Last Update : 24-June-2012, Sunday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૪-૦૬-૨૦૧૨, રવિવાર
અષાડ સુદ પાંચમ - અષાડી પંચમી - અલ્પવર્ષા?
દ્વારકાધીશ પાટોત્સવ / વલ્લભાચાર્ય વૈકુંઠ ગમન
યમઘંટયોગ સવારના ૬ ક. ૧૭ મિ.થી શરૂ.

 

દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૬ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૨ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૭ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૪૫ મિ. (સૂ) ૬ ક. ૪૮ મિ. (મું) ૬ ક. ૫૨ મિ.
જન્મરાશિ ઃ- આજે સવારના ૬ ક. ૧૭ મિ. સુધીમાં જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની સંિહ (મ.ટ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ- આશ્વ્લેષા સવારના ૬ ક. ૧૭ મિ. સુધી પછી મધા. આજે સવારના ૬ ક. ૧૭ મિ. સુધીમાં જન્મેલ બાળક માટે આશ્વ્લેષા શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- મિથુન, મંગળ- કન્યા, બુધ- કર્ક, ગુરૂ- વૃષભ, શુક્ર- વૃષભ, શનિ- કન્યા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન
ચંદ્ર- સવારના ૬ ક. ૧૭ મિ. સુધી કર્ક પછી સંિહ
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સટ. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન વર્ષા ૠતુ રા.દિ.આ./૩
માસ-તિથિ-વાર ઃ- અષાડ સુદ પાંચમ ને રવિવાર.
- અષાઢી પંચમી. હવામાનમાં ફેરફારી? પૂર્વમાં મેઘ જણાય તો વરસાદ થાય?
- દ્વારકાધીશ પાટોત્સવ, દ્વારકા. કાંકરોલી.
- વલ્લભાચાર્ય વૈકુંઠ ગમન.
- યમઘંટયોગ સવારના ૬ ક. ૧૭ મિ.થી શરૂ.
- કાંકરોલી, દ્વારકાધીશનો પાટોત્સવ.
- મુંબઇ મુકુન્દરાયજીનો ઉત્સવ. વલ્લભાચાર્ય નિત્ય લીલાવાસ.
- આજે પાંચમ ને રવિવાર છે તેથી અલ્પ વર્ષા?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શાબાન માસનો ૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ બહેમન માસનો ૧૧ રોજ ખોરશેદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ રવિવારનો દિવસ હળવાશ- રાહતનો રહે. જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ પત્ની- સંતાન- મિત્રવર્ગથી આનંદ રહે.

 

વૃષભ ઃ આજે અન્યના કારણે રવિવારનો દિવસ વ્યસ્તતામાં પસાર થાય, પોતાનું અંગત કામ રૂકાવટવાળું રહે, વિલંબ થાય. પરંતુ વાણીમાં મીઠાશ રાખવી.

 

મિથુન ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હળવાશ જણાય. સાંજના સમયે અન્યને મદદરૂપ થવું પડે, બહાર જવાનું થાય.

 

કર્ક ઃ આજે આપના અંગત કામમાં, પરિવારના કામમાં સાનુકૂળતા રહે. સીઝનલ ધંધો, આવક થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

 

સંિહ ઃ આજે આપે ઘર- પરિવારના, નોકરી-ધંધાના કામમાં ઉશ્કેરાટ- ગુસ્સો કરવો નહીં. ચર્ચા વિચારણામાં શાંતિથી ચર્ચા કરવી.

 

કન્યા ઃ સગા સંબંધી- મિત્રવર્ગના કારણે ચંિતા રહે, વધારાનો ખર્ચ કરવો પડે. પુત્રપૌત્રાદિકના કામ અંગે બહાર જવાનું થાય.

 

તુલા ઃ પુત્રપૌત્રાદિકના કામની ચર્ચાવિચારણા- પ્રગતિથી આનંદ રહે. પરંતુ મકાન- વાહનથી, આડોશ પાડોશથી ચંિતા-ખર્ચ થાય.

 

વૃશ્ચિક ઃ આપના નોકરી-ધંધાના કામ અંગે, વડીલવર્ગના કામ અંગે ઘ્યાન આપી શકો. સીઝનલ ધંધો-આવક થાય. આનંદ રહે.

 

ધન ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હળવાશ, રાહત થતી જાય. શારિરીક- માનસિક સ્વસ્થતામાં સુધારો થાય.

 

મકર ઃ આજે આપે ખાવાપીવામાં, હરવા ફરવામાં, વાહન ચલાવવામાં સાવધાની, જાગૃતિ રાખવી. સાંસારીક પ્રશ્ને ચંિતા રહે.

 

કુંભ ઃ રવિવારે આજે આપ હળવાશ, માનસિક શાંતિ અનુભવો. પત્ની- સંતાનથી સાનુકૂળતા રહે. સગા સંબંધી- મિત્રવર્ગને મળવાનું થાય.

 

મીન ઃ આપના રોજીંદા કામમાં ઘ્યાન આપી શકો, કામ કરી શકો પરંતુ પત્ની- સંતાનની- વડીલવર્ગની ચંિતા- વિચારો રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૪-૦૬-૨૦૧૨, રવિવાર

આજથી શરૂ થતું આપનું જન્મવર્ષ આરોહ- અવરોહનું રહે. નોકરી-ધંધાના કામમાં મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે. ભાગીદારીમાં કે સગાસંબંધી સાથેનો ભાગીદારીમાં ધંધો હોય, નાણાંનું રોકાણ કરેલ હોય તો તેમાં વિવાદ, મનદુઃખ થાય. નુકસાન સહન કરવું પડે.

 

- ઈ.સ. ૨૦૧૨ના ઉત્તરાર્ધ સુધીમાં આકસ્મિક ચંિતા- ઉપાધિના કારણે શાંતિ- રાહત જણાય નહીં. સરકારી, ખાતાકીય, કાનૂની તપાસમાં, પરેશાનીમાં મુશ્કેલી અનુભવો.

 

- બી.પી., ડાયાબીટીસની વધઘટ, ચક્કરની તકલીફ કે અન્ય બિમારી ચંિતા- ખર્ચ રખાવે.

 

- પરિવારમાં વડીલવર્ગના પ્રશ્ને ચંિતા રહે. - સ્ત્રી વર્ગને સાસરીપક્ષ- માતૃપક્ષની ચંિતા રહે. અવિવાહીતને મિત્રવર્ગના સંબંધીમાં દગો વિશ્વાસઘાત થાય.

 

- વિદ્યાર્થીવર્ગને વર્ષ દરમ્યાન ભણવામાં સતત ઘ્યાન રાખવું પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુને સમોસા તથા ભજીયા અને બટાકાવડાની વચ્ચેનો માલ ખાતો તેમજ ઉપરના પડને ફેંકી દેતો જોઈને એના મમ્મી ચંપાએ પૂછ્‌યું, ‘‘એલા લલ્લુ આ શું કરે છે તું ? આમ ખવાતું હશે ?’’
લલ્લુએ જવાબ આપ્યો, ‘‘મમ્મી કાલે તેં મને ડૉક્ટરને ત્યાં મોકલ્યો પછી ડૉક્ટરે મને તપાસીને કહેલું કે... ‘‘બહારની વસ્તુ નહીં ખાતો...’’ એટલે હું બહારની વસ્તુ કાઢીને અંદરની વસ્તુ ખાવ છું.’’

[Top]
 

આજ ની રેસીપી

વેસ્ટન સ્ટાઈલ ની વાનગીઓ

નૂડલ્સ કટલેટ

 

સામગ્રી ઃ ૧૦૦ ગ્રામ બાફેલા નૂડલ્સ, ૫૦૦ ગ્રામ બાફેલાં બટાકાં, ૨ છીણેલાં ગાજર, ૧ ઝીણું સમારેલું કેપ્સિકમ, ૧ ચમચો કોર્નફ્‌લોર, ૨ લીલી ડુંગળી ઝીણી સમારેલી, ૧/૨ ચમચી સોયાસોસ, મીઠું સ્વાદ મુજબ તથા તળવા માટે તેલ.

 

રીત ઃ- બટાકાંને મસળી તેમાં છીણેલાં ગાજર, કેપ્સિકમ, મીઠું સોયા સોસ, ખાંડ, મરી, સમારેલી ડુંગળી અને કોર્નફ્‌લોર મિક્સ કરો. હવે તેમાંથી ચપટી ટિક્કીવાળી ઉપરથી બાફેલાં નૂડલ્સ લગાવો અને ગરમ તેલમાં તળી લો. ચિલીસોસ અથવા મનપસંદ ચટણી સાથે લંચ બોક્સમાં પેક કરો.

[Top]
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved