Last Update : 21-June-2012, Thursday

 

કલામને રાષ્ટ્રપતિ કેમ નથી બનવું?

 
અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ બનાવવા માટે ભાજપવાળા અને મમતા બેનરજી ‘‘હૈશો હૈશો...’’ કરીને મંડી પડ્યા હતા પણ કલામ તો છેલ્લી ઘડીએ અચાનક પાણીમાં બેસી ગયા!
આવું કેમ થયું?
એમણે રાષ્ટ્રપતિ બનવાની ના કેમ પાડી?
કદાચ એમની ડાયરી વાંચીએ તો ખબર પડે...
* * *
‘‘હું રાષ્ટ્રપતિ બનું કે ના બનું?
સવાલ ગંભીર છે.
મેં ‘લાંબી વિચારણા’ પછી ના પાડી છે. બધા એવું સમજે છે કે મને હારી જવાનો ડર લાગે છે પણ હકીકતમાં ડર બીજો જ છે...’’
* * *
‘‘ગયે વખતે હું જ્યારે રાષ્ટ્રપતિ હતો ત્યારે એક વાર પેલા ૧૭૫ કમરાવાળા રાષ્ટ્રપતિભવનમાં મને મારો બેડરૂમ શોધતાં શોધતાં રાતના બે વાગી ગયા હતા!’’
* * *
‘‘ત્યાંનો એક નાઇટ-ડ્યૂટીનો ચોકીદાર રાત્રે પાઘડી પહેર્યા વિના આંટા મારતો હોય છે. એ નાલાયકે ખાસ મને બીવડાવવા માટે ચાર ફૂટ લાંબો ચોટલો રાખ્યો હતો!’’
* * *
‘‘રાષ્ટ્રપતિભવનનો બગીચો પણ બહુ બીહામણો છે. અમુક ઝાડ રાતના ટાઇમે બિલકુલ સોનિયા ગાંધી જેવાં દેખાય છે!’’
* * *
‘‘પેલી બાર ઘોડાવાળી બગી પણ ભેદી છે. પૂનમની રાત્રે એ બગી એની મેળે, ઘોડાઓ વિના, આખા બગીચામાં ફરતી હોય છે! અને બગીમાં ક્યારેક ક્યારેક માયાવતી, તો ક્યારેક જયલલિતા હોય છે...’’
* * *
‘‘બારે બાર ઘોડા પણ રહસ્યમય છે! એક વાર હું વહેલી સવારે સાડા પાંચ વાગે બ્રશ કરતો કરતો ધાબા પર ગયો ત્યારે એ ઘોડાઓ ગોળ કુંડાળું વળીને ગરબા રમતા હતા! બળવાખોર સાંસદોની જેમ...’’
* * *
‘‘આખા રાષ્ટ્રપતિ ભવનમાં ક્યાંક ને ક્યાંક અવગતે ગયેલા આત્માઓ ભટકતા હોય છે.
ઓફીસમાં જો તમે ભૂલેચૂકે રાત્રે આઠેક વાગ્યા પછી જાઓ તો બધા ‘રબર સ્ટેમ્પ’ અહીંથી તહીં ઠેકડા મારતા હોય છે! (કારણકે એમાં વી.વી. ગિરીનો આત્મા પ્રવેશે છે.)
જ્યારે જ્યારે કેન્દ્ર સરકારથી કોઇ મહત્વની ફાઇલ ‘અરજન્ટલી’ મારી સહી માટે આવે છે ત્યારે એ ફાઇલ ખોલતાં જ મને ઝૈલસંિહનું ભેદી અટ્ટહાસ્ય સંભળાય છે!
એ તો ઠીક, પણ રાષ્ટ્રપતિ ભવનની વિશાળ લાયબ્રેરીમાં જ્યારે જ્યારે હું શિક્ષણ કે ફિલોસોફીને લગતું કોઇ પુસ્તક ઉઘાડું ત્યારે એમાંથી સ્વ. રાધાકૃષ્ણન્‌નો નિસાસો સંભળાય છે...’’
* * *
‘‘તમને થતું હશે કે મને જ કેમ આવું બઘું દેખાય છે, પ્રતિભા પાટિલને કેમ કંઇ ના થયું?’’
તો વાત સિમ્પલ છે. એ બહેન અહીં રહ્યાં જ કેટલા દહાડા? મોટે ભાગે તો ફોરેનમાં ફરતાં હતાં!’’
Share |
 

Gujarat Samachar Plus

શહેરનો મોબાઇલ ઇ- વેસ્ટ એક લાખ ટનની ટોચે
શિક્ષકની આંખે મા કે બાપ વગરના બાળકો
ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ
મોનસૂનમાં ઘરને પણ બનાવો વોટરપ્રૂફ
  સિઝન બદલાય ત્યારે શરીર બચાવે ગ્રીન વેજીટેબલ્સ
શહેરના ૫૦ ટકા સ્ટુડન્ટસ પર્સનલ લેપટોપ ધરાવે છે
 

Gujarat Samachar glamour

શાહિદ- પ્રિયંકાના સંબંધો સુધર્યા
બેબો પ્રિયંકાને એક અભિનેત્રી તરીકે માન આપે છે
પોસ્ટરમાંથી સલમાન આઉટ- કેટરીના ઇન
ઍમ્મા સ્ટોનને લાગે છે મૃત્યુનો ડર
  સોનુ સુદ ‘દાઉદ’ બનશે
મિલી સાયરસની ઘેલછા
 
 

84th Oscar Awards

   
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved