Last Update : 22-June-2012, Friday

 

રાજ્યની સૌથી મહત્ત્વની ઈમારતમાં જ કંગાળ વ્યવસ્થા
સમગ્ર રાજ્યનો કારભાર લાંબો સમય સુધી ઠપ થઈ જશે

મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન સહિત ૧૫ પ્રધાન અને આઈ.એ.એસ. અધિકારીઓના કાર્યાલય ખાખ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૨૧
સમગ્ર મહારાષ્ટ્રનું સંચાલન મંત્રાલયના છઠ્ઠા માળેથી થાય છે અને આજે બપોરે લાગેલી ભીષણ આગમાં મંત્રાલયના ચાર માળ બળીને ખાખ થઈ જતાં સમગ્ર મહારાષ્ટ્રનો કારભાર આગામી લાંબા સમય સુધી ઠપ થઈ જવાની શક્યતા છે. મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન સહિત અંદાજે ૧૫ પ્રધાનોના કાર્યાલયો સાથે આઈએએસ અધિકારીઓના કાર્યાલયો અને તેમાંના મહત્ત્વના દસ્તાવેજો બળી જતાં સમગ્ર રાજ્યની કામગીરી સંપૂર્ણપણે પડી ભાંગશે.
નગરવિકાસ વિભાગના સચિવના એસીમાં શોર્ટસર્કિટ બાદ લાગેલી આગમાં ચાર માળ પૂર્ણપણે બળી જતાં સમગ્ર રાજ્યની સૌથી મહત્ત્વની ઈમારતમાં જ આગનો સામનો કરવાની ક્ષમતા ન હોવાનું પુરવાર થવા સાથે મહારાષ્ટ્ર સરકારનો કંગાળ વહીવટ નજરે પડયો છે.
મુંબઈ ઉપરન ત્રાસવાદી હુમલા બાદ મંત્રાલય ઉપર હુમલો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખી સમગ્ર મંત્રાલયને આધુનિક સુવિધાઓથી સુસજ્જ કરવામાં આવ્યું હતું પરંતુ આજે લાગેલી આગમાં સમગ્ર ઈમારત જ નહિ સંપૂર્ણ રાજ્યની વ્યવસ્થા પડી ભાંગી છે.
નાયબ મુખ્યપ્રધાન અજીત પવાર સહિત ત્રણ પ્રધાનોએ જીવ બચાવવા દોડવું પડયું હતું જ્યારે અનેક કર્મચારીઓએ પાઈપો ઉપરથી નીચે ઉતરવું પડયું હતું. નસીબજોગે મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ સહ્યાદ્રિ ગેસ્ટહાઉસમાં હતા.
બપોરે પોણા ત્રણ વાગ્યાથી શરૃ થયેલી આગે બે કલાકની અંદર ચાર માળ બાળીને ખાખ કરી નાંખ્યા હતા. છતાં ફાયર બ્રિગેડ અને નૌકાદળને આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી ન હતી. મુંબઈ સહિત રાજ્યના સમગ્ર શહેરોમાં મોટેપાયે અનધિકૃત બાંધકામો થાય છે તેવી જ હાલત મંત્રાલયમાં છે. મંત્રાલયનો સાતમો માળ અનધિકૃત છે! આઠ વર્ષ પૂર્વે કોઈપણ પ્રકારની પરવાનગી વિના સાતમો માળ વચ્ચેના ભાગમાં ચણી દેવાયો છે અને તેમ કરવામાં અનેક નિયમો નેવે મૂકી દેવાયા હતા.
નગરવિકાસ વિભાગ, મહેસૂલ, નાણાંવિભાગ, સહકાર વિભાગ જેવા મહત્ત્વના ખાતાંઓના તમામ દસ્તાવેજો અને કોમ્પ્યુટરો બળી જતા રાજ્યના કારોબાર ઉપર ગંભીર અસર પડવાી શક્યતા છે. મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાનના કાર્યાલયો સંપૂર્ણપણે બળી જતાં મહત્ત્વના તમામ ખાતાંઓનો વહીવટ કરવો અત્યંત મુશ્કેલ થઈ પડશે.
નગરવિકાસ, મહેસૂલ તથા નાણાવિભાગ ઉપર રાજ્યનો વહીવટ નિર્ભર છે અને આ વિભાગ સંપૂર્ણપણે ઠપ થતાં રાજ્યનું સંચાલન કઈ રીતે કરવું તે પ્રશ્ન નિર્માણ થયો છે.
મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ અને નાયબ મુખ્યપ્રધાન અજીત પવાર અનેક મહત્ત્વના ખાતાંઓ સંભાળે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ના વડાપ્રધાન તરીકે શહાબુદ્દીનને પડતા મૂકાયા

ઈજિપ્તના પ્રમુખની ચૂંટણીનું પરિણામ મોકૂફ
પાકિસ્તાનમાં ગુસ્સે થયેલી મહિલા ધારાસભ્યે સાથીને પગરખું માર્યું !
કૌભાંડો પર પડદો પાડવા માટે આગ લગાવાઇ હોવાનો આક્ષેપ

સમગ્ર રાજ્યનો કારભાર લાંબો સમય સુધી ઠપ થઈ જશે

અગ્નિશામક દળના વિલંબને કારણે આગે વિકરાળરૃપ ધર્યું
મંત્રાલયની આગમાં ઘવાયેલા ૧૨ને હોસ્પિટલમાં ખસેડાયા
મંત્રાલય પર આગની લપકતી જ્વાળા વચ્ચે તિરંગાની શાન જળવાઇ

નારાજ પેસ ઓલિમ્પિકમાંથી જ ખસી જાય તેવી શક્યતા

આજે હોટ ફેવરિટ જર્મનીને હંફાવવા આક્રમક ગ્રીસ તૈયાર
સલમાન બટ્ટ સાત મહિનાની જેલની સજા ભોગવીને મુક્ત થયો
પાકિસ્તાન બોર્ડે વોટમોરને કોચ તરીકે રાખીને ભૂલ કરી છે

વિષ્ણુને પાર્ટનર બનાવતા લિએન્ડરને અન્યાય થયો છે

ચીનની મેન્યુફેકચરીંગ વૃધ્ધિ ઘટીઃ યુ.એસે આર્થિક વૃધ્ધિ અંદાજ ઘટાડયોઃ
ડોલરમાં નવો રેકોર્ડ થવા છતાં સોનાના ભાવોમાં વધુ ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved