Last Update : 22-June-2012, Friday

 

બહુમતી માટે ૫.૪૯ લાખ મત જરૃરી
પ્રણવ મુખર્જી આરામથી જીતશે ઃ ૫.૮૮ લાખ મળવા સંભવ

સંગમાને ૩.૧૦ લાખ મત ઃ તૃણમૂલ મત આપે તો પણ વધીને ૩.૫૬ લાખ થાય

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૧
યુપીએના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર અને પીઢ કોંગ્રેસ નેતા પ્રણવ મુખરજીને, કોંગ્રેસ, તેના સાથી પક્ષો અને 'અન્ય' પક્ષોનો ટેકો મળતાં, તેઓને ઓછામાં ઓછા ૫.૮૮ લાખ મત મળે તેમ હોવાથી, 'રાયસીના-હીલ્સ' માટેનો તેઓનો માર્ગ સરળ બની ગયો છે.
એનડીએના સાથી પક્ષો જ.દ. (યુ) અને શિવસેનાએ મુખરજીને ટેકો જાહેર કરતાં, તેમના પ્રતિસ્પર્ધી પી.એ. સંગ્માના મત ઘટી માત્ર ૩.૧૦ લાખ થઈ ગયા છે. માત્ર બેનર્જી જ બાકી રહ્યાં છે તેઓ તેમનો 'વૉટ-શેર' વધારી શકે તેમ છે.
જો, તૃણમૂલ યુપીએનો સાથ છોડી, સંગ્માને ટેકો આપવાનો નિર્ણય કરે તો પણ તેમના મતની સંખ્યા વધીને ૩.૫૬ લાખ થવા સંભવ છે. જે, જરૃરી તેટલા ૫,૪૯,૪૪૨ કરતાં ઘણા ઓછા છે. રાષ્ટ્રપતિ ચૂંટણી માટે કુલ ૧૦,૯૮,૦૦૦ જેટલા મત હોય છે.
દરેક પક્ષનું મત-મૂલ્ય ગણતાં મુખરજીને આશરે ૫.૮૮ લાખ મત મળે તેમ છે. આ મત-મૂલ્યમાં પણ જો, ડાબેરીઓના ૫૧,૦૦૦ મત વધે તો, આ મત-મૂલ્ય હજી પણ વધી શકે તેમ છે.
તૃણમૂલ કોંગ્રેસે યુપીએનો સાથ છોડતાં, મુખરજી તરફી મત-સંખ્યા ઘટીને ૪.૧૨ લાખ થવા જતી હતી. પરંતુ સપા (૬૬,૬૮૮) બસપા (૪૫,૪૭૩), જેડીયુ (૪૦,૭૩૭), શિવસેના (૧૮,૪૯૫), જેડી(એસ) (૬,૧૩૮) ટેકો જાહેર કતરાં મુખરજીને ૫.૮૮ લાખ જેટલાં મત થઈ જવા સંભવ છે.
મત-સંખ્યા સંગ્મા તરફે નથી, જેડી(યુ) અને શિવસેનાએ તેમના પ્રતિસ્પર્ધી 'પ્રણવ દા' તરફે વલણ લેતાં, તેમના મત ઘટીને ૨.૪૩ લાખ જ થવા સંભવ હતો. પરંતુ અન્ના ડીએમકે (૩૬,૯૨૦ મત મૂલ્ય) બીજેડી (૩૦,૧૨૫) મતમૂલ્ય તેમાં ઉમેરાતાં તેઓને ૩.૧૦ લાખ મત મળે તેમ છે. જો, તૃણમુલ તેઓને મત આપવા નિર્ણય કરે તો પણ તેમને મળનારા કુલ મતનું મૂલ્ય વધીને ૩.૫૬ લાખ થવા સંભવ છે.
જુલાઈ ૧૯ના દિને યોજાનારી રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં, 'ઈલેક્ટોરલ કૉલેજ'માં ૪,૮૯૬ સભ્યો - ૭૭૬ સાંસદો અને ૪,૧૨૦ વિધાયકો છે. તેઓનું કુલ મતમૂલ્ય ૧૦.૯૮ લાખ થવા જાય છે. જો બધા જ મત પડે તો જે ઉમેદવારને ૫,૪૯,૪૪૨ મત કરતાં વધુ મત મળે તેને વિજયી જાહેર કરવામાં આવે.
દરમિયાન કોંગ્રેસે તો, તમામ રાજકીય પક્ષોને પ્રણવદાએ ટેકો આપવા અપીલ કરી જ દીધી છે.
ચૂંટણી પ્રક્રિયા પ્રમાણે રિટર્નિંગ-ઓફિસ પહેલાં સાચા પડેલા મતની ગણતરી કરશે, ત્યાર પછી જીત માટે જરૃરી તેટલા મત જાહેર કરશે. જો કોઈ પણ ઉમેદવારને, પહેલા 'પ્રેફરન્સ વૉટ્સ'ના ૫૦ ટકાથી વધુ મત ન મળે તો, જે ઉમેદવારને ફર્સ્ટ પ્રેફરન્સ મતમાં સૌથી ઓછા મત મળ્યા હોય, તેને 'બહાર' રાખવામાં આવે છે, અને તેના મત બાકીના ઉમેદવાર - જેમનાં નામ સેકન્ડ પ્રેફરન્સમાં નોંધાયાં હોય - તે પ્રમાણે વહેંચી દેવાય છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ના વડાપ્રધાન તરીકે શહાબુદ્દીનને પડતા મૂકાયા

ઈજિપ્તના પ્રમુખની ચૂંટણીનું પરિણામ મોકૂફ
પાકિસ્તાનમાં ગુસ્સે થયેલી મહિલા ધારાસભ્યે સાથીને પગરખું માર્યું !
કૌભાંડો પર પડદો પાડવા માટે આગ લગાવાઇ હોવાનો આક્ષેપ

સમગ્ર રાજ્યનો કારભાર લાંબો સમય સુધી ઠપ થઈ જશે

અગ્નિશામક દળના વિલંબને કારણે આગે વિકરાળરૃપ ધર્યું
મંત્રાલયની આગમાં ઘવાયેલા ૧૨ને હોસ્પિટલમાં ખસેડાયા
મંત્રાલય પર આગની લપકતી જ્વાળા વચ્ચે તિરંગાની શાન જળવાઇ

નારાજ પેસ ઓલિમ્પિકમાંથી જ ખસી જાય તેવી શક્યતા

આજે હોટ ફેવરિટ જર્મનીને હંફાવવા આક્રમક ગ્રીસ તૈયાર
સલમાન બટ્ટ સાત મહિનાની જેલની સજા ભોગવીને મુક્ત થયો
પાકિસ્તાન બોર્ડે વોટમોરને કોચ તરીકે રાખીને ભૂલ કરી છે

વિષ્ણુને પાર્ટનર બનાવતા લિએન્ડરને અન્યાય થયો છે

ચીનની મેન્યુફેકચરીંગ વૃધ્ધિ ઘટીઃ યુ.એસે આર્થિક વૃધ્ધિ અંદાજ ઘટાડયોઃ
ડોલરમાં નવો રેકોર્ડ થવા છતાં સોનાના ભાવોમાં વધુ ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved