Last Update : 23-June-2012, Saturday

 

ટાટાને આપેલી સિંગૂરની જમીન પાછી ન લઇ શકાય ઃ કલકત્તા હાઈકોર્ટ

ખેડૂતો, સરકાર ચૂકાદાને સુપ્રીમમાં પડકારશે

(પી.ટી.આઈ.) કોલકતા, તા. ૨૨
મમતા બેનર્જી સરકાર ધઅળઆરઆ નેનો કાર માટે ટાટા મોટર્સને સિંગૂરમાં લીઝ ઉપર ફાળવવામાં આવેલી જમીન ફરી હસ્તગત કરવાની કાર્યવાહીને કલકત્તા હાઈકોર્ટે ગેરબંધારણીય ગણતાં અને તે કાયદાને જ રદ્દબાતલ ઠારવતાં મમતા બેનર્જીની સરકારને મોટો ફટકો પડયો છે.
હાઈકોર્ટના આ ચુકાદાને ટાટા મોટર્સે આવકાર્યો છે. જયારે ખેડૂતો આથી નિરાશ થયા છે. કારણ કે, તેઓને આશા હતી કે, તેઓને જમીન પાછી મળશે પરંતુ તેવી કોઇ સ્પષ્ટતા આ ચુકાદામાં થઇ નથી. જયારે મમતા સરકારના વકીલ અને તૃણમૂલના સાંસદ કલ્યાણ બંદોપાધ્યાયે જણાવ્યું હતુ ંકે તેઓ આ ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરશે. બીજી તરફ મમતા બેનર્જીએ પત્રકારોને જણાવ્યું હતું કે જમીન જતી કરવાની ઇચ્છા ન ધરાવતા ખેડૂતોને જમીન પાછી મલશે જ. રાજય સરકાર તે માટે પ્રતિબદ્ધ છે. અમો તેની સાથે જ રહેશું તેઓ છેવટે વિજયી બનીને જ રહેશે.
ટાટા મોટર્સને પૂર્વેની પશ્ચિમ બંગાળ સરકારે ફાળવેલી જમીન ફરી હસ્તગત કરવા, મમતા બેનર્જી સરકારે ઘડેલો કારસો જ ગેરબંધારણીય અને રદ્દબાતલ ઠરાવતાં કોલકતા હાઈકોર્ટના ન્યાયમૂર્તિ પિનાકીચંદ્ર ઘોષ અને ન્યાયમૂર્તિ મૃણાલ કાંતિ ઘોષે કહ્યું હતું કે સિંગૂર લેન્ડ રિહેબિલિટેશન એન્ડ ડેવલપમેન્ટ એકટ ૨૦૧૧ને રાષ્ટ્રપતિની મંજૂરી મળી નથી. માટે તે કાનૂન જ રદ ઠરે છે.
આમ છતાં કોર્ટે પોતાના હુકમને અમલ બે મહિના માટે મોકૂફ રાખ્યો હતો જેથી, સંબંધિત પત્રકારોને જો સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવી હોય તો કરી શકે.
પશ્ચિમ બંગાળ સરકારે તો, આ ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા નિર્ણય લઈ લીધો છે. પરંતુ તે સામે સિંગૂર વિસ્તારનાં ગોપાલનગર, ઘોલપુરા, બેરાબેરી તથા પૂરબપૂરા ગામોના ખેડૂતો પણ સુપ્રિમ કોર્ટમાં જવા માગે છે. તેમ દૂધ કુમાર ધારા નામના એક ખેડૂત અગ્રણીએ જણાવ્યું હતું કે વાસ્તવમાં આ ચુકાદાથી તેઓને તેમની જમીન પાછી મળશે તેવી આશામાં આ વિસ્તારના ખેડૂતો ટીવી અને રેડીયો સવારથી એક ધ્યાનથી સાંભળતા હતા પરંતુ હવે તેઓ નિરાશ થયા છે.
મુંબઇમાં તાતા મોટર્સના પ્રવકતાએ કહ્યું હતું કે અમો આ ચુકાદાને આવકારીએ છીએ પરંતુ તેઓ આ ચુકાદાનો અભ્યાસ પણ કરશે.
વાસ્તવમાં આ કંપની એ જ મમતા સરકારના તે અધિનિયમ સામે અપીલ કરી હતી કે જે દ્વારા આ જમીન તે ફરી હસ્તગત કરવા માગતી હતી. જો કે સિંગૂર વિસ્તારમાં જાગેલા વિરોધ પછી તથા મોટર્સે નેનો કાર પરિ યોજા ગુજરાતમાં ફેરવી હતી તે સર્વવિદિત છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિન્દુસ્તાનના વડા પ્રધાન તરીકે હિન્દુત્ત્વવાદી નેતા જ આવવા જોઈએ ઃ બાળ ઠાકરે

મંત્રાલયની ખરાબ ડિઝાઇન અને બેદરકાર કર્મચારીઓ પણ જવાબદાર

ત્રાસવાદીઓ સાથે સંબંધ ધરાવતા લૈલા ખાનના મિત્રની ધરપકડ
મંત્રાલયની આગ ૧૨ કલાકે બુઝાઈ પણ ગરમ દિવાલો ઠારવા બે દિવસ પાણીનો મારો
પ્રધાનો પોતપોતાના સત્તાવાર નિવાસસ્થાનેથી કામગીરી બજાવશે

રોનાલ્ડોનો વિજયી ગોલથી પોર્ટુગલ સેમિ ફાઇનલમાં ઃચેક રિપબ્લિક આઉટ

આજે સ્પેનનો સામનો આંતરિક વિવાદોથી પરેશાન ફ્રાન્સ સામે થશે
ઈંગ્લેન્ડના બોર્ડે ફિક્સિંગના દોષી કનેરિયા પર આજીવન પ્રતિબંધ મુક્યો

વિશ્વની સૌથી મોટી ૧૫ બેન્કોનું મૂડીઝે ડાઉનગ્રેડિંગ કરતા અર્થતંત્ર હચમચ્યું

કાબુલની હોટેલમાં તાલિબાનનો હુમલો ઃ પાંચ આતંકી સહિત ૨૨નાં મોત
ઈલા ભટ્ટને અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને આદર્શ ગણાવ્યા

પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનતા રાજા પરવેઝ અશરફ

પાકિસ્તાન અમેરિકી રાજદ્વારીઓને જાણીબૂઝીને હેરાન કરી રહ્યું છે
ઓસ્ટ્રેલિયન બોર્ડે કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓની સંખ્યા ઘટાડી

વિમ્બલ્ડનની સેમિ ફાઇનલમાં પણ યોકોવિચ-ફેડરર ટકરાઇ શકે

 
 

Gujarat Samachar Plus

વરસાદની ભીની અસર સ્ત્રીઓને રોમેન્ટિક બનાવે છે
છોકરીની સેવામાં હાજર સોસાયટીના ચાર હજૂરીયા-મજૂરીયા ફોલ્ડરો
ગલીએ ગલીએ સ્વાદની મિજબાની મહેકાવે આ શહેર
ફિલ્મોમાં ડ્રિમ રોલ જેવું કશું નથી
મોન્સૂનમાં સિન્થેટિક ફેબ્રિક વેઅરનો ટ્રેન્ડ
ફૂડ હેબિટ વડે ચમકદાર સ્કિનનો ફંડા
 

Gujarat Samachar glamour

ફિલ્મો કરતા પરિવારને વઘુ મહત્ત્વ આપતી ઐશ્વર્યા રાય
શ્રુતિ હસન હમણાં ઘણી વ્યસ્ત છે!
બોલિવુડના ખિલાડી એટલે એક્શનકંિગ અક્કી
સંજય દત્ત હવે નવા લુકમાં જોવા મળશે
ફ્રિડા પિન્ટો કરીનાની આશિક બની
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved