Last Update : 24-June-2012, Sunday

 

ભારતના વહીવટીતંત્રમાં અમલદારશાહીનો બદલાઇ રહેલો ચહેરો

યુવા આઇએએસ અધિકારીઓ સરકારી લાભ મેળવવાને બદલે લોકોની સેવા કરવા પ્રતિબધ્ધ

આઇએએસ (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ)માં જોડાવું માનની વાત ખરી પણ તે સરળ નથી. આ માટે અથાગ પરિશ્રમ અને ઊંડો અભ્યાસ જરૃરી છે. આપણે એમ માનીએ છીએ કે એક વખત મહેનત કર્યા પછી તો જલસા જ છે ને. આઇએએસ અધિકારી બન્યા પછી તો પાંચે આંગળી ઘીમાં જ ડુબેલી રહેશે. હિન્દી ફિલ્મોમાં પણ આવું જ દર્શાવવામાં આવે છે. ભારતીય અમલદારો તુમારશાહી, બિનકાર્યક્ષમતા અને ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા જોવા મળે છે. બાબુઓ તરીકે જાણીતા અમલદારો એટલા વગોવાયેલા છે કે ૨૧મી એપ્રિલે ઉજવાયેલા સિવિલ સર્વિસ ડેના કાર્યક્રમમાં ઉપસ્થિત વડાપ્રધાન મનમોહન સિંહે પણ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે એક દાયકા અગાઉ જાહેરસેવા ક્ષેત્રે રહેલા કર્મચારીઓના નૈતિકબળ કરતાં અત્યારના કર્મચારીઓનું નૈતિકબળ ઓછું થઇ ગયું હોવાની ચર્ચા થઇ રહી છે.તેઓ તેમના કામને અવગણી રહ્યા છ ે એમ કહેવાઇ રહ્યું છે. મનેપણ લાગે છે કે આમાં થોડી સચ્ચાઇ છે.
જો કે હવે આ અભિગમ બદલવાની પાળી આવે એવા સંજોગો નિર્માણ થયા છે. રાજસ્થાનમાં કોટાથી થોડે અંતરે આવેલા બુંદીમાં સવારના ૧૦ વાગ્ય ે સૂરજ ધખતો હતો. અહીંની જમીન વેરાન દેખાતી હતી અને આ વર્ષે ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન અહીં થયું હશે એવી કલ્પના પણ કોઇને ન આવે એવી સ્થિતિ હતી. અહીંના રસ્તા સાંકડા છે અને એક કિલ્લો આવ્યો છે જેને જોવા પર્યટકો આવે છે. જો કે જયપુરથી તો બુંદી ઘણું દૂર આવ્યું છે. ડિસ્ટ્રિકટ મેજીસ્ટ્રેટ કોર્ટની પાછળ કલેકટોરેટ ઓફિસ આવી છે. જિલ્લા કલેકટર આરતી ડોગરા ઓફિસમાં છે. તેમના ટેબલ પર બે ફોન એક કમ્પ્યુટર છે. એક મોટી સ્ક્રીન ધરાવતાં ટીવી પર સમાચાર ચાલી રહ્યા છે. ૩૩ વર્ષીય આરતીની કારકિર્દી હાલમાં જ શરૃ થઇ છે. તેઓ એક એવી વ્યક્તિની વાત સાંભળી રહ્યા છે જેણે એક ચીકનની હત્યા થતી જોઇ હોય છે. તે કહે છે કે મારા ઘરની બહાર તેના પીંછા પણ છે. મને અને મારી પત્નીને આઘાત લાગ્યો છે. પોતે જરૃરી પગલાં લેશે એવી ખાતરી આરતી તેને આપે છે. તે એક અધિકારીને બોલાવીને કહે છે કે તે માણસ જયાં રહે છે તે ગલી સાફ છે કે નહિ તે જુઓ. ત્યાં રહેલી માંસની દુકાન લાઇસન્સ ધરાવે છે કે કેમ તેની તપાસ કરવાનું પણ તે કહે છે.
આ જ છે આઇએએસ અધિકારી આરતીનું જીવન. વાંચીને નવાઇ લાગે છે ને.તેઓે કહે છે કે જો હેન્ડ પંપ ન ચાલતો હોય તો સવારના છ વાગે ઉઠવું પડે છે.આગલી રાતે એક ગાયને કારણે તેમણે ઉજાગરો વેઠવો પડયો હતો. ભારતના અન્ય ભાગોની જેમ અહીં પણ મૃત ગાયનો મુદ્દો સતાવે છે. આરતીનો સેલફોન સતત વાગતો રહે છે જે દર્શાવે છે કે તેમના સુધી સહેલાઇથી પહોંચી શકાય છે જ ેની કલ્પના આઇએએસ અધિકારી માટે કરી જ ન શકાય.
આ છે ૨૧મી સદીના ભારતના આઇએએસ અધિકારીઓ.તેઓ કલેકટર તરીકે મહત્ત્વના છે પણ તેમને ભગવાનની જેમ પૂજવામાં આવતાં નથી. તેઓ જિલ્લલામાં સૌથી આલીશાન ઘર ધરાવતાં હોય છે. તેમની ઓફિસ સૌથી સારી હોય છે અને ડ્રાઇવર સાથેની સરકારી કાર તેમની પાસે હોય છે.આમ છતાં તેમની કામકાજ હાથ ધરવાની પધ્ધતિમાં ખાસ્સો ફરક પડી ગયો છે. ઉત્તર પ્રદેશના બદુનના જિલ્લા કલેકટર મયુર મહેશ્વરી કહે છે કે અમને પ્રતીતિ થઇ ગઇ છે કે અમે શાસકો નથી. અમે લોકોના સેવકો છીએ. તંત્રને અમારી જરૃર છે એટલે અમે અહીં છીએ. જો નળમાં પાણી ન આવતું હોય તો હું એવો જવાબ ન આપી શકું કે એ મારું કામ નથી.
આરતી અને મયુર ભારતીય અમલદારશાહીનો નવેા ચહેરો છે. આ બંને યુવાઓએ લોભામણા વિકલ્પોને બાજુ પર મૂકીને આ કારકિર્દી પસંદ કરી છે. તેઓ એ છ ે જેને વડાપ્રધાને 'એજન્ટસ ઓફ ચેન્જ'(પરિવર્તનના દૂત) તરીકે વર્ણવ્યા છે. આરતી જાણતા હતા કે તેઓ પોતાના મિત્રોની જેમ આઇઆઇએમ નો માર્ગ નહિ અપનાવી શકે. જયારે મયુરે રિલાયન્સ કંપનીમાં રહેલી નોકરી છોડીને આઇએએસનું ભણવાનો નિર્ણય લીધો હતો. તેઓ કહે છે કે થોડા સમય બાદ નોકરીમાં કામ કર્યાનો સંતોષ મળતો નહોતો. જો કે ગોવાના આશુતોષ પેડણેકર તો પહેલેથી આઇએએસમાં જોડાવા જ માગતા હતા. ૩૪ વર્ષના આશુતોષનું પોસ્ટિંગ અલ્વરમાં થયું છે અને તેઓ ત્યાંની જાહેર પરિવહન સેવાને સુધારવામાં રત છે.
ભારતીય અમલદારશાહીમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. આઇએએસ અધિકારી બનવા ઇચ્છુકોની સરેરાશ વય વધી છે. ભૂતપૂર્વ ગૃહ સચીવ જી.કે.પિલ્લૈ આ વાત સાથએ સંમત થતાં કહે છે કે એક સમયે આઇએએસ અધિકારી કેરોસીન અને સિમેન્ટનું વિતરણ કરતાં જોવા મળતાં હતા. દ્વિચક્રી વાહનો માટે કવૉટા ફાળવવામાં આવતો હતો. જો કે અત્યારે તેમની સામે વધુ પડકારો છે. અમારી વખતે ટીવી પર ચોવીસે કલાક સમાચાર આવતાં નહોતા. જો કલેકટર ગુમ થઇ જાય તો તેને શોધવામાં સપ્તાહ વીતી જતો હતો.
વર્ષો સુધી ખાદીધારી રાજકારણીઓ અને સફારી પહેરેલા બાબુઓ હિન્દી ફિલ્મમાં વિલન કરીકે જોવા મળતા હતા. જોક ે હવે જેમ વાસ્તવમાં આઇએએસ અધિકારીનો ચહેરો બદલાઇ રહ્યો છે તે રીતે ફિલ્મોમાં પણ તેમને બદલાયેલા દર્શાવવામાં આવે છે. હાલમાં દિબાકર બેનર્જીની રજૂ થયેલી ફિલ્મ'શાંઘાઇ'માં આવું જોવા મળે છે. વર્તમાન આઇએએસ અધિકારીઓ આદર્શવાદી અને ઉત્સાહિત છે .તેમનામાં લોકો માટે કામ કરવાનું જનૂન છે. ગુડગાવ નજીક આવેલા જહાજરના નાયબ કમિશનર અજીત જોશીનું ઉદાહરણ અહીં લેવા જેવું છે. દેશમાં સૌથી ઓછો સેકસ રેશિયો (પુરુષ-સ્ત્રીનો ગુણોત્તર) ધરાવતાં ગામમાં જહાજરનો સમાવેશ થાય છે. અજીત આમ તો અગાઉ હતા તેવા જ આઇએએસ અધિકારી છે.તેમને મળવા ઇચ્છનારાને તેઓ કલાકો સુધી રાહ જોવડાવે છે.આમ છતાં તેએ ટેકનોલોજીની મદદથી પરિવર્તન લાવવા પ્રયત્નશીલ છે. ત્યાં છ વર્ષની વય સુધીમાં એક હજાર છોકરાએ માત્ર ૭૭૪ છોકરીઓ જ છે. આમિર ખાને પોતાના કાર્યક્રમ 'સત્યમેવ જયતે'માં જે 'સાઇલન્ટ ઓબઝર્વર'ની વાત કરી હતી .( આ સાધનને સોનોગ્રાફીમશીન પર બેસાડવાથી દરદીના રેકોર્ડ પર નજર રાખી શકાય અને ગેરકાયદે થતાં ગર્ભ જાતિ પરીક્ષણને ડામી શકાય છે )અજીત તેના કરતાં પણ એક ડગલું આગળ ગયા છે. તમેણે સાઇલન્ટ ઓબઝર્વરનું અત્યાધુનિક વર્ઝન 'એકટીવ ટ્રેકર' બેસાડયું છે. આનાથી મશીન કેટલી વાર વપરાયું તેની જાણ થાય છે. આ ઉપરાંત શેની તપાસ કરવામાં આવી હતી તેની પણ જાણ થાય છે.
બુંદીમાં કલેકટરની ઓફિસથી થોડે દૂર જ સરકારી દવાખાનું આવ્યું છે. દવાખાનાની ઇમારત જર્જરિત છે અને વીજળી પણ નથી. પ્રસૂતિ વખતેમહિલાના સૌથી વધુ મોત બુંદીમાં થાય છે. અહીંના લોકો માટે તો આ દવાખાનું જ જીવન દોરી સમાન છે. આ દવાખાનાની નજીક ૨૦ વર્ષની ગર્ભવતી મમતાનું ઘર આવ્યું છે. તેના ઘરની દીવાલ પર એક મોટું વર્તુળ દોરીને તેમાં 'એચઆરપી' લખેલું જોવા મળે છે. આરતી કહે છે કે આ નિશાન દર્શાવે છે કે આ મહિલાની સ્થિતિ ભારેે જોખમી છે. આથી જયારે તેને વેણ ઉપડશે ત્યારે ગામના લોકોએ તેની ખાસ કાળજી રાખવી પડશે. તે ઉપરાંત તેનો પરિવાર પણ તેની વધુ કાળજી રાખે તે હેતૂથી આ લખવામાં આવ્યું છે. સુયાણીઓ પણ મમતાં જેવી મહિલાનું ધ્યાન રાખે છે અને ડોકટર પણ તેમના પર નજર રાખે છે. દરરોજ નર્સ ઘરેઘરે જઇને લોકોને સ્વાસ્થ્ય સંભાળનું મહત્તવ જણાવે છે અને બાળકોને રસી આપે છે. નર્સે એસએમએસ દ્વારા પોતાની કામગીરીનો અહેવાલ આપવાનો હોય છે. આ માહિતીને સેન્ટ્રલાઇઝડ સર્વરમાં ફીડ કરવામાં આવે છે. જો પ્રસૂતિ વખતે કોઇ મહિલાનું મોત થાય તો તેનો સંદેશ તરત જ આરતી અને ચીફ મેડિકલ એાફિસરને મળી જાય છે. તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી જાય છે અને આમ થવા પાછળના કારણની ચર્ચા કરે છે.
રાજસ્થાનમાં પુરુષપ્રધાન સમાજની કડવી વાસ્તવિકતા જોઇને આરતી અચંબિત થઇ જાય છે. થોડા દિવસ અગાઉ સવારના સાડા સાત વાગ્યે પૂરા દિવસો જઇ રહેલી એક મહિલા તેમના ઘરે આવી હતી અને આરતી ડોકટરને તેની મદદ કરવાનું કહે એમ ઇચ્છતી હતી. આ મહિલાના શરીરમાં લોહીની ઉણપ સર્જાઇ હતી અને તેને લોહીની જરૃર હતી. તેની સાસુએ પોતાના દીકરાઓને લોહી આપવાની ના પાડી દીધી હતી કારણકે તેનાથી તેમને નબળાઇ આવી જાય એવી તેમને દહેશત હતી. આરતી કહે છે કે અમે લોહી આપીએ છીએ પણ તેની સામે અન્ય વ્યક્તિએ પોતાનું લોહી આપવું જોઇએ. આ મહિલાને માટે લોહીઆપનાર કોઇ નહોતું. આ જોઇને મને આઘાત લાગ્યો હતો. ત્યારબાદ અમે તેની મદદ કરી હતી અને તેનેા તથા શિશુનો જીવ બચાવી લીધો હતો. છત્તીસગઢના બેમેટારા જિલ્લાની પહેલી કલેકટર શ્રુતિ સિંહ બની છે . તેઓ પહેલા લખનઉમાં લેકચરર હતા. અત્યારે તેઓ પરિણીત છે અને ૧૮ મહિનાના બાળકની માતા છે. આ વિસ્તાર એકદમ પછાત અને કંગાળ છે.શ્રુતિ જણાવે છે કે અહીંથી જ મોટાભાગના લોકો શહેરમાં જાય છે. શ્રુતિએ સૌથી પહેલા તો દૂરદૂરના ગામડામાં અધિકારીઓને મોકલી તેમની સમસ્યાઓ ઉકેલવાનું તેમને કહ્યું હતું. અધિકારીઓ અંતરિયાળ ગામડામાં જવા તૈયાર નહોતા પણ તેમને પ્રોત્સાહન આપીને મોકલવામાં આવ્યા હતા.
હવે ઘણા યુવા અધિકારીઓ વહીવટીતંત્રને લોકોના ઉંબરા સુધી લઇ જવાનો પ્રયાસ કરે છે. આરતી દર સોમવાર અને શુક્રવારે રાત્રી ચોપાલનું આયોજન કરે છે. મયુર અને શ્રુતિ ગામડાનું સર્વેક્ષણ કરવા માટે પોતે જાય છે. ગયા વરસે ઓરિસ્સાના મલકાનગીરીમાં જિલ્લા કલેકટરની ફરજ નિભાવતાં વિનીલ ક્રિષ્ણનનું માઓવાદીઓએ અપહરણ કર્યું હતું. અત્યારે તેઓ ગ્રામ્ય વિકાસ પ્રધાન જયરામ રમેશના સચીવ છ.ે તેઓ કહે છે કે અધિકારીએ પોતે બહાર ગયા વિના હાથ નીચેના કર્મચારીઓ કામ કરે તેવી આશા રાખવી નહિ.
એવું નથી કે ગામડાઓમાં જ સમસ્યાઓ પ્રવર્તે છે. બેંગ્લોર જેવા શહેરમાં પણ અમલદારોએ અનેક અવરોધો પાર પાડવાના હોય છે. કર્ણાટકના પ્રથમ મુસલમાન મહિલા આઇએએસ અધિકારી સલમા ફહિમ છે. તેઓ કર્ણાટક રાજય એઇડસ પ્રિવેન્શન સોસાયટીના પ્રોજેકટ ડાયરેકટર અને બૃહત બેંગ્લોર મહાનગર પાલિકાના જોઇન્ટ કમિશનર છે. તેઓ કહે છેક ેતમે જે ભૌગેાલિક વિસ્તારમાં કામ કરતાં હો માત્ર તે અનુરૃપ તમારે પડકારનો સામનો કરવાનો હોતો નથી પણ તમે જે હોદા પર હો તેની સાથે પણ અનેક પડકારો જોડાયેલા હોય છે. તંત્રને સરખું કરવું કઇ સરળ વાત નથી. તુમારશાહીમાંથી તમારો માર્ગ કંડારવો પડે છે. સુસ્ત કર્મચારીઓને કામ કરવા પ્રવૃત્ત કરવા પડે છે. આ બધા અવરોધો પાર કરો ત્યારે તમે લોકોની સેવા કરી શકો છો.
જો કે આયુવા આઇએએસ અધિકારીઓ પડકારોનો સામનો કરવા તત્પર છે .આથી જ તેમની પાસેથી ઊંચી આશા રાખી શકાય છે.
- કાંતિલાલ

Share |
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved