Last Update : 25-June-2012, Monday

 
 

ફેડરરને સાતમું ગ્રાસ કોર્ટ ગ્રાન્ડ સ્લેમ જીતીને સામ્પ્રસની બરોબરી કરવાની તક
આજથી વિમ્બલ્ડનનો પ્રારંભ

છેલ્લી ૨૯માંથી ૨૮ મેજર ટુર્નામેન્ટમાં ટોચના ત્રણમાંથી કોઇએક ખેલાડી જીત્યો છે

યોકોવિચ અને નડાલ ફેવરિટ
મરે, સોંગા, ડેલ પોટ્રો અને બર્ડિચ પર પણ નજર રહેશે

વિમેન્સમાં શારાપોવા, ક્વિટોવા અને એરાની ટાઇટલ જીતવાની દાવેદાર

વિમ્બલ્ડન,તા.૨૪
ટેનિસ વિશ્વમાં આગવી ઓળખ અને પ્રતિષ્ઠા ધરાવતી વિમ્બલ્ડન ગ્રાસ કોર્ટ ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપનો આવતીકાલથી ઓલ ઈંગ્લેન્ડ કલબ ખાતે પ્રારંભ થશે. વિમ્બલ્ડનમાં ગત વર્ષના ચેમ્પિયન અને વર્લ્ડ નંબર વન સર્બિયાના યોકોવિચ અને તેની સામે છેલ્લી ચાર ગ્રાન્ડ સ્લેમની ફાઇનલ રમનારો અને બીજો ક્રમ ધરાવતા નડાલને ચેમ્પિયન બનવાના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
૧૬ ગ્રાન્ડ સ્લેમ જીતીને લેજન્ડરી ખેલાડીઓની હરોળમાં અગ્ર સ્થાન મેળવનારા ફેડરરને અંહી સાતમી વખત ચેમ્પિયન બનવાનો આત્મવિશ્વાસ છે અને જો તે ટાઇટલ જીતશે તો અમેરિકન લેજન્ડ સામ્પ્રસની બરોબરી મેળવશે. મેન્સ સિંગલ્સમાં આ ઉપરાંત બ્રિટનનો એન્ડી મરે, ફ્રાન્સનો સોંગા, આર્જેન્ટીનાનો ડેલ પોટ્રો અને ચેક રિપબ્લિકના ટોમસ બર્ડિચને પણ ડેન્જરસ ખેલાડી તરીકે જોવામાં આવી રહ્યા છે.
જ્યારે વિમેન્સ સિંગલ્સમાં ફ્રેન્ચ ઓપન ચેમ્પિયનશીપ જીતવાની સાથે વર્લ્ડ રેન્કિગમાં ટોચનો ક્રમ મેળવનારી શારાપોવા વિમ્બલ્ડન જીતવા માટે હોટફેવરિટ છે. શારાપોવા માટે ગત વર્ષની ચેમ્પિયન ક્વિટોવા, અમેરિકાની વિલિયમ્સ સિસ્ટર્સ અને બેલ્જીયમની ક્લાઇસ્ટર્સ મુશ્કેલી સર્જી શકે તેમ છે. આ ઉપરાંત રેન્કિગમાં ટોપ-ટેનમાં સ્થાન ધરાવતી એઝારેન્કો અને રડવાન્સ્કા પણ અપસેટ કરવાની ક્ષમતા ધરાવે છે.
ગ્રાસ કોર્ટ પર રમાતી સિઝનની ત્રીજી અને સૌથી મહત્વની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપમાં મેન્સ સિંગલ્સમાં યોકોવિચ, નડાલ અને ફેડરર વચ્ચે ત્રિપાંખીયો જંગ રહેશે તેવો અંદાજ છે. ખાસ કરીને યોકોવિચ અને નડાલ વચ્ચે તો છેલ્લા ચાર ગ્રાન્ડ સ્લેમની ફાઇનલ રમાઇ ચુકી છે, જેમાં સતત ત્રણ ફાઇનલ હારનારા નડાલે આ વર્ષે ફ્રેન્ચ ઓપનમાં યોકોવિચને હરાવીને રેકોર્ડ સાતમી વખત રોલેન્ડ ગેરોં ખાતે ટાઇટલ જીત્યું હતુ.
જો કે ગ્રાસ કોર્ટ પર વિમ્બલ્ડન અગાઉ રમાયેલી ટુર્નામેન્ટમાં યોકોવિચે મરેને હરાવીને પોતાનું ફોર્મ સાબિત કરી દીધું હતુ. ગત વર્ષે ફાઇનલમાં નડાલને હરાવનારા યોકોવિચને આ વર્ષે પણ ટાઇટલ જાળવી રાખવાનો વિશ્વાસ છે. ફ્રેન્ચ ઓપનમાં સાતમી વખત ટાઇટલ જીતનારા નડાલને જર્મનીના હોલ શહેરમાં યોજાયેલી ગ્રાસ કોર્ટ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીના કોલ્સચેઇબેરે પરાજય આપ્યો હતો. જ્યારે ગ્રાસ કોર્ટના નિષ્ણાત ખેલાડી મનાતા ફેડરરને હોલ ટુર્નામેન્ટની ફાઇનલમાં જર્મનીના ટોમી હાસે હરાવીને અપસેટ સર્જ્યો હતો.
ફેડરર વિમ્બલ્ડનમાં પણ છેલ્લા બે વર્ષથી ક્વાર્ટર ફાઇનલમાં હારી જાય છે, જેના કારણે આ વખતે વધુ મક્કમ ઇરાદા સાથે રમવા ઉતરશે. નોંધપાત્ર છે કે ૨૦૦૫ના ફ્રેન્ચ ઓપનથી શરૃ કરીએ તો અત્યાર સુધી રમાયેલી ટેનિસની ૨૯ મેજર ચેમ્પિયનશીપમાંથી ૨૮માં તો યોકોવિચ, નડાલ અને ફેડરરમાંથી જ કોઇ ચેમ્પિયન બન્યું છે. જે એક ટાઇટલ અન્ય ખેલાડીએ જીત્યું છે તે ડેલ પોટ્રો છે, જેણે ૨૦૦૯ની યુએસ ઓપનની ફાઇનલમાં ફેડરરને હરાવ્યો હતો.
વર્લ્ડ રેન્કિગમાં ચોથો ક્રમાંક ધરાવતા બ્રિટનના એન્ડી મરે પાસેથી ચાહકોને આ વખતે ખાસ કોઇ ચમત્કારની આશા નથી. મરે વિમ્બલ્ડન અગાઉની બંને ગ્રાસ કોર્ટની ટુર્નામેન્ટમાં પ્રભાવક દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. ટોચના ચાર સિવાયના ખેલાડીઓમાંથી કોઇ વિમ્બલ્ડનમાં પ્રભુત્વ દર્શાવી શક્યા નથી. વળી છેલ્લી ચાર ગ્રાન્ડ સ્લેમની ફાઇનલ ટોચના બે ખેલાડીઓ વચ્ચે રમાઇ હોવાથી આ વખતે તેમાં કોઇ મેજર અપસેટ સર્જાય તેવી શક્યતા ખુબ જ ઓછી હોવાનું મનાય છે.
વિમેન્સ સિંગલ્સમાં ગત વર્ષે પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પ્રવેશેલી ક્વિટોવાએ રશિયાની ગ્લેમર ગર્લ શારાપોવાને આસાનીથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. જો કે શારાપોવા આ વખતે વધુ મજબુત ખેલાડી બનીને ટેનિસ કોર્ટમાં ઉતરશે. વિમ્બલ્ડન ખાતે નોંધપાત્ર સફળતા મેળવનારી સેરેના અને વિનસની રમતમાં હવે પહેલા જેવી ચમક રહી નથી.જો કે તેઓમાં ગ્રાસ કોર્ટ પર સફળતા મેળવવાની કુશળતા છે અને તેઓ ટોચની ખેલાડીઓને આંચકો આપી શકે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાં કેન્દ્રિય ગૃહમંત્રાલયમાં પણ આગ ઃ સદ્ભાગ્યે કોઈ નુકસાન નહીં

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુખર્જીને AINRCનો સંપૂર્ણ ટેકો

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં MNFસંગ્માને ટેકો આપશે
કોંગ્રેસ કારોબારી આજે મુખર્જીને વિદાય આપશે
ભાવવધારા, ભ્રષ્ટાચાર, રૃપિયામાં ઘસારા માટે પ્રણવ જવાબદાર ઃ સંગ્મા

આજથી વિમ્બલ્ડનનો પ્રારંભ

શ્રીલંકા સામેની શ્રેણીથી સેહવાગ ભારતીય વન ડે ટીમમાં પરત ફરશે
સ્પેન સેમિ ફાઇનલમાંઃફ્રાન્સ ૦-૨થી હારીને યુરો કપમાંથી બહાર ફંેકાયું

ખોટા આંકડા દર્શાવી ચીન તેજીના બણગા ફૂંકે છે ઃ નિષ્ણાતો

ચીનના અંતરિક્ષ યાત્રીઓએ પહેલું સ્પેસ ડોકિંગ સિદ્ધ કર્યું
ચીનમાં ભૂકંપ ૨નાં મોત

ઇજીપ્તની પ્રમુખપદની ચૂંટણીમાં મોહમ્મદ મુરસી વિજયી

પાક.માં લોકશાહી સમાપ્ત થઈ જશે તેવું માનનારા ખોટા સાબિત થયા ઃ અશરફ
પ્રથમ ટી-૨૦ઃ ઇન્ડિયા-એ સામે વિન્ડિઝ-એનો રોમાંચક વિજય
પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનનો ધબડકો શ્રીલંકા જંગી વિજય તરફ અગ્રેસર
 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved