Last Update : 24-June-2012, Sunday

 

મંત્રાલયની આગમાં નાયબ મુખ્ય પ્રધાનની 'મરદાનગી'
અજિત પવાર મીટિંગ છોડીને ભાગ્યા ઃ અધિકારીઓની કે મુલાકાતીઓની પરવા પણ ન કરી

વરિષ્ઠ જનસંપર્ક અધિકારીઓ દસ મિનિટ પછી બહાર આવ્યા ત્યારે ધુમાડામાં ઘેરાઈ ગયા ઃ બે એનસીપી કાર્યકરોનાં જ મોત

મુંબઈ,તા.૨૩
મંત્રાલયમાં ગુરુવારે આગ ફાટી નીકળતા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર બીજા કોઈની પરવા કર્યા વગર બહાર નીકળી ગયા હતા. એક પોલીસ ઓફિસરે પવારને જાણ કરી કે આગ ફાટી નીકળી છે એ સાથે જ પવાર ઘડીનોય વિલંબ કર્યા વિના કે પોતાના સ્ટાફની અને મુલાકાતીઓની પરવા કર્યા વિના સહીસલામત નીકળી ગયા હતા. કમભાગ્યે આગમાં તેમના જ બે નીકટના એનસીપી કાર્યકરો આગમાં ભડથું થઈ ગયા હતા.
અજિત પવારે ગુરુવારે પોતાની ચેમ્બરામં જનસંપર્ક (ખાતાના સિનિયર અધિકારીઓની મીટિંગ બોલાવી હતી અને છઠ્ઠા વેતન પંચ હેઠળ વેતનમાં તફાવત અંગે ચર્ચા ચાલુ હતી. મીટિંગમાં સિનિયર અધિકારી પ્રહલાદ જાધવ, મુખ્ય પ્રધાનના પીઆરઓ સતીષ લલીત, અષ્ટપુત્રે અને ગૃહ પ્રધાનના પીઆરઓ કિશોર ગાંગુર્ડે મીટિંગમાં હાજર હતા. આ જ વખતે એક પોલીસ ઓફિસરે આવીને અજિત પવારને કહ્યું હતું કે ચોથા માળે આગ લાગી છે, જલ્દી બહાર નીકળી જાવ.
અજિત પવાર નીકળી ગયા અને ઓફિસરોએ એવું માન્યું કે હમણા પાછળ આવશે. એમને ખબર જ નહીં કે બહાર કેવી ભયંકર આગ લાગી છે. દસ મિનિટ સુધી પવાર પાછા ન ફર્યા એટલે અધિકારીઓ જેવાં બહાર આવ્યા ત્યારે ધૂમાડાના ગોટેગોટા વચ્ચે ભભૂકતી આગ જોઈને હેબતાઈ ગયા હતા. દોડીને દાદરા સુધી પહોંચાય એમ જ નહોતું. આથી તેઓ બારી તરફ દોડયા હતા અને બારીમાંથી છજ્જા પર ઊતરી ગયા હતા. પરંતુ પવારને મળવા માટે બારામતીથી આવેલા ઉમેશ પોતેકર અને મહેશ ગુગલે બચી નહોતા શક્યાં.
અજિત પવારની ઓફિસમાં સપડાઈ ગયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે અજિત પવારના સ્ટાફે અમને સતર્ક કરવાની જરૃર હતી. અમને રામભરોસે છોડીને બાકીના બધા ભાગી ગયાં હતાં.
બીજી તરફ અજિત પવારની ઓફિસના એક સિનિયર અધિકારીએ બચાવ કરતા કહ્યું હતું કે જ્યારે પવાર સાહેબને જાણ કરવામાં આવી કે જનસંપર્ક ખાતાના ઉચ્ચ અધિકારીઓ સલવાઈ ગયા છે ત્યારે તેમણે આ બધા સલામત રીતે બહાર આવી જાય એ માટે જાતદેખરેખ નીચે પ્રયાસ કર્યો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આવતી કાલથી મંત્રાલય ફરી શરૃ કરવાની મુખ્ય પ્રધાનની જાહેરાત

નાગપુરમાં એનસીપીના નેતાની અપહરણ બાદ હત્યા ઃ લાશ પાટા પર ફેંકી દીધી

અજિત પવાર મીટિંગ છોડીને ભાગ્યા ઃ અધિકારીઓની કે મુલાકાતીઓની પરવા પણ ન કરી
ચાર વર્ષીય બાળકીની મદદથી પોલીસે બે કિડનેપરને ઝડપી લીધા
આજે ગ્રામપંચાયતોની ચૂંટણીથી દૂર રહેવાની ગામવાળાઓને ધમકી

જર્મનીએ ગ્રીસને ૪-૨થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો

આજે ઇટાલી અને ઈંગ્લેન્ડ વચ્ચેનો ક્વાર્ટર ફાઇનલ જંગ રોચક રહેશે
આઇસીસીના પ્રમુખ તરીકે પવારના કાર્યકાળનો અંત ઃ ઇસાક સત્તા સંભાળશે

કામનું આઉટસોર્સિંગ કરનારાની ઑવલ ઓફિસમાં જરૃર નથી ઃ ઓબામા

ઓપરેશનથી અલગ કરાયેલી જોડીયા બહેનો પૈકી સ્તુતિ તંદુરસ્ત
પાક. વડાપ્રધાન અશરફનું ખાતું યથાવત્ ઃ ફરઝાના નવો ચહરો

સીરિયામાં બળવાખોરોના હુમલામાં ૨૫નાં મોત ઃ ટર્કીશ વિમાન લાપત્તા

ત્રાસવાદીઓના પાકિસ્તાનસ્થિત સલામત સ્થાનોના સફાયા માટે અમેરિકા વચનબધ્ધ
પાકિસ્તાન મુશ્કેલીમાં ઃ શ્રીલંકાના ૪૭૨ સામે પાંચ વિકેટે ૪૮ રન

કનેરિયા ઇસીબીની આજીવન પ્રતિબંધની સજા સામે અપીલ કરશે

 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved