Last Update : 22-June-2012, Friday

 

જગન્નાથજી નગર યાત્રા કરી નિજ ગૃહે પધાર્યા

-હકડેઠઠ્ઠ માનવ મહેરામણ

 

 


-૧૩૫મી રથયાત્રા હેમખેમ પરિપૂર્ણ

અમદાવાદ, તા.૨૧
અમદાવાદ શહેરના ઉત્સવપ્રિય ભાવિક જનસમુદાયમાં વર્ષોના વર્ષોથી અનન્ય આસ્થાના કેન્દ્રસ્થાન બની રહેલ અષાઢી બીજની ભગવાન જગદીશની રથયાત્રાનો લોકોત્સવ આજે હર્ષોલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે હેમખેમ પરિપૂર્ણ થતાં સહુ કોઈએ ધન્યતાની લાગણી અનુભવી હતી. જમાલપુર દરવાજાની બહારના સુપ્રસિદ્ધ તથા પૌરાણિક એવા જગદીશ મંદિરના દ્વારેથી આજે ૧૩૫મી રથયાત્રા વાજતે- ગાજતે તથા પારંપારિક દબદબા સાથે પંદરેક કિ.મી.ના પ્રણાલિકાગત માર્ગો ઉપર ઉમટી પડેલી જનમેદનીને દર્શનની ઝાંખી કરાવતી રાત્રે નિજ મંદિરે પરત આવી ત્યારે મંદિરનું પ્રાંગણ ફરી એકવાર જય જગદીશ હરે, જય રણછોડ, માખણચોર...!ના ઘોષ- પ્રતિઘોષથી ગુંજી ઉઠયું હતું.
ભગવાન જગદીશની આજની ૧૩૫મી રથયાત્રાનું શાંતિભર્યા માહોલમાં સમાપન થયું ત્યારે આ લોકોત્સવને હેમખેમ પાર ઉતારવા માટે છેલ્લા એક મહિનાથી અનેકવિધ દિશામાં જડબેસલાખ બંદોબસ્તનું આયોજન કરી રહેલા શહેર પોલીસ તંત્રએ રાહતના શ્વાસ લીધા હતા. પ્રાતઃકાળે રથયાત્રાના પ્રયાણથી શરુ કરીને છેક રાત્રે તેના સમાપન સુધી લોખંડી બંદોબસ્તની જવાબદારી સંભાળી રહેલા સેંકડો અધિકારીઓ ઉપરાંત કેન્દ્ર તથા રાજ્યના અર્ધલશ્કરી દળો, ગૃહરક્ષક દળ સહિતના અન્ય સલામતી દળોના વીસેક હજાર જેવા જવાનોએ પણ અવસર વિના વિઘ્ને પૂર્ણ થતા મનોમન પ્રસન્નતા અનુભવી હતી.
ગરીબોના બેલી તરીકે લોકમાનસમાં આસ્થા ધરાવતા ભગવાન જગદીશ, વડીલ ભ્રાતા બલભદ્રજી અને ભગિની સુભદ્રાજી કલાત્મક રીતે તૈયાર કરાયેલા સુંદર ત્રણ રથમાં સ્થાન ગ્રહણ કરીને પ્રતિવર્ષની જેમ શહેરની પારંપારિક પરિક્રમાએ નીકળ્યા ત્યારે તેમની ભવ્ય રથયાત્રામાં શણગારાયેલા ૧૮ ગજરાજ, અંગ કૌશલ્યના હેરતભર્યા પ્રયોગોનું નિદર્શન કરતા ૩૦ અખાડાના વ્યાયામવીરો, ભક્તિગીતોની રમઝટ મચાવતી ૧૮ ભજન મંડળીમાં સામેલ ભાઈ-બહેનો, સંગીતની સુરાવલિ રેલાવતી ૩ બેન્ડવાજા પાર્ટી અને મગ- જાંબુ- દાડમ સહિત વિવિધ પ્રકારનો પ્રસાદ તથા શીતળ જળનું વિતરણ કરતી ૯૮ ટ્રકો જોડાઈ હતી. આ ઉપરાંત દેશભરના જુદા જુદા તીર્થધામોમાંથી અત્રે ખાસ પધારેલા બે હજાર જેટલા સાધુ-સંતો પણ રથયાત્રામાં જોડાયા હતા. જગદીશ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજની નિશ્રામાં મંદિરનો સાધુ સમાજ તથા મંદિરના ટ્રસ્ટીગણ સહિત કાર્યકરો પણ છેક પ્રારંભથી સમાપન સુધી રથયાત્રાની સાથે રહ્યા હતા.
બુધવાર એટલે કે રથયાત્રાની પૂર્વ રાત્રિએ જગદીશ મંદિર પરિસર ભાવિકોની આવનજાવન તથા રથયાત્રાની તડામાર તૈયારીઓથી ધબકતું રહ્યું હતું. અષાઢી બીજનો પરોઢનો દોર ફૂટયો ત્યારે તો આજના અવસરની ધન્યતા પામવા માટે જગદીશ મંદિર તરફ માનવ પ્રવાહ વહેવો શરુ થઈ ગયો હતો. આજના અલૌકિક એવા અવસરે પ્રાતઃકાળની જગદીશ મંદિરની મંગળા આરતીની ઝાંખી નિહાળવા એકત્રિત જનમેદની પૈૈૈકીના કેટલાક ભાવુક બનીને બન્ને હાથ જોડીને માથુ નમાવીને ભગવાનને નમન કરી રહ્યા હતા ત્યારે તેમની આંખોમાં હર્ષાશ્રુ ઝળકી રહ્યાના દ્રશ્યો જોવા મળતા હતા.
મંગળા આરતી સંપન્ન થયા બાદ ભગવાનની ત્રણેય પ્રતિમાને અલગ- અલગ ત્રણ રથમાં સ્થાન ગ્રહણ કરાવવામાં આવ્યું ત્યારે જનમેદની ઓર ભાવવિભોર બની ગઈ હતી. રથયાત્રાના પ્રસ્થાન પૂર્વે ભગવાનને ખીચડી, કોળાનું શકાક અને દહીનું નૈવેદ્ય ધરાવવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન શ્રી. નરેન્દ્ર મોદી પ્રસ્થાન પૂર્વે આવી પહોંચ્યા હતા. ઓરિસ્સાના જગવિખ્યાત જગન્નાથ પુરીની રથયાત્રાની પરંપરા અનુસાર શ્રી નરેન્દ્ર મોદીએ સોનાની સાવરણીથી માર્ગને સ્વચ્છ કરવાની 'પહિન્દ' વિધિ કરીને રથયાત્રાનું શુભ પ્રયાણ કરાવ્યું ત્યારે તો જગદીશ મંદિરનું પ્રાંગણ ભક્તિરસની છોળોથી છલકાઈ રહ્યું હતું
ત્યારબાદ ભગવાનના ત્રણેય રથના પ્રયાણનું પારંપારિક સુકાન સંભાળતા હજારથી બારસો જેટલા ખલાસ ભાઈઓએ 'જય રણછોડ માખણચોર'ના ગગનભેદી નાદો ગજવતા ત્રણેય રથના મજબૂત દોરડા પકડી લીધા હતા. મંદિરના પ્રવેશદ્વારે કતારબંધ ગોઠવાયેલા સુંદર રીતે શણગારાયેલા ગજરાજો હવામાં સૂંઢ લહેરાવીને રથયાત્રાનું અભિવાદન કર્યું હતું.
રથયાત્રાના પ્રસ્થાન અંગે સહુથી મોખરે રહેતા ગજરાજ હળવે-હળવે આગળ વધી રહ્યા હતા ત્યારે મંદિરના પ્રવેશ દ્વાર પાસે ભગવાનના ત્રણેય રથ ગોઠવાઈને આગળ પ્રયાણની રાહ જોઈ રહ્યા હતા આ વખતે માનવ મહેરામણ છલકાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રથયાત્રામાં સામેલ થવા આવી પહોંચેલી ટ્રકોને તેમને ફાળવવામાં આવેલા નંબરો પ્રમાણે ક્રમવાર ગોઠવવામાં ખૂબ વિલંબ થઈ જતા રથયાત્રાનું પણ નિર્ધારિત પ્રસ્થાનમાં મોડું થયું હતું.
જમાલપુર દરવાજાની અંદર રથયાત્રાએ પ્રવેશ કર્યો ત્યારે સ્થાનિક મુસ્લિમ સમુદાયના આગેવાનો તથા ભાઈ-બહેનો ઉપરાંત બાળકો સહુએ ઉત્સાહ તથા ઉમંગ વ્યક્ત કરીને રથયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું ત્યારે સમસ્ત શહેરમાં પ્રવર્તી રહેલ કોમી ઐક્ય તથા ભાઈચારાની અનુભૂતિ સહુ કોઈએ અનુભવી હતી.
પ્રયાણ માર્ગ ઉપર ઉમટી પડેલ જનમેદનીને દર્શનની ઝાંખી કરાવતી રથયાત્રા ધીમી ગતિએ આગળ વધીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય કાર્યાલય પાસે આવી પહોંચી ત્યારે પ્રતિવર્ષની જેમ તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પછી આસ્ટોડિયા ચકલા- રંગાટી બજાર, મદનગોપાળ હવેલી, રાયપુર ચકલાથી ખાડિયા ચારરસ્તાનો માર્ગ પાર કરીને રથયાત્રા પાંચકુવા દરવાજા પાસે આવી પહોંચી ત્યારે પણ સ્થાનિક પ્રજાજનોએ દિલથી ખુશી વ્યક્ત કરતા સ્વાગત કર્યું હતું. ત્યારબાદ કપાસિયા બજારના માર્ગે પ્રયાણ કરતા કરતા રથયાત્રા કાલુપુર દરવાજાના બહારના રાજમહેલ હોટલના સર્કલ પાસે આવી પહોંચી હતી જ્યાંથી રેલવે પુલ ઓળંગીને મધ્યાહને સરસપુરના નિર્ધારિત વિશ્રામ સ્થાને પહોંચી હતી.
વડીલ બંધુ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને ભગવાન જગદીશ 'મામાના ઘર' તરીકે જનમાનસમાં પરિચિત સરસપુરના મોસાળમાં પહોંચ્યા પછી ભગવાનના મોસાળાની વિધિ સંપન્ન થઈ હતી. પ્રતિવર્ષની જેમ જ સરસપુરની પ્રત્યેક પોળના રહીશોએ રથયાત્રામાં સામેલ હજારોની જનમેદનીને આગ્રહપૂર્વક ભોજન પીરસીને ધન્યતા અનુભવી હતી.
સરસપુરના વિશ્રામ બાદ પુનઃ પ્રયાણ શરુ થયું હતું. કાળુપુરનો રેલ્વે બ્રિજ પસાર કરીને રથયાત્રા પ્રેમદરવાજા તરફ પ્રયાણ કરી રહી હતી. પ્રેમદરવાજાથી શરુ કરીને દરિયાપુર- ચંદન તલાવડી, કડિયાનાકા, દિલ્હી ચકલા, શાહપુર હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર અડ્ડા, રંગીલા પોલીસ ચોકી, આર. સી. હાઇસ્કૂલથી ફરી દિલ્હી ચકલા સુધીના રથયાત્રાનો માત્ર ત્રણેક કિ.મી.નો પ્રયાણમાર્ગ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. ત્યાંથી રથયાત્રાને હેમખેમ પસાર કરાવવી બંદોબસ્ત જાળવનાર પોલીસ અધિકારીઓ માટે કસોટી ગણાય છે ત્યાં આ વખતે તો ક્યાંક કોઈ ઉદ્વેગની નિશાની સરખી યે જોવા મળી નહતી. ગલીગૂંચીથી ઘેરાયેલા એવા અત્યંત સાંકડા આ પ્રયાણ માર્ગ ઉપર ઉમટી પડેલી સ્થાનિક જનમેદનીએ ખભેખભા મિલાવીને રથયાત્રાને ઉમળકાભેર વધાવી લીધી હતી. જ્યાં જુઓ ત્યાં બસ પ્રસંગમાં સહભાગી બની રહેવાનો આનંદ છલકાતો હતો.
શહેરની કોટની અંદરના અતિ સંવેદનશીલ ગણાતો આ પ્રયાણમાર્ગ પસાર કરીને રથયાત્રા પાછી દિલ્હી ચકલા આવી પહોંચી હતી જ્યાંથી ઘીકાંટા રોડ, ઘીકાંટા ચારરસ્તા, પીરમશા રોજા અને પાનકોર નાકાથી માણેકચોકના માર્ગેથી રથયાત્રા નિજમંદિરે પરત ફરી હતી. સાંજના સાડા સાત વાગ્યે રથયાત્રાનો અગ્ર ભાગ નિજમંદિરે પહોંચી ગયો ત્યારે ભગવાનના ત્રણેય રથ પાનકોર નાકા નજીક પહોંચ્યા હતા. જેના ઉપરથી ભવ્ય રથયાત્રા કેટલી વિશાળ હશે તેનો ખ્યાલ આવતો હતો.
રાત્રે ભગવાનના ત્રણેય રથ આ ભવ્ય અવસર પરિપૂર્ણ કરીને નિજમંદિરે પાછા ફર્યા જગદીશ મંદિરની ઝળહળતી રંગબેરંગી રોશની વચ્ચે શ્રદ્ધાળુ જનમેદનીના જયઘોષથી મંદિર પરિસર ધબકી રહ્યું હોય તેવું મંગલમય વાતાવરણ સર્જાયું હતું.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ના વડાપ્રધાન તરીકે શહાબુદ્દીનને પડતા મૂકાયા

ઈજિપ્તના પ્રમુખની ચૂંટણીનું પરિણામ મોકૂફ
પાકિસ્તાનમાં ગુસ્સે થયેલી મહિલા ધારાસભ્યે સાથીને પગરખું માર્યું !
કૌભાંડો પર પડદો પાડવા માટે આગ લગાવાઇ હોવાનો આક્ષેપ

સમગ્ર રાજ્યનો કારભાર લાંબો સમય સુધી ઠપ થઈ જશે

અગ્નિશામક દળના વિલંબને કારણે આગે વિકરાળરૃપ ધર્યું
મંત્રાલયની આગમાં ઘવાયેલા ૧૨ને હોસ્પિટલમાં ખસેડાયા
મંત્રાલય પર આગની લપકતી જ્વાળા વચ્ચે તિરંગાની શાન જળવાઇ

નારાજ પેસ ઓલિમ્પિકમાંથી જ ખસી જાય તેવી શક્યતા

આજે હોટ ફેવરિટ જર્મનીને હંફાવવા આક્રમક ગ્રીસ તૈયાર
સલમાન બટ્ટ સાત મહિનાની જેલની સજા ભોગવીને મુક્ત થયો
પાકિસ્તાન બોર્ડે વોટમોરને કોચ તરીકે રાખીને ભૂલ કરી છે

વિષ્ણુને પાર્ટનર બનાવતા લિએન્ડરને અન્યાય થયો છે

ચીનની મેન્યુફેકચરીંગ વૃધ્ધિ ઘટીઃ યુ.એસે આર્થિક વૃધ્ધિ અંદાજ ઘટાડયોઃ
ડોલરમાં નવો રેકોર્ડ થવા છતાં સોનાના ભાવોમાં વધુ ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved