Last Update : 22-June-2012, Friday

 
દિલ્હીની વાત
 

સંગમાને ટેકાના ધાંધીયા
ંઅંતે રાષ્ટ્રપતિ પદ માટેનો જંગ કોંગ્રેસના મોટા માથા અને યુપીએના ઉમેદવાર પ્રણવ મુકરજી વિરૃદ્ધ એનડીએના પીઠપળવાળા ભૂતપૂર્વ અધ્યક્ષ પી.એ. સંગમા વચ્ચે લડાશે. આ ૧૩મા રાષ્ટ્રપતિ માટેનો જંગ છે. અહીં એ પણ મહત્વનું છે કે કોઈપણ રાષ્ટ્રપતિની પસંદ ચૂંટણી વિના થઈ નથી. જો પ્રણવના નામે સર્વસંમતિ સધાઈ હોત તો તે રેકોર્ડ ગણાત. જોકે પી.એ. સંગમાની કમનસીબી એ છે કે માત્ર એનડીએમાં તેમના નામ અંગે મતભેદ નથી પણ ભાજપમાં પણ મતભેદ છે. જનતાદલ (યુ) અને શિવસેનાએ પ્રણવને ટેકો આપ્યો છે જ્યારે ભાજપના સાંસદ મેનકા ગાંધીએ પ્રણવની પ્રશંસા કરી છે.
સંગમાને ક્રોસ વોટિંગનો ડર
ભાજપના કેટલાક નેતાઓ એમ માને છે કે યુપીએના ઉમેદવારને ફાઈટ આપવી જ હોત તો પછી કલામ કે સંગ્માને ટેકો આપવાના પદલે પોતાના ઉમેદવારને ઉભો રાખવો જોઈએ. આ નેતાઓ એમ માને છે કે સંગમાને ટેકો આપવાનો નિર્ણય એવો સંદેશ આપે છે કે ક્યાં તો ભાજપ પાસે પોતાનો ઉમેદવાર નથી અથવા તો તે હારથી ડરે છે. સંગમાના નામ પર ભાજપમાં મતભેદો હોવાથી સંગમા ચાન્સીસ પર અસર પડશે. સંગમાને પણ આ સ્થિતિની ખબર છે કેમ કે તેમને ક્રોસ વોટીંગનો ડર છે.
સંગમા કુટુંબનું રાજકીય ભાવિ
રાષ્ટ્રપતિ પદના ચૂંટણીના કારણે સૌથી મોટો ફટકો રાજકીય સમીકરણો પર પડયો છે. જે ડામાડોળ થઈ ગયા છે રાષ્ટ્રપતિપદની ચૂંટણી પછી સંગમા ક્યાં જશે ?! શું તે એનડીએમાં જોડાશે ?! સંગમાને એનસીપીમાંથી ડીસમીસ કરાયા છે અને તેમની કેબીનેટ પ્રધાન પુત્રી અગાથા પર પણ ડીસમીસની તલવાર તોવાઈ રહી છે. રસપ્રદ વાતતો એ છે કે સંગમાનો પુત્ર હજુ મેઘાલય ખાતે એનસીપીમાં ચાલુ છે.
સંગમાનો રાજકીય રેકોર્ડ સારો નથી
ભાજપ એવી આશા રાખે છે કે સંગમાની ઉમેદવારીને તૃણમુલ કોંગ્રેસ ટેકો આપશે. તે માત્ર ભૂતપૂર્વ અધ્યક્ષ નથી પણ લોકસભાની ચૂંટણીઓ ૮ વાર જીતવાની ક્રેડીટ ધરાવે છે. પરંતુ આ અંગે દરેક મૌન સેવે છે. ભૂતકાળ પર નજર કરીએ તો સંગમાએ ટીએમસી અને એનસીપી છોડી હતી. અનુભવીઓ કહે છે કે એનસીપીના સ્થાપકો પૈકીના એક પી.એ. સંગમા હતા. તેમણે શરદ પવાર સાથે રહી એનસીપી ઉભું કર્યું હતું. પરંતુ ૨૦૦૪માં એનસીપી છોડીને તે ટીએમસીમાં જોડાયા હતા. ૨૦૦૭માં ફરી તે એનસીપીમાં પાછા ફર્યા હતા.
ભાજપમાં ઘણાને સ્વામી ખૂંચે છે
રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જનતા પક્ષના પ્રમુખ સુબ્રમણ્યમ સ્વામી જે રીતે ભાગ ભજવી રહ્યા છે તે ભાજપના કેટલાક નેતાઓને પસંદ નથી. ભાજપ વતી સ્વામીએ એ.પી.જે. કલામ સાથે કેટલીક મીટીંગો કરી હતી અડવાણીના દૂત તરીકે તે સંગમાને પણ મળ્યા હતા. સંગમાએ જ્યારે એનસીપીમાંથી રાજીનામું આપ્યું ત્યારે તે સંગમા-સ્વામીની બેઠક બાદનું પગલું હતું.
નાણા પ્રધાન પદે રંગરાજન
કોર્પોરેટ ક્ષેત્રના મોટા માથા માને છે કે વડા પ્રધાનની આર્થિક સલાહકાર કાઉન્સીલના ચેરમેન રંગરાજનને નાણા પ્રધાન બનાવવા જોઈએ. આ લોકો માને છે કે દેશની નબળી આર્થિક સ્થિતિમાં રંગરાજન જેવા પરિણામલક્ષી કામ કરી શકે છે. આ લોકો એમ પણ માને છે આર્થિક પરિવર્તનનો એજન્ડા પણ ૨૦૧૪ની ચૂંટણીઓ પહેલાં અમલમાં મુકવો પડશે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved