Last Update : 24-June-2012, Sunday

 
એક બાજુ આપણા ‘‘ખાદીધારી’’ઓ અને બીજી બાજુ આપણા ‘‘ભગવાધારી’’ઓ વચ્ચે પીસાતી આપણી ગરીબ પ્રજા

- ગરીબોના ભારતમાં ખર્વો ખર્વો ખર્વો રૂપિયાનું સામ્રાજ્ય ભોગવી રહેલા બાબાઓ
- બાબા રામદેવથી માંડી આશારામ
- ઓશોથી માંડી સત્ય સાંઈબાબા
- દુનિયાભરનો સૌથી વઘુ નફો આપતો ધંધો

એવું જરા પણ ન માનતા કે આપણા જ દેશમાં આ ધંધો ધમધોકાર ચાલે છે... યુરોપના દેશો, ઈંગ્લાંડ, શ્રીલંકા, થાઈલેન્ડ, જપાન, લાઓસ, વગેરે દેશોમાં પણ આવો જ ચાલે છે... એ એ દેશોના જે જે ધર્મો હોય એના ગુરૂઓના સામ્રાજ્યો એ એ દેશોમાં પથરાયેલા હોય છે. અમેરિકા એમાં એટલો અપવાદરૂપ છે કે ત્યાં આપણા મહેશ યોગીથી માંડી ઈસ્કોનના બાબાઓના સામ્રાજ્ય જોઈ શકાતા હોય છે.
હરિદ્વારમાં એક નહીં પણ હજારો રહેવાસીઓ એવા મળી આવશે કે જેમણે બાબા રામદેવને હરિદ્વારમાં જ્યાં અમદાવાદના સન્યાસ આશ્રમની હેડ ઓફિસ આવેલી છે એની બહાર ૨૦ વર્ષ પહેલાં પંચર થએલી સાયકલને રીપેર કરતા જોયા હતા. એ પછી એમણે એમણે એક ગુરૂદેવ મેળવ્યા અને એ ગુરૂદેવ પાસેથી યોગ શીખ્યા. એ યોગ વિષેના કલાસ પછી એમણે શરૂ કર્યા જેની ‘‘પ્રેસનોટ’’ આપવા તેઓ જાતે ભાંગીતૂટી સાયકલ ઉપર બેસીને ટી.વી. ચેનલોના પ્રતિનિધિઓની હરિદ્વારમાં આવેલી ઓફિસો પર જતા જ્યાં એમને હડઘૂત પણ થવું પડતું. (આજે એ જ પત્રકારો, મીડીયાવાળા, બાબા રામદેવની આસપાસ ફરે છે)
આજે ૧૫ વર્ષ પછી એ જ રામદાસ રૂપિયા ભગવા વસ્ત્રો પહેરીને રૂપિયા ૧૨/૦૦/૦૦/૦૦/૦૦૦ તો કમાયા છે અને હજી કમાણી કરવાની ચાલુ છે.
જોકે એમની પાસે જે જમીનો છે એના હિસાબે એમની આ મિલકત કંઈ જ ન કહેવાય. જ્યાં જ્યાં ભાજપનું રાજ્ય છે ત્યાં ત્યાં તેઓ યુનિવર્સિટીના નામે હજારો એકર જમીનની માલિકી મેળવે છે. એવી એક યુનિવર્સિટી ઉત્તરાખંડમાં છે અને બીજી મઘ્યપ્રદેશમાં છે. હવે ગુજરાતમાં તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. એ ઉપરાંત એમની પાસે હરિદ્વારમાં દિવ્ય યોગ મંદિર, પતંજલિ યોગપીઠ, આચાર્યકુલ શિક્ષણ સંસ્થા, ભારત સ્વાભિમાન, વગેરે નામના ટ્રસ્ટોની હજારો એકર જમીન છે. (ગુજરાતમાં મોદી સરકારની કૃપાથી એક બીજા બાબા શ્રી શ્રી રવિશંકર યુનિવર્સિટી ઊભી કરવાની તૈયારી કરે જ છે.)
વધારામાં અમેરિકાના હ્યુસ્ટન સહિત બીજા શહેરો તથા યુરોપના શહેરોમાં એમણે પોતાની માલિકીની જમીન ઉપર યોગપીઠો સ્થાપેલી છે. એ ઉપરાંત મેગાફૂડ પાર્કથી માંડી આયુર્વેદિક દવાઓના વિશાળ ભંડારો, દેશના એકેએક ગામમાં ગૌહત્તી અને મણિપુર સુધી રામદેવ ઔષધાલયો વગેરે હજારો દુકાનો છે.
બિરલા કે તાતા કે અંબાણીએ જેટલું ૩૦ થી ૨૦૦ વર્ષમાં જેટલું જમાવેલું છે એટલે રામદેવે ભગવા વસ્ત્રધારી બાવા બનીને ૧૫ જ વર્ષમાં જમાવ્યું છે.
વળી પેલા ઉદ્યોગપતિઓને આંટી મારે એવા ટ્રસ્ટો ઊભા કરીને ખર્વો ખર્વો રૂપિયાનું કાળું નાણું અને ચાર ચાર ટી.વી. ચેનલો ચલાવે છે!
૧૫ જ વર્ષમાં આ ભગવાધારી ઉદ્યોગપતિએ કેટલું મેળવ્યું છે એ તો હરદ્વાર જઈને નજરે જૂઈએ તો આંખો ફાટી અને વિદેશોમાં જઈને જોઈએ તો મોઢું ફાટી રહે!
જેમ પેલા અણ્ણા હવે રીક્ષા કે બસમાં હરવાફરવાના બદલે મોટરોમાં હરેફરે છે એમ બાબા રામદેવ અને એમનો સ્ટાફ (જેઓ અગાઉ સંઘ કે ભાજપના સ્ટાફમાં હતા એ ગોવંિદાચાર્ય, ડૉ. સુબ્રમણ્યમ સ્વામી, એસ. ગુરૂમૂર્તિ, પત્રકાર વેદપ્રતાપ વૈદિક જેવા હવે રામદેવના ‘‘સ્ટાફ’’માં છે જેમને રામદેવ લાખો રૂપિયાનો પગાર તથા વિમાનમાં હરવાફરવાની અને ફાઈવસ્ટાર બંગલામાં રહેવાની સગવડ આપે છે. આ સ્ટાફ સંઘથી નારાજ છે પણ સંઘનો વિરોધી નથી. સંઘની ફીલોસોફીમાં માનનારો છે. રામદેવ એમનો ઉપયોગ કરે છે અને તેઓ રામદેવનો ઉપયોગ કરે છે. ટૂંકમાં, ‘‘ચોરનો ભાઈ ઘંટી ચોર’’ જેવું છે.) વિમાનો અને હેલિકોપ્ટરોમાં દુનિયામાં અને દેશમાં હરેફરે છે.
રામદેવ પાસે મોટરોનો કાફલો છે જેમાં સૌથી સસ્તી મોટર સ્કોડા અને બીએમડબલ્યુ છે.
સ્કોટલેન્ડમાં મહાસાગરની વચ્ચે એક ટાપુ છે જે બાબા કહે છે કે, એમના ‘‘કોઈ શિષ્યે’’ એમને ‘‘ભેટ’’ આપ્યો છે. (એનું નામ કે બીજી વિગતો બાબા નથી આપતા)
હરિદ્વારમાં જ્યાં રામદેવની ‘‘પતંજલિ વિદ્યાપીઠ’’ (આ માણસનું કપટીપણું જુઓ ! લાંબુ નહીં વિચારતી જનતા છેતરાઈ જાય એમ એણે ‘‘પતંજલિ’’ના નામે ચરી ખાઘુ છે) છે જેમાં ૧ લાખ કરતા વઘુ માણસો એક સાથે ફાઈવસ્ટારની ઢબે રહે એવી સગવડો છે. (આવી સગવડો બિરલા કે અંબાણી કે તાતા કોઈ પાસે છે? ભાજપ પાસે પણ છે? કોંગ્રેસ પાસે પણ છે? છતાં લોકો એમને ગાળો આપશે અને અને આ રામદાસને પૂજશે! ભગવા વસ્ત્રોનો એ પ્રભાવ છે. બધા રાજકીય પક્ષોનો સાથ લઈને એ ત્રીજો મોરચો ઊભો કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે.)
એની કુલ સંપત્તિ રૂપિયા ૫/૦૦/૦૦/૦૦/૦૦/૦૦૦ (૫ ખર્વ) કરતાં વઘુ છે એની શંકા નહીં પણ એ બધી દુનિયાભરના બાબાઓ અને સંતોની જેમ જૂદાજૂદા ટ્રસ્ટોના નામે છે. એટલે એ એક પ્રકારનું કાળુ નાણું જ છે અને એટલે જ એ કાળા નાણાના નામે આંદોલન ચલાવે છે જેથી એને જનતા સકંજામાં ન લે.
આ માણસ કેવો દંભી, ડરપોક, ભક્તોને તેમજ અનુયાયીઓને દગો દેનારો છે એ ગયા વર્ષે રાતના સમયે એ બાબા સ્ત્રીઓના સાડી બ્લાઉઝ જેવા વસ્ત્રો પહેરીને સ્ટેજ ઉપરથી નાસી ગયેલા એનાથી પુરવાર થાય છે.
ડરપોક નેતા હોય કે બાબા હોય કે સંત હોય કે પતિ હોય કે મુખ્યપ્રધાન હોય પણ એ હંમેશા દગાબાજ જ હોય એનો કદી વિશ્વાસ ન કરાય.
યોગના નામે ચરી ખાતા આ પાખંડી માણસના યોગના વર્ગોમાં રૂપિયા ૧ લાખથી રૂપિયા ૬-૭ લાખ સુધીની ફી રહેતી... જેવું ગામ, જેવો દેશ અને જેવું ઓડીયન્સ (ગ્રાહકો)
હરિદ્વારની પતંજલી યોગપીઠમાં રહેવાનો ચાર્જ તાજમહેલ, ઓબેરોય, મેરેડીયન, રેડીસન વગેરે હોટેલો જેવો ચાર્જ લેવામાં આવે છે. સગવડો પણ જોકે એવી જ હોય છે. એ સાથે ભોળી જનતાને છેતરવા એ કેટલીક રૂમો મફતમાં પણ આપે છે. બાકી જો ચાર્જ આ ભગવાધારી પાખંડી લે છે એ સાંભળીને ગમે તેવાનું માથું ચક્કરે ચઢી જાય !
દા.ત. હરિદ્વારમાં જનાર પાસે ગજવામાં ફક્ત ૫૦૦ રૂપિયા હશે અને એ શાંતિકુંજ જેવા સ્થળે રહીને ૯ દિવસની શિબિર કરવા ઈચ્છે ત્યારે રહેવા, જમવા, દવા, યોગ વગેરેનો કુલ ખર્ચ થયા પછી પણ એના ગજવામાં પૈસા બચશે જ્યારે રામદેવના પતંજલિ આશ્રમમાં રહેવું હોય તો એના કરતાં દસ ગણા રૂપિયા વઘુ ચુકવવા પડે. યોગપીઠમાં કાયમ રહેવું હોય તો પાંચ લાખ રૂપિયા દર મહિને ચાર્જ છે. જ્યારે શાંતિકુંજમાં કશો ચાર્જ નથી.
આ પતંજલિ જ્ઞાનપીઠ છ જ વર્ષ પહેલાં સ્થાપવામાં આવી ત્યારે બાબા રામદેવ, પેલા નેપાળી બાળકૃષ્ણ, સ્વામી કર્મવીર, કમલા સાઘ્વી, જીવરાજ પટેલ (ગુજરાતી), ભૂપેન્દ્ર ઠક્કર (ગુજરાતી) વગેરે હતા. એ પછી રાજીવ દિક્ષિત પેલી આઝાદી બચાઓ આંદોલનના જન્મદાતાને રામદેવે ઝડપેલા. આ વિદેશી નાણુ, કાળું નાણું, વગેરે બાબત, તથા આયુર્વેદ, દવાઓ વગેરે રામદેવને શીખવનાર રાજીવ દિક્ષિત રામદાસની ટી.વી. ચેનલો પર ગયા વર્ષ સુધી એ રાજીવ દિક્ષિતના કલાક કલાકના કાર્યક્રમો આપતા હતા. છેવટે રાજીવ દિક્ષિતનું એકાએક રહસ્યમય સંજોગમાં અવસાન થઈ ગયું.
બાકી ઉપર જેમના નામ લખ્યા છે એમાંના બાલકૃષ્ણ સિવાયના જે છે એ પણ ‘‘હતા’’ થઈ ગયા છે.
આ બધા વિષે રામદેવને પૂછવામાં આવતા રામદેવ એની સ્ટાઈલમાં જવાબ ઉડાડી દે છે. (એના ચહેરા ઉપર હંમેશા ‘‘કનીંગનેસ’’ દેખાતી હોય છે.)
રાજીવ દિક્ષિત, અને બીજાઓની જેમ રામદેવના ગુરૂ શંકરદેવ નામના હતા. રામદેવને યોગાસનો શીખવડાવનાર એ શંકરદેવ હતા. એ શંકરદેવ પણ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા છે. એમના વિષે રામદેવને પૂછવામાં આવે છે તો એનો પણ રામદેવ ઉડાઉ જવાબ આપે છે.
આવા જે સેંકડો બાબાઓ છે એમાં વૈચારિક રીતે ખૂબ જ પ્રભાવશાળી, મૌલિકતાના પ્રકાંડ પંડિત, ‘‘વોરેશીયસ રીડર’’ અને આંતરરાષ્ટ્રીય શિષ્ય સમૂહ ઊભો કરનાર બાબાઓમાં ઓશો યાને આચાર્ય રજનીશ, બીજા એટલે બાબા રામદેવ પહેલાં હરિદ્વારથી આગળ ૠષિકેશથી આગળ શંકરાચાર્યનગરમાં યોગાશ્રમોની જાળ પાથરનાર ઘ્યાનાતીત યોગના પ્રેરક મહેશયોગી અને ત્રીજા એટલે આંતરરાષ્ટ્રીય ‘‘હરેરામ હરેકૃષ્ણ’’ પરિવાર ઊભો કરનાર પ્રભુપાદ સ્વામિ છે.
આ બધા બાબા રામદેવ કરતાં આઘ્યાત્મિક અને વૈચારિક રીતે ઘણાં ઊંચા એટલે ઘણાં ઊંચા વળી !
બાબા રામદેવ તો રીતસર ઉદ્યોગપતિ જ છે. યોગના નામે એમણે ધંધો જ કર્યો છે. વળી આઘ્યાત્મિક ઊંડાણ તો છીછરૂં પણ નહીં. જેની નજર જ વેપાર ઉપર હોય એ આઘ્યાત્મને શું સમજે? એટલે એમણે પેલા રાજીવ દિક્ષિતે શીખવાડેલું એ વિદેશોમાં પડેલા કાળા ધનને પકડીને ભોળી પ્રજામાં ઉશ્કેરણી શરૂ કરી. યોગના માર્કેટીંગનો ઉપયોગ કરીને રાજકારણમાં ધૂસ મારવાનો રસ્તો પકડ્યો.
ગુણવંત છો. શાહ

હોય નહીં!
દુનિયાની લાંબામાં લાંબી ફિલ્મ
કોઇ એમ કહે કે, આપણી ‘‘શોલે’’, ‘‘જોધા અકબર’’ કે ‘‘મોગલે આઝમ’’ ફિલ્મ લાંબામાં લાંબી છે... તો એ સાચું નથી કારણ કે ‘‘ધ ક્યોર ફોર ઈન્સોમીયા’’ નામની એક ફિલ્મ છે જે લાંબામાં લાંબી છે... આ ફિલ્મ ૮૭ કલાક ચાલે છે. એ ફિલ્મ ૧૯૮૭માં રજૂ થએલી. ફિલ્મમાં કશી વાર્તા નથી, બીજા કોઇ પાત્રો નથી પણ બસ એક કલાકાર ત્રણ દિવસ સુધી એક કવિતાનું વાંચન કરે છે!

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આવતી કાલથી મંત્રાલય ફરી શરૃ કરવાની મુખ્ય પ્રધાનની જાહેરાત

નાગપુરમાં એનસીપીના નેતાની અપહરણ બાદ હત્યા ઃ લાશ પાટા પર ફેંકી દીધી

અજિત પવાર મીટિંગ છોડીને ભાગ્યા ઃ અધિકારીઓની કે મુલાકાતીઓની પરવા પણ ન કરી
ચાર વર્ષીય બાળકીની મદદથી પોલીસે બે કિડનેપરને ઝડપી લીધા
આજે ગ્રામપંચાયતોની ચૂંટણીથી દૂર રહેવાની ગામવાળાઓને ધમકી

જર્મનીએ ગ્રીસને ૪-૨થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો

આજે ઇટાલી અને ઈંગ્લેન્ડ વચ્ચેનો ક્વાર્ટર ફાઇનલ જંગ રોચક રહેશે
આઇસીસીના પ્રમુખ તરીકે પવારના કાર્યકાળનો અંત ઃ ઇસાક સત્તા સંભાળશે

કામનું આઉટસોર્સિંગ કરનારાની ઑવલ ઓફિસમાં જરૃર નથી ઃ ઓબામા

ઓપરેશનથી અલગ કરાયેલી જોડીયા બહેનો પૈકી સ્તુતિ તંદુરસ્ત
પાક. વડાપ્રધાન અશરફનું ખાતું યથાવત્ ઃ ફરઝાના નવો ચહરો

સીરિયામાં બળવાખોરોના હુમલામાં ૨૫નાં મોત ઃ ટર્કીશ વિમાન લાપત્તા

ત્રાસવાદીઓના પાકિસ્તાનસ્થિત સલામત સ્થાનોના સફાયા માટે અમેરિકા વચનબધ્ધ
પાકિસ્તાન મુશ્કેલીમાં ઃ શ્રીલંકાના ૪૭૨ સામે પાંચ વિકેટે ૪૮ રન

કનેરિયા ઇસીબીની આજીવન પ્રતિબંધની સજા સામે અપીલ કરશે

 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved