Last Update : 24-June-2012, Sunday

 

રાજકારણમાં ‘સત્તા’ કલર બદલી નાખે છે
મુલાયમસંિહે રાજ્ય જીત્યા પછી કેન્દ્રમાં સિક્કો જમાવ્યો

 

- લોકસભામાં સમાજવાદી પક્ષ વઘુ બેઠકો મેળવી સત્તામાં ભાગીદાર બનશે

 

સત્તા રાજકારણીનો કલર બદલી નાખે છે એ વાતનું લેટેસ્ટ ઉદાહરણ મુલાયમસંિહ યાદવ છે. સમાજવાદી પક્ષના વડા મુલાયમસંિહ યાદવ ઉત્તરપ્રદેશ જીત્યા પછી રાષ્ટ્રીય સ્તરના રાજકારણમાં પણ છવાઇ ગયા હતા. ભારતના રાજકારણની તડકી-છાંયડીનો અનુભવ કરનાર મુલાયમસંિહ યાદવે પોતાની પાસેના સાંસદોની સંખ્યાના જોરે કેન્દ્ર સરકારને નચાવી હતી.
મુલાયમસંિહ યાદવે ઉત્તરપ્રદેશ સર કર્યા પછી ત્રણ સિઘ્ધી મેળવી છે. એક તો તેમણે તેમના પુત્ર અખિલેશ યાદવને મુખ્યપ્રધાનનો હવાલો સોંપ્યો; બીજું એ કે અખિલેશના પત્ની ડિમ્પલ યાદવને કનોજ બેઠકની પેટાચૂંટણીમાં બિનહરીફ ચૂંટાવી શક્યા હતા અને ત્રીજું એ કે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં તેમણે પસંદગીનો તખતો આંચકી લીધો હતો.
યુપીએ સરકાર-ટુએ ત્રણ વર્ષ પુરા કર્યા તેની પાર્ટીમાં સોનિયા ગાંધીએ મુલાયમસંિહ યાદવને હાઇ-ટેબલ પર બેસવા આપેલા આમંત્રણે તેમનું રાજકીય મહત્વ વધારી દીઘું હતું.
ઉપરોક્ત ત્રણેય મુદ્દામાં કોંગ્રેસને ફટકો લાગ્યો છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનો ધબડકો થયો હતો, ડિમ્પલ યાદવના કેસમાં કોંગ્રેસ રાજકીય તડજોડના કારણે પોતાનો ઉમેદવાર ઊભો રાખી શકે એમ નહોતી. જ્યારે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રમુખ કરતાં કેમેરો વઘુ મુલાયમસંિહની ચાલ પર રહ્યો હતો.
મુલાયમસંિહની પ્રગતિ રાજ્યથી કેન્દ્ર સુધીની થઇ તે છેલ્લા ત્રણ મહિનામાં થઇ છે. ઉત્તરપ્રદેશમાં જ્યારે માયાવતી સત્તા પર હતા ત્યારે મુલાયમની પાસે ફરકવા પણ કોઇ તૈયાર નહોતું. કેન્દ્રમાં તો મુલાયમ પાસે સંખ્યાબળ હતું પરંતુ તેમના કોઇ ટેકેદાર નહોતા. તેઓ જ્યારે લોકસભામાં જતા ત્યારે એરપોર્ટ પરથી ઉતરી એકલા-અટૂલાં ગૃહમાં જતા હતા. આજે ટીવી ચેનલવાળાઓ તેમના ઘરની બહાર પડ્યા-પાથર્યા રહે છે તે ચેનલવાળાઓ મુલાયમના ઓપીનીયનને ગણતા પણ નહોતા. રાષ્ટ્રપતિપદ માટેના જંગમાં તો ટીવી ચેનલવાળાઓ તેમની બોડી-લેન્ગવેજનું પણ રીપોર્ટીંગ કરતા હતા.
રાજકીય સત્તાનો તાજ મેઘધનુષી રંગને લઇને આવે છે. સમાજવાદી પક્ષે ઉત્તરપ્રદેશ સર કરવાની સાથે જ દિલ્હી તરફ કદમ માંડવા શરૂ કર્યા હતા. મુલાયમસંિહ યાદવના કુટુંબના બે જણા લોકસભામાં છે, ઉત્તરપ્રદેશમાં લોકસભાની ૮૦ બેઠકો છે. આજની સ્થિતિ એ છે કે મુલાયમ અડધો-અડધ બેઠો જીતી શકે એમ છે. ૨૦૧૪ના લોકસભાના જંગ સુધીમાં ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પક્ષ પ્રજાલક્ષી વહિવટ કરશે તો લોકસભામાં ૪૦ બેઠકો જીતી લાવશે. આ ૪૦ બેઠકો મુલાયમસંિહને કેન્દ્રમાં મહત્વનું સ્થાન અપાવશે.
અખિલેશના પત્ની ડિમ્પલ યાદવના કેસમાં તો કોંગ્રેસ સીધી જ શરણે આવી ગઇ હતી. એક સમયે ડિમ્પલ યાદવને હરાવવા કોંગ્રેસના પ્રિન્સ રાહુલ ગાંધી ખુદ મેદાનમાં ઉતર્યા હતા. ત્યારે સમાજવાદી પક્ષમાં અમરસંિહનો વહિવટ હતો. ડિમ્પલ યાદવ હાર્યા ત્યારે રાહુલ ગાંધીએ મોટા રાજકીય પ્રતિસ્પર્ધીને હરાવ્યા હોય એવો માહોલ ઊભો કર્યો હતો. ડિમ્પલની હારે યાદવ પરિવારને ઢંઢોળ્યો હતો. અમરસંિહને હટાવીને મુલાયમસંિહે પક્ષમાં સાફસૂફી કરી હતી. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીનો હવાલો મુલાયમે પુત્ર અખિલેશને સોંપ્યો હતો. અખિલેશની પસંદગીના ઉમેદવારોને જંગમાં ઉતારાયા હતા. ચૂંટણી જંગનો પડકાર સમગ્ર યાદવ કુટુંબે ઉપાડી લીધો હતો. સમાચાર માઘ્યમોના મતે રાજ્યના ચૂંટણી જંગમાં બહુજન સમાજવાદી પક્ષ પ્રથમ નંબરે, બીજા નંબરે કોંગ્રેસ અને ત્રીજે સમાજવાદી પક્ષ હતો. પરંતુ પરિણામોએ સમાજવાદી પક્ષને સ્પષ્ટ બહુમતી આપીને ટોપમાં બેસાડી દીધો હતો. બીજા નંબરે બહુજન સમાજવાદી પાર્ટી હતી. આ ચૂંટણીનું સૌથી મોટું આશ્ચર્ય એ હતું કે બે પ્રાદેશિક પક્ષો સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પાર્ટીએ દેશના બે મુખ્ય પક્ષ કોંગ્રેસ અને ભાજપનો સફાયો બોલાવી દીધો હતો.
ભારતનું રાજકારણ અનિશ્ચિતતાઓ સાથે વણાયેલું છે. અહીં લેડી લક ક્યારે સ્મિત વેરશે તેની કોઇનેય ખબર નથી હોતી. દરેક રાજકારણી આ સ્મિતની રાહ જોયા કરે છે ત્યાં સુધી રાજકારણમાં ટકી રહેવા પ્રયાસ કરે છે. મુલાયમસંિહ જાણતા હતા કે આ બધો સંખ્યાનો ખેલ છે. તેમની પાસેના સાંસદોની સંખ્યા જોડાણવાળા રાજકારણમાં મહત્વની છે. કેન્દ્રમાં યુપીએ કેન્દ્ર સરકારના સાથી પક્ષોની એકાદ કળી ઢીલી પડશે તો તેમનો ચાન્સ આવશે એમ તે સ્પષ્ટ માનતા હતા. જ્યારે આવો ચાન્સ આવશે ત્યારે રાજકીય હિસાબો સરભર કરીશું એમ માનનારાઓમાં મુલાયમસંિહ યાદવનો સમાવેશ થાય છે.
મુલાયમસંિહ યાદવ રાજકીય ફેરફારોની રાહ જોઇને બેઠા હતા. રાજકીય સમયનું વહેણ તો જુઓ જેને કોંગ્રેસ દૂરથી નમસ્કાર કરતી હતી તેને સાથે બેસાડીને જમાડે છે. મુલાયમ કુસ્તીબાજ છે. યુવાનીમાં તેમણે કુસ્તીમાં ઘણાં ઈનામો જીત્યા હતા અને હવે તે રાજકારણના અખાડામાં રાજકીય કુસ્તી લડી રહ્યા છે; તેમણે કોંગ્રેસને ચિત્‌ કરી છે.
રાષ્ટ્રપતિની પસંદગીના મુદ્દે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ કેન્દ્ર સરકારની બાંધી મુઠ્ઠી ખુલી ગઇ છે. કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીની પ્રતિષ્ઠા અને પ્રભાવ બંનેની કસોટી થઇ હતી. સાથીપક્ષોએ રાષ્ટ્રપતિપદના મુદ્દે કોગ્રેસને ઉઠબેસ કરાવી હતી. રાષ્ટ્રપતિપદના મુદ્દે શરૂઆતમાં હળવા હળવા હલેસા મારતી કોંગ્રેસને તેના સાથીપક્ષોએ જ ઘેરી લીધી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આવતી કાલથી મંત્રાલય ફરી શરૃ કરવાની મુખ્ય પ્રધાનની જાહેરાત

નાગપુરમાં એનસીપીના નેતાની અપહરણ બાદ હત્યા ઃ લાશ પાટા પર ફેંકી દીધી

અજિત પવાર મીટિંગ છોડીને ભાગ્યા ઃ અધિકારીઓની કે મુલાકાતીઓની પરવા પણ ન કરી
ચાર વર્ષીય બાળકીની મદદથી પોલીસે બે કિડનેપરને ઝડપી લીધા
આજે ગ્રામપંચાયતોની ચૂંટણીથી દૂર રહેવાની ગામવાળાઓને ધમકી

જર્મનીએ ગ્રીસને ૪-૨થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો

આજે ઇટાલી અને ઈંગ્લેન્ડ વચ્ચેનો ક્વાર્ટર ફાઇનલ જંગ રોચક રહેશે
આઇસીસીના પ્રમુખ તરીકે પવારના કાર્યકાળનો અંત ઃ ઇસાક સત્તા સંભાળશે

કામનું આઉટસોર્સિંગ કરનારાની ઑવલ ઓફિસમાં જરૃર નથી ઃ ઓબામા

ઓપરેશનથી અલગ કરાયેલી જોડીયા બહેનો પૈકી સ્તુતિ તંદુરસ્ત
પાક. વડાપ્રધાન અશરફનું ખાતું યથાવત્ ઃ ફરઝાના નવો ચહરો

સીરિયામાં બળવાખોરોના હુમલામાં ૨૫નાં મોત ઃ ટર્કીશ વિમાન લાપત્તા

ત્રાસવાદીઓના પાકિસ્તાનસ્થિત સલામત સ્થાનોના સફાયા માટે અમેરિકા વચનબધ્ધ
પાકિસ્તાન મુશ્કેલીમાં ઃ શ્રીલંકાના ૪૭૨ સામે પાંચ વિકેટે ૪૮ રન

કનેરિયા ઇસીબીની આજીવન પ્રતિબંધની સજા સામે અપીલ કરશે

 

 

 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved