Last Update : 25-June-2012, Monday

 

એસીપી વસંત ઢોબળે મુંબઈના કાનૂનપ્રેમી નાગરિકોના હીરો બની ગયા છે

આસિસ્ટન્ટ પોલીસ કમિશનર વસંત ઢોબળેની ડાન્સ બારો અને અનીતિ ધામો સામેની ઝુંબેશને કારણે સ્થાપિત હિતો તેમની બદલી કરાવવા તનતોડ પ્રયત્નો કરી રહ્યા છે

મુંબઈમાં જેટલી સમાજવિરોધી અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે તેમાંથી પોલીસને હપ્તા મળતા હોય છે. મુંબઈની પોલીસ દારૃ, જુગાર અને મટકાના અડ્ડાઓ પાસેથી હપ્તા ઉઘરાવે છે. તેઓ ડાન્સ બાર અને વેશ્યા ગૃહો ઉપરાંત હૂકા પાર્લરના અને મસાજ પાર્લરના સંચાલકો પાસેથી પણ હપ્તા ઉઘરાવે છે. આ હપ્તાની રકમ છેક રાજકારણીઓ અને પ્રધાનો સુધી પહોંચતી હોય છે. આ રીતે બદનામ થઈ ગયેલી મુંબઈ પોલીસની છાપ ઉજળી કરવાનું કામ આસિસ્ટન્ટ પોલિસ કમિશનર (એસીપી) વસંત ઢોબેળે કરી રહ્યા છે. મુંબઈના ડાયનેમિક પોલીસ કમિશનર અરૃપ પટનાઈકે જ્યારથી એસીપી ઢોબેળેને સોશિયસ સર્વિસ બ્રાન્ચનો હવાલો સોંપ્યો છે ત્યારથી તેઓ સૂંઠ ખાઈને ડાન્સ બાર, પબ્સ, બિયર બાર, ડિસ્કો થેક અને હૂકા બારના સંચાલકોની પાછળ પડી ગયા છે.
તાજેતરમાં એસીપી ઢોબળેએ જુહુની ફાઈવ સ્ટાર હોટેલમાં ચાલી રહેલી રેવ પાર્ટી ઉપર રેડ પાડી તેમાં બોલિવૂડના કલાકારો ઉપરાંત જાણીતા મોડેલો અને આઈપીએલના ખેલાડીઓ પણ ડ્રગ્સ લેતા પકડાયા હતા. આ રેડ પછી મુંબઈના પેજ થ્રીની સેલિબ્રિટીઓએ ઉહાપોહ કરી મૂક્યો હતો કે એસીપી ઢોબળે નાઈટલાઈફની મજા બગાડી રહ્યા છે અને પાર્ટીમાં નિર્દોષ આનંદ લૂંટનારાઓની સતામણી કરી રહ્યા છ. તેમણે તો મુંબઈના પોલીસ કમિશનર ઉપર એસીપી ઢોબળેની ટ્રાન્સફર કરવા માટે ભારે દબાણ પણ કર્યું હતું. હવે આ રેવ પાર્ટીમાં ભાગ લેનારાઓ પૈકી ૪૪ જણાએ ડ્રગ્સનું સેવન કર્યું હોવાનો રિપોર્ટ આવતાં આ વિરોધ કરનારાઓની બોલતી બંધ થઈ ગઈ છે. મુંબઈના પોલીસ કમિશનર અરૃપ પટનાઈકે પણ હવે એસીપી ઢોબળેને છૂટો દોર આપી દીધો છે.
મુંબઈની લગભગ અડધો અડધ હોટેલોમાં વેશ્યા વ્યવસાય ચાલે છે. ફાઈવ સ્ટાર હોટેલો પણ કોલ ગર્લ્સના અને ડ્રગ્સના દૂષણથી મુક્ત નથી. મુંબઈના ડાન્સ બારો વેશ્યાના અડ્ડાઓ જેવા બની ગયા છે. પબમાં અને ડિસ્કો થેક્સમાં નિયમિતરૃપે રેવ પાર્ટીઓ યોજાય છે, જેની જાહેરાત ફેસબુક જેવી સોશિયલ નેટવર્કીંગની સાઈટો ઉપર પણ કરવામાં આવે છે. આ રેવ પાર્ટીઓમાં શ્રીમંતોના નબીરાઓ અફીણ, ચરસ, ગાંજો, હેરોઇન અને એક્સ્ટેસી જેવા નશીલા પદાર્થોનું સેવન કરે છે. હોટેલોના સંચાલકો આ પ્રકારની પાર્ટીઓ યોજીને લાખો રૃપિયાની કમાણી કરે છે પણ તેને કારણે હજારો યુવાનોના જીવન રફેદફે થઈ જાય છે. મુંબઈની પોલીસ આ અનીતિધામો પાસેથી હપ્તાઓ ઉઘરાવીને તેમની પ્રત્યે આંખ આડા કાન કરે છે. કેટલાક ડાન્સ બાર તો રાજકારણીઓ પોતે ચલાવે છે અથવા તેના સંચાલકોને રાજકારણીઓની ઓથ હોય છે. આ કારણે ફરજ પરના પોલીસ અધિકારીઓ તેના ઉપર દરોડો પાડતા અચકાય છે, પણ એસીપી વસંત ઢોબળે કોઈ નોખી માટીમાંથી બનેલા છે. તેઓ રાજકારણીઓની માલિકીના અનૈતિક અડ્ડાઓ ઉપર ત્રાટકવામાં કોઈ ભયનો અનુભવ કરતા નથી. આ અનીતિધામો કેવી રીતે ચાલે છે તેનો તેમણે બારીકાઈથી અભ્યાસ કર્યો છે. તેમની પાસે બાતમીદારોનું સુગ્રથિત નેટવર્ક છે, જેના થકી તેમને અન્ડરવર્લ્ડની હિલચાલની રજેરજની માહિતી મળ્યા કરે છે. આ માહિતીના આધારે તેઓ અનીતિધામો ઉપર સતત ત્રાટક્યા કરે છે, જેને પરિણામે અનેક અડ્ડાઓ બંધ પણ થઈ ગયા છે.
એસીપી વસંત ઢોબળેએ એક બાજુએ હોટેલ માલિકોની સશક્ત લોબીને નારાજ કરી છે, જેઓ રાજકીય પક્ષોને ચૂંટણી ફંડમાં કરોડો રૃપિયાનું દાન કરીને હોટેલોમાં અનૈતિક પ્રવૃત્તિઓ કરવાનું લાઈસન્સ મેળવી લેતા હોય છે. બીજી બાજુ મુંબઈના ધનિક વર્ગના નબીરાઓ એસીપી ઢોબળેથી નારાજ છે, જેમની રેવ પાર્ટીઓના રંગમાં ઢોબળેએ ભંગ પાડયો છે અને નાઈટ લાઈફની મજા બગાડી નાંખી છે. આ નબીરાઓના માતાપિતાઓ શહેરની સામાજીક અને કલાકારીગરીને લગતી પ્રવૃત્તિઓમાં અગ્રણી છે. તેમણે એવો હોબાળો મચાવ્યો છે કે એસીપી ઢોબળે નિર્દોષ મનોરંજન માણતા યુવાનો ઉપર ખોટા આરોપો મુકીને તેમની ગેરકાયદે અટકાયત કરે છે. જુહુની રેવ પાર્ટીમાં જે શ્રીમંતોના નબીરાઓ પકડાયા તેમણે આખી રાત પોલીસ કસ્ટડીની હવા ખાવી તેના માટે એસીપી ઢોબળેના માથે માછલાં ધોવામાં આવી રહ્યાં છે. ત્રીજી બાજુ મહારાષ્ટ્રના કોંગ્રેસ, શિવસેના અને ભાજપના અમુક રાજકારણીઓ એસીપી ઢોબળેથી નારાજ છે, જેમની ગેરકાયદે પ્રવૃત્તિઓ ઉપર આફત આવી છે. તેમ છતાં મહારાષ્ટ્રના ગૃહપ્રધાન આર.આર. પાટિલના અને પોલીસ કમિશનર અરૃપ પટનાઈકના નક્કર પીઠબળને કારણે એસીપી ઢોબળે બેફિકર છે.
મુંબઈ પોલીસનો રેકોર્ડ બતાવે છે કે એસીપી ઢોબળેએ જે હોટેલો અને બીયર બારો ઉપર દરોડાઓ પાડયા છે, તેમાંના અનેકની માલિકી મહારાષ્ટ્રના વિવિધ પક્ષોના રાજકારણીઓની છે. ઈ.સ. ૨૦૧૧ની ૧૭મી ઓગસ્ટે એસીપી ઢોબળેએ સાંતાક્રૂઝમાં આવેલા સંગીત બાર ઉપર છાપો માર્યો અને ૧૨ ડાન્સરોની વેશ્યા વૃત્તિ કરવાના આરોપ હેઠળ ધરપકડ કરી હતી. આ ઉપરાંત બારના પાંચ કર્મચારીઓની ધરપકડ પણ વેશ્યા વૃત્તિમાં મદદ કરવાના આરોપ હેઠળ કરવામાં આવી હતી. સંગીત બારની માલિકી શિવસેના સુપ્રિમો બાળ ઠાકરેના પૌત્ર નિહાર બિંદા ઠાકરેની છે અને આ બારમાં જે પરમિટ આપવામાં આવી છે તે બાલ ઠાકરેની પુત્રવધૂ માધવી બિંદા ઠાકરેના નામે આપવામાં આવી છે. અગાઉ ઈ.સ. ૨૦૧૧ની નવમી માર્ચે એસપી ઢોબળેએ આ બાર ઉપર દરોડો પાડયો ત્યારે બાળ ઠાકરેના પૌત્ર નિહાર સામે પણ કેસ ફાઈલ કર્યો હતો.
ઈ.સ. ૨૦૧૧ની ૨૭મી ડિસેમ્બરે એસીપી ઢોબળેએ કાંદિવલી (ઈસ્ટ)માં આવેલા સાવલી બાર ઉપર છાપો માર્યો હતો અને વેશ્યા વૃત્તિમાં સંડોવાયેલી હોવાનું મનાતી નવ યુવતીઓને છોડાવી હતી. આ બારના બે કર્મચારીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. સાવલી બારની પરમિટ શિવસેનાના નેતા રામદાસ કદમની પત્ની જ્યોતિના નામે લેવામાં આવી હતી. ઈ.સ. ૨૦૧૧ની સામતી ઓગસ્ટે સોશિયલ સર્વિસ બ્રાન્ચે ગોરેગામની ફાઈવ સ્ટાર હોટેલ ઈમ્પિરિયલ પેલેસ ઉપર દરોડો પાડયો હતો અને જુગાર રમવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જુગાર રમતા આ નબીરાઓમાં ઘાટકોપરના ભાજપના વિધાનસભ્ય પ્રકાશ મહેતાનો પુત્ર અભિષેક પણ સામેલ હતો. એસીપી ઢોબળેના માર્ગદર્શન હેઠળ પાડવામાં આવેલા આ દરોડામાં પોલીસે ૫.૪૨ લાખ રૃપિયા રોકડા અને શરાબની પાંચ બોટલો પણ જપ્ત કરી હતી.
આ વર્ષની બીજી એપ્રિલે સોશિયલ સર્વિસ બ્રાન્ચે બાંદરામાં ચાલતા હુકા બારમાં દરોડો પાડયો હતો અને નશો કરી રહેલા ૨૧ યુવક યુવતીઓની ધરપકડ કરીને તેમની પાસે દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ નશાખોરોમાં એક યુવાન મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન સુરેશ શેટ્ટીનો પુત્ર ક્ષિતિજ પણ હતો. આ વર્ષની ૧૨મી એપ્રિલે એસીપી ઢોબળેએ કસ્તુરબા માર્ગ ઉપર આવેલી હોટેલ ઉત્સવ ઉપર દરોડો પાડયો હતો. આ હોટેલમાં હિન્દી ફિલ્મોની તર્જ ઉપર બિભત્સ નૃત્ય ચાલી રહ્યું હતું અને વેશ્યા વ્યવસાય પણ ચાલી રહ્યો હતો. પોલીસના રેકોર્ડ મુજબ જે ઈસમોની ધરપકડ કરવામાં આવી તેમાં કોંગ્રેસના ભૂતપૂર્વ નગરસેવક વિદ્યાર્થી સિંહનો પણ સમાવેશ થતો હતો. એસીપી ઢોબળેના આ સતત દરોડાઓથી વાજ આવી ગયેલા રાજકારણીઓ એસીપી ઢોબળેની બદલી કરાવવા સરકાર ઉપર દબાણ કરી રહ્યા છે.
મુંબઈ શહેરમાં આશરે ૭,૦૦૦ રેસ્ટોરંટો આવેલી છે. તેમાંની અનેક રેસ્ટોરંટોમાં બિયર બાર અને પરમિટ રૃમ પણ ચાલે છે. આ પરમિટ રૃમોમાં યુવાનોને વગર પરિમીટે દારૃ પીરસવામાં આવે છે. મહારાષ્ટ્રના કાયદા મુજબ ૨૧ વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને દારૃની પરમિટ મળતી નથી. આ યુવાનોને વગર પરમિટે દારૃ પીરસવામાં આવે છે. મુંબઈમાં આશરે ૫૦ પબ્સ અને ડિસ્કો થેક્સ આવેલા છે, જે યંગ જનરેશનના માનીતા છે. આ પબ્સમાં નિયમિતપણે યોજાતી રેવ પાર્ટીમાં છૂટથી યુવકયુવતીઓ ડ્રગ્સનું સેવન કરે છે. એસીપી ઢોબળેની માહિતી મુજબ આશરે ૩૫૦ બિયર બારોમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલે છે, જેમાં વેશ્યા વ્યવસાયનો પણ સમાવેશ થાય છે. આ બધાં અનીતિધામો એસીપી ઢોબળેના હિટ લિસ્ટ ઉપર છે, પણ તેમના માલિકોના હિટ લિસ્ટ ઉપર એસીપી ઢોબળે છે. એસીપી ઢોબળેની સોશિયલ સર્વિસ બ્રાન્ચમાંથી બદલી કરવામાં આવે એ માટે તેઓ પોતાની તમામ તાકાત અને લાગવગ અજમાવી રહ્યા છે, પણ હજુ સુધી તેમને સફળતા મળી નથી.
ગયા મહિનાની ૨૦મી તારીખે પોલીસે જુહુની હોટલમાં ચાલતી રેવ પાર્ટી ઉપર દરોડો પાડીને ૯૨ યુવક યુવતીઓની ધરપકડ કરીને તેમને બ્લડ ટેસ્ટ કરાવવાની ફરજ પાડી હતી. પોલીસનાં આ પગલાંની ભારે ટીકા કરતાં કહેવામાં આવ્યું હતું કે પોલીસને આ રીતે નાગરિકોના સ્વાતંત્ર્ય ઉપર તરાપ મારવાનો અધિકાર નથી. જે ૯૨ યુવક યુવતીઓના બ્લડની ચકાસણી કરવામાં આવી હતી તે પૈકી ૪૪ના બ્લડમાં ડ્રગ્સના અંશો જોવા મળ્યા હતા, જેમાં ફિલ્મ સ્ટાર અપૂર્વ અગ્નિહોત્રીનો પણ સમાવેશ થતો હતો. આ પરિણામ આવ્યા પછી પોલીસના દરોડાનો વિરોધ કરનારાઓની બોલતી બંધ થઈ ગઈ છે. જુહુ, સાંતાક્રૂઝ, બાંદરા અને ખાર વિસ્તારમાં આવેલા રહેવાસીઓના એસોસિયેશનોએ તો પોતાનો મજબૂત ટેકો એસીપી સાવંત ઢોબળેને આપ્યો છે, કારણ કે આ વિસ્તારમાં સૌથી વધુ ડિસ્કો થેક્સ અને પબ્સ આવેલાં છે. મુંબઈ પોલીસને એસીપી ઢોબળે જેવો એક ડઝન ઈમાનદાર, ભડવીર અને કર્તવ્યનિષ્ઠ પોલીસ ઓફિસરોની જરૃર છે. જો આવા ઓફિસરોને સરકાર દ્વારા છૂટો દોર આપવામાં આવે તો મોટાં ભાગનાં અનીતિધામો બંધ થઈ જાય અને યુવા પેઢી પતનની ગર્તામાં ધકેલાતી બચી જાય તેમ છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved