Last Update : 23-June-2012, Saturday

 

ગગડતો રૃપિયો રોકાતો નથી
રૃપિયો ગગડીને ૫૭.૩૭ ઃ ૫૮ થવાની ભીતિ

નિષ્ણાતોના મતે ટૂંક સમયમાં ૬૦ સુધી નીચે જશે ઃ પછી ઉપર આવશે વરસાદના અભાવ તથા ડોલરના ઊછાળાથી મોંઘવારી વકરશે

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૨
મુંબઈના ફોરેક્સ માર્કેટમાં આજે રૃપિયા સામે ડોલરના મુલ્યમાં તીવ્ર નવો ઉછાળો આવતાં ડોલરના ભાવો પ્રથમવાર રૃ.૫૭ની ઐતિહાસિક સપાટીને પાર કરી નવો રેકોર્ડ નોંધાવી ગયા હતા. આજે ડોલરના ભાવો રૃ.૫૬.૩૦ના પાછલા બંધ ભાવ સામે રૃ.૫૬.૮૦ ખુલ્યા પછી રૃ.૫૭ની સપાટી આંખના પલકારામાં પાર કરી ઉંચામાં રૃ.૫૭.૩૭નો નવો રેકોર્ડ નોંધાવી છેલ્લે રૃ.૫૭.૧૫ બંધ રહ્યા હતા. આજે ડોલર ઉછળતાં રૃપિયો વધુ ૮૫ પૈસા તૂટયો હતો અને ડોલર વધુ ૧.૫૧ ટકા ઉછળ્યો હતો. વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવો ઘટીને ૧૮ મહિનાની નવી નીચી સપાટીએ ઉતરી ગયા છે. નિષ્ણાતોના મતે ટૂંક સમયમાં ૬૦ સુધી નીચે જશે ઃ પછી ઉપર આવશે.
અને ઘરઆંગણે આના પગલે ઓઈલ રિફાઈનરીઓની ખરીદી ડોલરમાં વ્યાપક બની હોવાનું ફોરેક્સ બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, ક્રૂડ ઓઈલની આયાત માટે ઓઈલ રિફાઈનરીઓએ તેમની ડોલરથી કુલ જરૃરિયાત પૈકી ૫૦ ટકા ડોલરની ખરીદી જાહેર ક્ષેત્રની એક જ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી કરવી એવું રિઝર્વ બેંકે ઓઈલ રિફાઈનરી કંપનીઓને જણાવ્યું હતું. આના પગલે ડોલરના ભાવો આજે ૫૭.૩૭ની ટોચ પરથી પાછી ફરી છેલ્લે રૃ.૫૭.૧૫ રહ્યા હતા. ડોલરમાં આજે ઉછાળે નિકાસકારોએ પણ ડોલર વેંચી નફો બુક કર્યો હતો. જો કે ડોલરમાં હાલનો માહોલ તથા પુરવઠા પ્રવાહ જોતાં ડોલરના ભાવો હવે પછી ટૂંકા ગાળામાં ઉંચામાં રૃ.૫૮થી ૫૮.૪૦ સુધી જવાની શકયતા જાણકારો બતાવી રહ્યા હોવાથી નિકાસકારો ડોલરમાં વેચવાલી આજે અપેક્ષાથી ઓછી રહી હતી. ઘણા નિકાસકારો તો રૃ.૬૦નો ભાવ મળે પછી જ ડોલર વેંચીશું એવું નક્કી કરીને બેઠા છે એવું પણ સૂત્રોએ ઉમેર્યું હતું. ફોરવર્ડ બજારમાં આજે ડોલરના ભાવો ઉછળતા રહી મે-૨૦૧૩ના વાયદામાં રૃ.૬૦ની સપાટીને આંબી ગયા હોવાનું કરન્સી વાયદા બજારના સૂત્રોએ જણાવ્યું હતું. ફોરવર્ડમાં આજે ડોલરના ભાવો સપ્ટે. ૨૦૧૨ વાયદામાં રૃ.૫૮ની તથા જાન્યુઆરી-૨૦૧૩ના વાયદામાં રૃ.૫૯ની સપાટીને પાર કરી ગયા હતા.
કેન્દ્ર સરકારે તાજેતરમાં દેશમાં દરિયાપારથી ડોલરનો પ્રવાહ વધુ આવે એ માટે વિવિધ પગલાંઓ ભર્યા હોવા છતાં ડોલરના ભાવો ઉછળતા રહ્યા છે તેથી સરકાર હવે ચિંતિત બની છે. એફસીસીબીમાં પુનઃ ચુકવણીની મુદત નજીક આવતા ઘણા કોર્પોરેટ ગૃહોએ તાજેતરમાં ડોલર ખરીદવા બજારમાં પ્રવેશ કર્યો હોવાથી પણ રૃપિયો તૂટતો રહ્યો છે. વૈશ્વિક સ્તરે યુરોપની વિવિધ બેંકો ડાઉન ગ્રેડ થતાં તથા દેવાની મોટી જવાબદારીઓ સામે બેઈલ આઉટ પેકેજો અપુરતા મનાતાં યુરોના ભાવો ડોલર સામે તૂટયા છે અને તેના પગલે ભારતમાં પણ આજે ડોલર ઝડપી વધી ગયા હોવાનું જાણકારોએ ઉમેર્યું હતું. ઘરઆંગણે શેરબજારોમાં ઘટાડાનો માહોલ રહેતાં તેના કારણે પણ ભારતના બજારોમાં દરિયાપારના રોકાણનો પ્રવાહ ઘટયો છે. તથા રોકાણ બજારમાંથી ઉલ્ટાનું દેશ બહાર જઈ રહ્યું છે. આના કારણે પણ ડોલરમાં પુરવઠો ઘટતાં ભાવોમાં ભડકો થઈ ગયો છે.
ભારતમાં ચોમાસાનો આરંભ પણ નબળો રહેતાં અર્થતંત્ર માટે ચિંતા ઊભી થઈ છે અને તેના કારણે પણ રૃપિયો તૂટી રહ્યો છે. છેલ્લા સતત પાંચ દિવસથી રૃપિયા સામે ડોલર ઉછળતો રહ્યો છે. ચાલુ સપ્તાહમાં રૃપિયો ૩ ટકા તૂટયો છે. અમેરિકામાં ગ્રોથનો અંદાજ નીચો મૂકાતાં તેની અસર પણ વૈશ્વિક કરન્સી બજારો પર થઈ છે. વિવિધ વૈશ્વિક રેટીંગ એજન્સીઓએ ભારત માટે રેટિંગ ઘટાડતાં તથા રિઝર્વ બેંકે વ્યાજ દરો ઘટાડવાના બદલે જાળવી રાખતાં વૈશ્વિક રોકાણકારો ભારતમાં આવતા અટકયા છે.
ભારતમાં ત્રણ મોટી સરકારી ઓઈલ કંપનીઓને દર મહિને ક્રૂડ ઓઈલની આયાત માટે આશરે આઠ અબજ ડોલરની જરૃર પડે છે. ડો લરમાં હાલ સરકારી ઓઈલ કંપનીઓ ઉપરાંત ખાનગી ક્ષેત્રની ઓઈલ કંપનીઓની પણ માંગ વધી છે. ડોલરના ભાવો એક વર્ષમાં ૨૦ ટકા વધી ગયા છે. રૃપિયાના ધોવાણને અટકાવવા સરકાર ચિંતીત છે અને વિવિધ પગલાંઓ વિચારી રહી છે. એવું કેન્દ્રના નાણાં સચિવ ગુજરાલે જણાવ્યું છે. જો કે સરકારે અત્યાર અગાઉ પણ નિવેદનો આપ્યા છે છતાં ડોલર વધતો જ રહ્યોે છે. એવું હુંડિયામણ ક્ષેત્રના તજજ્ઞાોએ જણાવ્યું હતું. ડોલર વધતાં દેશમાં આયાત થતી બધી ચીજો મોંધી થઈ ગઈ છે અને ફુગાવો આસમાને પહોંચે એવા સંકેતો મળ્યા છે. એક બાજુ વરસાદનો અભાવ પણ મોંઘવારીને વેગ આપી રહ્યો છે અને હવે ડોલરનો ઉછાળો ફુગાવા માટે નવું કારણ બન્યો છે. વિશ્વ બજારમાં આજે યુરો સામે ડો લર ૧.૨૫ ટકા વધ્યો હતો. ભારતમાં ડોલર ઉપરાંત આજે પાઉન્ડના ભાવો રૃ.૮૮.૪૯ વાળા ૮૯.૧૬ તથા યુરોના ૭૧.૪૬ વાળા વધી રૃ.૭૧.૬૮ રહ્યા હતા.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હિન્દુસ્તાનના વડા પ્રધાન તરીકે હિન્દુત્ત્વવાદી નેતા જ આવવા જોઈએ ઃ બાળ ઠાકરે

મંત્રાલયની ખરાબ ડિઝાઇન અને બેદરકાર કર્મચારીઓ પણ જવાબદાર

ત્રાસવાદીઓ સાથે સંબંધ ધરાવતા લૈલા ખાનના મિત્રની ધરપકડ
મંત્રાલયની આગ ૧૨ કલાકે બુઝાઈ પણ ગરમ દિવાલો ઠારવા બે દિવસ પાણીનો મારો
પ્રધાનો પોતપોતાના સત્તાવાર નિવાસસ્થાનેથી કામગીરી બજાવશે

રોનાલ્ડોનો વિજયી ગોલથી પોર્ટુગલ સેમિ ફાઇનલમાં ઃચેક રિપબ્લિક આઉટ

આજે સ્પેનનો સામનો આંતરિક વિવાદોથી પરેશાન ફ્રાન્સ સામે થશે
ઈંગ્લેન્ડના બોર્ડે ફિક્સિંગના દોષી કનેરિયા પર આજીવન પ્રતિબંધ મુક્યો

વિશ્વની સૌથી મોટી ૧૫ બેન્કોનું મૂડીઝે ડાઉનગ્રેડિંગ કરતા અર્થતંત્ર હચમચ્યું

કાબુલની હોટેલમાં તાલિબાનનો હુમલો ઃ પાંચ આતંકી સહિત ૨૨નાં મોત
ઈલા ભટ્ટને અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને આદર્શ ગણાવ્યા

પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનતા રાજા પરવેઝ અશરફ

પાકિસ્તાન અમેરિકી રાજદ્વારીઓને જાણીબૂઝીને હેરાન કરી રહ્યું છે
ઓસ્ટ્રેલિયન બોર્ડે કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓની સંખ્યા ઘટાડી

વિમ્બલ્ડનની સેમિ ફાઇનલમાં પણ યોકોવિચ-ફેડરર ટકરાઇ શકે

 
 

Gujarat Samachar Plus

વરસાદની ભીની અસર સ્ત્રીઓને રોમેન્ટિક બનાવે છે
છોકરીની સેવામાં હાજર સોસાયટીના ચાર હજૂરીયા-મજૂરીયા ફોલ્ડરો
ગલીએ ગલીએ સ્વાદની મિજબાની મહેકાવે આ શહેર
ફિલ્મોમાં ડ્રિમ રોલ જેવું કશું નથી
મોન્સૂનમાં સિન્થેટિક ફેબ્રિક વેઅરનો ટ્રેન્ડ
ફૂડ હેબિટ વડે ચમકદાર સ્કિનનો ફંડા
 

Gujarat Samachar glamour

ફિલ્મો કરતા પરિવારને વઘુ મહત્ત્વ આપતી ઐશ્વર્યા રાય
શ્રુતિ હસન હમણાં ઘણી વ્યસ્ત છે!
બોલિવુડના ખિલાડી એટલે એક્શનકંિગ અક્કી
સંજય દત્ત હવે નવા લુકમાં જોવા મળશે
ફ્રિડા પિન્ટો કરીનાની આશિક બની
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved