Last Update : 25-June-2012, Monday

 

૧૦૦મી મેચને યાદગાર બનાવતા એલોન્સોએ બંને ગોલ ફટકાર્યા
સ્પેન સેમિ ફાઇનલમાંઃફ્રાન્સ ૦-૨થી હારીને યુરો કપમાંથી બહાર ફંેકાયું

હવે બુધવારે સ્પેન અને પોર્ટુગલ વચ્ચે સેમિ ફાઇનલ રમાશે કેસિયસે ફ્રાન્સના ગોલ ફટકારવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યા


ડોન્સ્ટેક,તા.૨૪
વર્લ્ડ ચેમ્પિયન સ્પેને ૨-૦થી ફ્રાન્સને હરાવીને યુરો કપ ૨૦૧૨ની સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. આંતરરાષ્ટ્રીય કક્ષાએ કારકિર્દીની ૧૦૦મી મેચને યાદગાર બનાવતા સ્પેનિશ ડિફેન્ડર ક્ષાબી એલોન્સોએ બંને ગોલ ફટકાર્યા હતા. હવે બુધવારે રમાનારી સેમિ ફાઇનલમાં સ્પેનનો સામનો પોર્ટુગલ સામે થશે. જ્યારે યુરો કપ દરમિયાન વિવાદોથી ઘેરાયેલી ફ્રાન્સની ટીમ ૦-૨થી પરાજીત થઇને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ હતી. સ્પેનિશ ગોલકિપર કેસિયસે પણ નોંધપાત્ર દેખાવ કરતાં ફ્રાન્સના ગોલ ફટકારવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યા હતા. જો કે ફ્રેન્ચ ટીમ એકાદ-બે પ્રયાસોને છોડીને ક્યારેય સ્પેનના ડિફેન્સને પરેશાન કરવામાં સફળ રહી નહતી.
આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં લા રોજા તરીકે ઓળખાતી સ્પેનિશ ટીમે ૨૦૦૮માં યુરો કપ અને ત્યાર બાદ ૨૦૧૦માં વર્લ્ડ કપ જીત્યો હતો.
જો તેઓ આ વખતે યુરો કપ જીતવામાં સફળ રહેશે તો તેઓ ફૂટબોલના ઇતિહાસમાં સળંગ ત્રણ મેજર ચેમ્પિયનશીપ જીતનારી ટીમ તરીકે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવશે. જો કે આ માટે હજું તેમને બે સૌથી મુશ્કેલ મેચમાં વિજય મેળવવાનો છે.
ડોન્સ્ટેક ખાતે ભારે ઉત્સાહભર્યા વાતાવરણમાં શરૃ થયેલા મુકાબલામાં સ્પેને ફ્રાન્સના ખેલાડીઓને ડિફેન્સમાં ધકેલી દીધા હતા. સ્પેનના જોર્ડી એલ્બાએ તેના વિશિષ્ટ કૌશલ્યનું પ્રદર્શન કરતાં ફ્રેન્ચ ડિફેન્ડરોને હંફાવ્યા હતા. તેણે ત્યાર બાદ ડીપ ક્રોસ કિક મારતાં બોલને ઉછાળ્યો હતો. આ સમયે એલોન્સોએ પાવરફૂલ હેડર ફટકારીને બોલને ગોલમાં મોકલી આપ્યો હતો. સ્પેને આ સાથે ૧-૦થી સરસાઇ મેળવી લીધી હતી. ફ્રાન્સે બરોબરી મેળવવા માટે સંઘર્ષ જારી રાખ્યો હતો.
સ્પેનીશ ગોલ પોસ્ટથી માત્ર ૨૫ મીટર દૂર મળેલી ફ્રી-કીક યોહાન કબાયે ફટકારી હતી. જે ગોલના ટોપ કોર્નરથી અંદરની તરફ જઇ રહી હતી ત્યારે ગોલકિપર કેસિયસે તેને અટકાવી હતી અને બોલને બહારની તરફ પંચ કરી દીધો હતો.
આ સાથે ફ્રાન્સ બરોબરીની તક ચુક્યું હતુ. આ સિવાય ફ્રેન્ચ ખેલાડીઓ કોઇ ખાસ ચમત્કાર દેખાડી શક્યા નહતા. આખરે મેચના નિર્ધારિત સમયની આખરી મિનિટે એનિએસ્તા પર ફ્રેન્ચ ડિફેન્ડરે તેના પેનલ્ટી એરિયામાં ફાઉલ કર્યું હતુ અને સ્પેનને પેનલ્ટી કીક મળી હતી. આ પેનલ્ટી કીક મારવાની તક પણ એલોન્સોને અપાઇ હતી અને તેણે કોઇ પણ ભુલ કર્યા વિના બોલને ગોલમાં મોકલી આપ્યો હતો. આ વિજય સાથે સ્પેને ફ્રાન્સ સામે મેજર ચેમ્પિયનશીપની મેચમાં પરાજયના સિલસિલાને અટકાવ્યો હતો. બંને દેશો વચ્ચે મેજર ચેમ્પિયનશીપમાં રમાયેલી છેલ્લી બે મેચ ફ્રાન્સ જીત્યું હતુ.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાં કેન્દ્રિય ગૃહમંત્રાલયમાં પણ આગ ઃ સદ્ભાગ્યે કોઈ નુકસાન નહીં

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુખર્જીને AINRCનો સંપૂર્ણ ટેકો

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં MNFસંગ્માને ટેકો આપશે
કોંગ્રેસ કારોબારી આજે મુખર્જીને વિદાય આપશે
ભાવવધારા, ભ્રષ્ટાચાર, રૃપિયામાં ઘસારા માટે પ્રણવ જવાબદાર ઃ સંગ્મા

આજથી વિમ્બલ્ડનનો પ્રારંભ

શ્રીલંકા સામેની શ્રેણીથી સેહવાગ ભારતીય વન ડે ટીમમાં પરત ફરશે
સ્પેન સેમિ ફાઇનલમાંઃફ્રાન્સ ૦-૨થી હારીને યુરો કપમાંથી બહાર ફંેકાયું

ખોટા આંકડા દર્શાવી ચીન તેજીના બણગા ફૂંકે છે ઃ નિષ્ણાતો

ચીનના અંતરિક્ષ યાત્રીઓએ પહેલું સ્પેસ ડોકિંગ સિદ્ધ કર્યું
ચીનમાં ભૂકંપ ૨નાં મોત

ઇજીપ્તની પ્રમુખપદની ચૂંટણીમાં મોહમ્મદ મુરસી વિજયી

પાક.માં લોકશાહી સમાપ્ત થઈ જશે તેવું માનનારા ખોટા સાબિત થયા ઃ અશરફ
પ્રથમ ટી-૨૦ઃ ઇન્ડિયા-એ સામે વિન્ડિઝ-એનો રોમાંચક વિજય
પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનનો ધબડકો શ્રીલંકા જંગી વિજય તરફ અગ્રેસર
 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved