Last Update : 23-June-2012, Saturday

 

સ્વીડનની ફર્નિચર કંપની
IKEAની ભારતમાં ૧૦,૫૦૦ કરોડના રોકાણની દરખાસ્ત

ફર્નિચર બ્લેન્કેટસ, રસોડાનાં સાધનો બાથરૃમ ફીટીંગ્ઝ અને ઇલેકટ્રિક સાધનો વેચશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૨
વિદેશી મૂડી રોકાણકારોને પ્રોત્સાહન મળે તેવા અહેવાલો પ્રમાણે સ્વીડનની ગૃહઉપયોગી રાચ-રચીલા (ફર્નિચર) બનાવતી વિશાળ કંપની આઇકેઇએ ભારતમાં તેના ૨૫ સ્ટોર્સ ખોલવા અને તે માટે ૧.૫ અબજ યુરો (રૃા. ૧૦,૫૦૦ કરોડ) જેટલુ મૂડી રોકાણ કરવા નિર્ણય કર્યો છે. આ દરખાસ્ત તેણે ભારત સરકાર સમક્ષ મુકી છે.
વાણિજ્ય અને ઉદ્યોગમંત્રાલયે આજે આ સંબંધે જણાવ્યું હતું કે ગૃહ ઉપયોગી તેમજ ઓફિસ ઉપયોગી ફર્નિચર બનાવતી આ કંપનીએ તેની ૧૦૦ ટકા સબસીડીયરી (પેટા) કંપની દ્વારા આ દરખાસ્ત રજૂ કરી છે. જે સિંગલ બ્રાન્ડ રીટેલ ટ્રેડીંગની આ વર્ષે હજુ સુધીમાં મળેલી સૌથી મોટી દરખાસ્ત છે. વાસ્તવમાં સરકારે જાન્યુઆરી મહિનામાં વિદેશી મૂડી રોકાણને ભારતમાં આવવા દેવા આપેલી છૂટ પછી પણ ભારતમાં થતાં વિદેશી મૂડી રોકાણોમાં એપ્રિસ સુધીમાં ૪૧ ટકાનો થયેલા ઘટાડા પછી આ અહેવાલો ઉસ્તાહજનક બની રહ્યા છે.
આ કંપનીએ તેના એડવોકેટ્સ, ટાઇટસ એન્ડ કુાં. મારફત સરકાર સમક્ષ આજે રજૂ કરી હતી. જેને કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ (સીસીઇએ) દ્વારા મંજૂરી અનિવાર્ય છે કારણ કે આ દરખાસ્ત રૃ. ૧,૨૦૦ કરોડથી મોટી છે.
આ દરખાસ્ત પ્રમાણે આઇકેઇએ, પહેલા તબક્કામાં ૬૦ કરોડ યુરો (રૃા. ૪,૨૦૦ કરોડ)નું મૂડી રોકાણ કરશે અને ૧૦ સ્ટોર્સ ખોલશે. બીજા તબક્કામાં તે બાકીના ૯૦ કરોડ યુરો (રૃ. ૬૩૦૦ કરોડ)નું રોકાણ કરશે જે બીજા ૧૫ સ્ટોર્સ માટે વપરાશે.
આ સ્કેન્ડીનેવિયન કંપની તેના રિટેલ આઉટલેટ્સ દ્વારા ફર્નિચર, બ્લેન્કેટસ, રસોડામાં ઉપયોગમાં લેવાતા વાસણો, બાથરૃમ ફિટીંગ્ઝ, ઇલેક્ટ્રીકલ ઇક્વિપમેન્ટસ, ટેબલ-વેર, કૂકીંગ રેન્જ, રમકડાં, ચામડાની બનાવટો, સૌંદર્ય પ્રસાધનો, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રોનિકસ ઉપકરણો તથા લાઇફ સ્ટાઇલ આર્ટિકલ્સ (ટાઇ, ટાઈપીન્સ, કફલિન્કસ, ચશ્માની ફ્રેમો, ગોગલ્સ વ.) વેચનાર છે.
સરકારે સિંગલ બ્રાન્ડ રિટેલમાં ૫૧ ટકા એફડીઆઇની મર્યાદા વધારી ૧૦૦ ટકા કર્યા પછી આઇકેઇએ, તે ભારતમાં આવનારી બીજી વિદેશી કંપની છે. આ પૂર્વે પગરખાં અને અન્ય સાધનો વેચનારી મોટી વિદેશી કંપની પેવર્સ ઇંગ્લેન્ડે રૃા. ૧૦૦ કરોડ ભારતમાં રોકવા અરજી કરી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિન્દુસ્તાનના વડા પ્રધાન તરીકે હિન્દુત્ત્વવાદી નેતા જ આવવા જોઈએ ઃ બાળ ઠાકરે

મંત્રાલયની ખરાબ ડિઝાઇન અને બેદરકાર કર્મચારીઓ પણ જવાબદાર

ત્રાસવાદીઓ સાથે સંબંધ ધરાવતા લૈલા ખાનના મિત્રની ધરપકડ
મંત્રાલયની આગ ૧૨ કલાકે બુઝાઈ પણ ગરમ દિવાલો ઠારવા બે દિવસ પાણીનો મારો
પ્રધાનો પોતપોતાના સત્તાવાર નિવાસસ્થાનેથી કામગીરી બજાવશે

રોનાલ્ડોનો વિજયી ગોલથી પોર્ટુગલ સેમિ ફાઇનલમાં ઃચેક રિપબ્લિક આઉટ

આજે સ્પેનનો સામનો આંતરિક વિવાદોથી પરેશાન ફ્રાન્સ સામે થશે
ઈંગ્લેન્ડના બોર્ડે ફિક્સિંગના દોષી કનેરિયા પર આજીવન પ્રતિબંધ મુક્યો

વિશ્વની સૌથી મોટી ૧૫ બેન્કોનું મૂડીઝે ડાઉનગ્રેડિંગ કરતા અર્થતંત્ર હચમચ્યું

કાબુલની હોટેલમાં તાલિબાનનો હુમલો ઃ પાંચ આતંકી સહિત ૨૨નાં મોત
ઈલા ભટ્ટને અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને આદર્શ ગણાવ્યા

પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનતા રાજા પરવેઝ અશરફ

પાકિસ્તાન અમેરિકી રાજદ્વારીઓને જાણીબૂઝીને હેરાન કરી રહ્યું છે
ઓસ્ટ્રેલિયન બોર્ડે કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓની સંખ્યા ઘટાડી

વિમ્બલ્ડનની સેમિ ફાઇનલમાં પણ યોકોવિચ-ફેડરર ટકરાઇ શકે

 
 

Gujarat Samachar Plus

વરસાદની ભીની અસર સ્ત્રીઓને રોમેન્ટિક બનાવે છે
છોકરીની સેવામાં હાજર સોસાયટીના ચાર હજૂરીયા-મજૂરીયા ફોલ્ડરો
ગલીએ ગલીએ સ્વાદની મિજબાની મહેકાવે આ શહેર
ફિલ્મોમાં ડ્રિમ રોલ જેવું કશું નથી
મોન્સૂનમાં સિન્થેટિક ફેબ્રિક વેઅરનો ટ્રેન્ડ
ફૂડ હેબિટ વડે ચમકદાર સ્કિનનો ફંડા
 

Gujarat Samachar glamour

ફિલ્મો કરતા પરિવારને વઘુ મહત્ત્વ આપતી ઐશ્વર્યા રાય
શ્રુતિ હસન હમણાં ઘણી વ્યસ્ત છે!
બોલિવુડના ખિલાડી એટલે એક્શનકંિગ અક્કી
સંજય દત્ત હવે નવા લુકમાં જોવા મળશે
ફ્રિડા પિન્ટો કરીનાની આશિક બની
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved