Last Update : 22-June-2012, Friday

 

સસ્પેન્શનને કારણે કારાગોનીસ આજની મેચ ગુમાવશે
આજે હોટ ફેવરિટ જર્મનીને હંફાવવા આક્રમક ગ્રીસ તૈયાર

રાત્રે ૧૨.૧૫થી મેચનો પ્રારંભ થશે

મેરેડોનાની કોલમ

આ વખતની યુરોપીયન ચેમ્પિયનશીપ દર્શાવે છે કે ક્લાસિક ફૂટબોલ કરતાં પાવર ફૂટબોલ વધુ ચડિયાતુ સાબિત થયું છે. ઈંગ્લેન્ડનો સ્ટ્રાઇકર એન્ડી કારોલ, જર્મનીનો ગોમેઝ, ઇટાલીનો બાલોટેલી, સ્વિડનનો ઇબ્રાહિમોવિચ અને પોર્ટુગલનો રોનાલ્ડો તે બધાએ તેમની ફિટનેસ અને શારીરિક તાકાતનું પ્રદર્શન કરતાં ગોલ ફટકાર્યા છે. તેઓ તેમની કદ-કાઠીને કારણે પ્રભુત્વ દર્શાવ્યું છે. જ્યારે તેમના કરતાં શારીરિક રીતે નાના લાગતા જીનિયસ ખેલાડીઓ જેવા કે ક્રોએશિયાનો મોડ્રીક, હોલેન્ડનો સ્નાયડેર, રશિયાનો અર્શાવિન વિગેરે સ્વદેશ પરત ફરી ચુક્યા છે. જે દર્શાવે છે કે યુરોપીયન ફૂટબોલ હવે વધુ ઝડપી અને શારીરિક રીતે પાવરફૂલ ખેલાડીઓની રમત બની છે અને શારીરિક રીતે વધુ મજબુત ટીમોની તરફેણમાં પરિણાંમ આવતા ં જોવા મળે છે.
હવે આજે ડાન્સ્ક નામના દરિયા કાંઠાના શહેરમાં બીજી ક્વાર્ટર ફાઇનલ જર્મની અને ગ્રીસ વચ્ચે રમાશે. બીજા વિશ્વ યુદ્ધમાં જ્યારે નાઝીઓએ પોલેન્ડના આ શહેરને નિશાન બનાવ્યું ત્યારેતે ડાન્ઝીંગ તરીકે ઓળખાતું. જર્મની તેની ત્રણેય લીગ મેચ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું છે. જર્મનીના ખેલાડીઓ ખડતલ અને મજબુત છે અને તેઓ પર હરિફ ટીમનો કોઇ પ્રભાવ પડતો નથી. તેઓ રશિયા જેવી ભુલ ક્યારેય નહીં કરે. ગ્રીસના કેપ્ટન કારાગોનીસ પર સસ્પેન્શન હોવાથી તે ક્વાર્ટર ફાઇનલ રમવાનો નથી.
જર્મનીની ટીમ ફિટ છે અને તેઓ મેદાનમાં ઉતરવા માટે થનગની રહ્યા છે. જર્મની પાસે મીડફિલ્ડમાં મર્સીડિસ ગાડી જેવી ઝડપ અને મજબુતાઇ છે. ઓઝીલ, ખદીરા અને સ્વાઇન્સટાઇગર જર્મનીની ટીમના આધારસ્તંભ સમા છે. આ ઉપરાંત થોમસ મુલર, તાજેતરમાં આર્સેનલ સાથે જોડાયેલો પોડોસ્કી અને બેયર્ન મ્યુનિચનો ગોમેઝ ગમે તે ટીમને હરાવવા માટે સક્ષમ છે.ગ્રીસની ટીમ જર્મની સામે જીતી શકે છે તેમ તેમના કોચ સાન્તોસ માને છે. તેઓએ રશિયાને હરાવીને ચમત્કારિક પરિણાંમ આપ્યું છે અને હવે તેમની નજર વધુ એક અપસેટ સર્જવા તરફ છે.
ટુર્નામેન્ટમાં જોરદાર દેખાવ કરનારા ગ્રીસના ગોલકિપર સિફાકીસે તેનો દેખાવ જારી રાખવાનો છે. ગ્રીસ તેના ૧૦ ખેલાડીઓને ડિફેન્સ માટે રાખશે અને અપ ફ્રન્ટમાં તેમનો મજબુત સ્ટ્રાઇકર સામારાસ રહેશે. જર્મનીની ટીમ ફિટ, યુવા અને મજબુત છે. જ્યારે ગ્રીક ખેલાડીઓ આક્રમક અને અનુભવી છે.
ચેમ્પિયનશીપમાં પાવર અને સ્ટ્રેન્થની બોલબાલા રહી છે પણ મને વિશ્વાસ છે કે ગ્રીસ જર્મનીને જોરદાર ટક્કર આપશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ના વડાપ્રધાન તરીકે શહાબુદ્દીનને પડતા મૂકાયા

ઈજિપ્તના પ્રમુખની ચૂંટણીનું પરિણામ મોકૂફ
પાકિસ્તાનમાં ગુસ્સે થયેલી મહિલા ધારાસભ્યે સાથીને પગરખું માર્યું !
કૌભાંડો પર પડદો પાડવા માટે આગ લગાવાઇ હોવાનો આક્ષેપ

સમગ્ર રાજ્યનો કારભાર લાંબો સમય સુધી ઠપ થઈ જશે

અગ્નિશામક દળના વિલંબને કારણે આગે વિકરાળરૃપ ધર્યું
મંત્રાલયની આગમાં ઘવાયેલા ૧૨ને હોસ્પિટલમાં ખસેડાયા
મંત્રાલય પર આગની લપકતી જ્વાળા વચ્ચે તિરંગાની શાન જળવાઇ

નારાજ પેસ ઓલિમ્પિકમાંથી જ ખસી જાય તેવી શક્યતા

આજે હોટ ફેવરિટ જર્મનીને હંફાવવા આક્રમક ગ્રીસ તૈયાર
સલમાન બટ્ટ સાત મહિનાની જેલની સજા ભોગવીને મુક્ત થયો
પાકિસ્તાન બોર્ડે વોટમોરને કોચ તરીકે રાખીને ભૂલ કરી છે

વિષ્ણુને પાર્ટનર બનાવતા લિએન્ડરને અન્યાય થયો છે

ચીનની મેન્યુફેકચરીંગ વૃધ્ધિ ઘટીઃ યુ.એસે આર્થિક વૃધ્ધિ અંદાજ ઘટાડયોઃ
ડોલરમાં નવો રેકોર્ડ થવા છતાં સોનાના ભાવોમાં વધુ ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved