Last Update : 24-June-2012, Sunday

 

ગઢચિરોલીમાં સરકારની નહીં નકસલીઓની વર્તાતી આણ
આજે ગ્રામપંચાયતોની ચૂંટણીથી દૂર રહેવાની ગામવાળાઓને ધમકી

નક્સલીઓની ધાક ઃ ગ્રામ પંચાયતની ૪૩૫ બેઠક માટે ફક્ત ચાર ઉમેદવાર
મુંબઈ,તા.૨૩
કેન્દ્રના ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમે નક્સલવાદીગ્રસ્ત વિસ્તારોમાં મહારાષ્ટ્રની કોંગ્રેસ-એનસીપી સરકારની નિષ્ફળ કામગીરી વિશે ઠપકો આપ્યા પછી પણ રાજ્ય સરકાર નક્સલવાદને ડામવા અસરકારક પગલાં નથી લઈ શકો તેનો પુરાવો આવતી કાલે યોજાનારી ગ્રામપંચાયતોની ચૂંટણી વખતે મળી રહ્યો છે. નક્સલવાદીઓએ ગામવાસીઓને ચૂંટણીથી દૂર રહેવાની ધમકી આપી છે. આટલું જ નહીં એટલી હદે નકસલીઓની ધાક છે કે ગ્રામપંચાયતોની કુલ ૪૩૫ બેઠકો માટે ફક્ત ચાર જ જણે ઉમેદવારી નોંધાવી હતી.
થોડા વખત પહેલાં ગઢચિરોલીમાં આતંકવાદીઓની ધાકને પગલે ગ્રામપંચાયતોના મેમ્બરે સાગમટે રાજીનામા ધરી દીધાં હતાં. પરિણામે ૧૩૯ ગ્રામપંચાયતોમાં ફરી ચૂંટણી યોજાવાની નોબત આપી હતી.
ગઢચિરોલીના કલેક્ટર અભિષેક કૃષ્ણાએ કબૂલ કર્યું હતું કે પંચાયતોની ચૂંટણીને ખૂબ જ નબળો પ્રતિસાદ મળ્યો છે.
નક્સલવાદીઓએ ગ્રામપંચાયતોના સભ્યોને એક સાથે રાજીનામા ધરી દેવાની અને નહીતર મરવા માટે તૈયાર રહેવાની થોડા સમય પહેલાં ધમકી આપી હતી. ધમકીને પગલે ગઢચિરોલી જિલ્લાના ઉત્તર અને દક્ષિણ વિસ્તારના ગામડાઓની તમામ પંચાયતોના કોંગ્રેસ, એનસીપી અને ભાજપના સભ્યોએ ધડાધડ રાજીનામા આપી દીધાં હતાં. પરિણામે વચગાળાની ચૂંટણી યોજવાની નોબત આવી હતી.
ગૃહ ખાતાનો અખત્યારે સંભાળતા એનસીપીના પ્રધાન આર.આર. પાટિલ જ ગઢચિરોલીના પાલક પ્રધાન છે. છતાં નક્સલવાદને ડામવામાં રાજ્ય સરકારના હાઠ હોઠા પડયા છે એટલું જ નહી વારંવાર નક્સલીઓ સરકારનું નાક વાઢે છે. થોડા સમય પહેલાં એનસીપીના તહેસીલના વડા અને એટીપલ્લી પંચાયત સમિતિના ઉપ-પ્રમુખ કેવલ એટકમવારની તેમજ કોંગ્રેસના સિનિયર નેતા અને ભામરગઢ પંચાયત સમિતિના અધ્યક્ષ બહાદુરશા આલમની નક્સલવાદીઓએ હત્યા કરી હતી. આ સિવાય અનેક પોલીસો અને સીઆરપીએફના જવાનો તેમ જ નિર્દોષ નાગરિકો નક્સલી હિંસાચારનો ભોગ બન્યા છે. રાજ્યમાં કોંગ્રેસ અને એનસીપીનું શાસન છે ત્યારે જ નક્સલીઓ આ પક્ષોના નેતાઓને નિશાન બનાવી પોતાની પાશવી તાકાતનો વારંવાર પરચો દેખાડે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આવતી કાલથી મંત્રાલય ફરી શરૃ કરવાની મુખ્ય પ્રધાનની જાહેરાત

નાગપુરમાં એનસીપીના નેતાની અપહરણ બાદ હત્યા ઃ લાશ પાટા પર ફેંકી દીધી

અજિત પવાર મીટિંગ છોડીને ભાગ્યા ઃ અધિકારીઓની કે મુલાકાતીઓની પરવા પણ ન કરી
ચાર વર્ષીય બાળકીની મદદથી પોલીસે બે કિડનેપરને ઝડપી લીધા
આજે ગ્રામપંચાયતોની ચૂંટણીથી દૂર રહેવાની ગામવાળાઓને ધમકી

જર્મનીએ ગ્રીસને ૪-૨થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો

આજે ઇટાલી અને ઈંગ્લેન્ડ વચ્ચેનો ક્વાર્ટર ફાઇનલ જંગ રોચક રહેશે
આઇસીસીના પ્રમુખ તરીકે પવારના કાર્યકાળનો અંત ઃ ઇસાક સત્તા સંભાળશે

કામનું આઉટસોર્સિંગ કરનારાની ઑવલ ઓફિસમાં જરૃર નથી ઃ ઓબામા

ઓપરેશનથી અલગ કરાયેલી જોડીયા બહેનો પૈકી સ્તુતિ તંદુરસ્ત
પાક. વડાપ્રધાન અશરફનું ખાતું યથાવત્ ઃ ફરઝાના નવો ચહરો

સીરિયામાં બળવાખોરોના હુમલામાં ૨૫નાં મોત ઃ ટર્કીશ વિમાન લાપત્તા

ત્રાસવાદીઓના પાકિસ્તાનસ્થિત સલામત સ્થાનોના સફાયા માટે અમેરિકા વચનબધ્ધ
પાકિસ્તાન મુશ્કેલીમાં ઃ શ્રીલંકાના ૪૭૨ સામે પાંચ વિકેટે ૪૮ રન

કનેરિયા ઇસીબીની આજીવન પ્રતિબંધની સજા સામે અપીલ કરશે

 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved