Last Update : 24-June-2012, Sunday

 

નાણાં પ્રધાનપદ છોડતાં પૂર્વે પ્રણવનું કથન
બજારની સ્થિતિ સુધારવા સરકાર સોમવારે પગલાં જાહેર કરશે ઃ મુખરજી

રૃપિયામાં થયેલો ઘસારો અને ફુગાવો બંને ચિંતાજનક બન્યાં છે

(પીટીઆઈ) કોલકત્તા, તા. ૨૩
બજારની પરિસ્થિતિ સુધારવા માટે સરકાર સોમવારે કેટલાંક મહત્વનાં પગલાંઓ જાહેર કરશે એમ નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ આજે અહીં જાહેર કર્યું હતું. જે પગલાં અમે લીધાં છે, અને જે લેવાના છીએ તે સોમવારે જાહેર કરાશે. આથી બજારની પરિસ્થિતિ સુધરશે. તેમ પણ મુખરજીએ આજે જણાવ્યું હતું. તેઓ તા. ૨૬મીએ તેમનાં પદનું રાજીનામું આપવાના છે. તે પૂર્વે તેમણે કરેલી આ જાહેરાતને નિરીક્ષકો મહત્વની ગણે છે.
આર્થિક બાબતોના વિભાગના સચિવ, આર.ગોપાલને ગઈકાલે આરવીઆઈના ગવર્નર ડી.સુબ્બારાવ સાથે પણ આ પગલાં અંગે મંત્રણાઓ કરી હતી. તેઓ આજે વિદેશ જવા નીકળી ગયા છે, તેમ પણ નાણાં પ્રધાને કહ્યું હતું.
એક તરફ રૃપિયામાં થઈ રહેતા સતત ઘસારા અને બીજી તરફ વધી રહેલા ફુગાવા અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, ''મારે કહેવું પડે તેમ છે, કે જીડીપી (વિકાસ) દર ઘટીને, ૬.૫ ટકા રહ્યો છે. અર્થતંત્ર ઉપર ફુગાવાનું પણ દબાણ છે, રૃપિયામાં ઘસારો થયો છે. ભારતીય અર્થતંત્ર નબળું પડયું છે તેમાં કોઇ શંકા નથી...મને ચિંતા જરૃર છે, પરંતુ તેથી હું હતાશ થયો નથી.'' તેમ પણ પ્રણવ મુખરજીએ સ્પષ્ટતઃ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ જ તોફાનમાં સપડાયેલી છે. આ સંયોગોમાં કોઈ એક દેશ વિકાસનું કેન્દ્ર બની ન શકે. વિશેષતઃ ભારત જેવું વિશાળ અર્થતંત્ર, જે ખરીદ શક્તિ પ્રમાણે ગણતાં વિશ્વમાં ત્રીજાં સ્થાને છે, તે તો બાહ્ય પરિબળોથી મુક્ત રહી જ ન શકે.
છેલ્લાં એક વર્ષમાં રૃપિયો ડૉલર સામે ૨૦ ટકા જેટલો ગગડયો છે. તે ડૉલર સામે નબળો પડી, એક ડૉલરના રૃા. ૫૭ જેટલો નીચે ગયો છે. આથી પણ અર્થતંત્ર ઉપર દબાણ વધ્યું છે. વિશેષતઃ ક્રૂડ તેલની આયાત ઉપર આની ગંભીર અસર થઈ છે. શેરબજાર પણ નરમ થયું છે અને ઔદ્યોગિક ઉત્પાદન એપ્રિલ મહિનામાં ઘટીને ૦.૧ ટકા જેટલી જ વૃદ્ધિ દર્શાવે છે.
આમ છતાં ભારતીય અર્થતંત્રમાં મૂળભૂત સાધનો મજબૂત હોવાથી તે સ્થિતિ-સ્થાપક રહી શક્યું છે. તેમ પણ રાષ્ટ્રપતિ પદ માટેના યુપીએનાં આ ઉમેદવારે જણાવ્યું હતું.
એફઆઇઆઇ દ્વારા ભારતમાં આવતા વિદેશી મૂડી પ્રવાહ અંગે તેમણે કહ્યું હતું કે, ૨૦૧૧માં આ પ્રવાહ ઋણાત્મક રહ્યો હતો. તે સામે ૨૦૧૨માં ૮ અબજ ડૉલરનાં વિદેશી મૂડી રોકાણો, જાન્યુઆરીથી ૬ઠ્ઠી જૂન (૨૦૧૨) દરમિયાન થયાં છે, વિદેશી સીધું મૂડી રોકાણ (એફડીઆઇ) પણ ૪૬-૪૮ અબજ ડૉલર જેટલું થયું છે, જે ગત નાણાંકીય વર્ષના પ્રમાણમાં વધુ છે. તેમ પણ પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આવતી કાલથી મંત્રાલય ફરી શરૃ કરવાની મુખ્ય પ્રધાનની જાહેરાત

નાગપુરમાં એનસીપીના નેતાની અપહરણ બાદ હત્યા ઃ લાશ પાટા પર ફેંકી દીધી

અજિત પવાર મીટિંગ છોડીને ભાગ્યા ઃ અધિકારીઓની કે મુલાકાતીઓની પરવા પણ ન કરી
ચાર વર્ષીય બાળકીની મદદથી પોલીસે બે કિડનેપરને ઝડપી લીધા
આજે ગ્રામપંચાયતોની ચૂંટણીથી દૂર રહેવાની ગામવાળાઓને ધમકી

જર્મનીએ ગ્રીસને ૪-૨થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો

આજે ઇટાલી અને ઈંગ્લેન્ડ વચ્ચેનો ક્વાર્ટર ફાઇનલ જંગ રોચક રહેશે
આઇસીસીના પ્રમુખ તરીકે પવારના કાર્યકાળનો અંત ઃ ઇસાક સત્તા સંભાળશે

કામનું આઉટસોર્સિંગ કરનારાની ઑવલ ઓફિસમાં જરૃર નથી ઃ ઓબામા

ઓપરેશનથી અલગ કરાયેલી જોડીયા બહેનો પૈકી સ્તુતિ તંદુરસ્ત
પાક. વડાપ્રધાન અશરફનું ખાતું યથાવત્ ઃ ફરઝાના નવો ચહરો

સીરિયામાં બળવાખોરોના હુમલામાં ૨૫નાં મોત ઃ ટર્કીશ વિમાન લાપત્તા

ત્રાસવાદીઓના પાકિસ્તાનસ્થિત સલામત સ્થાનોના સફાયા માટે અમેરિકા વચનબધ્ધ
પાકિસ્તાન મુશ્કેલીમાં ઃ શ્રીલંકાના ૪૭૨ સામે પાંચ વિકેટે ૪૮ રન

કનેરિયા ઇસીબીની આજીવન પ્રતિબંધની સજા સામે અપીલ કરશે

 
 

Gujarat Samachar Plus

આંગણવાડીનો બાળભોગ તબેલાઓમાં વેચાય છે
ભારતીયો સૌથી વઘુ ક્રિએટિવ છે
ચાવીઓ ખોવામાં અમદાવાદીઓ એકદમ આગળ
લિફ્‌ટ લેતા કે દેતા પહેલા વિચારજો
ગર્લ્સમાં ફ્‌લોરલ પ્રિન્ટના શૂઝ ફેવરિટ
સિલંિગમાં ગાર્ડનંિગનો રિવર્સ ટ્રેન્ડ
ફંકી લુક ઓલવેઝ ડિમાન્ડંિગ
 

Gujarat Samachar glamour

વિદ્યાની ફિલ્મ ફ્રાન્સમાં રિલીઝ થશે
અમિતાભે પ્રીતિની પ્રસંશા કરી
રાજેશ ખન્નાએ રંિકીને લકઝરીયસ કાર ભેટમાં આપી
રિતેશ અને તુષાર કપૂરની ડિશ ફખરૂદ્દીન ખાઈ ગયો
લિન્ડસે લોહાન કાર ચલાવશે નહીં
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved