Last Update : 22-June-2012, Friday

 

રૃપિયો ૫૬.૫૭ની ઓલટાઈમ લો સપાટીને સ્પર્શ્યો
સાત સપ્તાહ પછી સેન્સેક્સ પુનઃ ૧૭૦૦૦ની સપાટી ઉપર

કામકાજના અંતે રૃપિયો ૫૬.૩૦ની સપાટીએ બંધ રહ્યો ઃ નિફ્ટીએ ૫૧૫૦ની સપાટી કૂદાવી

અમદાવાદ, ગુરૃવાર
જેપી મોર્ગન દ્વારા ભારતીય બજારને અપગ્રેડ કરાતા તેમજ ક્રુડ ઓઈલ ગગડતા રોકાણકારો તેમજ ખેલાડીઓ દ્વારા નીચા મથાળે નવી ઝડપી લેવાલી હાથ ધરાતા મુંબઈ શેરબજારનો સેન્સેક્સ સાત સપ્તાહ બાદ પુનઃ ૧૭૦૦૦ની મહત્ત્વની સપાટી ઉપર બંધ રહ્યો હતો. તો બીજી તરફ ડોલરમાં ચાલુ રહેલ નવી લેવાલીના પગલે આજે રૃપિયાએ ઈન્ટ્રાડે ૫૬.૫૭ની ઓલટાઈમ લો સપાટીની રચના કર્યા બાદ કામકાજના અંતે વધુ ૧૫ પૈસા તુટીને ૫૬.૩૦/૩૧ની સપાટીએ બંધ રહ્યો હતો.
વૈશ્વિક સ્તરની સંસ્થા જેપી મોર્ગને આજે જણાવ્યું હતું કે ક્રુડ ઓઈલના ભાવ ઘટતા વર્ષાન્તે ભારતીય બજારોમાં સુધારો જોવા મળશે. આમ, જેપી મોર્ગન દ્વારા ભારતીય બજારને અપગ્રેડ કરાતા શેરબજાર પર તેની સાનુકૂળ અસર થઈ હતી. આ ઉપરાંત ક્રુડઓઈલ ઘટીને ૯૧ ડોલરની ૧૮ માસની નીચી સપાટીએ ઊતરી આવ્યાના અહેવાલોની પણ બજારે પોઝીટીવ નોંધ લીધી હતી.
વૈશ્વિક સ્તરે ચીનની મેન્યુફેકચરીંગ વૃદ્ધિ ઘટવાના તેમજ અમેરિકાએ આર્થિક વૃદ્ધિનો અંદાજ ઘટાડવાના તેમજ રૃપિયો તળિયે ઉતર્યાના અહેવાલો પાછળ આજે કામકાજની શરૃઆતથી મધ્યભાગ સુધી બજાર નરમ રહ્યા બાદ ઉપરોક્ત સાનુકૂળઅહેવાલો પાછળ કામકાજના મધ્યભાગ પછી નીચા મથાળે નીકળેલી નવી લેવાલીએ પસંદગીના હેવીવેઈટ તેમજ બેંક, કેપીટલ ગુડઝ અને રિયાલ્ટી શેરોમાં હાથ ધરાયેલી નવી ઝડપી લેવાલી પાછળ કામકાજના અંતે સેન્સેક્સ ૧૩૫.૯૩ પોઈન્ટના ઊછાળા સાથે ૧૭૦૩૨.૫૬ની સપાટીએ મજબૂત રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૪૪.૪૫ પોઈન્ટ વધીને ૫૧૬૫ની સપાટીએ મક્કમ રહ્યો હતો.
વિદેશી હૂંડિયામણ બજારમાં આજે પણ આયાતકારો દ્વારા ડોલરમાં હાથ ધરાયેલી નવી ઝડપી લેવાલી તેમજ ક્રુડ ઓઇલના ભાવ ગગડતા અમેરિકી ડોલર સામે રૃપિયો ઝડપથી તુટીને ઈન્ટ્રાડે ૫૬.૫૭ની ઓલટાઈમ લો સપાટીએ ઊતરી આવ્યો હતો. જો કે, પાછળથી રિઝર્વ બેંકે દરમિયાનગીરી કરતા રૃપિયાએ અગાઉ ગુમાવેલી સપાટી પૈકીની અમુક સપાટી પરત હાંસલ કરી હતી. જો કે, આમ છતાં ય, કામકાજના અંતે તે વધુ ૧૫ પૈસા ઘટીને ૫૬.૩૦/૩૧ની સપાટીએ નરમ રહ્યો હતો.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે અગાઉ ગત તા. ૩૦ મેના રોજ રૃપિયો ૫૬.૨૩ની સર્વાધિક નીચી સપાટીએ બધ રહ્યો હતો. રૃપિયો તા. ૩૧ મેના રોજ ૫૬.૫૨ની (ઈન્ટ્રાડે) રેકોર્ડ નીચી સપાટીએ ઉતરી ગયો હતો. આમ, આજે આ લેવલ તુટી જવા પામ્યું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ના વડાપ્રધાન તરીકે શહાબુદ્દીનને પડતા મૂકાયા

ઈજિપ્તના પ્રમુખની ચૂંટણીનું પરિણામ મોકૂફ
પાકિસ્તાનમાં ગુસ્સે થયેલી મહિલા ધારાસભ્યે સાથીને પગરખું માર્યું !
કૌભાંડો પર પડદો પાડવા માટે આગ લગાવાઇ હોવાનો આક્ષેપ

સમગ્ર રાજ્યનો કારભાર લાંબો સમય સુધી ઠપ થઈ જશે

અગ્નિશામક દળના વિલંબને કારણે આગે વિકરાળરૃપ ધર્યું
મંત્રાલયની આગમાં ઘવાયેલા ૧૨ને હોસ્પિટલમાં ખસેડાયા
મંત્રાલય પર આગની લપકતી જ્વાળા વચ્ચે તિરંગાની શાન જળવાઇ

નારાજ પેસ ઓલિમ્પિકમાંથી જ ખસી જાય તેવી શક્યતા

આજે હોટ ફેવરિટ જર્મનીને હંફાવવા આક્રમક ગ્રીસ તૈયાર
સલમાન બટ્ટ સાત મહિનાની જેલની સજા ભોગવીને મુક્ત થયો
પાકિસ્તાન બોર્ડે વોટમોરને કોચ તરીકે રાખીને ભૂલ કરી છે

વિષ્ણુને પાર્ટનર બનાવતા લિએન્ડરને અન્યાય થયો છે

ચીનની મેન્યુફેકચરીંગ વૃધ્ધિ ઘટીઃ યુ.એસે આર્થિક વૃધ્ધિ અંદાજ ઘટાડયોઃ
ડોલરમાં નવો રેકોર્ડ થવા છતાં સોનાના ભાવોમાં વધુ ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved