Last Update : 22-June-2012, Friday

 
આપણા ગુનાખોર નેતાઓ
આપણા ગુનાખોર સંસદ સભ્યો
આપણા ગુનાખોર પ્રધાનો

- વાંક આપણા કાયદાઓ અને બંધારણનો છે
- એકલા સંસદ સભ્યો અને કેન્દ્રના પ્રધાનો જ શા માટે ? રાજ્યોની ધારાસભાઓ, પંચાયતો, મ્યુનિસિપાલિટીના સભ્યો, સરકારી નોકરીયાતો વગેરેમાં પણ ગુનાખોર હોય છે એનું શુ ?
- બંધારણના કાયદાઓમાં જ ફેરફાર કરાવો
- થડને પકડો, ડાળખા અને પાંદડાનો શું અર્થ ?

બાબા રામદેવ દંભી અને પાખંડી છે જ્યારે અણ્ણા હઝારે ભોળીયો ગામડીઓ છે. પણ બન્ને એક બીજાનો ઉપયોગ કરીને લાંબુ નહીં વિચારતી જનતાને છેતરવામાં હોંશિયાર છે.
બાબા રામદેવ વિદેશોમાં પડેલા કાળા નાણાની વાતો કરીને જનતાને ઉશ્કેરી રહ્યા છે પણ આપણા દેશમાં એટલું વિદેશમાં જે કાળું નાણું છે એટલુ તો દરરોજ ઉત્પન્ન થાય છે એનું શું ? એ પોતે કાળા નાણાંના સામ્રાજ્યનો પથારો કરીને પતંજલીના નામે ચરી થાય છે એનું શું ? (રામદેવના ભક્તો એક વાર હરદ્વાર જઈને એ સામ્રાજ્ય એના મહેલ જેવા મકાનો, એના ફાઈવ સ્ટાર ભાડાઓ, વગેરે જોઈ આવે) એની સાથે બેસે છે એ કેજરીવાલ વિદેશની કંપનીઓએ કાળા નાણાં મોકલીને અહીંં જે એનજીઓ ઊભી કરી છે એનું શું. (એ કેજરીવાલ કેવો લુચ્ચો છે કે એણે પ્રશાંત ભૂષણ અને શાંતિ ભૂષણ એ બાપ દીકરો છે અને બન્ને સુપ્રિમ કોર્ટના વકીલ છે એમને અને પોલિસ ખાતામાં ઊંચો હોદ્દો ધરાવતી હતી એ બેદીને પોતાના પડખે રાખ્યા છે જેથી એ સલામત રહે ! અને પોતાની ક્રેડીબીલીટી ઊભી કરવા અણ્ણા હઝારેને આગળ ધરે છે ! એને આપણી ભોળી જનતાએ જે લાખો રૂપિયા દાન આપેલું અને એ એણે કઈ રીતે ઉડાડી દીધા એનો હિસાબ ગયા અઠવાડિયે નેટવર્કમાં આપ્યો હતો. એ વાંચીને આપણા ભોળા નાગરિકોનો ભ્રમ ભાંગી જવો જોઈએ.)
આપણા દેશની પ્રજા લાંચ અને ભ્રષ્ટાચારથી એટલી બધી ગળે આવી ગઈ છે કે (ભ્રષ્ટાચારી દુનિયાના ૧૦૦ દેશોમાં આપણા દેશનો નંબર ૮૪ છે) કોઈ આલીઓ માલીયો ભ્રષ્ટાચાર વિરૂઘ્ધનો ઝંડો લઈને નીકળી પડે તો એની પાછળ જનતા ઊભી થઈ જશે. આપણી જનતાની આ નબળાઈ રામદેવે પકડી છે અને એણે ખૂબ જ સલામતી પૂર્વક વિદેશોમાં પડેલા કાળા નાણાંનો મુદ્દો ઉપાડીને કહેવા લાગ્યા કે... એ કાળું નાણું આવી જાય તો આપણા દરેકના ઘરમાં એક એક મોટર આવી જાય ! (એ પોતે તો હેલિકોપ્ટરમાં જ આવ-જા કરે છે અને ત્રણ ચાર હોલિકોપ્ટર રાખે છે. એ ક્યાંથી આવ્યા ? હુંકે તમે અને આપણી પાછલી પેઢી રળી રળીને વળી જઈએ તો પણ હેલિકોપ્ટર નથી લઈ શકતા તો એ રામદેવ ૧૨ વર્ષ પહેલા અમદાવાદના સન્યાસ આશ્રમની હેડ ઓફિસ છે એની બહાર સાયકલને પંચર કરવાનો ધંધો કરતા હતા ત્યાંથી આટલા રૂપિયા ક્યાથી આવ્યા ? વળી પેસીફીક મહાસાગરમાં બે ટાપુ એમણે ખરીદ્યા જેને એ ‘‘ભેટ મળ્યા’’ કરીને આપણને જનતાને ઉલ્લુ બનાવે છે.)
આ રામદેવ, અણ્ણા હઝારે (આ અણ્ણાએ દિલ્લીમાં ઉપવાસનું નાટક કરીને જૂનના પહેલા અઠવાડિયામાં મુંબઈ આવીને પરેલમાં સભા કરેલી તો ત્યાં માંડ સોળસો જણ હાજર રહેલા !) અને પેલા કેજરીવાલ ગુનાખોર સંસદ સભ્યોના નામે આંદોલન કરે છે. પણ ગુનાખોર ‘‘સંસદ સભ્યો’’ જ શા માટે ? રાજ્યોમાં ધારાસભ્યો શા માટે નહીં ? મ્યુનિસિપાલિટીના કોર્પોરેટરો શા માટે નહીં ? પંચાયતના સભ્યો શા માટે નહીં ? અરે, દિલ્લીની મ્યુનિસિપાલિટી જ પકડે નહીં ! એના ૭૦ ટકા સભ્યો ગુનાખોર હશે અને ૧૦૦ ટકા સભ્યો લાંચીયા ભ્રષ્ટાચારી હશે ! અરે, કેજરીવાલના જ ગામ હિસ્સારમાં મ્યુનિ.ના ગુનાખોર સભ્યો સામે કેમ નહીં ? અણ્ણા પણ મહારાષ્ટ્રના ધારા સભ્યો અને મુંબઈ મ્યનિ. ના કોર્પોરેટરો સામે શા માટે આંદોલન નથી કરતાં ?
કારણ કે દિલ્લીમાં કરે તો, આખો દેશ જાણે, પેલી કોઈ આરૂષીના ખૂન પાછળ પેલી ટી.વી. ચેનલો તરત જ એમની ઉપર ‘‘ફોક્સ’’ કરે.
અને જંતરમંતર ઉપર શા માટે ? ગાંધીજીની સમાધિ પાસે શા માટે નહીં ? કારણ કે જંતર મંતર ભરચક વિસ્તાર છે જ્યારે ગાંધીજીની સમાધિનું સ્થળ એકાંત વિસ્તાર છે.
ખરેખર તો, પોતાના ઘરે બેસીને પણ ઉપવાસ થઈ શકે છે. એ માટે હરિદ્વાર છોડીને દિલ્લી આવવાની કે રાલેગાંવ સિઘ્ધી છોડીને દિલ્લી આવવાની શું જરૂર છે ?
મૂળ વાત નાટક જ છે.
ખરી વાત આપણા કાયદા અને બંધારણ છે. એમાં જ ચોખ્ખી વાત હોવી જોઈએ કે... સજા થઈ હોય પછી જામીન ઉપર છૂટે તો પણ ચૂંટણી લડી શકે નહીં. જ્યારે અહીં તો લાલુ યાદવ અને ૧૫-૨૦ ખૂન કરનાર ડાકુરાણી ફુલણદેવી સંસદ સભ્ય થઈ શકે છે અને આપણા જનતાના પરસેવાના પૈસાથી બંધાવેલા બંગલામાં રહી શકે છે !
લોકશાહીની હાંસી નેતાઓ, પ્રધાનો, મુખ્ય પ્રધાનો કરે જ છે પણ બંધારણ જ લોકશાહીની હાંસી કરે છે.
આપણી ૨૦૦૪ની લોકસભામાં ૫૪૩ સભ્યો (એમપી) ચૂંટાયેલા એમાં ૧૨૮ સભ્યો સામે ફોજદારી ગુનો દાખલ થયેલો હતો. એ ૧૨૮ ગુનાખોરના ગુનાઓમાં ૮૪ ગુનેગારો ઉપર (સંસદ સભ્યો) ખૂનનો આરોપ હતો અને ૧૭ ઉપર લૂંટ (રોબરી) ફાટનો આરોપ હતો. બીજા ૨૮ ઉપર ચોરી અને ધાકધમકીનો આરોપ હતો.
કેટલાક એમ.પી. (સંસદ સભ્ય) ઉપર તો જુદા જુદા ઘણા ગુનાના આરોપો હતા. એક સભ્ય તો એવો હતો કે જેની ઉપર ૧૭ ખૂન કર્યાનો આરોપ હતો. એનું નામ કમલેશ્વર બૈઠા હતું જે ઝારખંડના મુક્તિ મોરચા પક્ષનો ચૂંટાયેલો હતો. એ ઝારખંડના પાલામુ નામના વિસ્તારમાંથી ચૂંટાયા હતો એની ઉપર કુલ ૬૭ ફોજદારી કેસ થએલા હતા જેમાં ૧૭ ખૂન કર્યાના અને ૨૨ ખૂન કરવાના પ્રયત્નોના તથા ૨ અપહરણના હતા.
આ ‘‘મહાનુભાવ’’ ૨૦૦૯મા ફરી ચૂંટાયો, બોલો ! બધા સંસદસભ્યોનો પરિચય આપતું પુસ્તક અને વેબસાઈટ છે એમાં એનું પણ નામ છે. એ પરિચયમાં જણાવાયું છે કે એ ‘‘મેટ્રીક્યુ લેટ’’ છે અને એ ‘‘સાસ્કૃતિક તથા સામાજિક પ્રવૃતિ’’ કરે છે એવું જણાવ્યું છે. તેમજ એ ગરીબોના હક્કો માટે તથા ઉઘ્ધાર માટે કામ કરે છે એવું જણાવ્યું છે. ગરીબો અને અમીરો વચ્ચેની ખાઈ દૂર કરવાનો એ પ્રયત્ન કરે છે એવું પણ એમાં જણાવ્યું છે ! વઘુમાં જણાવ્યું છે કે શેયુઅલ કાસ્ટ, શેડ્યુઅલ ટ્રાઈબ અને બીજા બેકવર્ડ કામો માટે કામ કરે છે.
એવું માનવામાં આવે છે કે આ ‘‘મહાનુભાવ’’ એમ.પી. અંગ્રેજી વાંચી શકતો નથી અને પોતાના વિષે સંસદની નોકરશાહીએ શું લખ્યું છે એ પણ એણે પોતે વાંચ્યું નહીં હોય.
તેમ છતાં આપણા પરસેવાના રૂપિયાથી આ જબ્બર મોટો ગુનાખોર તાગડધિન્ના કરી રહ્યો છે તે ૨૦૧૪ સુધી તો કરશે જ અને પછી પણ કરે તો નવાઈ નહીં.
આ આપણી લોકશાહી છે !
અને એ માટે પાછા આપણે ગૌરવ લઈએ છીએ ! દુનિયામાં આવું ક્યાંય નથી.
આનું કારણ આપણું બંધારણ છે. આપણું બંધારણ જ ભ્રષ્ટાચાર, ગુનાખોરી વગેરેને ઉત્તેજના આપે એવું છે. અને પાછા આપણે એ બંધારણનું ગૌરવ લઈએ છીએ. આ બંધારણની ‘‘નેટવર્ક’’માં ટીકા કરવામાં આવે ત્યારે કેટલાક તત્ત્વો ધમકીઓ આપે છે... જાણે બંધારણ એણે બનાવ્યું ન હોય !
આપણા બંધારણમાં કાયદો છે કે... ગુનેગારનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી એ નિર્દોષ ગણાય.
ઠીક છે. માન્ય. પણ આપણે ચૂંટણીમાં નિયમ બનાવોને કે ગુનાનો જેની ઉપર આરોપ મૂકાયો હોય એ ચૂંટણી જ લડી શકે નહીં. પણ આપણા રાજકીય પક્ષોને દાદાઓને ચૂંટાવવા હોય એનું શું ?
ઉત્તર પ્રદેશમાં મુલાયમસંિહના સમાજવાદી પક્ષની સરકારમાં જોયું નહીં ? જે ગુનાખોર જેલમાં હોવા છતાં ચૂંટાયો અને મુલાયમના સમાજવાદી પક્ષમાંથી ન ચૂંટાયો હોવા છતાં મુલાયમ અખિલેશે એને પ્રધાન બનાવ્યો અને એય પાછો જેલ ખાતાનો પ્રધાન !
લોકશાહીની, મતદારોની, સમગ્ર જનતાની હાંસી નહીં તો શું ?
અત્યારની ૨૦૦૯માં ચૂંટાયેલી ૧૫મી લોકસભામાં ૫૪૩ સભ્યોમાંથી ૧૫૦ એટલે ૨૮ ટકા સભ્યો ગુનાખોરીની છાપવાળા છે. આ ૧૫૦ એમ.પી. ઓ સામે કુલ કેસ ૪૧૨ છે જેમાં ૭૩ કેસ ગંભીર (ખૂન જેવા) ગુનાના છે.
અત્યાર પહેલાંની લોકસભામાં ૧૨૮ ગુનાખોર સભ્યો હતા એ વધીને અત્યારે ૧૫૦ થયા. એટલે ઘટવા જોઈએ કે વધવા ? આપણી શું સ્થિતિ છે એ જોવાનું છે !
આમાં આપણે કરપ્શન, ભ્રષ્ટાચાર, લાંચરૂશ્વતની વાત નથી કરતાં. ભ્રષ્ટાચારને જો ગુનો ગણવામાં આવે તો... આપણો એક પણ ચૂંટાયેલો સભ્ય કે એક પણ રાજકારણી બચી શકે તેમ નથી. એટલે આપણી સંપૂર્ણ લોકશાહી ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે.
- ગુણવંત છો. શાહ

 

બહુ કે’વાય !
ગવાર લીલુ સોનું થઈ ગઈ !
આપણા ગુજરાત, રાજસ્થાન, મઘ્યપ્રદેશ, હરિયાણા વગેરે પ્રદેશમાં ગવારનું જે શાક ખવાય છે અને રાજસ્થાનમાં લીલા ગવારને સુકવીને એ સુકવેલા ગુવારને તેલમાં તળીને મીઠું મરચું ભભરાવીને પણ ખવાય છે એ ગુવાર સાધારણ રીતે ગરીબોના શાક તરીકે જાણીતો છે છતાં બધા ખાય છે.
જો કે લગ્ન કે સારા માઠા પ્રસંગમાં ગુવારનું શાક કરવાનો રીવાજ નથી.
આજે આ ગવાર લીલું સોનું સાબિત થઈ રહ્યો છે કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં એની માંગ ઝડપથી વધી રહી છે. એનું તેલ પેટ્રોલ કે ગેસના ખાડા કરવામાં લુબ્રિકેંટ તરીકે વપરાવા લાગ્યું છે. એની માંગ અમેરિકાથી માંડી એશિયા સુધી ખૂબ વધી ગઈ છે. જે ગવાર ફલી ૧૦૦૦ રૂપિયે ક્વીન્ટલ વેચાતી હતી એ આજે ૩૦,૦૦૦ રૂપિયે ક્વીન્ટલ વેચાઈ રહી છે. આઈસ્ક્રીમ ગાઢો બનાવવા પણ એનો ઉપયોગ થાય છે.

 

તમારો ડોક્ટર તમારા રસોડામાં
સાચું શુઘ્ધ મધ હોય તો એ અમૃત જેવું કામ આપે છે. દુકાનો અને મોલમાં ઢગલાબંધ મધ ખડકેલું રાખનાર કંપનીઓનું મધ શંકા પ્રેરતું હોય છે.
એવા શુઘ્ધ મધના સેંકડો ગુણો છે એમાંના થોડાંક...
(૧) ગાજરના જ્યુસ સાથે મધ લેવાથી આંખોનું તેજ વધે છે. જમ્યા પહેલા એકાદ કલાક અગાઉ એ લેવાથી વઘુ ફાયદો થાય છે.
(૨) ખાંસીમાં એ અચુક ઔષધીનું કામ કરે છે. મધ અને આદુ નો રસ સરખે ભાગે લેવાથી શરદી, ગળાની ખરાશ અને તાવમાં આરામ મળે છે.
(૩) દાઝ્‌યા ઉપર પણ એ લગાવવું લાભકારક છે.
(૪) સાંધાના દર્દીઓએ પણ મધ લેવાથી ફાયદો થાય છે.
(૫) ગભરામણ થતી હોય તો એક ગ્લાસ ગરમ પાણીમાં એક-બે ચમચી મધ લેવાથી ગભરામણ ઓછી થશે.
(૬) લીંબુના રસમાં મધ નાંખીને પીવાથી ઘણાં ફાયદા થાય છે.
ટૂંકમાં શુઘ્ધ મધ જરા પણ નુકસાનકારક નથી. ડાયાબીટીસ વાળા પણ લઈ શકે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ના વડાપ્રધાન તરીકે શહાબુદ્દીનને પડતા મૂકાયા

ઈજિપ્તના પ્રમુખની ચૂંટણીનું પરિણામ મોકૂફ
પાકિસ્તાનમાં ગુસ્સે થયેલી મહિલા ધારાસભ્યે સાથીને પગરખું માર્યું !
કૌભાંડો પર પડદો પાડવા માટે આગ લગાવાઇ હોવાનો આક્ષેપ

સમગ્ર રાજ્યનો કારભાર લાંબો સમય સુધી ઠપ થઈ જશે

અગ્નિશામક દળના વિલંબને કારણે આગે વિકરાળરૃપ ધર્યું
મંત્રાલયની આગમાં ઘવાયેલા ૧૨ને હોસ્પિટલમાં ખસેડાયા
મંત્રાલય પર આગની લપકતી જ્વાળા વચ્ચે તિરંગાની શાન જળવાઇ

નારાજ પેસ ઓલિમ્પિકમાંથી જ ખસી જાય તેવી શક્યતા

આજે હોટ ફેવરિટ જર્મનીને હંફાવવા આક્રમક ગ્રીસ તૈયાર
સલમાન બટ્ટ સાત મહિનાની જેલની સજા ભોગવીને મુક્ત થયો
પાકિસ્તાન બોર્ડે વોટમોરને કોચ તરીકે રાખીને ભૂલ કરી છે

વિષ્ણુને પાર્ટનર બનાવતા લિએન્ડરને અન્યાય થયો છે

ચીનની મેન્યુફેકચરીંગ વૃધ્ધિ ઘટીઃ યુ.એસે આર્થિક વૃધ્ધિ અંદાજ ઘટાડયોઃ
ડોલરમાં નવો રેકોર્ડ થવા છતાં સોનાના ભાવોમાં વધુ ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved