Last Update : 24-June-2012, Sunday

 

ઈંગ્લેન્ડ કરતાં ઇટાલી આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધુ સફળ રહ્યું છે
આજે ઇટાલી અને ઈંગ્લેન્ડ વચ્ચેનો ક્વાર્ટર ફાઇનલ જંગ રોચક રહેશે

રાત્રે ૧૨.૧૫થી મેચનો પ્રારંભ થશે

મેરેડોનાની કોલમ
યુરો કપની ક્વાર્ટર ફાઇનલમાં અણધાર્યા વિજય મેળવીને પ્રવેશેલી ચેક રિપબ્લિક અને ગ્રીસની ટીમો હવે બહાર ફેંકાઇ ચુકી છે. તેમનો પરાજય વિશિષ્ટ પ્રતિભા ધરાવતી આક્રમક ટીમો સામે થયો હતો. સુપરમેન રોનાલ્ડો સામેે વધુ પડતી ડિફેન્સીવ ટીમ ચેક રિપબ્લિકને પરાજય થયો હતો. જર્મનીના કોચ યોકીમ લો પાસે એટલા બધા સ્ટાર ખેલાડીઓ છે કે તેઓ ત્રણ સ્ટ્રાઇકર્સ ગોમેઝ, પોડોસ્કી અને મુલરને બેન્ચ પર બેસાડવાનો વૈભવ ભોગવી શકે છે. આમ છતાં તેઓએ ગ્રીસને ૪-૨થી હરાવ્યું. હવે તેઓ ઈંગ્લેન્ડ અને ઇટાલી વચ્ચેની મેચમાં કોણ વિજેતા બને છે તેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે.
આજે રમાનારી ઈંગ્લેન્ડ અને ઈટાલી વચ્ચેની ક્વાર્ટર ફાઇનલ અનપેક્ષિત છે. ઈંગ્લેન્ડે ફૂટબોલની રમતનો આવિષ્કાર કર્યો. ઈંગ્લેન્ડના રેલ-રોડના કારીગરો તેમના તાબા હેઠળના દેશોમાં ગયા ત્યાં સાથે ફૂટબોલ અને ક્રિકેટ પર લઇ ગયા હતા. પછી તે બ્યુનોસ એર્સ હોય કે બોમ્બે. સ્થાનિક યુવકોએ આ રમતને અપનાવી લીધી.
જીનોવા ફૂટબોલ કલબની સ્થાપના એક ઈંગ્લિશ નાગરિકે કરી હતી. જે કલબ ઇટાલીમાં ફૂટબોલ શરૃ થયું તે સમયની કલબોમાંની એક છે. ઇટાલીયનોએ આ રમતને સ્વીકારી સાથે સાથે તેમાં ડિફેન્સ અને પોતાની કલ્પનાને ઉમેરી જેના પરિણાંમે તેઓ ઈંગ્લેન્ડ કરતાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધુ સફળતા મેળવી શક્યા છે. અઝુરી તરીકે ઓળખાતું ઇટાલી ચાર વર્લ્ડ કપ અને એક યુરોપીયન ચેમ્પિયનશીપ જીતી ચુક્યું છે.
જ્યારે ઈંગ્લેન્ડ લેજન્ડરી ખેલાડી બોબી ચાર્લટોનના માર્ગદર્શનમાં ૧૯૬૬માં ઘરઆંગણે યોજાયેલો એકમાત્ર વર્લ્ડ કપ જીત્યું છે. હવે આ વખતે તેઓ યુરો કપની સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવે તો તેના માટે રૃની, મીલ્નેર, જેરાર્ડ અને રૃસ જેવી પ્રતિભાઓને શ્રેય મળશે.
ઇટાલીનો મદાર પીર્લો, કસાનો, બફોન અને ડી રોસી પર રહેશે. ઇટાલીનો દેખાવ સ્પેન સામે સારો રહ્યો પણ ક્રોએશિયા સામે તેઓ પ્રભુત્વ જાળવી ન શક્યા. ઇટાલી પરંપરાગત રીતે તેમના ડિફેન્સ પર આધારિત રહેતું હોય છે. આ ઉપરાંત મારિયો બાલોટેલી અને કસાનોના દેખાવ પર પણ ટીમનો આધાર રહેશે. રોય હોગ્સનના માર્ગદર્શને હેઠળની ઈંગ્લેન્ડની ટીમ પણ વિજય સાથે સેમિ ફાઇનલમાં પ્રવેશવા માટે થનગની રહી છે. લીગ મેચમાં તેમનો દેખાવ પોઝીટીવ રહ્યો છે પણ ઇટાલી સામે તેમનોએસિડ ટેસ્ટ થશે. આજે કિવમાં કેટલાક વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ વચ્ચે ટક્કર જોવા મળશે. ઇટાલીને નબળું માનવાની ભુલ ન કરી શકાય કારણ કે તેમણે ૧૯૮૨ના વર્લ્ડ કપમાં આર્જેન્ટીનીયન ટીમ સામે લડાયક વિજય મેળવ્યો હતો અને ત્યાર બાદ વર્લ્ડ કપ જીત્યો હતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આવતી કાલથી મંત્રાલય ફરી શરૃ કરવાની મુખ્ય પ્રધાનની જાહેરાત

નાગપુરમાં એનસીપીના નેતાની અપહરણ બાદ હત્યા ઃ લાશ પાટા પર ફેંકી દીધી

અજિત પવાર મીટિંગ છોડીને ભાગ્યા ઃ અધિકારીઓની કે મુલાકાતીઓની પરવા પણ ન કરી
ચાર વર્ષીય બાળકીની મદદથી પોલીસે બે કિડનેપરને ઝડપી લીધા
આજે ગ્રામપંચાયતોની ચૂંટણીથી દૂર રહેવાની ગામવાળાઓને ધમકી

જર્મનીએ ગ્રીસને ૪-૨થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો

આજે ઇટાલી અને ઈંગ્લેન્ડ વચ્ચેનો ક્વાર્ટર ફાઇનલ જંગ રોચક રહેશે
આઇસીસીના પ્રમુખ તરીકે પવારના કાર્યકાળનો અંત ઃ ઇસાક સત્તા સંભાળશે

કામનું આઉટસોર્સિંગ કરનારાની ઑવલ ઓફિસમાં જરૃર નથી ઃ ઓબામા

ઓપરેશનથી અલગ કરાયેલી જોડીયા બહેનો પૈકી સ્તુતિ તંદુરસ્ત
પાક. વડાપ્રધાન અશરફનું ખાતું યથાવત્ ઃ ફરઝાના નવો ચહરો

સીરિયામાં બળવાખોરોના હુમલામાં ૨૫નાં મોત ઃ ટર્કીશ વિમાન લાપત્તા

ત્રાસવાદીઓના પાકિસ્તાનસ્થિત સલામત સ્થાનોના સફાયા માટે અમેરિકા વચનબધ્ધ
પાકિસ્તાન મુશ્કેલીમાં ઃ શ્રીલંકાના ૪૭૨ સામે પાંચ વિકેટે ૪૮ રન

કનેરિયા ઇસીબીની આજીવન પ્રતિબંધની સજા સામે અપીલ કરશે

 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved