Last Update : 22-June-2012, Friday

 

મુંબઈને શાંઘાઈ બનાવવાના બણગા ફૂંકતી
મહારાષ્ટ્ર સરકારનું મંત્રાલય જ આગમાં ખાખ ઃ બેનાં મોત

મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનના કાર્યાલય સહિત ચાર મજલા ખાખ મહત્ત્વના દસ્તાવેજો નાશ પામ્યા ઃ ૨૦ જણ દાઝી ગયાઃ ૭૦ને બચાવાયા

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૨૧
દક્ષિણ મુંબઈમાં આવેલા મંત્રાલયમાં આજે બપોરે ભભૂકી ઊઠેલી વિનાશક આગમાં ત્રણ મજલા બળીને ખાખ થઈ ગયા હતા અને ઢગલાબંધ સરકારી દસ્તાવેજો અને કાગળ આ આગમાં સ્વાહા થઈ ગયા હતા. મુંબઈને શાંઘાઈમાં ફેરવવાની ગુલબાંગો ઝીંકતી પૃથ્વીરાજ ચવ્હાણના વડપણ હેઠળની કોંગ્રેસ- એનસીપી સરકાર સકારી મુખ્યાલયને જ બચાવવામાં નિષ્ફળ ગઈ હતી. મંત્રાલયમાં આજે બપોરે ભભૂકી ઊઠેલી આગમાં બે જણ ગુંગળાઇને માર્યા ગયા હોવાનું મોડી રાતે જાણવા મળ્યું હતું.
આજે બપોરે અઢી વાગ્યાના સુમારે મંત્રાલયની સાત મજલી ઈમારતના ચોથે માળેથી આગ શરૃ થઈ હતી. એનસીપીના પ્રધાન બબનરાવ પાચપુતેની ઓફિસમાંથી શરૃ થયેલી આગ જોતજોતામાં ફેલાવા લાગી હતી. આ સમયે છઠ્ઠે માળે મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ મોજૂદ હતા. ચવ્હાણને તેમજ અન્ય પ્રધાનોને તેમજ સરકારી કર્મચારીઓને ફટાફટ બહાર કાઢવામાં આવ્યા હતા. આમ છતાં ઉપલા માળે કેટલાય અધિકારીઓ અને કર્મચારીઓ સલવાઈ ગયા હતા. ફાયરબ્રિગેડે ઊંચે સુધી જઈ શકે એવી સ્નોરકેલ સીડીની મદદથી કેટલાય કર્મચારીઓને નીચે ઉચાર્યા હતા. આ બચાવ કામગીરી ચાલુ હતી એ દરમ્યાન ચોથે માળેથી શરૃ થયેલી આ આગની જવાળા ઠેઠ સાતમા માળ સુધી ફેલાઈ ગઈ હતી. આમ આગમાં મુખ્યપ્રધાનની ઓફિસ પણ ભસ્મીભૂત થઈ ગઈ હતી.
બે જણના મૃતદેહ છઠ્ઠા માળેથી મળી આવ્યા હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું હતું. છઠ્ઠા માળે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનના કાર્યાલયો આવેલા છે. આ બેની હજી સુધી ઓળખ નથી થઇ. મૃતકો મંત્રાલયના કર્મચારી હતા કે મુલાકાતી હતા તેની તપાસ થઇ રહી છે. જો કે પોલીસ કે અગ્નિશામક સત્તાવાર રીતે હજી કંઇ જણાવવા તૈયાર નથી.
ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે આ આગમાં લગભગ ૨૦ જણ જખમી થયા હતા અને લગભગ ૭૦ જણને ઉગારી લેવામાં સફળતા મળી હતી. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સરકિટને લીધે લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આગની પાછળ ભાંગફોડનું કૃત્ય જવાબદાર છે કે નહીં એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે. આ માટે તપાસ યોજવાનો આદેશ અપાયો છે.
અઢી- પોણાત્રણના સુમારે આગની લપકતી જવાળાઓ દેખાતાની સાથે જ હાહાકાર મચી ગયો હતો. કર્મચારીઓ જીવ હથેળીમાં લઈને ઓફિસો છોડી ભાગવા માંડયા હતા. વીસ મિનિટમાં લગભગ પાંચ હજાર કર્મચારીઓ અને અધિકારીઓ સહિસલામત બહાર આવી ગયા હતા.
ફાયર કોલ મળતાંની સાથે જ લગભગ ૨૦ બંબા અને ૧૨ પાણીના ટેન્કર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પાણીનો જબરજસ્ત મારો ચલાવીને એક તરફ આગની જવાળાઓ ફેલાતી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને બીજી તરફ હાઈડ્રોલિક લેડરની મદદથી ઉપલા માળે ફસાયેલા લોકોને નીચે ઉતારવાની કામગીરી શરૃ કરવામાં આવી હતી. ગભરાયેલા કેટલાક કર્મચારીઓ તો બારીમાંથી નીચે ઠેકડો મારવાની તૈયારીમાં હતા. તેમને ધીરજ રાખવાની વારંવાર અપીલ કરવામાં આવતી હતી. કેટલાક છજ્જા ઉપર ઊતરી પડયા હતા અને કેટલાક વળી પાણીના પાઈપ વાટે ચોથે અન ેત્રીજે માળેથી નીચે ઉતરી ગયા હતા.
કેટલાક કર્મચારીઓ જીવ બચાવવા માટે મંત્રાલયની અગાસીમાં ચડી ગયા હતા. આ લોકો કઈ સ્થિતિમાં છે એ જોવા માટે અને જરૃર પડયે અગાશીમાંથી જ સીધા ઊંચકી લઈને બચાવવા માટે નેવીના ત્રણ હેલિકોપ્ટર મંત્રાલયની ઉપર ચકરાવા લેવા માંડયા હતા. પણ હેલિકોપ્ટર વધુ નીચે લાવવામાં જોખમ જણાયું હતું. કારણ કે હેલિકોપ્ટરના પંખાની જોરદાર હવાથી આગની જવાળા વધુ ભડકે એમ લાગવાથી આ નેવીના હેલિકોપ્ટરો સલામત ઊંચાઈએ જ ચકરાવા લેતા જોવા મળ્યા હતા. નીચેથી પોલીસ લાઉડ સ્પિકરમાં ફસાયેલા લોકોને સૂચના આપતી હતી કે અગાસીમાં ચડી જાવ જેથી હેલિકોપ્ટરની મદદથી તેમને બચાવી શકાય.
મંત્રાલયને ખાખ થતું બચાવવા ફાયર બ્રિગેડની સાથે જ આતંકવાદીઓ સામે લડવા રચાયેલા ફોર્સ- વનના કમાન્ડો, પોલીસની ક્વિક રિસ્પોન્સ ટીમ, નેવીની ટીમ તેમજ નેવલ ડોકયાર્ડની બે ટીમ કામે લાગી હતી. આમ છતાં આગ એટલી ભયંકર હતી કે ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા માળને ભરખી ગઈ હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ના વડાપ્રધાન તરીકે શહાબુદ્દીનને પડતા મૂકાયા

ઈજિપ્તના પ્રમુખની ચૂંટણીનું પરિણામ મોકૂફ
પાકિસ્તાનમાં ગુસ્સે થયેલી મહિલા ધારાસભ્યે સાથીને પગરખું માર્યું !
કૌભાંડો પર પડદો પાડવા માટે આગ લગાવાઇ હોવાનો આક્ષેપ

સમગ્ર રાજ્યનો કારભાર લાંબો સમય સુધી ઠપ થઈ જશે

અગ્નિશામક દળના વિલંબને કારણે આગે વિકરાળરૃપ ધર્યું
મંત્રાલયની આગમાં ઘવાયેલા ૧૨ને હોસ્પિટલમાં ખસેડાયા
મંત્રાલય પર આગની લપકતી જ્વાળા વચ્ચે તિરંગાની શાન જળવાઇ

નારાજ પેસ ઓલિમ્પિકમાંથી જ ખસી જાય તેવી શક્યતા

આજે હોટ ફેવરિટ જર્મનીને હંફાવવા આક્રમક ગ્રીસ તૈયાર
સલમાન બટ્ટ સાત મહિનાની જેલની સજા ભોગવીને મુક્ત થયો
પાકિસ્તાન બોર્ડે વોટમોરને કોચ તરીકે રાખીને ભૂલ કરી છે

વિષ્ણુને પાર્ટનર બનાવતા લિએન્ડરને અન્યાય થયો છે

ચીનની મેન્યુફેકચરીંગ વૃધ્ધિ ઘટીઃ યુ.એસે આર્થિક વૃધ્ધિ અંદાજ ઘટાડયોઃ
ડોલરમાં નવો રેકોર્ડ થવા છતાં સોનાના ભાવોમાં વધુ ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

અમદાવાદ:135મી રથયાત્રા

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved