Last Update : 25-June-2012, Monday

 

શુક્રવારે ઐતિહાસિક નીચી સપાટી બાદ
રૃપિયો આ સપ્તાહે વધુ ગગડીને ૫૮એ પહોંચવા સંભવ ઃ નિષ્ણાતો

ભારતમાં મંદ અર્થતંત્ર અને યુરોઝોનની કટોકટીથી રૃપિયો સતત નબળો પડી રહ્યો છે

(પી.ટી.આઈ.) મુંબઈ, તા. ૨૩
સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરે ચાલી રહેલી મંદીના અનુસંધાને રૃપિયાના મુલ્યને લાગી રહેલો ઘસારો વધી રહ્યો છે. અગાઉથી ગગડી રહેલો રૃપિયો આ સપ્તાહે વધુ ગગડીને કદાચ ૫૮ રૃા. પ્રતિ ડોલરની સપાટીએ સ્પર્શી જાય તેવી ચિંતા નાણાં બજારના નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે.
આ સંદર્ભે જ્યોજીત કોમટ્રેડ કરન્સીના નાણા તજજ્ઞા હેમલ દોશીએ જણાવ્યું હતું કે ૫૭.૩૦ના સ્તરે ભારે સંઘર્ષ બાદ રૃપિયાના મુલ્યમાં હજી ઘટાડો થાય તેવી શક્યતા છે. નજીકના સમયમાં તે રૃા. ૫૮ના સ્તરે પહોંચી જાય તો નવાઈ નહી. કોઈપણ સકારાત્મક સમાચારના અભાવે તેમજ નિર્ણાયક નીતિ જનીત પગલાઓની અનિશ્ચિતતામાં રૃપીયો સતત નબળો પડી રહ્યો છે.
શુક્રવારે, તેલ આયાતકારોની ડોલરની માંગના અનુસંધાને દિવસ દરમ્યાન રૃપિયો તેની સૌથી નીચી સપાટી ૫૭.૩૭ની સપાટીએ સ્પર્શી ગયો હતો. પણ દિવસ દરમ્યાનના વ્યવહારો સકારાત્મક રહેતા સામાન્ય સુધારા સાથે ૫૭.૧૧ રૃપિયાની સપાટીએ પાછો ફર્યો હતો. આ દિવસ દરમ્યાન ડોલર સામે રૃપિયાના ભાવમાં વર્ષની સૌથી મોટી ઉથલ પાથલ ૮૫ પૈસાની થઈ હતી.
આ સંદર્ભે યુનિયન બેંક ઓફ ઈન્ડીયાના ટ્રેઝરી હેડ વી.જે. મહાત્રેએ જણાવ્યું હતું કે સ્થાનિક અર્થતંત્રમાં બેવડી સમસ્યા સર્જાઈ છે. ગ્રીસમાં ચુંટણી બાદ હવે સ્પેન સંદર્ભે ચિંતા સર્જાઈ છે. ઈટાલી અને પોર્ટુગલની પણ એજ સ્થિતિ છે. તે દર્શાવે છે કે યુરોઝોનની સમસ્યાનો કોઈપણ ઉકેલ લાંબો સમય લેશે અને તેની અસર પણ લાંબી ખેંચાશે. ઉપરાંત સરકાર દ્વારા આ સંદર્ભે કોઈ નીતિગત નિર્ણય લેવામાં ન આવતા સ્થાનિક નાણું વધારે નબળું પડી રહ્યું છે.
નિષ્ણાતોના મતે રાષ્ટ્રના ચાલુ ખાતાની ખોટ ગત વર્ષ દરમ્યાન વિકાસદરના (જી.ડી.પી.) ચાર ટકા પર પહોંચી છે. જ્યારે વર્તમાન વર્ષમાં બજેટમાં નક્કી કર્યા અનુસાર તે ખોટ ૪.૬ ટકા પર રહેવાને બદલે ૫.૭ ટકાને સ્પર્શી ગઈ છે. આપણા રૃપિયાનો દેખાવ એશિયન દેશોમાં સૌથી ખરાબ, જ્યારે બ્રીક્સ દેશોના નાણામાં બીજા સૌથી ખરાબ નાણા સ્તરે રહ્યો છે. બ્રીક્સ દેશોમાં મુલ્યનું સૌથી વધારે ધોવાણ બ્રાઝીલીયન 'રીયલ'નું થયું છે. જેમનું મુલ્ય ૩૬ ટકા નીચા સ્તરે ગયું છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાં કેન્દ્રિય ગૃહમંત્રાલયમાં પણ આગ ઃ સદ્ભાગ્યે કોઈ નુકસાન નહીં

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુખર્જીને AINRCનો સંપૂર્ણ ટેકો

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં MNFસંગ્માને ટેકો આપશે
કોંગ્રેસ કારોબારી આજે મુખર્જીને વિદાય આપશે
ભાવવધારા, ભ્રષ્ટાચાર, રૃપિયામાં ઘસારા માટે પ્રણવ જવાબદાર ઃ સંગ્મા

આજથી વિમ્બલ્ડનનો પ્રારંભ

શ્રીલંકા સામેની શ્રેણીથી સેહવાગ ભારતીય વન ડે ટીમમાં પરત ફરશે
સ્પેન સેમિ ફાઇનલમાંઃફ્રાન્સ ૦-૨થી હારીને યુરો કપમાંથી બહાર ફંેકાયું

ખોટા આંકડા દર્શાવી ચીન તેજીના બણગા ફૂંકે છે ઃ નિષ્ણાતો

ચીનના અંતરિક્ષ યાત્રીઓએ પહેલું સ્પેસ ડોકિંગ સિદ્ધ કર્યું
ચીનમાં ભૂકંપ ૨નાં મોત

ઇજીપ્તની પ્રમુખપદની ચૂંટણીમાં મોહમ્મદ મુરસી વિજયી

પાક.માં લોકશાહી સમાપ્ત થઈ જશે તેવું માનનારા ખોટા સાબિત થયા ઃ અશરફ
પ્રથમ ટી-૨૦ઃ ઇન્ડિયા-એ સામે વિન્ડિઝ-એનો રોમાંચક વિજય
પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનનો ધબડકો શ્રીલંકા જંગી વિજય તરફ અગ્રેસર
 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved