Last Update : 25-June-2012, Monday

 
સારા આંકડા દર્શાવવાનું અધિકારીઓ પર દબાણ
ખોટા આંકડા દર્શાવી ચીન તેજીના બણગા ફૂંકે છે ઃ નિષ્ણાતો

 

હોંગકોંગ, તા. ૨૪
ચીનનું અર્થતંત્ર ખોડંગાઈ રહ્યું છે, તેમ ચીનના ટોચના કોર્પોરેટ એક્ઝિક્યુટીવ દ્વારા જાણવા મળ્યું છે. આ કંપની અધિકારીઓ અને પશ્ચિમના અર્થશાસ્ત્રીઓ હવે, સ્પષ્ટતઃ જણાવે છે કે, ચીનના સ્થાનિક અને પ્રાંતીય અધિકારીઓ મુશ્કેલીઓનાં સાચા ઊંડાણો છાવરવા માટે ખોટા આંકડાઓ દર્શાવે છે. ચીનમાં આ વર્ષે સત્તા પલટો થવાનો હોવાથી, અધિકારીઓ બૈજિંગમાં મોટા આંકડા મોકલે છે.
વીજળીની માંગ ઘટતાં કોલસાનો જબર ઢગલો થયો છે, ઉપભોગ પણ ઘટયો
આ પાછળ તેમનો એક હેતુ, પ્રમોશન તો છે, ડીમોશન નિવારવાનો છે, બદલીથી બચવાનો છે. દેશના કોલસા ક્ષેત્રોમાં , કોલસાના વિશાળ ડુંગરો ખડકાઈ ગયા છે. આ દર્શાવે છે કે, ઉદ્યોગો માટે અને વિશેષતઃ વિદ્યુત ઉત્પાદન માટે કોલસાની માંગ ઘટી ગઈ છે. પરંતુ સ્થાનિક અને પ્રાંતીય અધિકારીઓએ, કોલસા-ક્ષેત્રોના મેનેજર્સને જણાવી દીધું છે કે, તેમણે આ અંગે કોઈ જાહેરાત ન કરવી કારણ કે, તેનો સીધો અર્થ વિદ્યુત-ઉત્પાદનના ઘટાડા અને તે સાથે, નબળું પડી રહેલું અર્થતંત્ર તેવો જ થાય છે.
બીજી તરફ સરકારી અધિકારીઓ આર્થિક વિકાસ દર વાસ્તવિક કરતાં ઘણો મોટો દર્શાવે છે. સાથે કોર્પોરેટ રેવન્યુ, કોર્પોરેટ પ્રોફિટ ટેકલ કલેક્શનના પણ મોટા આંકડા રજૂ કરી, તે ઘણા મોટા દર્શાવે છે. આ માટે સરકારી અધિકારીઓ કંપનીઓના અધિકારીઓને, બે પ્રકારના ચોપડા બનાવવા આદેશ આપતાં જણાવે છે કે, તમારા એક ચોપડામાં મૂળ (સાચી) હકીકતો-નફા, નુકશાનની ભલે જણાવો અને તે પ્રમાણે ટેક્સ ભરો, પરંતુ સાથે ચોપડાઓનો બીજો-સેટ પણ રાખો જેમાં, ખોટો (વધુ પડતો) નફો દર્શાવી, તે પ્રમાણે તમે ટેક્સ ભર્યો છે તે પણ જણાવો. વાસ્તવમાં ટેક્સ 'ચોપડે જ' ઉધારવાનો હોય છે, આપવાનો નથી હોતો. આ રીતે ચીન તેનાં ઈકોનોમિક-ઈન્ડીકેટર ૧ થી ૨ પોઈન્ટ જેટલું મોટી રીતે વધુ દર્શાવે છે. પરંતુ આ માહિતી આપનાર ચીનના અધિકારીઓ કે આ પરથી તારણો આપનાર ચીનના અર્થશાસ્ત્રીઓ પોતાનાં નામ નહીં જણાવવાનો આગ્રહ રાખે છે. કારણ કે તેઓને ચીનના સત્તાવાળાઓનો ડર લાગે છે.
ચીનમાં આર્થિક વિકાસના આંકડાઓ, બૈજિંગ સ્થિત સરકારી સંસ્થા, નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ આ આંકડાઓ જાહેર કરે છે. પરંતુ તે પુરાવાઓ ઉપર આધારિત હોતા પણ નથી. તેમ આગ્રહપૂર્વક અનામી રહેવા માગતી, આ સંસ્થાની મહિલા પ્રવક્તાએ જણાવ્યું હતું.
અમેરિકા સ્થિત 'ટેમ્પલ્ટન ઈમર્જિંગ મોર્કટસ ગુ્રપ'ના એક્ઝિક્યુટીવ ચેરમેન માર્ક મોબિયર ચીનની સરકારે રજૂ કરેલા આર્થિક વૃધ્ધિ દરના આંકડો ઉપરથી જણાવે છે કે, ચીનનું અર્થતંત્ર તેટલું ખરાબ નથી તેના વિદ્યુત ઉત્પાદન પર જ નજર કરતાં આ સ્પષ્ટ થઈ જાય છે.
તે સર્વવિદિત છે કે, દેશમાં થતો વિજળીનો વપરાશ દેશની આર્થિક પ્રગતિની પારાશીશી છે. પરંતુ ચીનમાં ઔદ્યોગિક ક્ષેત્રે પીછેહઠ થઈ હોવાથી, તેનો વપરાશ ઘટતાં તો, કોલસાના ગંજ ખડકાયા છે. બીજી તરફ ચીન દ્વારા 'સત્તાવાર' રીતે પ્રસિદ્ધ થતાં આંકડાઓની વિશ્વસનીયતા પણ ઘણી ઓછી છે. ૧૯૮૯ પછી પહેલી જ વાર ચીનનાં આર્થિક વિકાસમાં દર્શાવેલી પીછેહઠ અસાધારણ ગણી શકાય તેમ છે તથા ચિંતાજનક પણ છે. તેમાં આ વર્ષે એક દાયકા બાદ ચીનમાં ટોચનાં સ્તરે સત્તા પલટો થવાનો છે. ત્યારે ચીનમાં આર્થિક વિકાસ દર વૃધ્ધિના આંકડા જાણી જોઈને ખોટા અપાઈ રહ્યા છે. વિદ્યુત્ વપરાશની વાત લઈએ તો, ચીનના બે મોટા ઔદ્યોગિક પ્રાંતો શાનડોંગ અને જિયાંગ સુમાં વીજ વપરાશમાં ગત વર્ષના મે માસ કરતાં આ વર્ષે ૧૦%નો ઘટાડો થયો છે. આવી જ સ્થિતિ પશ્ચિમના પ્રાંતોમાં પણ છે. આમ છતાં, ચીનની સત્તાવાર સંસ્થા 'નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ' તો તેમજ જણાવે છે કે, વીજવપરાશ યથાવત્ રહ્યો છે તેટલું જ નહીં પરંતુ તેમાં થોડો વધારો પણ થયો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાં કેન્દ્રિય ગૃહમંત્રાલયમાં પણ આગ ઃ સદ્ભાગ્યે કોઈ નુકસાન નહીં

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુખર્જીને AINRCનો સંપૂર્ણ ટેકો

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં MNFસંગ્માને ટેકો આપશે
કોંગ્રેસ કારોબારી આજે મુખર્જીને વિદાય આપશે
ભાવવધારા, ભ્રષ્ટાચાર, રૃપિયામાં ઘસારા માટે પ્રણવ જવાબદાર ઃ સંગ્મા

આજથી વિમ્બલ્ડનનો પ્રારંભ

શ્રીલંકા સામેની શ્રેણીથી સેહવાગ ભારતીય વન ડે ટીમમાં પરત ફરશે
સ્પેન સેમિ ફાઇનલમાંઃફ્રાન્સ ૦-૨થી હારીને યુરો કપમાંથી બહાર ફંેકાયું

ખોટા આંકડા દર્શાવી ચીન તેજીના બણગા ફૂંકે છે ઃ નિષ્ણાતો

ચીનના અંતરિક્ષ યાત્રીઓએ પહેલું સ્પેસ ડોકિંગ સિદ્ધ કર્યું
ચીનમાં ભૂકંપ ૨નાં મોત

ઇજીપ્તની પ્રમુખપદની ચૂંટણીમાં મોહમ્મદ મુરસી વિજયી

પાક.માં લોકશાહી સમાપ્ત થઈ જશે તેવું માનનારા ખોટા સાબિત થયા ઃ અશરફ
પ્રથમ ટી-૨૦ઃ ઇન્ડિયા-એ સામે વિન્ડિઝ-એનો રોમાંચક વિજય
પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનનો ધબડકો શ્રીલંકા જંગી વિજય તરફ અગ્રેસર
 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved