Last Update : 25-June-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૫-૬-૨૦૧૨ સોમવાર
અષાઢ સુદ છઠ્ઠ - કસુંબા છઠ્ઠ
જૈન અઠ્ઠાઈ પ્રારંભ - મહાવીર પ્રભુ ચ્યવન કલ્યાણક
શનિ માર્ગી - હવામાનમાં - બજારોમાં ફેરફાર !

દિવસના ચોઘડિયા ઃ અમતૃ, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત ૧૯ ક. ૨૬ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત ૧૯ ક. ૨૨ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત ૧૯ ક. ૧૭ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ૪૫ મિ. (સૂ) ૬ ક. ૪૮ મિ. (મું) ૬ ક. ૫૨ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની સિંહ (મ.ટ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ મઘા સવારના ૬ ક. ૩૫ મિ. સુધી ૫છી પૂર્વાફાલ્ગુની.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - મિથુન મંગળ - કન્યા, બુધ- કર્ક, ગુરૃ- વૃષભ
શુક્ર- વૃષભ શનિ-કન્યા માર્ગી રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ
હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન-કુંભ પ્લુટો-ધન ચંદ્ર-સિંહ
વિક્રમ સવંતઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવતઃ ૨૫૩૮
દક્ષિણાયન વર્ષા ઋતુ વાર રા.દિ.આ/૪/
માસ-તિથિવાર ઃ અષાઢ સુદ છઠ્ઠ ને સોમવાર.
- કુમાર-કસુંબા છઠ્ઠ, લક્ષ્મણ ભટ્ટજીનો ઉત્સવ.
- જૈન અઠ્ઠાઈ પ્રારંભ મહાવીર સ્વામી પ્રભુ ચ્યવન કલ્યાણક.
- વ્યતિપાગ રાત્રે ૧૧ ક. ૩૩ મિ.થી
- શનિ માર્ગી, હવામાનમાં બજારોમાં ફેરફારી. બે મહિનામાં તેલ, સરસવ, હિંગ, મરચામાં ભાવ વધે ! રસ, તેલ, કપૂરના ભાવ ઘટે ! રૃ માં મંદી ?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શાબાન માસનો ૪ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ બહેમન માસનો ૧૨ રોજ મોહોર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

તા. ૨૫-૬-૨૦૧૨ સોમવાર
મેષ ઃ બજારોની, હવામાનની ફેરફારમાં, શેરોની લેવેચમાં, સોના-ચાંદીના, તેલ, ખાંડના, વેપાર-ધંધામાં ધ્યાન રાખવું.
વૃષભ ઃ લોભ-લાલચમાં તેમજ કોઈની વાતોથી પ્રભાવિત થવામાં, નોકરી-ધંધામાં ગેરમાર્ગે દોરવામાં નુકસાન થાય. ચિંતા અનુભવાય.
મિથુન ઃ રસ્તામાં આવતા-જતાં વાહન ચલાવતા જાગૃત્તિ રાખવી. નોકરી-ધંધાની મુલાકાતમાં, ચર્ચા વિચારણામાં ઓછે બોલવું. શાંતિ રાખવી.
કર્ક ઃ નોકરી-ધંધાના કામ અંગે વ્યસ્તતા રહે. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ઉધરાણીના નાણાં આવકાર્ય, ધંધો થવાથી રાહત રહે.
સિંહ ઃ નકારાત્મ વિચારોથી મુકતા રહી, નોકરી-ધંધાનું કામ પ્રમાણિકતાંથી સત્યનિષ્ઠાથી કરવું. કામમાં ઉતાવળ કરવી નહીં.
કન્યા ઃ નોકરી-ધંધાના કામ અંગે, બેંકના કામ અંગે, પત્નીના સ્વભાવના કારણે તમે ચિંતા-બેચેની-મુઝવણ અનુભવો.
તુલા ઃ નોકરી-ધંધાનું કામ સાનકુળતાવાળું રહે. ઘર-પરિવારનું કામ અન્યના સમસ્યા ઉકેલાય. શ્રમિક લાભ થાય.
વૃશ્ચિક ઃ સરકારી- રાજકીય- ખાતાકીય કામમાં ધ્યાન આપી શકો. નોકરી-ધંધાના કામમાં ચિંતા રૃકાવટ હળવી થાય.
ધન ઃ બજારોની વધઘટમાં, હવામાનની ફેરફારમાં નોકરી-ધંધાનું કામ સ્વસ્થતાપૂર્વક કરવું. વાહન ધીમેથી ચલાવવું.
મકર ઃ પડવા વાગવાથી, લપસી પડવાથી, વાહનથી ઈજા, તકલીફ મુશ્કેલ અનુભવાય. નોકરી-ધંધામાં નુકસાન-વિવાદથી સંભાળવું.
કુંભ ઃ આપના રોજીંદા કામમાં ધ્યાન આપી શકો. સાનકુળતા રહે. પત્નિ-સંતાનથી કામ ઉકેલાય, હળવાશવાળુ
મીન ઃ વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપી શકો. અન્યની મદદરૃપ થઈ શકો. શ્વાસ લેવામાં તકલીફ, કમર, પેટમાં તકલીફ જણાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત
તા ૨૫ જુન
આજની તારીખે શરૃ થતું આપનું જન્મવર્ષ સંઘર્ષનું રહે. મકાન-વાહન મીલકતના પ્રશ્નમાં, સંયુક્ત પરિવારના પ્રશ્નમાં, કૌટુંબિક પ્રશ્નમાં આ વર્ષ ચિંતા-મુશ્કેલીનું રહે. નોકરી-ધંધામાં સતત ચિંતા- ઉદ્વેગ રહે. નાણાંકીય વ્યવહારમાં સંભાળવું પડે.
- પુત્ર-પૌત્રાદિકના સાસરીપક્ષમાં, તમારી સાસરીયાપક્ષમાં બિમારી-ચિંતાનું આવરણ આવી જાય. વ્યવહારિક-સામાજીક પ્રસંગે મનદુઃખ, વિવાદ ઉપેક્ષા, અપમાન થતું જણાય.
- નોકરી ધંધાના કામમાં યથાવત ચાલ્યા કરે પરંતુ હૃદય-મનને શાંતિ જણાય નહીં. ભાગીદાર પ્રગતિમાં રૃકાવટ આવ્યા કરે.
- નવીન ખરીદીમાં ઉતાવળ કરવી નહીં. મકાન-વાહનની ખરીદી, લે-વેચમાં સાવધાની રાખવી પડે.
- સ્ત્રી વર્ગને આરોગ્યની કાળજી રાખવી જરૃરી રહેશે. રોજીંદું કામ કર્યા કરો પરંતુ આનંદ જણાય નહીં. જસ મળે નહી.
- વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગ સંભાળવું પડે.

 

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુને સમોસા તથા ભજીયા અને બટાકાવડાની વચ્ચેનો માલ ખાતો તેમજ ઉપરના પડને ફેંકી દેતો જોઈને એના મમ્મી ચંપાએ પૂછ્‌યું, ‘‘એલા લલ્લુ આ શું કરે છે તું ? આમ ખવાતું હશે ?’’
લલ્લુએ જવાબ આપ્યો, ‘‘મમ્મી કાલે તેં મને ડૉક્ટરને ત્યાં મોકલ્યો પછી ડૉક્ટરે મને તપાસીને કહેલું કે... ‘‘બહારની વસ્તુ નહીં ખાતો...’’ એટલે હું બહારની વસ્તુ કાઢીને અંદરની વસ્તુ ખાવ છું.’’

[Top]
 

આજ ની રેસીપી

નાસ્તા વેરાઈટી

બ્રેડની બરફી

 

સામગ્રી ઃ ૧૨ ટુકડા બ્રેડ, ૧ કપ ખાંડ (વધારે ગળ્યું જોઈતું હોય તો વધારે ખાંડ નાખવી.) ૧ કપ દૂધ, ૨ ચમચી ઘી. પ્રમાણસર કોપરાનું છીણ, બદામ કાજુ, કિશમીશ, એલચી વરખ.

 

રીત ઃ બ્રેડના ટુકડાને દૂધમાં પલાળી ૧૦ મિનિટ રાખો. દૂધમાં તે પલળી જાય પછી તેનો છૂંદો કરી નાખો. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં પલાળેલા બ્રેડનો છૂંદો ખાંડ અને ખમણેલું કોપરું નાખી હલાવો. ઘટ્ટ પડવા લાગે ત્યારે તેમાં બધો સૂકોમેવો અને એલચીના દાણા નાખવા. પછી એક થાળીમાં ઘી લગાડી તેને પાથરી દેવું. ડેકોરેશન માટે જુદા-જુદા- જુદા આકારનાં ટુકડા રવા તેમ જ વરખ લગાડવી. આ સામગ્રી ઓછા સમયમાં થાય અને નાના બાળકોને બહુ જ ભાવે છે.

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved