Last Update : 22-June-2012, Friday

 

કૌભાંડો પર પડદો પાડવા માટે આગ લગાવાઇ હોવાનો આક્ષેપ

આદર્શ સહિત અનેક મોટા કૌભાંડોનાં દસ્તાવેજો બળીને ભસ્મીભૂત ઃ ઉચ્ચ સ્તરીય તપાસનો મુખ્ય પ્રધાને આપેલો આદેશ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૨૧
મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનોને પદભ્રષ્ટ કરવા માટે કારણભૂત આદર્શ કૌભાંડના દસ્તાવેજો જ્યાં રાખવામાં આવ્યા છે એ નગરવિકાસ વિભાગની કચેરી તેમજ ત્યાં આવેલા વિવિધ વિભાગના મોટા કૌભાંડ સંબંધી દસ્તાવેજો મંત્રાલયની વિકરાળ આગમાં આજે બળીને ભસ્મીભૂત થયા હતા. અહીં આગ લગાડવામાં આવી હોવાની શંકાઓ વિપક્ષો વ્યક્ત કરી રહ્યાં છે. આથી મુખ્ય પ્રધાને ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપ્યો છે. આ આગને લીધે મહારાષ્ટ્ર સરકારને મોટું નુકસાન સહન કરવું પડશે.
મંત્રાલયની ઇમારતના ચોથા માળે નગરવિકાસ વિભાગના સચિવની કચેરીમાંથી ધડાકા સાથે આગ લાગી હતી. આ વિભાગના આદર્શ કૌભાંડ સહિત શહેરના બિલ્ડરોની ફાઇલો, એસ.આર.એની ફાઇલો સહિત અનેક મોટા કૌભાંડો સંબંધી દસ્તાવેજો હતા તે બળીને ભસ્મીભૂત થયા હતાં.
આ ઇમારતના છઠ્ઠા માળે આવેલી નાયબ મુખ્ય પ્રધાન અજિતપવાર અને મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણની ઓફિસ તથા તેમના પી.એ. અને પી.આરની ઓફિસ બળીને રાખ થઇ હતી.
આ સિવાય ગૃહ વિભાગ, રેવેન્યુ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ પણ બળીને ભસ્મીભૂત થયો હતો.
આગ લાગી ત્યારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવ ાર તેમની કચેરીમાં હતા. જ્યારે મુખ્ય પ્રધાન સહયાદ્રીમાં તેમના નિવાસસ્થાને હતા. આદિવાસી વિકાસ વિભાગના પ્રધાન બબનરાવ પાચપુતેએ જણાવ્યું હતું કે કેબિનમાં ધડાકાનો અવાજ સાંભળતા હું બહાર દોડી આવ્યો હતો. ત્યારે મને આગની જ્વાળા દેખાઇ હતી. અહીં શોર્ટ સર્કિટની આગ લાગી હોવાનું દેખાતું હતું. પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું હતું. હું અને મારી કચેરીમાં આવેલો સ્ટાફ અને કેટલાક મુલાકાતીઓ તાબડતોબ મંત્રાલયની બહાર દોડવા લાગ્યા હતા. હું ત્રીજા માળે જઇને મારા કેબિનટના સાથી જયંત પાટિલને તેમની કેબિનમાંથી બહાર કાઢીને અમે મંત્રાલયની નીચે દોડી આવ્યા હતાં.''
મુંબઇના પોલીસ કમિશનર અરૃપ પટનાયકે જણાવ્યુ હતું કે ''આગમાં લગભગ ૧૬ જણા જખ્મી થયા છે. ભારે પવન ફૂંકાતો હોવાથી આગે વિકરાળ સ્વરૃપ લીધું હતું.''
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું હતું કે આ આગમાં આદર્શ હાઉસિંગની ફાઇલ બળી ગઇ હશે.
આદર્શ સહિત અનેક મોટા કૌભાંડથી ખદબદતી મહારાષ્ટ્ર સરકારે જાણી જોઇને આગ લગાડી હોવાની શંકા છે, એવો વિપક્ષો આક્ષેપ કરી રહ્યાં છે.
ભાજપના વિધાનસભ્ય યોગેશ સાગરે જણાવ્યું હતું કે આગની તપાસ ઝીણવટભરી અને નિષ્પક્ષ હોવી જોઇએ એમાં કોઇપણ પ્રકારની શંકા રહેલી ન જોઇએ.''

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ના વડાપ્રધાન તરીકે શહાબુદ્દીનને પડતા મૂકાયા

ઈજિપ્તના પ્રમુખની ચૂંટણીનું પરિણામ મોકૂફ
પાકિસ્તાનમાં ગુસ્સે થયેલી મહિલા ધારાસભ્યે સાથીને પગરખું માર્યું !
કૌભાંડો પર પડદો પાડવા માટે આગ લગાવાઇ હોવાનો આક્ષેપ

સમગ્ર રાજ્યનો કારભાર લાંબો સમય સુધી ઠપ થઈ જશે

અગ્નિશામક દળના વિલંબને કારણે આગે વિકરાળરૃપ ધર્યું
મંત્રાલયની આગમાં ઘવાયેલા ૧૨ને હોસ્પિટલમાં ખસેડાયા
મંત્રાલય પર આગની લપકતી જ્વાળા વચ્ચે તિરંગાની શાન જળવાઇ

નારાજ પેસ ઓલિમ્પિકમાંથી જ ખસી જાય તેવી શક્યતા

આજે હોટ ફેવરિટ જર્મનીને હંફાવવા આક્રમક ગ્રીસ તૈયાર
સલમાન બટ્ટ સાત મહિનાની જેલની સજા ભોગવીને મુક્ત થયો
પાકિસ્તાન બોર્ડે વોટમોરને કોચ તરીકે રાખીને ભૂલ કરી છે

વિષ્ણુને પાર્ટનર બનાવતા લિએન્ડરને અન્યાય થયો છે

ચીનની મેન્યુફેકચરીંગ વૃધ્ધિ ઘટીઃ યુ.એસે આર્થિક વૃધ્ધિ અંદાજ ઘટાડયોઃ
ડોલરમાં નવો રેકોર્ડ થવા છતાં સોનાના ભાવોમાં વધુ ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved