Last Update : 22-June-2012, Friday

 
 

ટેનિસ એસોસિએશને ૩૨૮માં ક્રમાંકિત વિષ્ણુ સાથે જોડી બનાવતા
નારાજ પેસ ઓલિમ્પિકમાંથી જ ખસી જાય તેવી શક્યતા

ભારત મેન્સ ડબલ્સમાં બે ટીમ ઉતારશે ઃ બીજી ટીમ તરીકે ભુપતિ અને બોપન્નાની જોડી

મિક્સ ડબલ્સમાં પેસ-સાનિયા સાથે રમશે

નવી દિલ્હી,તા.૨૧
લંડન ઓલિમ્પિકના મેન્સ ડબલ્સ ટેનિસમાં ભુપતિ અને બોપન્ના જેવા અનુભવી અને હાઇરેન્ક ખેલાડી પાર્ટનર તરીકે ના મળવાથી નારાજ લિએન્ડર પેસે ઓલિમ્પિકમાંથી જ ખસી જવાનો નિર્ણય લીધો હતો. પેસની સાથે ભુપતિ અને બોપન્નાએ જોડી બનાવીને રમવાનો ઇનકાર કરતાં વિવાદ સર્જાયો હતો, જે પછી ભારતના નંબર વન ટેનિસ ખેલાડી પેસે પણ ધમકી આપી હતી કે જો તેને ભુપતિ-બોપન્ના સિવાયના લો-રેન્ક ખેલાડી સાથે ઓલિમ્પિકમાં મોકલવાનો નિર્ણય લેવાશે તો તે ઓલિમ્પિકમાંથી ખસી જશે. ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશને (એઆઇટીએ) નવેસરથી ઓલિમ્પિક માટેની ટીમની જાહેરાત કરતાં મેન્સ ડબલ્સમાં ભુપતિ અને બોપન્નાની જોડીને તેમજ પેસ અને વિષ્ણુની જોડીની પસંદગી કરી હતી. આ ઉપરાંત પેસને મિક્સ ડબલ્સમાં સાનિયા મિર્ઝાનો પણ જોડીદાર બનાવવામાં આવ્યો હતો. જો કે એટીપીના ડબલ્સ રેન્કિગમાં ટોપ-ટેનમાં સ્થાન ધરાવતા પેસના પાર્ટનર વિષ્ણુનો વર્લ્ડ રેન્કિગમાં છેક ૩૨૮મો ક્રમાંક છે. પેસ અગાઉ સ્પષ્ટ કરી ચુક્યો છે કે તે ભુપતિ અને બોપન્ના સિવાયના કોઇ લો રેન્કર પાર્ટનર સાથે ઓલિમ્પિકમાં રમવા તૈયાર નથી.
ઓલિમ્પિકમાં પેસ સાથે ન રમવાના નિર્ણય પર ભુપતિ અને બોપન્ના મક્કમ રહેતા આખરે એઆઇટીએને ટીમમાં ફેરફાર કરવો પડયો હતો અને તેઓ મેન્સ ડબલ્સમાં બે ટીમ મેદાનમાં ઉતારવા માટે તૈયાર થઇ ગયા હતા. એસોસિએશનના પ્રમુખ અનિલ ખન્નાએ કહ્યુંક ે, અમે નથી ઇચ્છતા કે લિએન્ડરની છબી ખરડાય. અમે લિએન્ડરને કહ્યું છે કે તે ભુપતિ અને બોપન્નાને તેમના બેફામ નિવેદનો માટે માફ કરી દે. અમારી નવી પસંદગી મુજબ ઓલિમ્પિક મેન્સ ડબલ્સમાં પેસ અને વિષ્ણુ વર્ધનની જોડી તેમજ ભુપતિ અને બોપન્નાની જોડી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અમે પેસને વિનંતી કરીએ છીએ કે તે પોતાનું વલણ કુણુ કરે અને બોપન્ના તેમજ વિષ્ણુને તેમના પ્રથમ ઓલિમ્પિકમાં સફળ થવામાં મદદરૃપ થાય.
એઆઇટીએના પ્રમુખ અનિલ ખન્નાએ લિએન્ડરના ગુણગાન ગાતા એમ પણ કહ્યું કે, અમારા નિર્ણયથી લિએન્ડરને અન્યાય થયો છે. અમારા મનમાં તેના માટે ખુબ જ આદરની લાગણી છે. અમને વિશ્વાસ છે કે લિએન્ડર અમને નિરાશ નહીં કરે. તેણે વર્ષો સુધી ટેનિસની સેવા કરી છે. જો કે એસોસિએશને તાજેતરમાં ફ્રેન્ચ ઓપન બનનારા ભુપતિની સાનિયા મિર્ઝા સાથેની જોડી તોડી નાંખી હતી. પેસને મનાવવા માટે એસોસિએશને રેન્કિગનું કારણ આગળ ધરીને તેની અને સાનિયાની જોડીને મિક્સ ડબલ્સમાં મોકલવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જેનાથી ભુપતિને ફટકો તો પડયો હતો છતાં તે બોપન્ના સાથે રમવાનો હોઇ ખુશ જણાતો હતો.
આજે ગુરૃવારે ઓલિમ્પિક માટે એન્ટ્રી મોકલવાનો આખરી દિવસ હતો અને તેના કારણે એઆઇટીએ દ્વારા આ નિર્ણય લેવાયો હતો. જો કે એસોસિએશન હાલના તબક્કે ભુપતિ અને બોપન્ના સામે કોઇ શિસ્તભંગના પગલા લેવા માટે તૈયાર નથી. તેમણે કહ્યું હતુ કે, અમે ભુપતિ અને બોપન્નાની જોડીને ઓલિમ્પિક માટે પસંદ કરી છે જેનો આધાર ટેનિસ નથી. જો કે એઆઇટીએ દ્વારા પરિસ્થિતીનું મુલ્યાંકન કર્યા બાદ ખેલાડીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અગાઉ એઆઇટીએ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ એક જ ટીમને ઓલિમ્પિકમાં મોકલશે અને તે પેસ અને ભુપતિની હશે. જો કે ભુપતિએ કોઇ પણ સંજોગોમાં પેસ સાથે રમવાનો ઇનકાર કરતાં બોપન્નાનું નામ ચર્ચામાં આવ્યું હતુ, જે પછી બોપન્નાએ પણ ના પાડતા વિવાદ વધ્યો હતો. આ અંગે એસોસિએશનના પ્રમુખ ખન્નાએ કહ્યું કે, અમે બેંગ્લોરમાં બેઠક યોજી હતી. જો કે ટીમ પસંદગી વખતે અમને ખબર નહતી કે તેમની વચ્ચેના મતભેદો આટલી હદે ઉગ્ર હશે. અમને લાગતું હતુ કે તેઓ પોતાના વ્યક્તિગત મતભેદો ભુલીને દેશના હિતમાં રમવા માટે તૈયાર થઇ જશે. ખેલાડીઓ એટીપી સાથે સંકળાયેલા છે અને ભુપતિ-બોપન્નાએ જે પ્રકારનો પ્રતિભાવ આપ્યો તેને એટીપી શિસ્તભંગ માનતું નથી એટલે એસોસિએશન તરીકે અમે કંઇ કરી શકીએ તેમ નથી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ના વડાપ્રધાન તરીકે શહાબુદ્દીનને પડતા મૂકાયા

ઈજિપ્તના પ્રમુખની ચૂંટણીનું પરિણામ મોકૂફ
પાકિસ્તાનમાં ગુસ્સે થયેલી મહિલા ધારાસભ્યે સાથીને પગરખું માર્યું !
કૌભાંડો પર પડદો પાડવા માટે આગ લગાવાઇ હોવાનો આક્ષેપ

સમગ્ર રાજ્યનો કારભાર લાંબો સમય સુધી ઠપ થઈ જશે

અગ્નિશામક દળના વિલંબને કારણે આગે વિકરાળરૃપ ધર્યું
મંત્રાલયની આગમાં ઘવાયેલા ૧૨ને હોસ્પિટલમાં ખસેડાયા
મંત્રાલય પર આગની લપકતી જ્વાળા વચ્ચે તિરંગાની શાન જળવાઇ

નારાજ પેસ ઓલિમ્પિકમાંથી જ ખસી જાય તેવી શક્યતા

આજે હોટ ફેવરિટ જર્મનીને હંફાવવા આક્રમક ગ્રીસ તૈયાર
સલમાન બટ્ટ સાત મહિનાની જેલની સજા ભોગવીને મુક્ત થયો
પાકિસ્તાન બોર્ડે વોટમોરને કોચ તરીકે રાખીને ભૂલ કરી છે

વિષ્ણુને પાર્ટનર બનાવતા લિએન્ડરને અન્યાય થયો છે

ચીનની મેન્યુફેકચરીંગ વૃધ્ધિ ઘટીઃ યુ.એસે આર્થિક વૃધ્ધિ અંદાજ ઘટાડયોઃ
ડોલરમાં નવો રેકોર્ડ થવા છતાં સોનાના ભાવોમાં વધુ ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved