Last Update : 25-June-2012, Monday

 

છેલ્લા ચાર દિવસથી ફસાયેલી
માહીને બોરવેલમાંથી તો બહાર કાઢી શકાઈ, પણ મોતના મુખમાંથી નહીં

રમત-રમતમાં માહી તેના ચોથા જન્મદિને જ માનેસર પાસે બોરવેલમાં પડી ગઈ હતી

(પીટીઆઈ) ગુડગાંવ, તા. ૨૪
ચાર ચાર દિવસના સતત પ્રયાસો પછીએ આખરે ચાર વર્ષની બોરવેલમાં પડી ગયેલી બાળકી જીવંત બહાર કાઢી નથી શકાઈ. આ માહિતી આપતાં ગુડગાંવના જિલ્લા મેજિસ્ટ્રેટ પી.સી. મીનાએ કહ્યું હતું કે, ૭૦ ફીટ ઊંડા બોરવેલમાં પડી ગયેલી આ બાલિકાને બહાર તો કાઢવામાં આવી છે, પરંતુ તે મૃત સ્થિતિમાં બહાર કાઢી શકાઈ છે.જૂન ૨૦થી આ બોરવેલમાં પડી ગયેલી આ બાલિકા સુધી પહોંચવા માટે બચાવ કરનારાઓ ગઈકાલે મોડી રાત્રે કઠણ શિલા કાપી તે બાલિકા સુધી તો પહોંચી જ શક્યા હતા. આ કઠણ શિલા કાપવામાં જ બચાવકારોને ત્રણ દિવસ લાગ્યા હતા. આ શિલાસ્તર બોરવેલ જેમાં તે બાલિકા પડી ગઈ હતી. તેની વચ્ચે અવરોધરૃપ હતો. દરમિયાન તે બાળાને ઓકિસજન પણ ટયુબથી પહોંચાડાવામાં આવ્યો હતો.માનેસર પાસેનાં ખો ગામે માહી નામની આ બાલિકા તેના ચોથા જન્મદિને અન્ય બાળકો સાથે રમતી હતી ત્યારે આ બોરવેલમાં પડી ગઈ હતી. આ પછી તે બાલિકાને બચાવવા લશ્કરના જવાનો બંબાખાનાના લાસ્કરો પોલીસ અને ગુડગાંવ જિલ્લાના આરોગ્ય તથા રેવેન્યુ વિભાગના અધિકારીઓ રેપિડ મેટ્રો રેલના અધિકારીઓ અને ગ્રામજનો પણ તે બોરવેલને સમાન્તર ખાડો ખોદવામાં વ્યસ્ત હતા. આ રીતે કુલ ૧૦૦ વ્યક્તિઓ તે બાળાને બચાવવા કામે લાગી હતી છતાં તે તમામ પ્રયાસો આખરે નિષ્ફળ જ રહ્યા બાળા બહાર તો આવી પરંતુ મૃત હાલતમાં.

અગાઉ પ્રિન્સ પણ બોરવેલમાં પડી ગયો હતો
આપણે મિસાઈલ છોડી શકીએ પણ માહીને બચાવી શકતા નથી ઃ બિગ બી
થોડો સમય સુધારાના ઢોલ-નગારાં વાગશે પણ તેનાં મા-બાપની વ્યથાને કોણ પામી શકશે?
ગુડગાંવ, તા. ૨૪
બોરવેલમાં ફસાયેલી માહીનું મૃત્યુ નિપજ્યું છે. તેને બચાવી શકાઈ નથી. માહીને ૮૬ કલાક પછી બોરવેલમાંથી કાઢવામાં સફળતા મળી હતી. તે પછી ગુડગાંવના સેક્ટર-૩માં આવેલી એ.એસ.આઈ. હોસ્પીટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં ડોક્ટરોએ તેને મૃત્યુ પામેલી જાહેર કરી હતી.
માહીના મૃત્યુથી સમગ્ર દેશ ખળભળી ગયો છે. બોલિવૂડ પણ ગમગીન થઈ ગયું છે. સુપરસ્ટાર અમિતાભે પણ ટ્વીટ કર્યું છે કે આપણે મીસાઈલસ તો છોડી શકીએ છીએ. પણ એક બાળકીને બચાવી શકતા નથી. ચાર વર્ષીય માહી ભલે હવે આ દુનિયામાં નથી. પણ તે પોતાની પાછળ એક પ્રશ્નાર્થ છોડી ગઈ છે. એવું કોણ છે? જેમની બેદરકારીએ મહીને મોતના મુખમાં ધકેલી દીધી છે. કોના કારણે તેમનું બાળપણ મોતના મુખમાં ધકેલી દીધું છે? કોણે તેમને અકાળે મારીને દુનિયામાંથી વિદાઈ આપી દીધી? માહીનો સવાલ છે તેના મોત માટે જવાબદાર કોણ છે?
માહીનું મોત ગેરકાયદેસર ખોદવામાં આવેલા બોરવેલમાં પડી જવાથી થયું હતું. તેને માટે પડોશીને જવાબદાર ગણાવાયા છે. જેમણે આ બોરવેલ ગળાવ્યો હતો અને ઉપયોગ પત્યા પછી મોતનો કુવો બનાવીને ખુલ્લો છોડી દીધો હતો. શું તે એક જ વ્યક્તિ જવાબદાર છે? સરકાર કે સત્તાવાળાઓની કોઈ જવાબદારી બનતી નથી? ગેરકાયદેસર બોરવેલ કેવી રીતે ખોદાઈ જાય છે? અને ત્યારે પ્રશાસન ક્યાં સુતેલું હોય છે? સ્થાનિક અધિકારીને મળેલા કેટલાક રૃપિયાનો આ બધો ખેલ છે. થોડી નોટો સ્થાનિક અધિકારીઓની આંખો બંધ કરાવી દે છે અને આવી દુર્ઘટના બને ત્યારે જવાબદાર કોણ ના સવાલો ફેંકાય છે. સુધારાના ઢોલ નગારાં થોડો સમય વાગીને શાંત થઈ જાય છે, પણ પોતાના કાળજાનો કટકો ખોનાર માતા-પિતાની વ્યથાને લાંચીયા અમલદારો પામી શકશે ખરા? અગાઉ કુરુક્ષેત્ર પ્રિન્સ નામનો છોકરો પણ બોરવેલમાં પડયો હતો. જોકે તેને બચાવી લેવાયો હતો.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાં કેન્દ્રિય ગૃહમંત્રાલયમાં પણ આગ ઃ સદ્ભાગ્યે કોઈ નુકસાન નહીં

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુખર્જીને AINRCનો સંપૂર્ણ ટેકો

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં MNFસંગ્માને ટેકો આપશે
કોંગ્રેસ કારોબારી આજે મુખર્જીને વિદાય આપશે
ભાવવધારા, ભ્રષ્ટાચાર, રૃપિયામાં ઘસારા માટે પ્રણવ જવાબદાર ઃ સંગ્મા

આજથી વિમ્બલ્ડનનો પ્રારંભ

શ્રીલંકા સામેની શ્રેણીથી સેહવાગ ભારતીય વન ડે ટીમમાં પરત ફરશે
સ્પેન સેમિ ફાઇનલમાંઃફ્રાન્સ ૦-૨થી હારીને યુરો કપમાંથી બહાર ફંેકાયું

ખોટા આંકડા દર્શાવી ચીન તેજીના બણગા ફૂંકે છે ઃ નિષ્ણાતો

ચીનના અંતરિક્ષ યાત્રીઓએ પહેલું સ્પેસ ડોકિંગ સિદ્ધ કર્યું
ચીનમાં ભૂકંપ ૨નાં મોત

ઇજીપ્તની પ્રમુખપદની ચૂંટણીમાં મોહમ્મદ મુરસી વિજયી

પાક.માં લોકશાહી સમાપ્ત થઈ જશે તેવું માનનારા ખોટા સાબિત થયા ઃ અશરફ
પ્રથમ ટી-૨૦ઃ ઇન્ડિયા-એ સામે વિન્ડિઝ-એનો રોમાંચક વિજય
પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનનો ધબડકો શ્રીલંકા જંગી વિજય તરફ અગ્રેસર
 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved