MNFસંગ્માને ટેકો આપશે
કોંગ્રેસ કારોબારી આજે મુખર્જીને વિદાય આપશે
ભાવવધારા, ભ્રષ્ટાચાર, રૃપિયામાં ઘસારા માટે પ્રણવ જવાબદાર ઃ સંગ્મા

આજથી વિમ્બલ્ડનનો પ્રારંભ

શ્રીલંકા સામેની શ્રેણીથી સેહવાગ ભારતીય વન ડે ટીમમાં પરત ફરશે
સ્પેન સેમિ ફાઇનલમાંઃફ્રાન્સ ૦-૨થી હારીને યુરો કપમાંથી બહાર ફંેકાયું

ખોટા આંકડા દર્શાવી ચીન તેજીના બણગા ફૂંકે છે ઃ નિષ્ણાતો

ચીનના અંતરિક્ષ યાત્રીઓએ પહેલું સ્પેસ ડોકિંગ સિદ્ધ કર્યું
ચીનમાં ભૂકંપ ૨નાં મોત

ઇજીપ્તની પ્રમુખપદની ચૂંટણીમાં મોહમ્મદ મુરસી વિજયી

પાક.માં લોકશાહી સમાપ્ત થઈ જશે તેવું માનનારા ખોટા સાબિત થયા ઃ અશરફ
પ્રથમ ટી-૨૦ઃ ઇન્ડિયા-એ સામે વિન્ડિઝ-એનો રોમાંચક વિજય
પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનનો ધબડકો શ્રીલંકા જંગી વિજય તરફ અગ્રેસર
 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved