Last Update : 24-June-2012, Sunday

 

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે

 

- આંગણવાડીમાં જતાં ગરીબ બાળકોનું સ્વાસ્થ્ય જળવાય તે માટે કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવતો બાળભોગ ગાય,ભેંસ,બકરીઓ માટે ખાણ તરીકે વેચાય છે.

બાળકો સ્કૂલે જતા થાય અને તેમનો શિક્ષણનો પાયો નંખાય તે માટે કેટલાંક પેરેન્ટ્‌સ પોતાના બાળકોને આંગણવાડીમાં મોકલતા હોય છે. અમદાવાદમાં એક હજાર જેટલી આંગણવાડીનો સમાવેશ થાય છે. એક આંગણવાડીમાં ઓછામાં વીસ જેટલા બાળકોનો સમાવેશ થાય છે. અહીં આવતા બાળકો માટે બાળભોગની વ્યવસ્થા કરવામાં આવી છે. એકથી ત્રણ વર્ષના બાળકને સાત પેકેટ બાળભોગ આપવામાં આવે છે. જ્યારે ત્રણથી છ વર્ષના બાળકો કે જેઓ કુપોષણના ભોગ બન્યા હોય તેવાં બાળકોને મહિને ૧૦ પેકેટ આપવામાં આવે છે. પરંતુ પૂર્વ વિસ્તારમાં ચાલતી આંગણવાડીના સંચાલકો દ્વારા એવી ફરિયાદો ઉઠી છે કે બાળભોગની ગુણવત્તા જળવાતી ના હોઇ બાળકો તે ખાતા નથી. તો કેટલીક આંગણવાડીઓના સંચાલકો આ બાળભોગના પેકેટ આસપાસના સ્થાનિક લોકોને પાંચ રૂપિયામાં એક પેકેટ વેચી દે છે. આ પેકેટ ખરીદનાર વ્યક્તિ બાળભોગ પોતાની ગાય,ભેંસ,બકરીઓને ખવરાવે છે. તેમ છતાં સત્તાઘીશો આંખ આડા કાન કરે છે.
પૂર્વ વિસ્તારમાં ચાલતી કેટલીક આંગણવાડીઓના સંચાલકો પોતાનું નામ ના આપવાની શરતે કહે છે કે, અમારી આંગણવાડીમાં આવતા બાળકો માટે દર મહિને બાળભોગના પેકેટ્‌સ આવતા હોય છે. જેમાં મગ, ઘઉં અને સોયાબીનનો મિક્સ પાવડર હોય છે. બાળકોને આ પાવડર દૂઘ કે પાણીમાં મિક્સ કરીને પીવડાવવાનો હોય છે. એકથી ત્રણ વર્ષના બાળકને મહિને સાત પેકેટ જ્યારે ત્રણથી છ વર્ષના બાળકો કે જે કુપોષિત હોય તેઓને મહિને ૧૦ પેકેટ આપવામાં આવે છે. પરંતુ આ બાળભોગની ગુણવત્તા એટલી ખરાબ હોય છે કે બાળકો તે ખાતા નથી. કેટલીક વાર તો આ પેકેટ્‌સ કચરાપેટીમાં ફેંકી દેવામાં આવે છે. તો કેટલાંક આંગણવાડીના સંચાલકો એક પેકેટ પાંચ રૂપિયામાં વેચી દે છે. આવા બાળભોગ વેચી દેવાના ગોરખઘંઘા કેટલીય આંગણવાડીમાં ચાલે છે. જો આ અંગે ઉચ્ચ અઘિકારીઓને રજૂઆત કરવામાં આવે તો તેઓ દ્વારા પણ ઉડાઉ જવાબ મળે છે.
આંગણવાડીમાંથી એક પેકેટના પાંચ રૂપિયા આપી ખરીદી કરતી એક વ્યક્તિ પોતાનું નામ ના આપવાની શરતે કહે છે કે, મારી પાસે ૧૫ જેટલી બકરીઓ છે. મારી આ બકરીઓ માટે બજારમાંથી ખાવાનું લાવું તો બહુ મોંધુ પડે છે. જેથી હું દર મહિને આંગણવાડીમાં આવતા બાળભોગના એક પેકેટના પાંચ રૂપિયા આપીને ખરીદી લઉં છું. આમ પણ આંગણવાડીના બાળકો આ બાળભોગ ખાતા નથી. પરિણામે કેટલીક આંગણવાડીના સંચાલકો બાળભોગના પેકેટ્‌સ કચરાપેટીમાં ફેંકી દે છે. જેથી એમની પાસેથી હું આ પેકેટ્‌સ ખરીદી લઉં છું. મારી બકરીઓ આ બાળભોગ ખાય છે અને દૂઘ સારું આપે છે. વળી બજારમાંથી બકરીઓ માટે લાવવામાં આવતો ખોરાક કરતા સસ્તુ પડે છે. આ અંગે મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડૉ.એસ.પી.કુલકર્ણી કહે છે કે, આ અંગે હું કંઇ જાણતો નથી. ડેપ્યુટી હેલ્થ ઓફિસરના અંડરમાં આ ખાતુ હોવાથી તેઓને પૂછવું પડે. જ્યારે ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડૉ.મનિષ ફેન્સી ઉડાઉ જવાબ આપતા કહે છે કે, અમદાવાદમાં આવુ કંઇ થતું નથી. ઓ હું પણ કંઇ જાણતો નથી.

 

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આવતી કાલથી મંત્રાલય ફરી શરૃ કરવાની મુખ્ય પ્રધાનની જાહેરાત

નાગપુરમાં એનસીપીના નેતાની અપહરણ બાદ હત્યા ઃ લાશ પાટા પર ફેંકી દીધી

અજિત પવાર મીટિંગ છોડીને ભાગ્યા ઃ અધિકારીઓની કે મુલાકાતીઓની પરવા પણ ન કરી
ચાર વર્ષીય બાળકીની મદદથી પોલીસે બે કિડનેપરને ઝડપી લીધા
આજે ગ્રામપંચાયતોની ચૂંટણીથી દૂર રહેવાની ગામવાળાઓને ધમકી

જર્મનીએ ગ્રીસને ૪-૨થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો

આજે ઇટાલી અને ઈંગ્લેન્ડ વચ્ચેનો ક્વાર્ટર ફાઇનલ જંગ રોચક રહેશે
આઇસીસીના પ્રમુખ તરીકે પવારના કાર્યકાળનો અંત ઃ ઇસાક સત્તા સંભાળશે

કામનું આઉટસોર્સિંગ કરનારાની ઑવલ ઓફિસમાં જરૃર નથી ઃ ઓબામા

ઓપરેશનથી અલગ કરાયેલી જોડીયા બહેનો પૈકી સ્તુતિ તંદુરસ્ત
પાક. વડાપ્રધાન અશરફનું ખાતું યથાવત્ ઃ ફરઝાના નવો ચહરો

સીરિયામાં બળવાખોરોના હુમલામાં ૨૫નાં મોત ઃ ટર્કીશ વિમાન લાપત્તા

ત્રાસવાદીઓના પાકિસ્તાનસ્થિત સલામત સ્થાનોના સફાયા માટે અમેરિકા વચનબધ્ધ
પાકિસ્તાન મુશ્કેલીમાં ઃ શ્રીલંકાના ૪૭૨ સામે પાંચ વિકેટે ૪૮ રન

કનેરિયા ઇસીબીની આજીવન પ્રતિબંધની સજા સામે અપીલ કરશે

 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved