Last Update : 24-June-2012, Sunday

 
દિલ્હીની વાત
 

દીદી અટૂલાં, સુધારા માટે વધતું દબાણ
નવી દિલ્હી,તા.૨૩
ંચંચળ અને અત્યંત સંવેદનશીલ તૃણમુલ કોંગ્રેસના નેતા મમતા બેનરજીની વેદનાનો અંત નથી. કલામે છેલ્લી ઘડીએ પીછેહઠ કરતા રાષ્ટ્રપતિપદની ચૂંટણીમુદ્દે થયેલા ધબડકા પછી તેઓ પોતે સંપૂર્ણ એકલાં પડી ગયાં હોવાનું અનુભવી રહ્યાં છે. જો કે કોલકાત્તા હાઈકોર્ટે ગઈકાલે સિંગુર લેન્ડ એક્ટને રદ કરતા એમને એક બીજો ફટકો પડયો છે. પોતાની મલિન પ્રતિભાને તેઓ કેવી રીતે સુધારે છે એ માટે રાહ જોવી પડે એમ છે ત્યારે મમતાના તીવ્ર વિરોધના પગલે લાંબા સમયથી અટકી પડેલા સુધારાને આગળ ધપાવવા માટે વડાપ્રધાન પર દબાણ વધવા માંડયું છે.
કેટલાક કોંગ્રેસીઓને લાગે છે કે પ્રણવ મુખરજી દ્વારા ખાલી થનારું નાણાપ્રધાનપદ થોડા સમય માટે વડાપ્રધાને સંભાળી લઈ રીટેલમાં સીધું વિદેશી રોકાણ, વીમો અને પેન્શન ફંડ જેવા મુદ્દે સુધારાને, યુપીએ-૧ના શાસન દરમિયાન ભારત - અમેરિકા વચ્ચેના અણુ કરારના મુદ્દે જે ઉત્સાહથી તેઓ આગળ વધ્યા હતા એ જ ઉત્સાહથી આગળ થપાવે.
સરકારની ઝડપી આગેકૂચ
પોતાની સુધારાની કાર્યસૂચિમાં ઝડપભેર આગળ વધવાના સરકારના નિર્ધારના સંકેતો પ્રાપ્ય છે. વાણિજ્ય, ઊર્જા અને ટેક્સ્ટાઈલ પ્રધાન આનંદ શર્મો યુપી, પંજાબ અને ઓરિસ્સાના ત્રણ મુખ્ય, મુખ્ય પ્રધાનોને મલ્ટી બ્રાન્ડ રીટેઈલના મુદ્દે એમને ટેકો માગવાના પ્રયાસરૃપે પત્ર લખ્યા છે. રકારને એમનો ટેકો મળવાની આશા છે. મલ્ટીબ્રાન્ડ રીટેઈલમાં સીધા વિદેશી રોકાણનો નિર્ણય મમતાના ભારે વિરોધના પગલે અટકી ગયો છે.
ચિદમ્બરમને ત્રીજીવાર નાણાં ખાતું ?
નવા નાણાંપ્રધાન અર્થશાસ્ત્રી હશે કે રાજકારણી એ વિષે થઈ રહેલી ચર્ચા વચ્ચે ઉચ્ચ સ્તરીય વર્તુળોનો ઈશારો અગાઉ બે વાર નાણાં ખાતાનો હવાલો સંભાળી ચૂકેલા ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ (નોર્થ બ્લોકના એક વધુ પીઢ નેતા) તરફ છે કે એમને એક વધુ વાર નાણાંખાતુ સોંપાઈ શકે. મુખ્ય કારણ એ છે કે વડાપ્રધાન એમના નાણાં પ્રધાન તરીકેની કામગીરીથી ખુશ હતા. તદુપરાંત અન્ય કેટલીક ગણતરીઓ પણ છે. પી ચિદમ્બરમના માથે ૨જી કૌભાંડનો ઓછાયો ઝળુંબ્યા કરતો હોવાની હકીકત હોવા ઉપરાંત સુત્રોના મતે, વડાપ્રધાન માટે ગૃહપ્રધાન પદે એમનો વિકલ્પ મેળવવાનું મુશ્કેલ બનશે.
૧૩નો આંક, દાદા માટે શુકનિયાળ
૧૩નો આંક વ્યાપકપણે અશુભ મનાતો રહ્યો છે ત્યારે દાદા અને એમનો પરિવાર એવું માનતા હોય એવું લાગતું નથી. દાદા છેલ્લા કેટલાક દાયકાઓથી ૧૩, તાલકટોરા રોડ ખાતે રહી રહ્યા છે. ફરી એકવાર, તેઓ દેશના ૧૩મા રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. એમના પત્ની સુવરા મુખરજીએ જણાવ્યું કે હિંદુ શાસ્ત્રોમાં ૧૩નો આંક ખરેખર નસીબદાર છે કારણ કે એનો અર્થ ગોઈદોષી થાય છે. આ દિવસે કરાયેલું કોઈપણ કામ હકારાત્મક સાબિત થાય છે.
સપનું આગામી લક્ષ્ય ઃ ઉપરાષ્ટ્રપતિપદ
રાષ્ટ્રપતિપદ માટે પ્રણવ મુખરજીની ઉમેદવારીને ટેકો આપનારા સમાજવાદી પક્ષના સૂત્રોએ જણાવ્યું કે પક્ષ હવે ઉપરાષ્ટ્રપતિપદ પર નજર માંડીને બેઠો છે. સમાજવાદી પક્ષના સર્વેસર્વા મુલાયમસિંઘ યાદવના ભાઈ રામગોપાલ યાદવ આ પદ પર નજર ઠેરવી રહ્યા છે. તેઓ કેન્દ્રીય પ્રધાન બનવા પણ ઈચ્છે છે, પરંતુ મુલાયમ યુપીએ સરકારમાં જોડાવાની તરફેણમાં નથી.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved