Last Update : 23-June-2012, Saturday

 

સરકાર બહુમતી ટકાવી રાખવા CBIનો ઉપયોગ કરે છે ઃ જેટલી
મોંઘવારી અને ફુગાવાના વિરોધમાં ભાજપનું દેશવ્યાપી જેલ ભરો આંદોલન

રાજનાથસિંહ, નકવી અને સુષ્મા સહિતના નેતાઓ - કાર્યકર્તાઓએ ધરપકડ વહોરી

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૨
દેશના મુખ્ય વિરોધ પક્ષ ભાજપે કેન્દ્ર સરકાર પર આરોપોનો મારો ચલાવ્યો છે. યુપીએ સરકાર સરકાર સંસદમાં બહુમતી મેળવવા અને ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોનો ટેકો હાંસલ કરવા માટે સીબીઆઇના 'દુરૃપયોગ' સહિતના 'ગતકડાં' કરતી હોવાનું ભાજપે જણાવ્યું હતં. ભાજપે દેશભરમાં મોંઘવારી અને ફુગાવો સામે શરુ કરેલા દેખાવો અંતર્ગત લોકસભામાં વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજ સહિતના વરિષ્ઠ નેતાઓએ ભોપાલમાં જેલ ભરો આંદોલન કર્યું હતું.
ફુગાવા અને પેટ્રોલિયમ પેદાશોની વધેલી કિંમતોને વિરોધમાં નવી દિલ્હી ખાતે 'જેલભરો' આંદોલનની શરુઆત કરતા રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અરુણ જેટલીએ દાવો કર્યો હતો કે, કેન્દ્ર સરકાર દેશની સામાન્ય પ્રજાનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે અને તમામ મોરચે સરકારની હાર થઈ છે. ભાજપના પૂર્વ પ્રમુખ રાજનાથસિંહ અને દિલ્હી ભાજપના વડા વિજેન્દર ગુપ્તાની ઉપસ્થિતિમાં યોજાયેલા દેખાવોને સંબોધતા જેટલીએ જણાવ્યું હતું કે, 'પ્રજા હે સરકાર સાથે નથી. તેઓ સરકાર ચાલી ન શકે તેઓ સ્થિતિ થાળે પાડી શકતા નથી અને યુપીએના નેતૃત્વમાં 'શાસનશૂન્ય' સ્થિતિ ઉભી થઈ છે.'
વિરોધ પ્રદર્શન બાદ સિંહ, ગુપ્તા, મુખ્તાર અબ્બાસ નકવી અને ભાજપના અનેક કાર્યકરોએ જેલ ભરો આંદોલન કર્યું હતું. જેટલીએ જણાવ્યું હતું કે, ૨૦૦૮માં પરમાણુ કરાર વખતે ડાબેરીઓએ યુપીએને ટેકો પાછો ખેંચ્યો ત્યારે સપા સમર્થનમાં દોડી આવી. રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે સપાએ ૨૪ કલાકમાં ફેરવી તોળ્યું એ આખો દેશ જાણે છે. બસપએ પણ આવું જ કર્યું હતું. સરકાર બહુમતી યથાવત્ રાખવા માટે સીબીઆઇનો સાધન તરીકે ઉપયોગ કરે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ભાવ ઘટયા છતાં કેન્દ્ર સરકાર પેટ્રોલની કિંમતો ઘટાડી રહી ન હોવાનો આરોપ મૂકીને જેટલીએ યુપીએને ભારતના ઇતિહાસની સૌથી ભ્રષ્ટ સરકાર ગણાવી હતી. આઝાદી પછી પહેલીવાર ફુગાવો આટલી હદે વધ્યો હોવાનો રાજનાથસિંહે દાવો કર્યો હતો.
જમ્મુ- કાશ્મીરમાં ભાજપના મહિલા મોરચાના પ્રમુખ અને સાંસદ સ્મૃતિ ઇરાનીના નેતૃત્વમાં ભાજપના કાર્યકરોએ ધરપકડ વહોરી હતી. ભોપાલમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા સુષમા સ્વરાજ અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓએ યુપીએ સરકારની આકરી ટીકા કરતા જેલભરો આંદોલનમાં ભાગ લીધો હતો. કેન્દ્ર સરકારની પ્રજાવિરોધી નીતિ અને ભ્રષ્ટાચારને કારણે જ ફુગાવો વધ્યો હોવાનું સ્વરાજે કહ્યું હતું. ભાજપે પેટ્રોલની કિંમતોનો ભાવવધારો પાછો ખેંચવાની માગણી પણ કરી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિન્દુસ્તાનના વડા પ્રધાન તરીકે હિન્દુત્ત્વવાદી નેતા જ આવવા જોઈએ ઃ બાળ ઠાકરે

મંત્રાલયની ખરાબ ડિઝાઇન અને બેદરકાર કર્મચારીઓ પણ જવાબદાર

ત્રાસવાદીઓ સાથે સંબંધ ધરાવતા લૈલા ખાનના મિત્રની ધરપકડ
મંત્રાલયની આગ ૧૨ કલાકે બુઝાઈ પણ ગરમ દિવાલો ઠારવા બે દિવસ પાણીનો મારો
પ્રધાનો પોતપોતાના સત્તાવાર નિવાસસ્થાનેથી કામગીરી બજાવશે

રોનાલ્ડોનો વિજયી ગોલથી પોર્ટુગલ સેમિ ફાઇનલમાં ઃચેક રિપબ્લિક આઉટ

આજે સ્પેનનો સામનો આંતરિક વિવાદોથી પરેશાન ફ્રાન્સ સામે થશે
ઈંગ્લેન્ડના બોર્ડે ફિક્સિંગના દોષી કનેરિયા પર આજીવન પ્રતિબંધ મુક્યો

વિશ્વની સૌથી મોટી ૧૫ બેન્કોનું મૂડીઝે ડાઉનગ્રેડિંગ કરતા અર્થતંત્ર હચમચ્યું

કાબુલની હોટેલમાં તાલિબાનનો હુમલો ઃ પાંચ આતંકી સહિત ૨૨નાં મોત
ઈલા ભટ્ટને અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને આદર્શ ગણાવ્યા

પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનતા રાજા પરવેઝ અશરફ

પાકિસ્તાન અમેરિકી રાજદ્વારીઓને જાણીબૂઝીને હેરાન કરી રહ્યું છે
ઓસ્ટ્રેલિયન બોર્ડે કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓની સંખ્યા ઘટાડી

વિમ્બલ્ડનની સેમિ ફાઇનલમાં પણ યોકોવિચ-ફેડરર ટકરાઇ શકે

 
 

Gujarat Samachar Plus

વરસાદની ભીની અસર સ્ત્રીઓને રોમેન્ટિક બનાવે છે
છોકરીની સેવામાં હાજર સોસાયટીના ચાર હજૂરીયા-મજૂરીયા ફોલ્ડરો
ગલીએ ગલીએ સ્વાદની મિજબાની મહેકાવે આ શહેર
ફિલ્મોમાં ડ્રિમ રોલ જેવું કશું નથી
મોન્સૂનમાં સિન્થેટિક ફેબ્રિક વેઅરનો ટ્રેન્ડ
ફૂડ હેબિટ વડે ચમકદાર સ્કિનનો ફંડા
 

Gujarat Samachar glamour

ફિલ્મો કરતા પરિવારને વઘુ મહત્ત્વ આપતી ઐશ્વર્યા રાય
શ્રુતિ હસન હમણાં ઘણી વ્યસ્ત છે!
બોલિવુડના ખિલાડી એટલે એક્શનકંિગ અક્કી
સંજય દત્ત હવે નવા લુકમાં જોવા મળશે
ફ્રિડા પિન્ટો કરીનાની આશિક બની
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved