Last Update : 25-June-2012, Monday

 

આંધ્રમાં જગન અને કર્ણાટકમાં યેદીનું વલણ પણ મહત્ત્વનું
૨૦૧૪ની લોકસભા ચૂંટણીનું પરિણામ છ રાજ્યોના મુખ્યપ્રધાન નક્કી કરશે

નીતીશ, મમતા, જયલલિતા, મુલાયમ અને પટનાયક મોરચો રચે તો સ્પષ્ટ બહુમતી મળે

નવી દિલ્હી, તા. ૨૪
રાષ્ટ્રપતિપદ માટે પ્રણવ મુખરજીની જીત હવે લગભગ નિશ્ચિત દેખાઈ રહી છે. પ્રશ્ન પ્રણવદાની જીતનો નથી, પ્રશ્ન તો તે ચૂંટણી પછી દેશનાં રાજકારણમાં બદલાનારા પ્રવાહોનો છે. પૂર્વ અને દક્ષિણનાં રાજ્યોમાં વ્યાપેલા આ જૂથના સભ્યોમાં જો ઉત્તર પ્રદેશ પણ ભળે તો લોકસભામાં તેમની સંખ્યા ૫૪૬માંથી ૨૯૨ થવા જાય છે જે ભૂલવું ન જોઈએ.
આનો પ્રારંભ તો પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર અને ઓડીસાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે સામૂહિક રીતે કરેલા નેશલકાઉન્ટર ટેરરિઝમ (એનસીટીબી)ના કરેલા વિરોધ સાથે થયો છે. આ સાથે ઈસ્ટ-બ્લોકની રચનાની સંભાવના વધી રહી છે, તો બીજી તરફ તમિલનાડુનાં મુખ્યપ્રધાન જે. જયલલિતા અને ઓડીશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પી.એ. સંગમા માટે આગ્રહ રાખતાં તે પૂર્વ જૂથ (ઈસ્ટર્ન બ્લોકમાં) એક નવું પરિબળ પણ ઉમેરાયું છે. પટનાયક થોડાં સપ્તાહો પૂર્વે જ જે. જયલલિતાને મળ્યા હતા તે પણ સર્વવિદિત છે. તો બીજી તરફ વડાપ્રધાન પદ માટે આતુર બનેલા નરેન્દ્ર મોદી પોતે જ મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે, તેમની અને નીતીશ વચ્ચે સ્પર્ધા છે જ. પરંતુ રાજકારણમાં કદી કોઈ કાયમી મિત્ર નથી કે કાયમી શત્રુ નથી તે ભૂલવું ન જોઈએ. મુલાયમસિંહ યાદવે અને મમતા બેનર્જીએ પહેલાં પ્રણવ મુખરજીનાં નામ ઉપર ચોકડી મારી દીધી હતી. આ પછી મુલાયમે પલટી મારી પ્રણવને (યુપીએને) ટેકો જાહેર કર્યો છે, તે અલગ વાત છે. પરંતુ નિરીક્ષકો તેમ પણ કહે છે કે આ પછીયે મુલાયમ પલટી નહીં મારે તેની શી ખાતરી છે? તે જ રીતે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અને મુલાયમસિંહના પુત્ર અખિલેશ યાદવ પણ મુલાયમની સાથે પલટી મારે જ તે કહેવાની પણ જરૃર નથી.
આમ ધીરે ધીરે આ તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો, કોંગ્રેસ તેમજ ભાજપ બંનેથી દૂર જઈ રહ્યા છે, અને આ મુખ્યપ્રધાનોની સંખ્યા પણ વધી રહી છે. આ સર્વે અત્યારે ભલે છુટા દેખાતા હોય પરંતુ તેઓ નજીક તો આવી જ રહ્યાં છે. એવું પણ માનવામાં આવે છે કે પ્રણવની ચૂંટણી માટે તો સપાએ કોંગ્રેસ સાથે કોઈ સોદો જ કર્યો હશે પરંતુ હવે પછી તેઓ (રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પછી) ક્યારે પલટી મારે તે કહી શકાય તેમ નથી. અખિલેશ લખનૌમાં કોંગ્રેસ ઉપર અને કેન્દ્ર સરકાર ઉપર પ્રહારો કરવાનું શરૃ જ કરી દેશે.
આ સંભાવનાને આગળ લઈ જઈએ તો જેઓ અત્યારે મુખ્યપ્રધાન પદે નથી પરંતુ ભવિષ્યમાં મુખ્યપ્રધાનપદે આવી જ શકે તેમ છે તેવા વાય.એસ. જગનમોહન રેડ્ડી પણ ગણી જ શકાય, તેમણે ૧૬મી જૂને આંધ્રપ્રદેશમાં યોજાયેલી ૧૮ પેટા ચૂંટણીમાંથી ૧૫માં વિજય મેળવ્યો છે. આ દિવસે જ યુપીએએ પ્રણવને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. કર્ણાટકમાં વી.એસ. યેદીયુરપ્પાને ભલે અત્યારે એક તરફ મુકાયા હોય, પરંતુ તેમનું વજન જરાયે ઘટયું નથી. માર્ચ-એપ્રિલ ૨૦૧૩માં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં એચ.ડી. કુમારસ્વામીને જો તેઓ ટેકો આપે તો કુમારસ્વામીનો વિજય નિશ્ચિત મનાય છે. આમ, ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી સમયે ઈસ્ટ બ્લોકથી શરૃ થયેલી આ સત્તા ધરીમાં દક્ષિણની તમિળનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક તથા હાર્ટલેન્ડ ઉત્તરપ્રદેશની પણ સત્તા ધરી જોડાતાં લોકસભામાં તેઓની કુલ સંખ્યા ૫૪૩માંથી ૨૯૨ થવા જાય છે. આ મુદ્દો યુપીએ કે એનડીએ બંનેની નજર બહાર હોવા સંભવ નથી. બંને આથી સહજ રીતે મુંઝાયા હોય તો તેમાં આશ્ચર્ય પણ નથી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાં કેન્દ્રિય ગૃહમંત્રાલયમાં પણ આગ ઃ સદ્ભાગ્યે કોઈ નુકસાન નહીં

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુખર્જીને AINRCનો સંપૂર્ણ ટેકો

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં MNFસંગ્માને ટેકો આપશે
કોંગ્રેસ કારોબારી આજે મુખર્જીને વિદાય આપશે
ભાવવધારા, ભ્રષ્ટાચાર, રૃપિયામાં ઘસારા માટે પ્રણવ જવાબદાર ઃ સંગ્મા

આજથી વિમ્બલ્ડનનો પ્રારંભ

શ્રીલંકા સામેની શ્રેણીથી સેહવાગ ભારતીય વન ડે ટીમમાં પરત ફરશે
સ્પેન સેમિ ફાઇનલમાંઃફ્રાન્સ ૦-૨થી હારીને યુરો કપમાંથી બહાર ફંેકાયું

ખોટા આંકડા દર્શાવી ચીન તેજીના બણગા ફૂંકે છે ઃ નિષ્ણાતો

ચીનના અંતરિક્ષ યાત્રીઓએ પહેલું સ્પેસ ડોકિંગ સિદ્ધ કર્યું
ચીનમાં ભૂકંપ ૨નાં મોત

ઇજીપ્તની પ્રમુખપદની ચૂંટણીમાં મોહમ્મદ મુરસી વિજયી

પાક.માં લોકશાહી સમાપ્ત થઈ જશે તેવું માનનારા ખોટા સાબિત થયા ઃ અશરફ
પ્રથમ ટી-૨૦ઃ ઇન્ડિયા-એ સામે વિન્ડિઝ-એનો રોમાંચક વિજય
પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનનો ધબડકો શ્રીલંકા જંગી વિજય તરફ અગ્રેસર
 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved