Last Update : 25-June-2012, Monday

 

ડ્રેગન બોટ ફેસ્ટિવલના દિવસે
ચીનના અંતરિક્ષ યાત્રીઓએ પહેલું સ્પેસ ડોકિંગ સિદ્ધ કર્યું

રશિયા અને અમેરિકા પછી આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ત્રીજો દેશ ઃ પાક. વિજ્ઞાાનીનો પણ ફાળો
(પીટીઆઈ) બૈજિંગ, તા. ૨૪
ચીનના અંતરિક્ષ યાત્રીઓએ આજે તેનું પહેલું મેન્યુઅલ સ્પેસ ડોકીંગ સિદ્ધ કર્યું છે. આ દ્વારા તેના અંતરિક્ષ યાત્રીઓએ તેમના અંતરિક્ષ યાનને પ્રયોગાત્મક અંતરિક્ષ 'લેબ-મોડયુલ' સાથે તેમનાં 'યાન'નું જોડાણ કરી સ્પેસ સ્ટેશન બાંધવાની દિશામાં આગળ વધ્યું છે. આ સાથે ચીને જણાવ્યું હતું કે તે વિદેશી- વિશેષતઃ પાકિસ્તાની અંતરિક્ષ યાત્રીઓને પણ તૈયાર કરશે.
ચીનનાં પહેલાં મહિલા અંતરિક્ષયાત્રી લીયુ યાંગ સહિત આ અંતરિક્ષ યાન શેનઝાઉ-૯ (દૈવી આશીર્વાદ)ને પૃથ્વીની ફરતી ફરી રહેલી તેની પ્રયોગશાળા તિયાંગગોંગ-૧ (સ્વર્ગીય મહેલ) સાથે ટેક્ષ-બુક-પ્રિસીશનથી જોડયું છે. આ સિદ્ધિનું જીવંત પ્રસારણ આજે સરકાર હસ્તકના સીસીટીવી દ્વારા કરવામાં આવ્યું હતું.
અંતરિક્ષમાં આ સિદ્ધિ મેળવનાર રશિયા અને અમેરિકા પછી ચીન વિશ્વમાં ત્રીજો દેશ બની રહ્યો છે.
આજે ચીનમાં ડ્રેગન-બોટ-ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે તે દિવસે જ ચીને પ્રાપ્ત કરેલી આ સિદ્ધિ ચીનના કરોડો નાગરિકોએ તેમના ટીવી ઉપર નિહાળી હતી.
આ બંને અંતરિક્ષયાનો આ પૂર્વે ઓટોમેટિક પ્રોસીજર દ્વારા છુટાં પાડવામાં આવ્યાં હતાં. જેમને આજે માનવીય પ્રયત્નો દ્વારા ફરી જોડવામાં આવ્યાં હતાં. આ સમગ્ર પ્રક્રિયા માટે માત્ર દસ મિનિટ જ લાગી હતી.
આ ત્રણે અંતરિક્ષ યાત્રીઓએ જ્યારે અંતરિક્ષમાંથી આ સિદ્ધિ પછી 'વી-ફોર-વિક્ટરી'ની બે આંગણીઓ દર્શાવી ત્યારે ગ્રાઉન્ડ સ્ટાફે હર્ષનાદો અને તાળીઓના ગડગાટ કર્યા હતા. આ કાર્યવાહી એટલા માટે મહત્વની છે કે જો ઓટોમેટિક સીસ્ટમ ફેઈલ થાય તો માનવ બળથી જ ડોકીંગ સિદ્ધ કરવું પડે સેકન્ડનાં ૭૦૮ કીલોમીટરની ઝડપે પૃથ્વી ફરતે ઘૂમતાં આ અંતરિક્ષ યાનોને જોડવા તે ખૂબ જ ચોક્કસાઈ માંગી લે છે.
આ મેન્યુઅલ-એડેજસ્ટમેન્ટ માટે એન્જિનિયરોએ સ્પેશશિપ માટે ચાર બિંદુઓ તે જ ભ્રમણ કક્ષામાં નિશ્ચિત કર્યા હતાં. એક બિંદુ ૫ કીમી દૂર હતું, બીજું ૪૦૦ મીટર, ત્રીજું ૧૪૦ મીટર અને ચોથું બિંદુ ૩૦ મીટર જેટલું જ પૃથ્વી ફરતે ભ્રમણ કરતી પ્રયોગશાળાથી દૂરનું નિશ્ચિત કરાયું હતું.
આ સ્પેસ-ક્રાફ્ટ અને સ્પેસ-લેબને ઓટોમેટેડ-ડોકીંગ દ્વારા ૧૮મી જૂને જોડવામાં આવ્યાં હતાં.
આ શેન્ઝાઉ-૯ અંતરિક્ષ યાન ચીનના ઉત્તર પશ્ચિમનાં ગોળી રણપ્રદેશમાંથી છોડવામાં આવ્યું હતું. ચીન હવે ૨૦૨૦માં સંપૂર્ણ કક્ષાની સ્પેસ લેબ તરતી મુકવા માગે છે. તેમ કહેતા ચીનનાં અંતરિક્ષ અભિયાન સ્પેસ મિશનના પ્રવકતા વૂવિંગે પાકિસ્તાનના એક પત્રકારના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે ચીને અન્ય દેશોનો વિશેષતઃ પાકિસ્તાનના વિજ્ઞાાનીઓનો પણ આ સ્પેસ મિશનમાં સહકાર સાધ્યો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાં કેન્દ્રિય ગૃહમંત્રાલયમાં પણ આગ ઃ સદ્ભાગ્યે કોઈ નુકસાન નહીં

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુખર્જીને AINRCનો સંપૂર્ણ ટેકો

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં MNFસંગ્માને ટેકો આપશે
કોંગ્રેસ કારોબારી આજે મુખર્જીને વિદાય આપશે
ભાવવધારા, ભ્રષ્ટાચાર, રૃપિયામાં ઘસારા માટે પ્રણવ જવાબદાર ઃ સંગ્મા

આજથી વિમ્બલ્ડનનો પ્રારંભ

શ્રીલંકા સામેની શ્રેણીથી સેહવાગ ભારતીય વન ડે ટીમમાં પરત ફરશે
સ્પેન સેમિ ફાઇનલમાંઃફ્રાન્સ ૦-૨થી હારીને યુરો કપમાંથી બહાર ફંેકાયું

ખોટા આંકડા દર્શાવી ચીન તેજીના બણગા ફૂંકે છે ઃ નિષ્ણાતો

ચીનના અંતરિક્ષ યાત્રીઓએ પહેલું સ્પેસ ડોકિંગ સિદ્ધ કર્યું
ચીનમાં ભૂકંપ ૨નાં મોત

ઇજીપ્તની પ્રમુખપદની ચૂંટણીમાં મોહમ્મદ મુરસી વિજયી

પાક.માં લોકશાહી સમાપ્ત થઈ જશે તેવું માનનારા ખોટા સાબિત થયા ઃ અશરફ
પ્રથમ ટી-૨૦ઃ ઇન્ડિયા-એ સામે વિન્ડિઝ-એનો રોમાંચક વિજય
પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનનો ધબડકો શ્રીલંકા જંગી વિજય તરફ અગ્રેસર
 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved