Last Update : 25-June-2012, Monday

 

વિદેશી નાણું આકર્ષવા, રૃપિયાને તૂટતો બચાવવા
NRI ડિપોઝિટના વ્યાજદર વધારાશે

બિનજરૃરી ખર્ચ પર કાપ મૂકાશે ઃ મૂડીરોકાણ વધારવા બોન્ડ જાહેર કરવા પણ સંભવ ઃ સરકાર આજે પગલાં જાહેર કરશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૪
દેશની આર્થિક સ્થિતિ થાળે પાડવા સરકાર અને આરબીઆઇ દ્વારા આવતી કાલે જાહેર થનારા પગલાઓમાં એનઆરઆઇ ડિપોઝિટના વ્યાજદરમાં વધારા, નકામા ખર્ચ પર કાપ અને ઓવરસીઝ રોકાણકારો માટે બોન્ડ બહાર પાડવા સહિતનો સમાવેશ થઇ શકે છે. દેશનો આર્થિક વિકાસદર નવ વર્ષમાં સૌથી નીચો ૬.૫ ટકા વર્ષ ૨૦૧૧-૧૨માં નોંધાયો છે અને ઔદ્યોગિક વિકાસ પણ કથળેલી હાલતમાં છે. બીજી બાજુ ફુગાવો મે મહિનામાં ૭.૫૫ ટકા રહ્યો હતો.
ગ્રામીણ વ્યવસ્થાપન સંસ્થાનના વડા વાય કે અલઘે જણાવ્યું હતું કે ''ભારતમાં ભંડોળના અભાવે ખાનગી રોકાણ પર અસર પડી છે. સરકાર રોકાણને પ્રોત્સાહન આપવા માટે કેટલાક ચાવીરૃપ પગલાં જાહેર કરી શકે છે.'' નબળા વૈશ્વિક સંજોગો અને સ્થાનિક સ્તરે અર્થતંત્રના નબળા દેખાવને કારણે રૃપિયો છેલ્લા એક વર્ષમાં ૨૫ પૈસા જેટલો સસ્તો થયો છે. તેણે ૨૨મી જુનના રોજ ૫૭નું સ્તર પણ ગુમાવ્યું હતું.
બજાર નિષ્ણાંતોના મતે આરબીઆઇ એનઆરઆઇ ડિપોઝિટના વ્યાજદરમાં વધારો જાહેર કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત સરકાર રોકાણ વધારવા બોન્ડ જાહેર કરે તેવું પણ બની શકે છે. જાણીતા અર્થશાસ્ત્રી ડી કે જોષીના કહેવા મુજબ આરબીઆઇ એફસીએનઆર (બી)ની ડિપોઝિટના વ્યાજમાં વધુ વધારો કરશે. આ ઉપરાંત બે આંકડામાં પહોંચેલી ખાદ્યને ઘટાડવા પણ સરકાર પગલા ભરશે.
નાણાપ્રધાન પ્રણવ મુખર્જીએ ગઇકાલે જણાવ્યું હતું કે રૃપિયાના મૂલ્યને ઘટતું અટકાવવા તેમજ બજારની સ્થિતિ સુધારવા સરકાર અને આરબીઆઇ ચાવીરૃપ જાહેરાતો કરશે.
બીજીબાજુ વડાપ્રધાન મનમોહનસિંહે પણ આશા વ્યક્ત કરી હતી કે કેટલાક પગલાં ભારતીય રૃપિયાને સ્થિરતા આપવા માટે મદદરૃપ થશે. તેમણે માળખાકિય રોકાણો પર નજર રાખવા અડચણો દૂર કરવા માટે 'ઈન્વેસ્ટમેન્ટ ટ્રેકિંગ સીસ્ટમ' પણ ઊભી કરી છે. ઉલ્લેખનીય છે કે સરકારે વિદેશી રોકાણ વધારવા માટે પોર્ટફોલિયો રોકાણના ધારાધોરણો પણ હળવા કર્યા છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાં કેન્દ્રિય ગૃહમંત્રાલયમાં પણ આગ ઃ સદ્ભાગ્યે કોઈ નુકસાન નહીં

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુખર્જીને AINRCનો સંપૂર્ણ ટેકો

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં MNFસંગ્માને ટેકો આપશે
કોંગ્રેસ કારોબારી આજે મુખર્જીને વિદાય આપશે
ભાવવધારા, ભ્રષ્ટાચાર, રૃપિયામાં ઘસારા માટે પ્રણવ જવાબદાર ઃ સંગ્મા

આજથી વિમ્બલ્ડનનો પ્રારંભ

શ્રીલંકા સામેની શ્રેણીથી સેહવાગ ભારતીય વન ડે ટીમમાં પરત ફરશે
સ્પેન સેમિ ફાઇનલમાંઃફ્રાન્સ ૦-૨થી હારીને યુરો કપમાંથી બહાર ફંેકાયું

ખોટા આંકડા દર્શાવી ચીન તેજીના બણગા ફૂંકે છે ઃ નિષ્ણાતો

ચીનના અંતરિક્ષ યાત્રીઓએ પહેલું સ્પેસ ડોકિંગ સિદ્ધ કર્યું
ચીનમાં ભૂકંપ ૨નાં મોત

ઇજીપ્તની પ્રમુખપદની ચૂંટણીમાં મોહમ્મદ મુરસી વિજયી

પાક.માં લોકશાહી સમાપ્ત થઈ જશે તેવું માનનારા ખોટા સાબિત થયા ઃ અશરફ
પ્રથમ ટી-૨૦ઃ ઇન્ડિયા-એ સામે વિન્ડિઝ-એનો રોમાંચક વિજય
પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનનો ધબડકો શ્રીલંકા જંગી વિજય તરફ અગ્રેસર
 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved